18 એપ્રિલના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, મહિલા અનામત બિલ પસાર ન થઈ શકવા પર દેશની મહિલાઓની માગી માફી

આજે 18 એપ્રિલને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 એપ્રિલના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, મહિલા અનામત બિલ પસાર ન થઈ શકવા પર દેશની મહિલાઓની માગી માફી
| Edited By: | Updated on: Apr 18, 2026 | 9:51 PM

આજે 18 એપ્રિલને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Apr 2026 09:04 PM (IST)

    અમે હાર્યા નથી અમારુ આત્મબળ અજેય છે- પીએમ મોદી

     

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “હું દેશની ‘નારી શક્તિ’ ને ખાતરી આપું છું કે અમે આ પહેલના માર્ગમાં આવનાર દરેક અવરોધને દૂર કરીશું. ગઈકાલે, અમારી પાસે સંખ્યાબળ ન હતુ, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે હારી ગયા છીએ. અમારો આંતરિક સંકલ્પ અડગ છે. અમારી પાસે આગળ વધુ તકો આવશે.”

  • 18 Apr 2026 09:01 PM (IST)

    નારીની ઉડાનમાં આડે આવતી બાધાઓ હટાવવાનો એ મહાયજ્ઞ હતો- પીએમ મોદી

     

    પીએમ મોદીએ જણાવ્યું હતું કે: “આ એક સુધારો હતો જેનો હેતુ મહિલાઓના અધિકારોને પુનઃસ્થાપિત કરવાનો હતો. જે 40 વર્ષથી પેન્ડિંગ હતા – 2029 માં આગામી લોકસભા ચૂંટણીથી શરૂ કરીને તેમને તેમના હક આપીને. ‘નારી શક્તિ વંદન’ સુધારો એક ભવ્ય પ્રયાસ હતો. એક મહાયજ્ઞ. જે 21મી સદીના ભારતની મહિલાઓને નવી તકો પૂરી પાડવા, તેમને એક નવો માર્ગ આપવા અને તેમના માર્ગમાંથી આવતા અવરોધોને દૂર કરવા માટે સમર્પિત હતો. તે એક પવિત્ર પ્રસંગ હતો, જે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે અને દેશની 50 ટકા વસ્તી એટલે કે અડધી ને તેમના હકો આપવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવ્યો હતો.”


  • 18 Apr 2026 09:00 PM (IST)

    સુરતમાં ગોલ્ડ ટ્રેડીંગના નામે છેતરપિંડીના કેસમાં એક આરોપી ઝડપાયો

    સુરતમાં ગોલ્ડ ટ્રેડીંગના નામે છેતરપિંડીના કેસમાં એક આરોપી ઝડપાયો, થોડા સમય પહેલા ઠગબાજોએ ફરિયાદનો મોબાઇલ પર સંપર્ક કર્યો હતો અને પોતે NGGF ગોલ્ડ કંપનીમાંથી વાત કરે છે તેવી ઓળખ આપી અને પછી ફરિયાદીને કહ્યું કે તમે સોનામાં રોકાણ કરશો તો વધુ નફો મળશે. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને બનાવટી વેબસાઇટની લિંક મોકલી હતી જેમાં ID બનાવીને ફરિયાદીએ 25 લાખ 75 હજાર રૂપિયાનું રોકારણ કર્યું. પરંતુ ફરિયાદીને નફો તો ન મળ્યો પણ મૂળ રકમ પણ ગઈ. ફરિયાદના આધારે સાયબર સેલે છેતરપિંડી કરનારી ગેંગના એક આરોપીને હાલોલથી ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ઠગબાજોને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતા જેમાં છેતરપિંડીથી આવેલી રકમ જમા થઈ હતી

  • 18 Apr 2026 08:58 PM (IST)

    દેશની મહિલાઓના સપના તૂટવાને સરકારની નાકામી ગણાવી – પીએમ મોદી

     

    કેટલાક લોકો દેશની મહિલાઓના સપના તૂટવાને સરકારની નાકામી ગણાવી રહ્યા છે પરંતુ આ આ વિષય સફળતા કે નિષ્ફળતા કે ક્રેડિટનો હતો જ નહીં. મે સંસદમાં પણ કહ્યુ હતુ કે દેશની અડધી વસ્તીને તેનો હક્ક મળી જવા દો, હું તેનુ ક્રેડિટ વિજ્ઞાપન આપીને વિપક્ષના સદસ્યોને આપી દઈશ. પરંતુ દકિયાનુસી વિચારોના વિપક્ષે તેમા રોડા નાખ્યા. દેશની અનેક મહિલાઓએ પત્રો દ્વારા આ વિષય મારી સમક્ષ રાખ્યો છે. જ્યાર દેશની માતાઓ, બહેનો, દીકરીઓ આજે તમામ દુ:ખી છે અને હું પણ તમારા દુ:ખમાં દુ:ખી છુ. હ

  • 18 Apr 2026 08:55 PM (IST)

    જુઠ બોલો ભ્રમ ફેલાવવાની કોંગ્રેસની નીતિ- પીએમ મોદી

     

    ઈતિહાસ સાક્ષી છે, કોંગ્રેસે હંમેશા નેગેટિવ રસ્તો પસંદ કર્યો. જે પણ કાર્ય દેશ માટે જરૂરી હોય છે તેને કોંગ્રેસ કાર્પેટ નીચે દબાવીને રાખી દે છે. કોંગ્રેસને કારણે ભારત એ ઉંચાઈ પર ન પહોંચી શક્યુ જેનુ તે હક્કદાર છે. આઝાદી બાદથી આપણી સાથેના અનેક દેશ આપણાથી આગળ નીકળી ગયા અને તેનુ કારણ હતુ કોંગ્રેસ દરેક રિફોર્મને અટકાવીને બેસી રહી. કોંગ્રેસે પડોશી દેશો સાથે સીમા વિવાદને લટકાવ્યો, પાકિસ્તાન સાથે પાણી વહેંચણીના વિવાદને લટકાવ્યો, OBC અનામતને 40 વર્ષ સુધી અટકાવી રાખ્યો, વન રેન્ક, વન પેન્શનને 40 વર્ષ સુધી અટકાવ્યુ. કોંગ્રેસનો દરેક નિર્ણય, દરેક છળ,પ્રપંચનુ નુકસાન દેશે ભોગવવુ પડ્યુ. દેશની સામેના તમામ પડકારો કોંગ્રેસના આ પ્રકારને વલણવે કારણે જ છે.

  • 18 Apr 2026 08:52 PM (IST)

    સપા લોહિયાજીને પહેલા જ ભૂલી ચુકી છે-પીએમ મોદી

     

    સપા એ આ બિલનો વિરોધ કરીને લોહિયાજીની ભાવનાને પગતળે કચડી નાખી. સપા મહિલા અનામત વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ એન્ટી રિફોર્મ પાર્ટી છે. 21 મી સદીના ભારત માટે જે પણ નિર્ણયો દેશ લઈ રહ્યો છે, કોંગ્રેસ એ તમામનો વિરોધ કરે છે. આ જ કોંગ્રેસનો ઈતિહાસ છે અને આ જ કોંગ્રેસની નેગેટિવ પોલિટિક્સ છે. આ એ જ કોંગ્રેસ છે જેમણે જનધન, મોબાઈલ, જીએસટી, ડિજિટલ પેમેન્ટનો વિરોધ કર્યો. કોંગ્રેસે સામાન્ય વર્ગના ગરીબોને અપાતી અનામતનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો. સમાન નાગરિક સંહિતાનો વિરોધ કર્યો. રિફોર્મનું સાંભળતા જ કોંગ્રેસ વિરોધની તક્તી લઈને નીકળી પડે છે. દેશ હિતના કામમાં બાધાઓ લાવવામાં તમામ તાકાત લગાવી છે. દેશમાં વન નેશન વન પેન્શનનો વિરોધ, ઘૂસણખોરોને ભગાડવાનો વિરોધ, SIR નો વિરોધ, CAA નો વિરોધ કર્યો.

