19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર: ED દ્વારા અમદાવાદમાં મોટુ સર્ચ ઓપરેશન, TP Global FX પર ઈડીના દરોડા

|

Sep 19, 2023 | 11:53 PM

Gujarat Live Updates : આજ 19 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

19 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર: ED દ્વારા અમદાવાદમાં મોટુ સર્ચ ઓપરેશન, TP Global FX પર ઈડીના દરોડા
Gujarat latest live news and samachar today 19th September

Follow us on

આજે 19 સપ્ટેમ્બરને મંગળવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Sep 2023 11:52 PM (IST)

    કેરળની જિલેટીન ફેક્ટરીમાં વિસ્ફોટ, એક યુવકનું મોત, ચાર ઘાયલ

    કોચીના કક્કનાડમાં મંગળવારે રાત્રે જિલેટીન ફેક્ટરીની ભઠ્ઠીમાં થયેલા શંકાસ્પદ વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, નિટ્ટા જિલેટીન ફેક્ટરીના એક કર્મચારીનું મૃત્યુ થયું છે જે ઉત્તર ભારતના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ બની હતી.

  • 19 Sep 2023 11:24 PM (IST)

    અમરેલી SP હિમકર સિંહનો સપાટો, 1 PSI અને 9 પોલીસકર્મીની એક સાથે હેડક્વાર્ટર બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ

    Amreli: અમરેલી જિલ્લામાં SP હિમકર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મચારીઓની ફરજ પર કેટલી બેદરકારી હોય છે તેના ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. પોલીસ સ્ટેશનની ગતિવિધિ ઉપર ખાનગી રાહે નજર રાખતા હોય છે. SPએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના 1 PSI અને 9 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરી નાખતા સમગ્ર જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. અહીં એક સાથે હેડક્વાર્ટર ડી.સ્ટાફ રાઈટર સહિત જવાબદાર અધિકારી અને જવાબદાર કર્મચારીઓની SP હિમકર સિંહએ બદલી કરી છે. આ પોલીસકર્મીઓ સામે SPની કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જિલ્લા SPએ મોટી કાર્યવાહી કરી ખાખી કાયદા બહાર ન જાય તેનો સંદેશ આપી દીધો છે.


  • 19 Sep 2023 10:46 PM (IST)

    પંજાબ: મુક્તસરમાં બસ નહેરમાં પડી, 8 મુસાફરોના મોત

    પંજાબના મુક્તસરમાં આજે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી ખાનગી બસ સરહિંદ કેનાલમાં પડી હતી, જેના કારણે આઠ મુસાફરોના મોત થયા હતા. કેટલાક મુસાફરો વહી જવાની આશંકા છે. બસમાં 60 થી 65 મુસાફરો સવાર હતા. જેમાંથી 40ને બચાવી લેવાયા છે. 11 મુસાફરો ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભગવંત માને અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી.

  • 19 Sep 2023 10:32 PM (IST)

    સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સ મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં પહોંચ્યા

    અભિનેતા સલમાન ખાન, રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા ડિસોઝા ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપવા માટે મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ પહોંચ્યા હતા.

  • 19 Sep 2023 09:48 PM (IST)

    Ahmedabad: બંટી-બબલી ઝડપાયા, ગેસ કટર સાથે લઈને જ ફરતા અને મોકો મળતા જ ચોરી આચરતા,

