19 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યની ઠંડીને લઇ હવામાન વિભાગે કરી આગાહી, 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે

|

Nov 19, 2024 | 8:47 AM

આજે 19 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

19 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યની ઠંડીને લઇ હવામાન વિભાગે કરી આગાહી, 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે

Follow us on

LIVE NEWS & UPDATES

  • 19 Nov 2024 11:36 AM (IST)

    અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 હોસ્પિટલ સસ્પેન્ડ

    અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PMJAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    ડૉ. પ્રશાંત વઝીરાણી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરાયા.

  • 19 Nov 2024 11:34 AM (IST)

    રાજ્યમાં વધતી ગુનાખોરીથી રાજ્ય સરકાર નારાજ

    રાજ્યમાં વધતી ગુનાખોરીથી રાજ્ય સરકાર નારાજ છે. વધતી ગુનાખોરી અટકાવવા ગૃહ વિભાગ  સક્રિય થયુ. આવનારા દિવસોમાં અન્ય અધિકારીઓ પર પણ પગલાં લેવાઇ શકે છે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સુધારવા આકરા પગલાં લેવાશે. હવે પોલીસ અધિકારીઓની બેદરકારી સાંખી લેવામાં નહીં આવે. ગઈકાલે રાજ્યમાં 3 PI સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. એલિસબ્રિજ અને કાગડાપીઠના PIને સસ્પેન્ડ કરાયા.


  • 19 Nov 2024 09:57 AM (IST)

    વડોદરા ACBના PIનો ભાઇ જુગાર ચલાવતો હોવાનો ખુલાસો

    સુરેન્દ્રનગર: પાટડીમાં SMCના દરોડાનો મામલે વડોદરા ACBના PIનો ભાઇ જુગાર ચલાવતો હોવાનું ખુલ્યું છે. રોકડ 4.58 લાખ સાથે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. SMCએ પાટડી વિસ્તારમાં જુગાર પર દરોડા પાડ્યા હતા.

  • 19 Nov 2024 09:40 AM (IST)

    સુરત: કીમ ઓવરબ્રિજ પાસે ખાનગી બસ ડીવાઈડર પર ચડી ગઈ

    સુરત: કીમ ઓવરબ્રિજ પાસે ખાનગી બસ ડીવાઈડર પર ચડી ગઈ. ખાનગી બસચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસનો અકસ્માત થયો. બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર જઈ રહી હોવાનું જાણવા મળ્યું.

  • 19 Nov 2024 09:39 AM (IST)

    ગાંધીનગર: ચાલકને ઊંઘનું ઝોંકું આવતા ટ્રક પલટી

    ગાંધીનગર: ચાલકને ઊંઘનું ઝોંકું આવતા ટ્રક પલટી ગઇ. કલોલની સંત અન્ના શાળા પાસે બ્રિજ પર આ ઘટના બની છે. વહેલી સવારે બ્રિજ ચઢતા દરમિયાન ટ્રક પલટી ગઇ. હાલ કલોલને જોડતો સર્વિસ રોડ બંધ થયો છે. ટ્રક હટાવ્યા બાદ ફરીથી રોડ ચાલુ થશે.


  • 19 Nov 2024 08:51 AM (IST)

    MICAના વિદ્યાર્થીની હત્યા બાદ મૃતકનાં વતન મેરઠમાં આક્રોશ

    અમદાવાદનાં બોપલમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશું જૈનની હત્યા બાદ મૃતકનાં વતન મેરઠમાં આક્રોશ છે. હત્યાનો આરોપી કોન્સ્ટેબલ ઝડપાઇ ગયો છે. હાલ ઉત્તરપ્રદેશનાં મેરઠની કલેક્ટર ઓફિસમાં જૈન સમાજનાં લોકો ધરણાં પર બેઠા છે. તેમની માગ છે કે આ મામલે CBI તપાસ થાય. સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થવી જોઇએ.

  • 19 Nov 2024 08:50 AM (IST)

    2 દિવસ બાદ ઠંડીનો ચમકારો શરૂ થવાની આગાહી

    રાજ્યની ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. આ વખતે રાજ્યમાં ઠંડી પડવામાં થયો વિલંબ. ઠંડી મોડી શરૂ થતા ખેડૂતોને શિયાળુ પાકમાં મુશ્કેલી પડી રહી છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એક દિવસમાં તાપમાનનો પારો એક ડિગ્રી ગગડ્યો. ડીસામાં પણ બીજા ક્રમે સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું.

દિલ્લી એનસીઆરમાં પ્રદુષણનું સ્તર કથળતું જઇ રહ્યુ છે. અનેક વિસ્તારમાં 500થી વધુ AQI પહોંચ્યો છે. નોઇડા ગુરુગ્રામમાં પણ શાળાઓ ઓનલાઈન રાખવામાં આવી. પાકિસ્તાનના ખૈબર પખ્નતૂનખ્વામાં સેનાને મોટો ઝટકો લાગ્યો. 9 આતંકીઓ અને આઠ સુરક્ષાકર્મીઓના મોત થયા છે.  સાબરડેરીમાં અમિત શાહના હસ્તે પશુઆહાર પ્લાન્ટનું લોકાર્પણ થશે. 1 હજાર મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ છે.  અમદાવાદ એક જ દિવસમાં પોલીસની નિષ્કળાજીથી બે પીઆઇ સસપેન્ડ. બંન્ને પીઆઇની કામીગીરી પર સવાલ ઊભા થતાં એક્શનમાં. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું આજે પરિણામ. મતગણતરીની શરૂઆત થઈ. એક કલાકમાં પરિણામ આવી શકે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે રસાકસી. ભરૂચના જંબુસરના મગણાદ પાસે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. કારમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા.