
આજે 18 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ભાવનગરના સિહોરના પાડાપાણ ગામે ભાઈ અને બહેને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. આ જ પરિવારના 4 સભ્યોએ થોડા સમય પહેલા સુરતમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. વિનુ મોરડિયાએ થોડા દિવસો પહેલા પત્ની અને બે સંતાનો સાથે આપઘાત કર્યો હતો. આ સમયે બહાર રહેલા અન્ય બે સંતાન ઋષિતા અને પાર્થે પણ વતનમાં એકલતાથી કંટાળીને મોતને વ્હાલું કર્યું. એક જ પરિવારના છ સભ્યોએ ગણતરીના દિવસોમાં જ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
કારગિલ જિલ્લાના કબાડી નાલા વિસ્તારમાં વિસ્ફોટની માહિતી પ્રાપ્ત થઈ છે. આ બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં (Rajkot) સાસરીયાઓ દ્વારા પુત્રવધૂનો પોર્ન વીડિયો બનાવવાના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. હોટલમાં આફ્રિકન કોલ ગર્લ આવતી હોવાની મેનેજરે કબૂલાત કરી છે. મેનેજરે આ અંગે સાયબર ક્રાઇમમાં નિવેદન નોંધાવી કબૂલાત કરી છે. ત્યારે હવે પોલીસ હોટલમાં આવતી કોલ ગર્લ બાબતે તપાસ શરૂ કરશે. કોલ ગર્લ ક્યાંથી આવતી અને કોણ લાવતું તે મુદ્દે તપાસ કરાશે તેમજ કબજે કરાયેલા ઉપકરણો, મોબાઇલ સહિતની વસ્તુઓને FSLમાં મોકલાશે.
વડોદરામાં કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું (Bootlegger Nagdan Gadhvi) મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડા કાર્ટમાં મુદ્દત માટે હાજરી આપી જાપતા ટુકડી સાથે વડોદરા લાવવામાં આવી રહ્યો હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના સંખ્યાબંધ ગુના દાખલ હતા.
અમદાવાદમાં ફરી BRTS સતહ અકસ્માત સર્જયો. રખિયાલ BRTS રુટમાં એકસીડન્ટની ઘટના બની છે. BRTS બસે એકટીવા ચાલકને અડફેટે લીધો છે. એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ધટના બપોરના સમયે બની હતી.જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભારત ચંદ્ર પર પહોંચવાની ખૂબ જ નજીક છે. લેન્ડર મોડ્યુલે શુક્રવારે ડીબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ISROએ લખ્યું છે કે, લેન્ડર મોડ્યુલે તેની ભ્રમણકક્ષા ઘટાડીને 113 km x 157 km કરી ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. બીજું ડિબૂસ્ટિંગ ઑપરેશન 20 ઑગસ્ટ 2023 ના રોજ બપોરે 2 વાગ્યે સુનિશ્ચિત થયેલ છે.
સોનું હાલ 5 મહિનાના નીચા સ્તરે છે. COMEX પર સોનું ઘટીને $1,891.32 થઈ ગયું છે જ્યારે ચાંદી $23ની નીચે છે. MCX પર સોનું 58500ની નીચે સ્થિર છે. અમેરિકામાં રેટ વધવાના ડરથી સોના અને ચાંદીના ભાવ પર દબાણ સર્જાયું છે. બીજી તરફ, ડોલર અને બોન્ડ યીલ્ડમાં વધારાથી દબાણ સર્જાયું છે.
અમદાવાદમાં પીર ઈમામશાહ બાબાની દરગાહ, જે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ છે, તે હવે ધાર્મિક વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. મામલો ગુજરાતના અમદાવાદનો છે, જ્યાં મુસ્લિમ સમુદાયના ઘણા સભ્યો એક સૂફી સંતના નામ બદલવાના વિરોધમાં અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા છે. અગાઉ પણ દરગાહ પરિસરમાં મંદિર બનાવવાને લઈને વિરોધ થઈ ચૂક્યો છે.
