20 એપ્રિલના મહત્વના સમાચાર : પાર્ટીની નીતિને કારણે મારી દિકરીને ટિકિટ નથી મળી, નારાજ થયા વિના પક્ષના ઉમેદવાર- BJPનો પ્રચાર કરે છેઃ સાંસદ મનસુખ વસાવા

આજે 20 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 એપ્રિલના મહત્વના સમાચાર : પાર્ટીની નીતિને કારણે મારી દિકરીને ટિકિટ નથી મળી, નારાજ થયા વિના પક્ષના ઉમેદવાર- BJPનો પ્રચાર કરે છેઃ સાંસદ મનસુખ વસાવા
| Edited By: | Updated on: Apr 20, 2026 | 9:00 PM

આજે 20 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Apr 2026 08:54 PM (IST)

    અમદાવાદના નારણપુરામાં ફોરવ્હીલમાં આવેલા તસ્કરોએ ક્રેટા કારની કરી ચોરી

    અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં ચોરીનો વિચિત્ર કિસ્સો બન્યો છે. નારણપુરામાં ક્રેટા ગાડીની વિચિત્ર પ્રકારે ચોરી કરવામાં આવી છે. ગાડીમાં આવેલા તસ્કરો મોંઘીદાટ કાર ચોરીને ફરાર થઈ ગયા છે. ફોરવ્હીલમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. બુકાનીધારી તસ્કરોને શોધવા નારણપુરા પોલીસે તપાસ શરુ કરી..

  • 20 Apr 2026 08:36 PM (IST)

    જાણીતી ગાયિકા કાજલ મહેરિયાની માતાએ, દીકરીના મુદ્દે ન્યાય અપાવવા અઢારે આલમને કરી અપીલ

    જાણીતી ગાયિકા કાજલ મહેરિયાના માતા શારદાબેનનું ચોંકાવનારું નિવેદન. દીકરીને પરત લેવા માટે પરિવાર અને સમાજના લોકો ગયા હતા શેરથા ગામે. શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્કેરીને કાઢી મુકાયા. સામે વાળો છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે તેમ શારદાબેન મહેરિયાએ જણાવ્યું હતું. છોકરાનો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે ગેમ રમી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દલિત સમાજ અને અઢારે આલમે, ન્યાય અપાવી રસ્તો કાઢવા માતાએ કરી અપીલ.


  • 20 Apr 2026 08:22 PM (IST)

    ગાંધીનગરમાં અમરેલીના કુંકાવાવના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    ગાંધીનગર સેક્ટર 15માં આવેલ આંબેડકર હોસ્ટેલના વિધાર્થીએ આપઘાત કર્યો છે. 21 વર્ષીય એન્જિનિયરિંગ કરતા વિધાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતક વિધાર્થીઅમરેલીના કુકાવાવનો રાજન નરેશ ધાંધલ હોવાનું માલુમ પડ્યું. યુવક ગાંધીનગરમાં રહી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું. સાથી મિત્રોને ખબર પડતા સમગ્ર ઘટના સામે આવી, જે બાદ મૃતક યુવકને સિવિલ ખાતે લઈ જવાયો હતો. જ્યા ફરજ ઉપર હાજર ડોક્ટરો એ મૃત જાહેર કર્યો હતો.

  • 20 Apr 2026 08:16 PM (IST)

    પાર્ટીની નીતિને કારણે મારી દિકરીને ટિકિટ નથી મળી, નારાજ થયા વિના પક્ષના ઉમેદવાર- BJPનો પ્રચાર કરે છેઃ સાંસદ મનસુખ વસાવા

    ડેડીયાપાડા ખાતે વિકાસ સંકલ્પ સભામાં સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન. મનસુખ વસાવાએ કહ્યું, મારી દીકરી ચૂંટણી લડવા માટે સક્ષમ હતી. પાર્ટીની પોલિસીને કારણે ટીકીટ નથી મળી,આજે મારી છોકરી ભાજપનો પ્રચાર કરે છે. કોઈએ નારાજ થવાની જરૂર નથી,આપણે ભાજપને ઓળખવાની છે. નારાજ થયેલા કાર્યકરોને મનાવવા માટે કરી વાત. સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વડીયા તાલુકા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. 3 દિવસ સાંસદ દિલ્હીમાં સંસદમાં હાજરી આપવા જતા મનસુખ વસાવા નારાજ હોવાની વાતો ફેલાઈ હતી. ટીકીટ ન મળતા સાંસદ નારાજ હોવાની વાતો ફેલાઈ હતી.

