AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 માર્ચના મહત્વના સમાચાર : અરવલ્લીના મેઘરજમાં સગા ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ આચર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2026 | 8:53 PM
Share

આજે 20 માર્ચને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 માર્ચના મહત્વના સમાચાર : અરવલ્લીના મેઘરજમાં સગા ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ આચર્યું

આજે 20 માર્ચને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Mar 2026 08:25 PM (IST)

    અરવલ્લીના મેઘરજમાં સગા ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ આચર્યું

    અરવલ્લીના મેઘરજમાં સગા ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ આચર્યું છે. ખેતરમાં એકલતાનો લાભ લઈ ભત્રીજાએ મરજી વિરુદ્ધ આચાર્યું દુષ્કર્મ. દુષ્કર્મ આચરી ભત્રીજાએ કાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિત પરણિતાએ પતિને જાણ કરતા દંપતિ મેઘરજ પોલીસ મથકે પહોંચ્યું. મેઘરજ પોલીસે આરોપી ભત્રીજા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપી ભત્રીજાની પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.

  • 20 Mar 2026 08:18 PM (IST)

    રાજકોટમાં 11 કથિત પત્રકાર, 1 ડોકટર સામે રૂપિયા 25 લાખની ખંડણી માગવાનો કેસ

    રાજકોટના સાયબર પોલીસ સ્ટેશનમાં તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તબીબના ક્લિનિકમાં, અંગત પળોના વીડિયો વાયરલ કરવાના નામે 25 લાખની કરી હતી માંગણી. પોલીસે એક તબીબ અને 11 કથિત પત્રકારો સામે નોંધ્યો ગુનો છે. સત્યની ગર્જના, ભારત ટાઇમ્સ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ નામના મીડિયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

    સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબે, ફરિયાદીના ક્લિનિકમાં છુપો કેમેરો લગાડી દીધો હતો. આ વીડિયોના ફુટેજના આધારે ફરિયાદી તબીબ પાસેથી 25 લાખની માંગણી કરી હતી. જે પેટે 50 હજાર રૂપિયાની ખંડણી વસુલી હતી. વર્ષ 2023માં વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. જૂન-2024થી ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરતા હતા.

  • 20 Mar 2026 07:38 PM (IST)

    ગાંધીનગરમાં CM ઓફિસ જેવી જ કડક સુરક્ષા વ્યવસ્થા Dy CMની ઓફિસમાં કરવામાં આવી

    ગાંધીનગરમાં Dy Cmની ઓફિસ બહાર સુરક્ષા વ્યવસ્થામાં કરાયો ફેરફાર. સ્કેનિંગ વગર Dy Cm ઓફિસ સુધી નહીં પહોંચાય. અરજદારનું સંપૂર્ણ બોડી ચેકિંગ થશે. મેટલ ડિટેક્ટર મશીન ગોઠવી દેવામાં આવ્યા છે. CM ઓફિસ જેવી જ કડક સુરક્ષા વ્યવસ્થા Dy Cmની ઓફિસમાં કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર એટલા માટે કરાયો છે કે, સુરક્ષામાં રહેલી ગંભીર ખામી સામે આવી હતી. આત્મહત્યાના પ્રયાસની ઘટના બાદ તંત્ર જાગ્યું. સુપર્ણ સ્કેનિંગ અને બોડી ચેક કર્યા બાદ મળશે પ્રવેશ.

  • 20 Mar 2026 07:08 PM (IST)

    બનાસકાંઠાના ઉણ ગામે પોલીસ પર હુમલો કરનાર 5 ચૌધરી 2 દિવસના પોલીસ રિમાન્ડ પર

    બનાસકાંઠાના ઉણ ગામમાં પોલીસ પર પથ્થર મારો કરનાર આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. પાંચ લોકોને થરા પોલીસએ શિહોરી જ્યુડિશનલ કોર્ટમાં રજૂ કર્યા હતા. શીતલ પટેલ, નરેશ ચૌધરી, વિજય ચૌધરી, ભારમલ ચૌધરી, અમરા ચૌધરીના બે દીવસના રિમાન્ડ મંજૂર. કંકુ ચૌધરીને પાછી લાવવા માટે રૂણી ગામમાં ચૌધરી સમાજના લોકો દ્વારા સભા કરવામાં આવી હતી. સભા બાદ 1,000 જેટલાં લોકોનું ટોળુ ઉણ ગામ પહોંચી કર્યો હતો હુમલો. પોલીસ સમજાવવા જતા પોલીસ ઉપર પણ ધોકા લાકડીઓ અને પથ્થર વડે કર્યો હતો હુમલો. પોલીસે 16 વ્યક્તિગત અને 1000 ના ટોળા સામે નોંધી હતી ફરિયાદ. ચૌધરી સમાજના 16 વ્યક્તિઓના નામ જોગ નોંધાઈ હતી ફરિયાદ.