ચોમાસાની સિઝન આવે અને તે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ સામે આવતા હોય છે. જોકે છેલ્લા થોડા દિવસથી શહેર અને રાજ્યમાં વરસાદે તો વિરામ લીધો. પરંતુ વરસાદના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય થતા રોગો વિરામ નથી લઈ રહ્યા. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કારણ કે આ રોગમાં સતત વધારો થયો છે.
ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો નોંધાયો છે. અસારવા સિવિલમાં છેલ્લા 18 દિવસમાં ડેન્ગ્યુના 89 કેસ નોંધાયા, સાદા મલેરિયાના 19 કેસ, ઝાડા ઉલ્ટીના 100 કેસ નોંધાયા. તેમજ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 5 લાખ 24 હજાર કેસ નોંધાયા. જેમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 57 હજાર લોકો દાખલ થયા છે.
લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે આ જાહેરાત કરી છે. બીજી તરફ અજય રાયનું કહેવું છે કે જો પ્રિયંકા ગાંધી ઈચ્છે તો વારાણસીમાં પાર્ટીના દરેક કાર્યકર્તા કામ કરશે.
જુન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાખી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. વરસાદની પેટર્નમાં બદલાવ કહો કે અન્ય કારણ પરંતુ સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ જૂન અને જુલાઈમાં જ વરસી ગયો છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે મુદ્દો છે વરસાદે લીધેલા વિરામનો છે. લગભગ 22 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.
ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે. પરિણામે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જે અંતર્ગત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા અને પેટલાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
Ahmedabad : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે.
શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી જીએમઆર સેન્ટરને આપવામાં આવી હતી.
NIAએ ટેરર ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડ્યા છે. NIAએ જમ્મુના ભટિંડી વિસ્તારમાં એક ઘરમાં દરોડા પાડીને દસ્તાવેજો કબજે કર્યા.
ગાંધીનગર: પોલીસની નવી ભરતી માટે કવાયત શરુ
ભરતી બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલ ને સોંપવામાં આવી
આઈપીએસ પી વી રાઠોડને પણ ભરતી બોર્ડની જવાબદારી સોંપાઈ
આગામી દિવસોમાં PSI અને લોક રક્ષકની ભરતી શરુ કરવામાં આવશે
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરના પાલીતાણા રોહીશાળ જૈન તીર્થ સ્થળે નશામાં યુવકોએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને પણ અડફેટે લીધો હતા. ઈજાગ્રસ્ત દર્શનાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
અકસ્માત સર્જનાર નબીરા પાસે 70થી વધુ દેશી દારૂની થેલી મળી આવી હતી. આ સાથે જ તેની પાસે નોનવેજ સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. હાલમાં આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાલીતાણ નજીકના વિસ્તારમાં માસાંહારી ભોજન પર પ્રતિબંધ હોવા છતા પણ નોનવેજ સહિતની સામગ્રી મળી આવી હતી. પ્રતિબંધીત વિસ્તારમાંથી માસાંહારી વસ્તુઓ મળતા અનેક સવાલો ઉભા થયા છે.
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 330 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 13 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 74 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 7,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલા (Shimla)માં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઓડિશામાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. ભદ્રકમાં 5, બાલાસોરમાં 4 અને મયુરભંજમાં 2 લોકોના મોત થયા છે. તે જ સમયે, 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.
Leh: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહ લદ્દાખનો (Leh Ladakh) તેમનો પ્રવાસ લંબાવ્યો છે. રાહુલ હવે 25 ઓગસ્ટ સુધી લેહ લદ્દાખમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 ઓગસ્ટે રાહુલ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને ત્યાંના યુવાનો સાથે વાતચીત કરશે.
ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર પ્રબલ આજે લોન્ચ થશે.
કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ઈમારતો ખાલી કરાવવામાં આવી છે. ત્યારે 1 વ્યક્તિનું મોત થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
Published On - 5:55 am, Fri, 18 August 23