18 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, જુહુમાં હુમલા બાદ અભિનેતા ઈજાગ્રસ્ત

Gujarat Live Updates આજ 18 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, જુહુમાં હુમલા બાદ અભિનેતા ઈજાગ્રસ્ત
| Edited By: | Updated on: Oct 18, 2026 | 9:28 PM

 

આજે 18 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Oct 2026 07:47 PM (IST)

    મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ કર્યો 4 રાઉન્ડ ફાયરિંગ, બે લોકો ઈજાગ્રસ્ત

    બોલિવૂડ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. મુંબઈના જુહુ વિસ્તારમાં તેમના પર આ હુમલો થયો હોવાની વિગતો મળી છે. આ ફાયરિંગમાં અભિનેતાના ડ્રાઈવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. માહિતી અનુસાર, એક બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.

    હુમલા પાછળ લોરેન્સ ગેંગનો હાથ! ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જવાબદારી સ્વીકારી…

  • 18 Oct 2026 07:29 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પરથી ₹2 કરોડનો શંકાસ્પદ ગાંજો જપ્ત, યુપીથી 2.1 કિલો જથ્થો લાવનાર પેડલર ઝડપાયો

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરક્ષા એજન્સીઓએ સાત વેક્યુમ પેકેટ્સમાં છુપાવીને લાવવામાં આવેલો અંદાજે ₹2 કરોડની કિંમતનો 2,117 ગ્રામ શંકાસ્પદ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલર તેમજ તેને એરપોર્ટ પર રિસીવ કરવા આવેલા તેના સાગરીત એમ બંને શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિમાન મારફતે નશીલો પદાર્થ લાવનાર પેડલર મૂળ ઉત્તર પ્રદેશના બકિયાનો રહેવાસી છે,

    જ્યારે તેને રિસીવ કરવા પહોંચેલો શખ્સ ગાંધીનગરના કલોલનો રહેવાસી છે અને આ બંને આરોપીઓ બાળપણના મિત્રો છે; કલોલના શખ્સે જ આ સમગ્ર સ્મગલિંગ માટે પેડલરના ટ્રાવેલિંગની તમામ ટિકિટ અને વ્યવસ્થા ગોઠવી આપી હતી. બંને આરોપીઓના મોબાઈલની તપાસ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી અંગે થયેલી વ્હોટ્સએપ ચેટના પુરાવાઓ હાથ લાગ્યા બાદ શંકાસ્પદ જથ્થાના નમૂના એફએસએલ (FSL) પરીક્ષણ અર્થે મોકલીને સુરક્ષા તંત્ર દ્વારા NDPS એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


  • 18 Oct 2026 06:16 PM (IST)

    સટ્ટામાં નાણાં હારી ગયેલા પતિએ દહેજ માટે ત્રાસ ગુજારતાં પરિણીતાનો આપઘાત: પિયરમાંથી રૂપિયા લાવવા સતત દબાણ કરતો હતો

    અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં સટ્ટામાં નાણાં હારી ગયેલા પતિના અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની ભૂખથી કંટાળીને દીપિકા નામની પરિણીત યુવતીએ ગત 15 ઓક્ટોબરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લગ્ન બાદ આ દંપતી લંડન ગયું હતું અને ત્યાં 10 મહિના રહીને પરત ફર્યા બાદ પતિ હાર્દિક બોડાણાએ પત્ની પર સતત ઉત્પીડન ગુજારવાનું શરૂ કર્યું હતું;

    સટ્ટાખોરીમાં જંગી રકમ હારી ગયા બાદ હાર્દિક પત્ની દીપિકા પાસે દહેજ પેટે વધુ રૂપિયા લાવવા દબાણ કરતો હતો તેમજ પત્નીનો પગાર પણ પડાવી લઈને અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. આ સતત ત્રાસ સહન ન થતાં પરિણીતાએ આત્યંતિક પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું, જેને પગલે વટવા GIDC પોલીસે આરોપી પતિ હાર્દિક બોડાણા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

  • 18 Oct 2026 05:09 PM (IST)

    ગરબામાં વિધર્મીઓના પ્રવેશ વિવાદ, તમને મક્કા મદીના જાવ,તમને ત્યાં જવા દે છે કે કેમ,સ્પષ્ટ મનાઈ છે હિન્દુઓના પ્રવેશ પર: વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા

    નવરાત્રી ગરબામાં વિધર્મીઓના પ્રવેશના મુદ્દે લોકગાયક આદિત્ય ગઢવીના વલણ સામે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ ખુલ્લો વિરોધ નોંધાવી અત્યંત આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. જગદીશ મહેતાએ સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે હિન્દુઓને મક્કા-મદીનામાં પ્રવેશવાની સ્પષ્ટ મનાઈ છે, તો પછી સનાતન હિન્દુ સંસ્કૃતિના આ પવિત્ર તહેવારમાં આવા લોકોનું શું કામ છે? તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે ગુજરાતમાં નામ અને પ્રસિદ્ધિ મેળવી લીધા બાદ હવે આદિત્ય ગઢવીનું લક્ષ્ય બોલિવૂડ છે અને બોલિવૂડમાં પ્રભુત્વ ધરાવતા વર્ગને પોતે કેટલા ‘સેક્યુલર’ છે તે સાબિત કરી દેખાડવા માટે જ તેઓ આવું નિવેદન આપી રહ્યા છે.

    તેમણે વધુમાં ઉમેર્યું કે ગરબા પંડાલોમાં હિન્દુ દીકરીઓને ફસાવીને તેમની જિંદગી બરબાદ કરવામાં આવે છે તે કેમ દેખાતું નથી; જો તેમને આટલો જ ઉત્સાહ હોય તો વિધર્મીઓને પોતાના ઘરે લઈ જઈને ગરબા રમાડે. રાજકોટમાં જ્યાં માત્ર પુરુષોના ગરબા યોજાય છે ત્યાં આવા લોકો કેમ ભાગ લેવા નથી પહોંચતા તેવો કટાક્ષ કરતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમારો વિરોધ તમામ મુસ્લિમો સામે નથી; ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા અવતારી પુરુષ કે જાણીતા કલાકાર ઓસમાણ મીર જેવા સર્વસ્વીકાર્ય લોકોને સૌ ઓળખે છે, પરંતુ ગરબામાં અસામાજિક કે શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારાઓના ચહેરા પર કશું લખેલું હોતું નથી, જેથી સનાતન પર્વની પવિત્રતા અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી શકાય નહીં.

  • 18 Oct 2026 04:38 PM (IST)

    જમ્મુ: ચીન સહિતના વિદેશી ગુપ્તચર એજન્ટો સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર મહિલા સામે ગુનો દાખલ

    જમ્મુના ગાંધી નગર પોલીસ મથકમાં એક મહિલા વિરુદ્ધ દેશની સુરક્ષા સંબંધિત સંવેદનશીલ અને વ્યૂહાત્મક માહિતી એકત્ર કરીને ચીન સહિતના વિદેશી ગુપ્તચર એજન્ટો સાથે શેર કરવાના ગંભીર આરોપસર ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ’ (OSA) તેમજ ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસ દ્વારા આ મામલે મહિલાની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ હાલ પૂરતી મુક્ત કરવામાં આવી છે, પરંતુ શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તેના તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલી આપવામાં આવ્યા છે. મહિલા દ્વારા ચોક્કસ કેવા પ્રકારના ગુપ્ત દસ્તાવેજો કે ડેટા મેળવવામાં આવ્યા હતા, કેટલી માહિતી સરહદ પાર મોકલાઈ અને આમાં કયું વિદેશી ગુપ્તચર નેટવર્ક સામેલ છે, તે તમામ વિગતો FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

  • 18 Oct 2026 04:21 PM (IST)

    દશેરા પૂર્વે સુરત મનપાનું મેગા ચેકિંગ: તમામ ઝોનમાં ફાફડા-જલેબીના એકમો પર ફૂડ વિભાગના દરોડા

    સુરતમાં વિજયાદશમી (દશેરા) ના તહેવાર પૂર્વે નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તહેવારો ટાણે ભેળસેળમુક્ત ફાફડા અને જલેબીનું વેચાણ થાય તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમોએ ફરસાણ બનાવતા કારખાનાઓ તેમજ રિટેલ વેચાણ કરતા એકમો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

    આ તપાસ દરમિયાન સ્થળ પરથી ફાફડા-જલેબીના શંકાસ્પદ સેમ્પલ એકત્ર કરીને પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે; પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે લેબોરેટરી પરીક્ષણમાં જો કોઈ પણ નમૂના ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ (ફેલ) જણાશે તો સંબંધિત ઉત્પાદકો અને વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટના નિયમો અનુસાર દંડ તથા કાયદેસરની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