  • 20 Mar 2026 05:23 PM (IST)

    ભદ્ર પાથરણાવાળાઓને પુનઃસ્થાપિત કરવા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો યથાવત સ્થિતિ જાળવી રાખવા આદેશ

    ભદ્ર બજારમાં પાથરણાવાળાઓને પુન:સ્થાપિત કરવાના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સુપ્રીમકોર્ટે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પર લગાવી રોક. ભદ્ર પરિસરમાં સ્ટેટસ ક્વો જાળવી રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ. AMCએ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે 21 માર્ચ સુધીમાં સર્ટિફિકેટવાળા 586 જેટલા ફેરિયાને પુન:સ્થાપિત કરવા કર્યો હતો આદેશ.

  • 20 Mar 2026 05:21 PM (IST)

    ગીર સોમનાથના ગીર ગઢડામાં માવઠાથી નદીઓ બેકાંઠે વહેતી થઈ

    ગીર સોમનાથના ગીર ગઢડામાં માવઠાથી નદીઓમાં પૂર આવ્યું. હરમડીયા અને એભલવડ નજીકની સાંગાવાડી નદીમાં પૂર.  ભારે વરસાદ અને પવન બાદ સાંગાવાડી નદી માં પૂર આવ્યું. ફરી વખત ભર ઉનાળે વ્હેતી થઈ નદી. ભારે વરસાદ ના કારણે ખેડૂતો ના કેળ અને કેસર કેરી ના પાક ને ભારે નુકશાન. નુકશાની ના દ્ર્શ્યો આવ્યા સામે. કેળના ઝાડ જમીન દોસ્ત થયા તો કેસર કેરીના બગીચામાં નાની કેરી જમીનદોસ્ત થઈ.

  • 20 Mar 2026 03:23 PM (IST)

    ઈરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યાનો કર્યો દાવો

    અમેરિકન ડ્રોનને તોડી પાડવાનો દાવો ઈરાને કર્યો છે. ઈરાનના નૌકાદળે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે, તેમણે અમેરિકાના એક ડ્રોનને તોડી નાખ્યું છે.

  • 20 Mar 2026 03:01 PM (IST)

    પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2થી 2.50નો વધારો, શું પાંચ રાજ્યની ચૂંટણી પછી વધશે પેટ્રોલ-ડીઝલનો ભાવ ?

    ઈરાન ઈઝરાયેલ યુદ્ધની અસર હવે સીધી કે આડકતરી રીતે ભારત ઉપર પણ વર્તાઈ રહી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલનું વિતરણ કરતી વિવિધ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2થી લઈને 2.50 સુધીનો વધારો કર્યો છે.

  • 20 Mar 2026 02:58 PM (IST)

    વાવ થરાદ: સુઈગામ તાલુકામાં કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં તારાજી

    વાવ-થરાદ પંથકના સુઈગામ તાલુકામાં કેનાલમાં ભંગાણ થતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કોરેટી ગામ પાસે માઈનોર કેનાલ નંબર 2માં અંદાજે પાંચ ફૂટનું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. પરિણામે ખેતરોમાં ઉભેલો ઘઉં અને ચણાનો પાક જળમગ્ન થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ કેનાલમાં વધુ પડતું પાણી છોડવાથી આ ભંગાણ સર્જાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર આવી ઘટનાઓ બનતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

  • 20 Mar 2026 02:25 PM (IST)

    સુરતઃ કરોડો રૂપિયાના ડુપ્લીકેટ નોટ છાપવાનો કેસમાં મોટો ખુલાસો

    સુરતમાં કરોડો રૂપિયાના ડુપ્લીકેટ નોટ છાપવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમમાંથી બે ગુપ્ત ભોંયરા મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શંકા જતા સ્થાનિકોએ આશ્રમમાં ઘૂસી તપાસ કરતા આ ભોંયરા સામે આવ્યા, જેમાંથી એક બ્લડ લેબોરેટરીની નીચે હોવાનું સામે આવ્યું છે. આ ભોંયરાઓને લઈને અનેક રહસ્યો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ પોલીસ પણ આ ભોંયરાની માહિતીથી અજાણ હતી. હવે જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આશ્રમની સઘન તપાસ હાથ ધરવામાં આવે તો આ સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

  • 20 Mar 2026 01:01 PM (IST)

    અમદાવાદમાં ઈન્કમ ટેક્સના દરોડા

    અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે મયૂર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી પર દરોડા કર્યા છે. મયૂર પટેલ અને તેમના ભાગીદારોની મિલકતો અને વ્યવસાય સ્થળો પર IT ટીમોની તપાસ હાથ ધરાઈ છે. સોલા વિસ્તારના બંને ભાગીદારોના નિવાસસ્થાન સહિત કુલ 20 સ્થળોએ તપાસ કરવામાં આવી છે. આ દરોડા ઈન્કમ ટેક્સ સંબંધિત તપાસને લઈને કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