    એક એવી જોડી ઝડપાઈ છે, જે ચોરી કરવા પોતાની સાથે હંમેશા ગેસ કટર રાખતા હતા. ગેસ કટર સાથે જ ફરતી બંટી-બબલીની જોડી જ્યાં મોકો મળે ત્યા હાથફેરો કરી લેતા હતા. અમદાવાદ જ નહીં પરંતુ નજીકના અનેક શહેરોમાં પણ પહોંચતા અને ત્યાં પણ ચોરી કરીને પરત ફરી જતા હતા. પોલીસને લાંબા સમયથી હાથ તાળી આપીને ચોરીઓ આચરતી આ જોડીને હવે સાણંદ પોલીસે ઝડપી લીધી છે. જોકે આ જોડીને ખાસીયત એ છે, કે સોના ચાંદી જેવા કિંમતી ચિજો કરતા વધારે કરિયાણા પર નજર વધારે રાખતા હતા. વાત એમ છે કે, આ જોડી શક્ય હોય ત્યાં સુધી કરિયાણાના સામાનને વધારે ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી કરિયાણાની કેટલીક ચિજોને પણ જપ્ત કરી છે.

  • 19 Sep 2023 08:31 PM (IST)

    મહિલા અનામત બિલને વિધાનસભાઓ દ્વારા પાસ કરાવવાની જરૂર નથી

    મહિલા અનામત બિલને 50 ટકા રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પાસ કરવાની કોઈ જરૂર નથી, એટલે કે, સંસદ દ્વારા પસાર કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવે તે પછી તે કાયદો બની જશે. વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આનો અમલ કરવામાં આવશે.

  • 19 Sep 2023 07:38 PM (IST)

    ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર, પૂરનું સંકટ ટળ્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરાવી

    Bharuch Rain : ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાંથી પૂરનું (Flood) સંકટ ટળ્યું છે. તો બીજી તરફ પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરાવી છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. પૂરના કારણે કરોડોનું નુકસાન થયુ હોવાનું અનુમાન છે. જો કે, નર્મદા નદી હજુ તેની ભયજનક જળસપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે.

  • 19 Sep 2023 06:41 PM (IST)

    Ahmedabad: નરોડા રીંગ રોડ પર ચડ્ડી બંડી ગેંગનો આંતક, 3 દિવસમાં 5થી વધુ મકાનનો કર્યા ટાર્ગેટ

    1. અમદાવાદ: નરોડા રીગ રોડ પર ચડ્ડી બંડી ગેંગનો આંતક
    2. 3 દિવસમાં 5 થી વધુ મકાનનો કર્યા ટાર્ગેટ
    3. નરોડાના હંસપુરા તેમજ આજુબાજુના ફ્લેટમાં ચડ્ડી બંડી ગેંગનો આતંક
    4. વ્રજ ગેલેક્સી અને આજુ બાજુ ના અનેક ફ્લેટના તાળા તોડીને કરી ચોરી
    5. સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી
    6. ચોર ટોળકી CCTV માં થઈ કેદ
    7. સમગ્ર વિસ્તારમાં ચોર ટોળકીની દહેશત
    8. સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદને લઈને કાર્યવાહી હાથ ધરી
  • 19 Sep 2023 06:05 PM (IST)

    સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ, ધરોઈના ચાર દરવાજા 5 ફુટ ખોલાયા

    ધરોઈ ડેમને લઈને સારા સમાચાર છે કે, ડેમ 92.79 ટકા ભરાઈ ચૂક્યો છે. ધરોઈ ડેમ મહત્તમ સપાટી નજીક પહોંચવાને લઈ હવે મોટી રાહત સર્જાઈ છે. ધરોઈ ડેમમાં પાણીની આવક મધ્યરાત્રી દરમિયાનથી નોંધપાત્ર થઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક 28 હજાર ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. આવક વધવાને લઈ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં એટલુ જ પાણી દિવસ દરમિયાન છોડવામાં આવ્યુ હતુ. આમ સાબરમતી નદીમાં 28 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.

  • 19 Sep 2023 05:11 PM (IST)

    આત્મનિર્ભર ભારતનું નિર્માણ મહિલા શક્તિના સહયોગ વિના શક્ય નથી – અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, ‘નીતિ હોય કે નેતૃત્વ, ભારતની મહિલા શક્તિએ સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં કોઈથી ઓછી નથી. મોદી સરકાર માને છે કે મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ મહિલા શક્તિના સમર્થન અને તાકાત વિના શક્ય નથી. દેશની મહિલા શક્તિને અધિકાર આપવાનો મોદી સરકારનો આ નિર્ણય આવનારા સમયમાં વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ બનશે.

