AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMC ની ઝૂંબેશ, નવરંગપુરા-સાબરમતીમાં 9 એકમને લગાવ્યા સીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2026 | 8:03 AM
Share

Gujarat Live Updates આજ 18 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMC ની ઝૂંબેશ, નવરંગપુરા-સાબરમતીમાં 9 એકમને લગાવ્યા સીલ

LIVE NEWS & UPDATES

  • 18 Oct 2026 08:01 AM (IST)

    ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMC ની ઝૂંબેશ, નવરંગપુરા-સાબરમતીમાં 9 એકમને લગાવ્યા સીલ

    ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાની ઝુંબેશ. પશ્ચિમ ઝોનમાં ઘન કચરા વ્યવસ્થાપન વિભાગે હાથ ધર્યુ ચેકિંગ. છેલ્લા 3 દિવસમાં 261 યુનિટનું ચેકિંગ કરી તપાસ હાથ ધરાઈ. ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 184 યુનિટને નોટિસ ફટકારવામાં આવી છે. મનપા દ્વારા કુલ 2,10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 5.8 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કાર્યવાહી કરાઈ. નવરંગપુરા અને સાબરમતીમાં 9 જેટલાં એકમને સીલ કરાયા છે.

  • 18 Oct 2026 07:30 AM (IST)

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મૂડીરોકાણ આકર્ષવા ડેપ્યુટી CM હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જાપાન અને દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ઉદ્યોગો સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનો છે.

    પ્રવાસ દરમિયાન રોકાણની નવી તકો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક સ્થળ તરીકે રજૂ કરવાની દિશામાં આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • 18 Oct 2026 07:19 AM (IST)

    મધ્યપ્રદેશ: ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર પાસે ભક્તો પર ટ્રક ફરી વળી, 12ના મોત, 40 ઘાયલ

    મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શનિવારે મોડી રાત્રે શીતળા માતા મંદિર પાસે બેકાબૂ ટ્રક ભક્તોની ભારે ભીડ પર ફરી વળતા, ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

આજે 18 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 18,2026 7:19 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">