  • 18 Oct 2026 03:57 PM (IST)

    જૂનાગઢ: મહિલા GRD જવાનના કથિત ત્રાસથી કંટાળી પરિણીત યુવાને ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, અંતિમ વીડિયોમાં પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ

    જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા હરદેવસિંહ છત્રસિંહ જાડેજા નામના પરિણીત યુવાને ગત 15 ઓક્ટોબરે સેલ્ફોસની ઝેરી ગોળીઓ ગટગટાવી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને પગલે પોલીસે અંતિમ સમયે બનાવેલા વીડિયોના આધારે તપાસ હાથ ધરી માનસિક ત્રાસ આપવાના આરોપસર જૂનાગઢ GRD માં ફરજ બજાવતી મહિલા જવાન મીરાબેન સંજયભાઈ ગૌસ્વામીની ધરપકડ કરી તેને જેલહવાલે કરી છે. મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે વ્યાજના નાણાંની લેતીદેતીમાં ₹25 હજાર ચૂકવી દીધા હોવા છતાં મહિલા GRD જવાન ₹2 થી ₹3 લાખના વ્યાજ બાબતે સતત ધાકધમકી આપતી હતી અને પોલીસનો ડર બતાવતી હતી;

    નોંધનીય છે કે આ અગાઉ 18 સપ્ટેમ્બરે મીરાબેને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અરજી અને 10 ઓક્ટોબરે મૃતકે મહિલા વિરુદ્ધ માનસિક ત્રાસની અરજી કરી હતી, જે બંને અરજીઓની પોલીસ તપાસ ચાલુ હતી તે દરમિયાન યુવાને આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. મૃતકે પોતાના અંતિમ વીડિયોમાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના સ્ટાફ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા, જે અંગે DySP એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે બંને પક્ષની અરજીઓની તપાસ નિષ્પક્ષ રીતે ચાલી રહી હતી અને હાલ સમગ્ર બનાવ સંદર્ભે ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસ ચાલુ છે.

  • 18 Oct 2026 03:27 PM (IST)

    ગાંધીનગર: કલોલની ખાનગી હોસ્પિટલમાં 3 વર્ષના બાળકના મોતથી હોબાળો અને તોડફોડ, પરિજનોનો ઓવરડોઝ અપાયાનો આક્ષેપ

    ગાંધીનગરના કલોલ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તાવ અને ખેંચની સારવાર લઈ રહેલા 3 વર્ષના માસૂમ બાળકના મોત બાદ પરિજનોએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. પરિવારજનોએ કલોલની હોસ્પિટલના તબીબો પર યોગ્ય સારવાર ન આપવા તેમજ દવાનો ઓવરડોઝ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો; બાળકની તબિયત લથડતાં તેને કલોલથી તાત્કાલિક અમદાવાદના ચાંદખેડા સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

    બાળકના મોતના સમાચાર મળતાં જ આક્રોશિત પરિજનો કલોલની હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તોડફોડ મચાવવા સાથે હોસ્પિટલ પરિસરમાં ચૂંદડી, નાળિયેર અને કંકુ-ગુલાલ છાંટી દીવો પ્રગટાવીને વિધિ પણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ કલોલ શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો; પોલીસે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને બાળકના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણ અંગે ખુલાસો થશે.

  • 18 Oct 2026 02:55 PM (IST)

    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ, દુકાનોમાં તોડફોડ કરી મચાવ્યો આતંક

    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ. અસામાજિક તત્વોની લુખ્ખાગીરીથી વેપારીઓ ત્રાહિમામ. અનેક લોકોની દુકાનો માં તોડફોડ કરી મચાવ્યો આતંક. વેપારીઓએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ.