  • 19 Sep 2023 05:01 PM (IST)

    ED દ્વારા અમદાવાદમાં મોટુ સર્ચ ઓપરેશન, TP Global FX પર ઈડીના દરોડા

    1. ED દ્વારા અમદાવાદમાં મોટુ સર્ચ ઓપરેશન
    2. TP Global FX પર ઈડીના દરોડા
    3. ગેરકાયદે ફોરેક્ષ ટ્રે઼ડિંગને લઇને કાર્યવાહી કરાઇ
    4. 1.36 કરોડ રુપિયા રોકડા , અંદાજીત કિં.71 લાખનું 1.2 કિલો સોનું કબ્જે કરાયુ
    5. બે લક્ઝુરિયસ કાર સહિત બેંકમાં 14.72 લાખ ફ્રિઝ કરાયા
    6. અત્યાર સુધી ઈડીએ અંદાજે 243 કરોડ કબજે કર્યા
  • 19 Sep 2023 04:23 PM (IST)

    પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોનથી આ રીતે રહી શકશો સંપર્કમાં

    પીએમ મોદી વોટ્સએપ ચેનલો સાથે જોડાયા. હવે તમે તેની સાથે સીધા જ વોટ્સએપ (WhatsApp) પર સંપર્કમાં રહી શકો છો. વોટ્સએપે હાલમાં જ ચેનલ્સ ફીચર રજૂ કર્યું છે. તેની શરૂઆતના થોડા દિવસો બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હવે વોટ્સએપ ચેનલ સાથે જોડાયા છે. “વોટ્સએપ સમુદાયમાં જોડાઈને રોમાંચિત છું! સતત સંવાદની અમારી સફરનું આ બીજું પગલું છે. ચાલો અહીં જોડાયેલા રહીએ! અહીં નવી સંસદ ભવનનું ચિત્ર છે.” તેમણે વોટ્સએપ ચેનલો પરની તેમની પ્રથમ પોસ્ટમાં જણાવ્યું હતું. વ્હોટ્સએપ યુઝર્સ ચેનલો પર પોસ્ટ કરતી વખતે વડાપ્રધાન પાસેથી તમામ અપડેટ મેળવી શકે છે.

  • 19 Sep 2023 03:51 PM (IST)

    OBC અને મુસ્લિમ મહિલાઓ માટે કોઈ ક્વોટા નથી, તેથી જ અમે બિલના વિરોધમાં છીએ – ઓવૈસી

    અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે મહિલા આરક્ષણ બિલમાં OBC મહિલાઓ અને મુસ્લિમ મહિલાઓ માટે કોઈ ક્વોટા નથી. જ્યારે તમે આ કાયદો બનાવી રહ્યા છો ત્યારે તે OBC મહિલાઓ અને મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ છે. એટલા માટે અમે બિલના વિરોધમાં છીએ.

  • 19 Sep 2023 03:39 PM (IST)

    OBC મહિલાઓને પણ અનામત મળવું જોઈએ – ખડગે

    મહિલા આરક્ષણ બિલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા આર્જૂન ખડગેએ કહ્યું હતુ કે OBC મહિલાઓને પણ અનામત મળવું જોઈએ

  • 19 Sep 2023 03:37 PM (IST)

    પીએમ મોદીએ સર્વપલ્લી રાધાકૃષ્ણનના શબ્દોને યાદ કર્યા

    પ્રધાનમંત્રીએ કહ્યું કે સર્વપલ્લી રાધાકૃષ્ણન જીએ રાજ્યસભાના મહત્વ પર કહ્યું હતું કે દેશના લોકોને રાજ્યસભા પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે, તેમની પાસે શ્રેષ્ઠ અપેક્ષાઓ છે. તેથી, માનનીય સભ્યો વચ્ચે ગંભીર વિષયો પર ચર્ચા કરવાનો અને સાંભળવાનો આ ખૂબ જ સુખદ અવસર છે. આ ગૃહ દેશના 140 કરોડ નાગરિકોમાં એક નવી ઉર્જા, આશા અને વિશ્વાસ પેદા કરવા જઈ રહ્યું છે.

