
આજે 20 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના ધટવા પામી છે. ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પિતા-પુત્ર બન્ને ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે પત્નીને સામાન્ય ઈજા થવા પામી હતી. રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટ્યા, ઘરવખરીને નુકસાન થયું હતું. બ્લાસ્ટની તીવ્રતાથી રસોડાની બહારનો ઝૂલો પણ આગની લપેટમાં આવ્યો હતો. આડોશી-પાડોશીઓએ તાત્કાલિક દોડી આવીને બ્લાસ્ટને કારણે લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ઘટનાની જાણ પોલીસને કરાતા, બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફ્રિજ બ્લાસ્ટના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમા આવ્યો પલટો. જિલ્લાના કેટલાક વિસ્તારમા વાદળછાયુ વાતાવરણ તો કેટલાક વિસ્તારમા વરસાદી માહોલ સર્જાયો હતો. ઝાલોદ તાલુકાના મીરાખેડીમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દાહોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા, ઝાલોદ , દેવગઢબારીયામા વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. વાદળછાયા વાતાવરણથી વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.
અમદાવાદના ન્યૂ રાણીપમાં આવેલા સાનિધ્ય ફ્લેટમાં આગની ઘટના બની છે. સાનિધ્ય ફ્લેટના 5 માં માળે ગેલેરીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. ખોડીયાર માતાના મંદિર પાસે આવેલા સાનિધ્ય ફ્લેટમાં આગનો બનાવ બન્યો. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી.
ભરૂચના ચાર રસ્તા પર આવેલી મસ્જિદના ધાબા પર ફટાકડાના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી મસ્જિદના ધાબા પર મૂકવામાં આવેલા સામાનમાં ફટાકડાના તણખાને કારણે એકાએક ભીષણ આગ લાગી હતી. નગર સેવા સદનના ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની નહીં.
દિવાળીના તહેવાર અંતર્ગત સુરત એસટી વિભાગને આર્થિક રીતે ફાયદો પહોંચ્યો છે. દિવાળીના તહેવાર અંતર્ગત એક્સ્ટ્રા બસ દોડાવવાના કારણે માત્ર સુરત ડેપોને 2.6 કરોડથી વધુની આવક થઈ છે. અલગ અલગ જિલ્લાઓમાં દિવાળીના પર્વને લઈને ST વિભાગે કુલ 1259 ટ્રીપનું આયોજન કર્યું હતુ.
મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં દીપોત્સવી પર્વની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે. આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મહાપૂજા અને ચોપડાપૂજન વિધિ કરાવવામાં આવી હતી, જેમાં 4000 કરતાં વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. દિપોત્સવી પર્વે મંદિરને ખૂબ સુંદર રોશની અને શણગાર કરવામાં આવ્યા હતા. દીવડાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.
રાજકોટમાં વધું એક હત્યાનો બનાવ બન્યો છે. જામનગર રોડ પરના સીએલએફ કવાર્ટરમાં 30 વર્ષીય યુવાન કમલભાઈ બીપીનભાઈ મૂળિયાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા 15 કલાકમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડયા છે. રાજકોટમાં દિવાળીનુ પર્વ લોહિયાળ બન્યુ છે.
બોટાદના હડદડ ગામે પોલીસ સાથે થયેલ ઘર્ષણ મામલે આરોપીઓને જેલમાં મોકલવા કોર્ટે હુકમ કર્યો છે. પોલીસ સાથે સંઘર્ષ કરવા સબબ કુલ 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંના અત્યાર સુધી કુલ 68 લોકોની થઈ હતી અટકાયત. 21 લોકોના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે આજે થયા પૂર્ણ. રિમાન્ડ પૂર્ણ થતાં બોટાદ પોલીસ દ્વારા જજના નિવાસ સ્થાને તમામ 21 આરોપીઓને રજુ કરાયા હતા. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના કુલ 21 લોકોને આજે બોટાદ જજના નિવાસ સ્થાને રજુ કરતા જજ દ્વારા તમામ 21 આરોપીને ભાવનગર જેલ હવાલે કરવાનો કરવા હુકમ કર્યો છે.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દિવાળી પર્વમાં શહેરમાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવો બન્યા છે. અમરાઈવાડી બાદ રાણીપમાં હત્યાની ઘટના સામે આવી છે. હત્યારા પિતા ભાઈલાલ ગોહેલ નામના વૃદ્ધ વ્યક્તિએ પોતાના પુત્ર જયેશકુમારની હત્યા કરી નાખી. પુત્ર સુઈ રહ્યો હતો તે સમયે ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
મહીસાગરઃ કડાણા તાલુકાના સરસવા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. કડાણા તાલુકાના સરસવા ગામે કૂવામાં તરતો મૃતદેહ મળ્યો છે. મૃતદેહ દેખાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી.
ડીટવાસ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ પતિએ અમરાઈવાડીના આદર્શ એપાર્ટમેન્ટ પત્નીના મિત્રની હત્યા કરી. હત્યાના આરોપીની અટકાયત કરવામાં આવી છે. અઠવાડિયા પહેલા જ પરિવાર ભાડે રહેવા આવ્યો હતો. મૃતક અને આરોપી બન્ને ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા.