  • 18 Oct 2026 02:10 PM (IST)

    મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક

    મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક. રાજમાતાના વ્યક્તિત્વ અને સેવાભાવને PM મોદીએ યાદ કર્યા. PM મોદીએ X પર પોસ્ટ કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી. દિવંગત આત્માની શાંતિ માટે PM મોદીએ પ્રાર્થના કરી. પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી. “રાજમાતા વિજયકુંવરબાનું વ્યક્તિત્વ અને સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે” – PM નરેન્દ્ર મોદી

  • 18 Oct 2026 02:08 PM (IST)

    અમદાવાદના અમરાઈવાડી ગુલાબનગરમાં ગરબા રમતાં યુવકની હત્ચા કરાઈ

    અમદાવાદના અમરાઈવાડી ગુલાબનગરમાં ગરબા રમતાં યુવકની હત્ચા કરાઈ છે. ચાર જેટલાં શખ્સો યુવકને ચાલુ ગરબામાંથી ઉપાડી ગયા. રાસ ગરબા ચાલતા હતાં અને બીજી તરફ યુવકને મોતને ઘાટ ઉતાર્યો. વિકેશ ગુર્જર નામનાં યુવકની ઘાતકી હત્યા કરાઇ. ગંભીર ઘાયલ યુવકનું સારવાર દરમિયાન થયુ મોત. અમરાઇવાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી.

  • 18 Oct 2026 01:12 PM (IST)

    કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો

    કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો. BSF એ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી. પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો. ક્રીક વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું. બીએસએફએ પાકિસ્તાની બોટ અને ઘૂસણખોરને વધુ તપાસ શરૂ કરી.

  • 18 Oct 2026 12:06 PM (IST)

    કલોલની સિંઘલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, કલોલ, કડી, અરવિંદ મિલ, અમદાવાદ, ગાંધીનગરનુ ફાયર બ્રિગેડ કામે લાગ્યું

    સિંઘલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં લાગેલી આગ 24 કલાક વધુ સમય થી લાગી પણ કાબુ માં ના આવી. આગની વિકરાળતા જોતા મેજર કોલ જાહેર કરાયો હતો. કલોલ, કડી, અરવિંદ મિલ, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના 18 ફાયર બાઉઝર સહિત 25 જેટલા ફાયર વાહનો દ્વારા લાખો લીટર પાણી અને ફોમનો મારો ચલાવવા છતાંય આગ કાબુ ના આવી. કરોડો રૂપીયાના 800 ટન કરતા વધુના પ્લાસ્ટિક રોલમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ લાગ્યા બાદ તકેદારીના ભાગ રૂપે આસપાસનો વીજ પૂરવઠો છેલ્લા 24 કલાકથી બંધ કરાવવામાં આવ્યો છે. સાંતેજ પોલીસે સલામતીના ભાગ રૂપે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી અને ફેક્ટરીની આસપાસ રસ્તાઓ ઉપર અવર જવર ઉપર રોક લગાવી દીધી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, TDO સહિત પોલીસ કાફલો પણ આગ આસપાસ ના ફેલાય અને વધુ અન્ય નુકસાન ના થાય એ માટે મોનીટરીંગમાં રોકાયો. ગાંધીનગર કલેક્ટર અને DDO દ્વારા પણ સત્તત રિપોર્ટિંગ અપડેટ લેવામા આવી રહ્યું છે.

  • 18 Oct 2026 12:01 PM (IST)

    પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રીઓ સાઉદી અરેબિયામાં ફસાયા

    પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રીઓ સાઉદી અરેબિયામાં ફસાયા. સાઉદી અરેબિયામાં ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષાના કારણોસર 24 ઓક્ટોબર સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. ગોધરા સહિત પંચમહાલના અંદાજે 150 થી વધુ યાત્રીઓ મક્કા-મદીનામાં અટવાયા. ગુજરાતના કેટલાક યાત્રીઓએ રૂપિયા 3.50 લાખ સુધીનો વધારાનો ખર્ચ કરી ભારત સુરક્ષિત વાપસી કરી. બાકીના યાત્રીઓ મક્કા-મદીનાની હોટલોમાં રોકાયા છે. યાત્રીઓની સુરક્ષા અને સહીસલામત વાપસી માટે પરિવારજનોની પ્રાર્થના.

  • 18 Oct 2026 11:05 AM (IST)

    આઠમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ, માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો પાવાગઢ ડુંગર

    પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે રવિવાર અને આઠમા નોરતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાને લઈને જ મંદિરના કપાટ વહેલા ખોલી નાખવામાં આવ્યા હતા. ભક્તોના જયઘોષથી મંદિર પરિસર સહીત પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો. પાવાગઢમાં અષ્ટમી હવન-પૂજા આવતીકાલ સોમવારે યોજાશે.