  • 19 Sep 2023 03:36 PM (IST)

    નવી સંસદ ભવન નવી શરૂઆતનું પ્રતિક છે – પીએમ મોદી

    પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે કામની ગતિ અને વિચારસરણીમાં બદલાવ આવશે. લક્ષ્યાંક નિર્ધારિત સમયમાં પૂરો કરવાનો રહેશે. દેશ રાહ જોઈ શકતો નથી. રાજ્યસભામાંથી દેશને આશા છે. નવી ઇમારત નવી શરૂઆતનું પ્રતીક છે. લાલ બહાદુર શાસ્ત્રી હોય, ગોવિંદ વલ્લભ પંત હોય, લાલ કૃષ્ણ અડવાણી હોય, શ્યામા પ્રસાદ મુખર્જી હોય કે અરુણ જેટલી હોય, આવા અનેક લોકોએ આ ગૃહને શણગાર્યું છે અને દેશને માર્ગદર્શન આપ્યું છે.

  • 19 Sep 2023 02:34 PM (IST)

    લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત

    મહિલા અનામત બિલ હેઠળ વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને લોકસભામાં પણ 33 ટકા અનામત મળશે. એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેમજ દિલ્હી વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે.

  • 19 Sep 2023 02:19 PM (IST)

    નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભા રજૂ, બિલની કોપી ન મળતા વિપક્ષનો હોબાળો

    મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જૂન મેઘવાલે આ બિલ અંગે જણાવતા કહ્યું હતુ કે તેની અવધી 15 વર્ષની હશે. તેમજ હવે લોકસભામાં 82ની જગ્યાએ 181 મહિલા સાંસદો હશે

  • 19 Sep 2023 01:57 PM (IST)

    મહિલા અનામત બિલનું નામ: નારી શક્તિ વંદન અધિનિયમ

    મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદીએ કહ્યું કે સરકારે તેને મંજૂરી આપી દીધી છે. ભગવાને મને આ પવિત્ર કાર્ય માટે પસંદ કર્યો. આજે બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. મહિલા અનામત બિલનું નામ નારી શક્તિ વંદન એક્ટ છે.

  • 19 Sep 2023 01:40 PM (IST)

    આજે માફી માંગવાનો દિવસ છે, ભૂતકાળની કડવાશ ભૂલીને આગળ વધવું પડશે : મોદી

    નવી સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે ગણેશજી શુભ અને સમૃદ્ધિના દેવતા છે. ચાલો નવા વિશ્વાસ સાથે સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર શરૂ કરીએ. આ સ્વતંત્રતાના અમૃતની સવાર છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે આગળ વધવું. દેશવાસીઓને અભિનંદન. ભૂતકાળની કડવાશ ભૂલીને આપણે આગળ વધવું પડશે. આજે માફી માંગવાનો દિવસ છે, જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો હું તમારા બધા સાંસદો અને દેશવાસીઓની નમ્રતાપૂર્વક માફી માંગુ છું. આપણે સમૃદ્ધ ભારતની પ્રેરણા લઈને આગળ વધવાનું છે. નવા સંકલ્પ સાથે નવા મકાનમાં આવ્યા છે.

  • 19 Sep 2023 01:27 PM (IST)

    નવી સંસદમાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, PM કરી રહ્યા છે સંબોધન

    નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કાયદા મંત્રી ટુંક સમયમાં મહિલા અનામત બિલ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ પહેલા પીએમ મોદી નવા સંસદ ભવનમાં પહેલી વાર સંબોધન કરી રહ્યા છે.