     

  • 20 Apr 2026 07:37 PM (IST)

    વસઈ ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખની લૂંટ, રાધે ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ બતાવી કરી લૂંટ

    ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયાની ચકચાર ભરી લૂંટનો બનાવ બન્યો છે. વિદેશ (ઓસ્ટ્રેલિયા) મોકલવાની લાલચ આપી ગઠિયાઓએ આચર્યો ગુનો. રાધે ગેસ્ટ હાઉસમાં બે અજાણ્યા શખ્સોએ પિસ્તોલ બતાવી લૂંટ ચલાવી. આરોપીઓ નંબર પ્લેટ વિનાની સફેદ સ્વિફ્ટ કારમાં પૈસા લઈને થયા ફરાર. મુખ્ય આરોપી નિલેશ બ્રહ્મભટ્ટ અને અન્ય બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. વસઇ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 20 Apr 2026 06:29 PM (IST)

    ધર્મેશ ગમારાની હત્યા કેસના આરોપીને 2 દિવસના રિમાન્ડ

    અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા કેસના આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  પોલીસે આરોપીના 10 દિવસના માંગ્યા હતાં રિમાન્ડ. આરોપી રિઝવાન અને સમીરને ધંધુકા કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે આરોપીના 10 દિવસના માંગ્યા હતાં રિમાન્ડ.

  • 20 Apr 2026 06:22 PM (IST)

    અમદાવાદમાં ઈન્ડિયા કોલોની વોર્ડના મતદારોએ ભાજપ હાય હાયના લગાવ્યા નારા

    અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. ઇન્ડિયા કોલોની અનીલ સ્ટાર્ચ મીલ પાસે ભાજપ ઉમેદવારો બન્યા લોકોનો રોષનો ભોગ. ઘનશ્યામ બારોટ અને પંકજ પટેલ અને કાર્યકરોનો લોકોએ કર્યો વિરોધ. વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ના કામ ન થતા હોવાના લોકોનો આક્ષેપ. લોકોએ “ભાજપ હાય હાય” ના સૂત્રોચાર કર્યા. ગરીબ વિસ્તારના કામો ન થતા હોવાને કારણે સ્થાનિક લોકોએ રોષ પ્રગટ કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.

  • 20 Apr 2026 03:43 PM (IST)

    અમદાવાદના નિકોલમાં BMW કારચાલકે સર્જયો અકસ્માત, રિક્ષાચાલક ગંભીર

    અમદાવાદના નિકોલમાં BMW કારચાલકે સર્જયો અકસ્માત.  સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીની બહાર સર્જાયો અકસ્માત. બેફામ BMW કારે, AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર. અકસ્માતમાં રિક્ષાચાલકને પહોંચી ગંભીર ઈજાઓ. અકસ્માત કર્યા બાદ BMW કારચાલક થયો ફરાર. I ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

  • 20 Apr 2026 02:39 PM (IST)

    22 અને 23 એપ્રિલે ગબ્બર પર દર્શન રહેશે બંધ

    ત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 22 એપ્રિલ (બુધવાર) અને 23 એપ્રિલ (ગુરુવાર), 2026 ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વે ટાવર આસપાસ બનેલા મોટા મધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં પણ ગરમીના કારણે મધમાખીઓ ઉડવાના બનાવો બન્યા છે. આથી, દર્શનાર્થીઓના જીવને કોઈ જોખમ ન રહે તે હેતુથી આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે.

  • 20 Apr 2026 02:39 PM (IST)

    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો

    જાપાનમાં ભૂકંપ: જાપાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 નોંધાઈ હતી. ભૂકંપ બાદ જાપાન હવામાન એજન્સીએ ઉત્તરના બે શહેરો માટે સુનામી ચેતવણી જારી કરી છે. વડા પ્રધાન સનાઈ તાકાઈચીએ નાગરિકોને ઉંચી જમીન પર જવા વિનંતી કરી છે.