બનાસકાંઠાઃ થરાદ પોલીસે લાખોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પંજાબના બે શખ્સોની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. ભારત માલા રોડ પર વોતડાઉ ગામ નજીકથી કાર ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું છે. કારમાં તપાસ કરતા 211.81 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે 10 લાખ 59 હજારની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું. કાર સહિત આશરે 13 લાખનો મુદ્દામાલ કર્યો કબજે.
સુરેન્દ્રનગર: દિવાળીમાં મનપાના સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. બોનસ અને PFની રકમની ચૂકવણી ન કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વઢવાણ મનપા ખાતે 300થી વધુ સફાઈ કર્મીઓની ઉગ્ર રજૂઆત જોવા મળી. તહેવારોના સમયમાં સફાઈ કર્મીઓની આર્થિક સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. સફાઈ કર્મચારીઓનું શોષણ થતુ હોવાના પણ આક્ષેપ કરાયા છે. તંત્રની ઢીલી નીતિ સામે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કચ્છઃ કારમાં સીન-સપાટા કરવા ભારે પડ્યા છે. કારનું સનરુફ ખોલી ફાયરિંગ કરનારો ઝડપાયો છે. ફટાકડા ફોડવાની બંદૂકથી યુવકે ફાયરિંગ કર્યું હતું. સીનસપાટા કરી ડરનો માહોલ ઉભો કર્યો હતો. વાયરલ વીડિયોના આધારે યુવકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો. અંજાર પોલીસ સ્ટેશનમાં યુવકે માફી માગી છે.
અમદાવાદ: સરખેજમાં પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો છે. સગીર પ્રેમિકા વારંવાર લગ્ન માટે આરોપીને દબાણ કરતી હતી. પ્રેમિકા સગીર હોવાથી પ્રેમીએ લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. બન્ને વચ્ચે પ્રેમ લગ્નને લઈ ઘણીવાર ઝઘડો થતો હતો. પ્રેમીએ સગીર પ્રેમિકાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિવાળી નિમિત્તે ગોવા પહોંચ્યા અને INS વિક્રાંત પર સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલીવાર હર્ષ સંઘવી સુરતમાં પહોંચ્યા છે. સુરત પોલીસ અને જિલ્લાની પોલીસના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા. પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓની હાજરી છે. ભાજપના કાર્યકરો અને બિલ્ડર સાથે પણ સ્નેહ મિલન કાર્યક્રમમાં છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-પાવીજેતપુર હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જ્યાં સુસ્કાલ ગામ પાસે એક જીપ અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઝાડ સાથે ભટકાઈ ગઈ. આ ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. સ્થળ પર તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મુસાફરોની જીપમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. જીપની છત પર ચોરખાનું બનાવી છુપાવેલા દારૂના જથ્થા મળ્યા છે. અકસ્માત પછી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે અને પોલીસે દારૂ હેરાફેરીના સંબંધમાં ગુનો નોંધ્યો છે.
દિલ્લીઃ અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ વધ્યુ છે. આનંદ વિહારમાં AQI 400ને પાર પહોંચ્યું છે. દિલ્લીના વજીરપુરમાં AQI 385 નોંધાયું. બવાના વિસ્તારમાં AQI 306ને પાર પહોંચ્યુ છે.
રાજકોટઃ નજીવી બાબતે જૂથ અથડામણમાં 3ના મોત થયા છે. બે સગાં ભાઇઓ સહિત 3 લોકોના મોત નિપજ્યા. વાહન અથડાવવા મુદ્દે રકઝક બાદ સ્થિતિ વણસી હતી. ઘટનામાં ગંભીર ઘાયલ મહિલા સહિત ત્રણ લોકો સારવાર હેઠળ છે. જૂથ અથડામણ બાદ ટોળા વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી.
રાજકોટ: કાલાવડ રોડની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં ઇયળ નીકળી. BAPSની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઇયળ નીકળી. રેસ્ટોરન્ટના શાકમાંથી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. શાકમાંથી ઈયળ નીકળી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “મારા બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. પ્રકાશનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ અને સંવાદિતાથી પ્રકાશિત કરે – આ અમારી હૃદયપૂર્વકની ઇચ્છા છે.”
Prime Minister Narendra Modi tweets, “Heartfelt Diwali greetings to all fellow citizens. May this sacred festival of lights illuminate every individual’s life with happiness, prosperity, and harmony—that is our sincere wish.” pic.twitter.com/ge1tKXjV25
— ANI (@ANI) October 20, 2025
હોંગકોંગમાં એક કાર્ગો વિમાન એક વાહન સાથે અથડાયા બાદ રનવે પરથી લપસી ગયું અને દરિયામાં ક્રેશ થયું, જેમાં એરપોર્ટના બે કર્મચારીઓના મોત થયા.
Published On - 7:45 am, Mon, 20 October 25