  • 18 Oct 2026 10:59 AM (IST)

    સુરતમાં મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં પુત્રએ માતા અને ભાઇની કરી હત્યા

    સુરત શહેરમાં ફરી એકવાર લોહીયાળ સંબંધોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રએ તેની સગી માતા અને ભાઇની હત્યા કરી નાખી છે. મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં ડબલ મર્ડરનો કેસ બન્યો છે. લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને ચાલતી તકરારમાં મોટા પુત્રએ આવેશમાં આવી પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

  • 18 Oct 2026 10:57 AM (IST)

    અમદાવાદના અમદુપુરામાં જૂથ અથડામણ, પથ્થર મારામાં એકને ગંભીર ઈજા

    અમદાવાદના  અમદુપુરામાં ગત મોડી રાત્રે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં સામસામે થયેલા પથ્થરમારામાં 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી
    ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડાયો.

  • 18 Oct 2026 10:54 AM (IST)

    ગીર સોમનાથના વેરાવળ-પાટણમાં ભાજપના નેતા સહિત કેટલાકને શ્વાને ભર્યા બચકા

    વેરાવળ-પાટણમાં રખડતાં શ્વાનનો ત્રાસ હવે સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ રાજકીય આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ભાજપના એક નેતાને શ્વાન કરડવાની ઘટના સામે આવતાં શહેરમાં રખડતાં શ્વાનની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે. વેરાવળ-પાટણ શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં શ્વાનના ટોળાં જોવા મળી રહ્યાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી શ્વાનનો ઉપદ્રવ વધ્યો છે અને દરરોજ સરેરાશ 8થી 10 લોકોને શ્વાન કરડતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

  • 18 Oct 2026 08:23 AM (IST)

    રાજકોટમાં 250 કિલો સોનાના ઘરેણા પહેરીને આહીર સમાજના બહેનો રમી રાસ-ગરબા

    આહીર સેના દ્વારા આયોજિત ગરબામાં આહીરાણી રાસે રંગ જમાવ્યો હતો. ભવ્ય રાસમાં આહીર સમાજના બહેનો હજારનો સંખ્યામાં રાસ લીધો. આહીર સમાજના પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા કર્યા. અંદાજીત 250 કિલો કરતા વધુના સોનાના ઘરેણાં પહેરી રાસ લેવામાં આવ્યો. હજારોની સંખ્યામાં આહીર સમાજના બહેનોએ રાસમાં જોડાયા હોવાનું અનુમાન. દ્વારકામાં આહીરાણી રાસમાં 51 હજાર આહીરાણીઓએ રાસ લીધો હતો. ભગવાન કૃષ્ણ અને માતાજીના ગરબા સાથે આહીરાણી રાસ રમાયો. રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્રભરના આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રાજકોટના નવા રીંગ રોડ પર આહીર સેના દ્વારા AGM રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.

  • 18 Oct 2026 08:01 AM (IST)

    ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMC ની ઝૂંબેશ, નવરંગપુરા-સાબરમતીમાં 9 એકમને લગાવ્યા સીલ

    ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાની ઝુંબેશ. પશ્ચિમ ઝોનમાં ઘન કચરા વ્યવસ્થાપન વિભાગે હાથ ધર્યુ ચેકિંગ. છેલ્લા 3 દિવસમાં 261 યુનિટનું ચેકિંગ કરી તપાસ હાથ ધરાઈ. ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 184 યુનિટને નોટિસ ફટકારવામાં આવી છે. મનપા દ્વારા કુલ 2,10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 5.8 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કાર્યવાહી કરાઈ. નવરંગપુરા અને સાબરમતીમાં 9 જેટલાં એકમને સીલ કરાયા છે.

  • 18 Oct 2026 07:30 AM (IST)

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મૂડીરોકાણ આકર્ષવા ડેપ્યુટી CM હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ઉદ્યોગો સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનો છે.

    પ્રવાસ દરમિયાન રોકાણની નવી તકો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક સ્થળ તરીકે રજૂ કરવાની દિશામાં આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • 18 Oct 2026 07:19 AM (IST)

    મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર પાસે ભક્તો પર ટ્રક ફરી વળી, 12ના મોત, 40 ઘાયલ

    મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શનિવારે મોડી રાત્રે શીતળા માતા મંદિર પાસે બેકાબૂ ટ્રક ભક્તોની ભારે ભીડ પર ફરી વળતા, ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

Published On - 7:19 am, Sun, 18 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.