  • 20 Apr 2026 02:22 PM (IST)

    જૂનાગઢઃ હીરામાં મંદીને કારણે રત્ન કલાકારોને મુશ્કેલી

    જૂનાગઢમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે રત્ન કલાકારોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં રત્નકલાકારો દ્વારા તેમના સંતાનોની શિક્ષણ ફી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, કારણ કે ઘણા પરિવારો માટે ફી ભરવી મુશ્કેલ બની છે. આ પરિસ્થિતિમાં ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોની મદદ માટે આગળ આવ્યું છે. માહિતી મુજબ ટેક્નિકલ ખામીઓ અને ફોર્મમાં થયેલી ભૂલોને કારણે અનેક અરજદારો સહાયથી વંચિત રહ્યા છે. કુલ 2892 અરજીઓમાંથી માત્ર 674 અરજીઓ જ મંજૂર થઈ છે, જેનાથી બાકી રહેલા કલાકારોમાં નિરાશા ફેલાઈ છે. સંગઠને સરકારને અપીલ કરી છે કે ખામીઓ દૂર કરીને વધુમાં વધુ રત્ન કલાકારોને સહાય આપવામાં આવે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે.

  • 20 Apr 2026 01:41 PM (IST)

    રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બ્રહ્મસમાજનું મોટું એલાન

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બ્રહ્મસમાજ દ્વારા મહત્વપૂર્ણ એલાન કરવામાં આવ્યું છે. પરશુરામ જયંતિના અવસરે બ્રહ્મદેવ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમાજના અગ્રણી મિલન શુક્લએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે તમામ મતદારોને અપીલ કરી કે તેઓ કોઈપણ રાજકીય પક્ષને બદલે બ્રાહ્મણ ઉમેદવારને જ મત આપે. આહ્વાનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ઉમેદવાર કયો પક્ષનો છે તે મહત્વનું નથી, પરંતુ સમાજના પ્રતિનિધિત્વને પ્રાથમિકતા આપવી જોઈએ. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી — ત્રણેય પક્ષોએ બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપી છે. માહિતી મુજબ રાજકોટ કોર્પોરેશનમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ 5-5 બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે 4 ઉમેદવારોને ટિકિટ આપી છે. બ્રહ્મસમાજના આ એલાનથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે અને તેના ચૂંટણી પરિણામો પર શું અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.

  • 20 Apr 2026 01:34 PM (IST)

    MLA દર્શિતા શાહ સામે ટિકિટ આપવામાં ભેદભાવ કર્યાનો આરોપ

    રાજકોટમાં રઘુવંશી સમાજમાં ભાજપ સામે નારાજગીનો મુદ્દો ઉછળ્યો છે, જ્યાં ટિકિટ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. દર્શિતા શાહ સામે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમાજની નારાજગી અંગે સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી લેવતી હોય છે અને તેમાં વ્યક્તિગત ભૂમિકા નથી. સાથે જ તેમણે દાવો કર્યો કે રઘુવંશી સમાજમાંથી ત્રણ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે અને સક્ષમ મહિલાઓને તક આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી લેવાયેલા નિર્ણયોને લઈને હાલ સ્થાનિક સ્તરે ચર્ચા અને અસંતોષ બંને જોવા મળી રહ્યા છે.

  • 20 Apr 2026 01:10 PM (IST)

    રાજકોટ: ચૂંટણી પ્રચાર વચ્ચે નણંદ-ભાભી આમને-સામને

    રાજકોટમાં ચૂંટણી પ્રચાર વચ્ચે એક રસપ્રદ રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યાં નણંદ-ભાભી આમને-સામને આવી ગયા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના જંગમાં વોર્ડ નં-2માંથી ચૂંટણી લડી રહેલી નયનાબા સામે તેમની ભાભી રીવાબા મેદાનમાં છે. રીવાબાએ નણંદ નયનાબાને પહેલા શુભકામનાઓ પાઠવી હતી, પરંતુ ત્યારબાદ શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું કે જીત તો ભાજપની જ થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના ઉમેદવારને લોકો જંગી લીડથી જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ પરિવારજન વચ્ચેનો રાજકીય મુકાબલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

  • 20 Apr 2026 01:07 PM (IST)

    બનાસકાંઠા: પાલનપુરમાં એકસાથે ત્રણ વાહનોમાં ભભૂકી આગ

    બનાસકાંઠાના પાલનપુર શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં એક પાર્કિંગમાં એકસાથે ત્રણ વાહનોમાં આગ ભભૂકી ઊઠતાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ, પાર્ક કરેલી 2 કાર અને 1 જીપમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ સર્જાઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આગની માહિતી મળતાં જ પાલનપુર ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું ફાયર અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 20 Apr 2026 12:59 PM (IST)