  • 20 Mar 2026 11:57 AM (IST)

    રાજકોટ: PGCVLની બેદરકારીનો વીડિયો થયો વાયરલ

    રાજકોટમાં PGCVLની બેદરકારી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ પુરવઠા સંબંધિત ફરિયાદો આવતા છતાં કર્મચારીઓ બિન્દાસ નજરે પડ્યા, અને ફોનનો જવાબ ન આપતા લોકોમાં રોષ ફેલાયો. ગુસ્સામાં સ્થાનિકોનું ટોળું PGVCLની કચેરી સુધી પહોંચ્યું. આ દરમિયાન વીજ પુરવઠો ખોટવાથી બેદરકાર કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે વાયરલ થતાં પક્ષની છબીને નુકસાન પહોંચ્યું છે.

  • 20 Mar 2026 11:10 AM (IST)

    અમદાવાદઃ વાવાઝોડાને કારણે વાસણા APMCમાં નુક્સાન

    અમદાવાદમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે વાસણા APMCમાં ખેડૂતો અને વેપારીઓને મોટી નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બહાર મુકેલા ડુંગળી, લસણ અને બટાકાના ખેતરોમાં નુકસાન થયું છે, જ્યારે વેપારીઓની દુકાનોમાં જગ્યા ન હોવાના કારણે તેમનો માલ બહાર રાખવો પડ્યો હતો. તીવ્ર પવન અને વરસાદથી પાક પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોએ ડુંગળીને 25 રૂપિયાની જગ્યાએ માત્ર 16 રૂપિયામાં વેચવાનું મજબૂર થયાં છે. નિકાસ માર્ગ બંધ હોવાથી સ્થાનિક ખેડૂતોને વધુ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

  • 20 Mar 2026 10:25 AM (IST)

    નવસારી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પણ ભડકો

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ગાઢ ઉથલપાથલ જોવા મળી રહી છે. શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા આપી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધું છે. આ પદાધિકારીઓએ શહેર પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ નોંધાવતા રાજીનામા આપ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ભૂતકાળમાં પક્ષને હરાવવાના પ્રયાસો કરવા જેવા આક્ષેપ પણ મુકવામાં આવ્યા છે. રાજીનામા આપનારાઓમાં પ્રદેશ મંત્રી, મહામંત્રી અને વોર્ડ પ્રમુખ સહિતના પદાધિકારી શામેલ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાસે પણ આ રાજીનામા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થવા પછી હવે કોંગ્રેસમાં પણ આવો દોર શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

  • 20 Mar 2026 09:43 AM (IST)

    દેશના અનેક રાજ્યોમાં વાતવરણમાં પલટો

    દેશના અનેક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં ભર ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મદુરાઈમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ ભારે પવન, વીજળી પડવાની અને કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને લોકો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

  • 20 Mar 2026 09:08 AM (IST)

    આણંદ: વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને બાકરોલનાં વાતાવરણમાં પલટો

    આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને બાકરોલ સહિત આણંદ શહેર, મોગરી અને વલાસણ વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે વલ્લભ વિદ્યાનગરના પ્રગતિ મંડળ નજીક વૃક્ષની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી. તૂટેલી ડાળીઓ રસ્તા પર પડતા થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ દૂર કરીને રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો, જેથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો.

  • 20 Mar 2026 08:11 AM (IST)

    ભરૂચઃ અંકલેશ્વરના વાતાવરણમાં પલટો

    ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જ્યાં આકરા ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવનના ઝોકા કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જંબુસરના રૂનાડ ગામમાં તેજ પવનને કારણે ઘરના પતરા ઉડી ગયા હતા, જ્યારે અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠા પર પણ અસર પહોંચી હતી. આ અચાનક બદલાયેલા હવામાનથી સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો છે.

  • 20 Mar 2026 07:47 AM (IST)

    ઈરાને ઉત્તરી ઈઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ છોડ્યા

    થોડા સમય પહેલા ઈરાન દ્વારા ઉત્તરી ઈઝરાયલ પર છોડવામાં આવેલી એક મિસાઈલ ક્લસ્ટર બોમ્બ હથિયારથી સજ્જ હતી, ફૂટેજ બતાવે છે. હુમલા દરમિયાન હાઈફા અને સમગ્ર ઉત્તરી ઈઝરાયલમાં સાયરન વાગ્યું.

  • 20 Mar 2026 07:46 AM (IST)

    ઇઝરાયલના જેરુસલેમ પર પાંચ મિસાઇલોથી હુમલો

    ઇરાને એક કલાકમાં ઉત્તરી ઇઝરાયલના જેરુસલેમ પર પાંચ મિસાઇલો છોડી.

  • 20 Mar 2026 07:33 AM (IST)

    હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ

    ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે માવઠું થયુ છે. વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

Published On - Mar 20,2026 7:31 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">