  • 19 Sep 2023 01:02 PM (IST)

    જૂની સંસદને અલવિદા, PM મોદી પહોંચ્યા નવી સંસદ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂની સંસદમાંથી નવી સંસદમાં પહોચ્યાં છે, તમામ સાંસદો પણ તેમની સાથે

  • 19 Sep 2023 12:29 PM (IST)

    જૂની સંસદ ભવન પર પીએમ મોદીનો પ્રસ્તાવ

    પીએમ મોદીએ ભાષણ દરમિયાન જૂની સંસદ ભવનને સંવિધાન સંસદ ભવન તરીકે ઓળખવામાં આવેનો પ્રસ્તાવ મુક્યો છે. નવી સંસદ ભવનમાં જતા પહેલા જૂની સંસદ ભવનને લઈને પીએમ મોદીએ મોટો પ્રસ્તાવ મુક્યો છે. ત્યારે જૂની સંસદ ભવનની ગરિમા ઓછી ન થાય તેના માટે પીએમએ મોટો પ્રસ્તાવ મુક્યો

  • 19 Sep 2023 12:21 PM (IST)

    પીએમ મોદીએ શાહબાનો કેસનો કર્યો ઉલ્લેખ

    સંસદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1947માં અહીં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું. આ સેન્ટ્રલ હોલ પણ એ પ્રક્રિયાનો સાક્ષી છે. આપણું રાષ્ટ્રગીત અને ત્રિરંગો પણ અહીં અપનાવવામાં આવ્યો હતો. અહીં ચાર હજારથી વધુ કાયદા પસાર કરવામાં આવ્યા હતા. શાહબાનો કેસને કારણે આ જ સંસદમાં મુસ્લિમ બહેનો અને દીકરીઓની ન્યાયની રાહ કંઈક અંશે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ગૃહે અમારી તે ભૂલ સુધારી.

  • 19 Sep 2023 12:19 PM (IST)

    ભારતના યુવાનો જે રીતે ટેક્નોલોજીની દુનિયામાં પ્રગતિ કરી રહ્યા છે, તે સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર

    પીએમ મોદી નવા સંસદ ભવનમાં પ્રવેશ પહેલા સંબોધન કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પીએમએ ભારતીય યુવાનોની પ્રશંસા કરી હતી. પીએમ એ કહ્યુ હતુ કે ભારતનો યુવાન જે રીતે ટેક્નોલોજીની દુનિયામાં પ્રગતિ કરી રહ્યા છે, તે સમગ્ર વિશ્વ માટે આકર્ષણ અને સ્વીકૃતિનું કેન્દ્ર બની રહ્યા છે.

  • 19 Sep 2023 12:13 PM (IST)

    કલમ 370થી છૂટકારો અને આતંકવાદ સામે લડવા ભારતે ભર્યુ પગલું- પીએમ મોદી

    • આ ગૃહમાં, અમે કલમ 370થી છૂટકારો મેળવવા અને અલગતાવાદ અને આતંકવાદ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું.
    • આ કાર્યમાં માનનીય સાંસદો અને સંસદની બહુ મોટી ભૂમિકા છે.
    • આ ગૃહમાં બનેલું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરવામાં આવ્યું હતુંઃ PM મોદી
  • 19 Sep 2023 12:01 PM (IST)

    સેન્ટ્રલ હોલ અમારી લાગણીઓથી ભરેલો છેઃ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે આ સેન્ટ્રલ હોલ આપણી ભાવનાઓથી ભરેલો છે. અમે વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરી રહ્યા છીએ. નવા સંસદ ભવનમાં નવા ભવિષ્યનું ઉદ્ઘાટન. સેન્ટ્રલ હોલમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. બંધારણે પણ અહીં આકાર લીધો. 1952 થી, વિશ્વના 41 રાષ્ટ્રીય રાષ્ટ્રપતિઓએ અહીં સંબોધન કર્યું છે.