    સુરતમાં વસતા પ.બંગાળના શ્રમિકો મતદાન કરવા માટે રવાના

    સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના શ્રમિકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉધના રેલવે સ્ટેશન પર ‘મિની બંગાળ’ જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જવા માટે એકત્ર થયા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતા છોટુ પાટીલની આગેવાનીમાં આશરે 1300 શ્રમિકોને ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે આ શ્રમિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વતન જઈ રહ્યા છે. સમગ્ર ઘટના દરમિયાન સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી અને શ્રમિકોમાં ચૂંટણી પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

  • 20 Apr 2026 11:48 AM (IST)

    લગ્નમાંથી પરત ફરતાં સમયે પરિવારને નડ્યો અકસ્માત

    સુરતના ભોરિયા ગામ નજીક વલવાળા–ભોરિયા રોડ પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવી રહેલી કારએ બાઈક પર સવાર એક જ પરિવારને અડફેટે લેતા ભયાનક દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જેમાં દંપતિ અને દાદીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, પરિવાર લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં 4 વર્ષીય બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, પરંતુ માતા-પિતા અને દાદીના મોતથી તે નિરાધાર બની ગયો છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • 20 Apr 2026 10:20 AM (IST)

    મહેસાણાઃ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પર હુમલો

    મહેસાણામાં જિલ્લા પંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે તણાવપૂર્ણ ઘટના સામે આવી છે. મહેસાણા નજીક મગુના ગામ પાસે ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનામાં કારમાં સવાર એક ભાજપ કાર્યકરને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે બે વાહનોને પણ નુકસાન થયું છે. ટિકિટ ફાળવણી સમયે પણ નરેશ પટેલના ઉમેદવારીને લઈને વિરોધ નોંધાયો હતો, જેના કારણે પહેલેથી જ રાજકીય તણાવ હતો. આ હુમલા બાદ સાંથલ પોલીસ સ્ટેશનએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના કારણો અને આરોપીઓની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 20 Apr 2026 09:36 AM (IST)

    મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર પહોંચવાની હવામાન વિભાગની આગાહી

    દેશના અનેક રાજ્યોમાં હાલ તીવ્ર ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાજસ્થાનમધ્ય પ્રદેશઉત્તર પ્રદેશ અને દિલ્લીમાં આગામી દિવસોમાં આકરી ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ પંજાબહરિયાણાછત્તીસગઢ અને ઓડિશામાં પણ ગરમીનો પ્રભાવ વધવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો સતત ઊંચો રહેશે, જેના કારણે લોકો ખાસ તકેદારી રાખે તેવી સલાહ આપવામાં આવી છે.

  • 20 Apr 2026 09:09 AM (IST)

    સુરત: ​ચલથાણની ધરા પરથી હર્ષ સંઘવીની ગર્જના

    સુરતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ચલથાણ ખાતે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર તીવ્ર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષની માનસિકતાનો સફાયો થવાનો સમય આવી ગયો છે અને ગુજરાત વિરોધી તત્વોને જનતા ફરી એકવાર જાકારો આપશે. હર્ષ સંઘવીએ ખેડૂતો અને મહિલાઓની સુરક્ષા મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું કે ભાજપના શાસનમાં દીકરીઓ વધુ સુરક્ષિત છે, જ્યારે કોંગ્રેસના સમયમાં પરિસ્થિતિ અલગ હતી. તેમણે દાવો કર્યો કે સુરત જિલ્લામાં ચૂંટણી પહેલા જ 44 બેઠકો પર “કેસરીયો” લહેરાયો છે અને લોકો ભાજપના વિકાસકાર્યને સમર્થન આપી રહ્યા છે. સંઘવીએ વધુમાં કહ્યું કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર કોઈપણ તત્વનો હિસાબ રાજ્યના નાગરિકો વ્યાજ સાથે કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ નિશાન બનાવતાં તેમણે કહ્યું કે જનતા હવે સમજી ચૂકી છે અને સમયસર જવાબ આપશે. “અમે મુર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ” જેવા નિવેદન સાથે તેમણે ચૂંટણી પ્રચારમાં ગરમાવો ઉમેર્યો હતો.