  • 19 Sep 2023 11:55 AM (IST)

    નવી ઇમારતમાં આપણે બધા સાથે મળીને નવા ભવિષ્યનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ- PM મોદી

    આજે સંસદની નવી ઇમારતમાં આપણે બધા સાથે મળીને નવા ભવિષ્યનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આજે, અમે વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરવાના ઉદ્દેશ્ય સાથે અહીંની નવી ઇમારત તરફ આગળ વધી રહ્યા છીએ, તેને પરિપૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ અને પૂરા દિલથી કામ કરીએ છીએ.

    પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું આ ઇમારત અને તે પણ આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે, તે આપણને ભાવુક બનાવે છે અને આપણી ફરજો માટે પ્રેરણા પણ આપે છે.

  • 19 Sep 2023 11:53 AM (IST)

    સંસદ ભવનમાં પીએમ મોદી કરી રહ્યા છે સંબોધન

    વડાપ્રધાન મોદી સહિત તમામ સાંસદો સંસદ ભવનમાં ફોટો સેશન પૂરુ થયા બાદ સંબોધન કર્યુ હતુ

  • 19 Sep 2023 09:02 AM (IST)

    દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર

    ગુજરાતમાં એક તરફ વરસાદી મુસીબત ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વધુ એક કુદરતી આફત આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 11:58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

  • 19 Sep 2023 08:26 AM (IST)

    મેડ ઈન ચાઈનાના હથિયારો, આતંકવાદી પાકિસ્તાનના, બંને પડોશી દેશો ભારત વિરુદ્ધ સક્રિય

    પાકિસ્તાન ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પીઓકેમાં છુપાયેલા આતંકવાદીઓના જુદા જુદા ગ્રુપ વિશે માહિતી એકત્રિત કરી છે, જેઓ ઘૂસણખોરી માટે યોગ્ય તક શોધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જે તસવીરો સામે આવી રહી છે તે પણ સાબિત કરે છે કે આતંકવાદીઓ એક ગ્રુપ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • 19 Sep 2023 07:31 AM (IST)

    આજે કચ્છ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના

    Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં આજે બનાસકાંઠા, પાટણ મહેસાણા, મોરબીમાં, જુનાગઢમાં પણ મૂશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવશે.

  • 19 Sep 2023 07:31 AM (IST)

    પૂરના પાણીથી થયેલા નુકસાનના આકલન માટે રચવામાં આવી 35 ટીમ

    Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ધડબડાટી બોલાવીને વરસ્યા છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી છે. તો વડોદરામાં પણ ભારે વરસાદના પગલે તારાજી સર્જી છે. વડોદરામાં પૂરના પાણીથી ઘર-મકાનમાં થયેલા નુક્સાનના આકલન માટે ટીમો બનાવવામાં આવી છે.

  • 19 Sep 2023 06:46 AM (IST)

    નર્મદામાં પૂર કુદરતી હોનારત કે માનવસર્જિત? પાણીના સંગ્રહને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

    મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ 17 સપ્ટેમ્બરથી સરદાર સરોવર ડેમ માથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ત્રણ જિલ્લામાં ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ ઘટનાને કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત ગણાવતા સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી બદલ કાનૂની કાર્યવાહીની માગ કરી છે.

  • 19 Sep 2023 06:42 AM (IST)

    આણંદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી

    આણંદના (Anand) નદીકાંઠા વિસ્તારના ગામમાં મહી નદીના પાણી ફરી વળતા સ્થિતિ વિકટ બની છે. નદીકાંઠા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે.

  • 19 Sep 2023 06:35 AM (IST)

    રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, 20 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ

    Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પડેલા વરસાદની (Rain) વાત કરીએ તો, રાજ્યના 80 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો 20 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

Published On - 6:33 am, Tue, 19 September 23