  • 20 Apr 2026 08:46 AM (IST)

    ભાવનગર: ભાજપ બાદ કોંગ્રેસના કાર્યકરોનો પણ ઉધડો

    ભાવનગરમાં સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ તેમની સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સ્વપ્ન શિલ્પ સોસાયટીમાં લોકોએ પાયાની સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસના ઉમેદવારને ઘેર્યો અને ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી પાણી, રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જેના કારણે અનેક સોસાયટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ—કોઈને પણ મત આપવા તૈયાર નથી. “મહેરબાની કરીને અહીંયા કોઈએ આવવું નહીં” અને “અમને એવું લાગે છે કે અમે જંગલમાં રહીએ છીએ” જેવા ઉગ્ર નિવેદનો સાથે સ્થાનિકોએ રાજકીય પક્ષો પ્રત્યેનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

  • 20 Apr 2026 08:27 AM (IST)

    મણિપુરઃ પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ

    મણિપુરમાં બૉમ્બ બ્લાસ્ટમાં બે બાળકોના મોતના વિરોધમાં કાઢવામાં આવેલી રેલી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. રેલી દરમિયાન સ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના દાવા મુજબ, કેટલાક અસામાજિક તત્વોએ સુરક્ષા દળો પર પેટ્રોલ બૉમ્બ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. જોકે, બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને સ્થાનિકોએ બૉમ્બ બ્લાસ્ટના દોષિતોને કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ, મણિપુરના અનેક સંગઠનો દ્વારા પહાડી વિસ્તારોમાં સક્રિય કુકી ઉગ્રવાદીઓ સામે તાત્કાલિક એક્શન લેવા માટે પણ સરકાર પર દબાણ વધારવામાં આવ્યું છે.

  • 20 Apr 2026 08:20 AM (IST)

    વડોદરાઃ વોટ માંગવા ગયેલા ભાજપ કાર્યકરોનો રહીશોએ લીધો ઉધડો

    વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી કૈલાશપાર્ક સોસાયટીમાં ભાજપ દ્વારા ગોઠવાયેલી મીટિંગ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. વોર્ડ 12માં વોટ માગવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે રહીશો ભડકી ઊઠ્યા હતા. રહીશોએ વિસ્તારમાં વિકાસ કામો ન થયા હોવાના આક્ષેપો સાથે કાર્યકરોને ઘેર્યા અને ખરી-ખોટી સંભળાવી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે કાર્યકરોને પ્રચાર અધવચ્ચે છોડીને સ્થળ પરથી ભાગવું પડ્યું હતું.

  • 20 Apr 2026 07:46 AM (IST)

    ઇરાની જહાજ પર કબજો કર્યા બાદ અમેરિકાનું નિવેદન

    ઇરાની જહાજ પર કબજો કર્યા બાદ અમેરિકાએ જણાવ્યું કે તેમની સેનાએ પહેલા જહાજને રોકાવવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. અમેરિકી નેવીના યુદ્ધજહાજ USS Spruance દ્વારા આપવામાં આવેલી ચેતવણી છતાં જહાજના ચાલક દળે તેને અવગણ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકી સેનાએ કાર્યવાહી કરી અને જહાજને નિશાન બનાવી હુમલો કર્યો હતો. અમેરિકાના આ નિવેદન બાદ આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવ વધુ ઊંડો બન્યો છે.

  • 20 Apr 2026 07:37 AM (IST)

    US નેવીના જહાજે ઇરાની જહાર પર કર્યું અનેક રાઉન્ડ ફાયરિંગ

    ઓમાનની ખાડીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકી નેવીના યુદ્ધજહાજ USS Spruance દ્વારા ઇરાનના કાર્ગો જહાજ “ટુસ્કા”ને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, અમેરિકી સેનાએ જહાજને રોકવા માટે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના અવાજો સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે. ત્યારબાદ અમેરિકી દળોએ જહાજ પર કબજો જમાવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાના કારણે ઓમાનની ખાડી વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે અને બંને દેશો વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

  • 20 Apr 2026 07:25 AM (IST)

    અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થશે નહીં

    ઈરાને અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાતચીતનો ઇનકાર કર્યો છે. ઈરાને હોર્મુઝના નાકાબંધીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાને જણાવ્યું છે કે તેણે અમેરિકાના લશ્કરી નાકાબંધી પર ગુસ્સાને કારણે વાટાઘાટોનો ઇનકાર કર્યો છે. નાકાબંધી હટાવ્યા પછી જ તે વાટાઘાટો ફરી શરૂ કરશે.

Published On - 7:24 am, Mon, 20 April 26

Follow Us