  • 18 Apr 2026 08:45 PM (IST)

    વિપક્ષે નારીશક્તિની ઉડાનને રોકી દીધી- PM મોદી

     

    વડાપ્રધાને કહ્યુ દેશની નારી શક્તિની ઉડાનને રોકી દેવામાં આવી અને તેમના સપનાને બેરહેમીથી કચડી નાખવામાં આવ્યા. તેમણે કહ્યુ કે સરકારે પુરી કોશિશ કરી, પરંતુ સફળતા ન મળી શકી અને નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધનને ન થઈ શક્યુ.

  • 18 Apr 2026 08:43 PM (IST)

    બિલ પારીત ન થયુ તો મને દુ:ખ થયુ.- PM મોદી

     

    લોકસભામાં મહિલા અનામત સંબંધિત સંશોધન વિધેયક પારીત ન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલ પારીત ન થવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યુ કે વિપક્ષે તેમના સ્વાર્થને કારણે આ બિલ પારીત ન થવા દીધુ. પીએમ મોદીએ કહ્યુ દેશની નારી શક્તિ બધુ જોઈ રહી છે. તે બધુ જ ભૂલી જાય છે પરંતુ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી. PM એ કહ્યુ બિલ પારીત ન થયુ તો મને દુ:ખ થયુ.

  • 18 Apr 2026 08:38 PM (IST)

    વિપક્ષે હવનમાં હાડકા નાખવાનું કામ કર્યુ- PM મોદી

    મહિલા અનામત અંગેના 131મા બંધારણીય સુધારા બિલને પસાર કરવા માટે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. લોકસભામાં આ બિલ પર કુલ 528 મત પડ્યા હતા. સરકારને બિલ પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, પરંતુ તેને તેના પક્ષમાં માત્ર 298 મત મળ્યા. પરિણામે, 54 મત ઓછા પડતા બિલ પારીત ન થઈ શક્યુ

  • 18 Apr 2026 08:36 PM (IST)

    PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

    લોકસભામાં મહિલા રિઝર્વેશન બિલને સંબંધિત સંશોધન વિધેયક પાસ ન થઈ શક્યુ. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે આ પહેલા બિલ પારીત ન કરવાની જવાબદારી વિપક્ષ પર નાખી હતી. હવે તેઓ સંબોધન પર ખુલીને વાત કરી રહ્યા છે.

  • 18 Apr 2026 08:30 PM (IST)

    ધોરાજીના સુપેડીમાં આવેલુ મુરલી મનોહર મંદિર વિવાદમાં

    રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આવેલું અતિ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું મુરલી મનોહર મંદિર હાલ વિવાદના વમળમાં ફસાયું છે. મહંત અને તેમના સેવક ડી.સી. પટેલ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કરી મોરચો માંડયો હતો. આ વિવાદ એટલી હદે વકર્યો હતો કે આજે સમગ્ર સુપેડી ગામ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું. જો કે હવે આ મામલે મંદિરના ટ્રસ્ટી સામે આવ્યા હતા અને આ વિવાદ મામલે તેમનું કહેવું છે કે મંદિરનો કચરો ઉતાવળી નદીમાં જતો હોઈ તે કચરા બાબતે વિવાદ થયેલો અને ત્યારબાદ મંદિર તરફથી કચરો સાફ કરી નાખ્યો હોવા છતાં ખાર રાખી મંદિર અને મહંતને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

  • 18 Apr 2026 08:00 PM (IST)

    અમદાવાદ: ચાંદખેડામાં ભાઈબહેન વચ્ચે રાજકીય જંગ

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ વખતે સૌથી રસપ્રદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થવાની છે. જ્યાં રાજકીય લડત હવે માત્ર પાર્ટીઓ વચ્ચે જ નહીં પરંતુ તેની સાથે સાથે બે પરિવારો વચ્ચે થવાની છે. કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને મેદાનમાં ઉતાર્યા છે.

  • 18 Apr 2026 07:30 PM (IST)

    મનરેગાને લઈને ભાજપ સરકાર પર કોંગ્રેસના પ્રહાર

    મનરેગાને લઈને ભાજપ સરકાર પર કોંગ્રેસે પ્રહાર કર્યા. મનરેગામાં કામ કરતા 3 હજાર કર્મચારી 6 મહિનાથી વેતનથી વંચિત છે.  નામ બદલી મનરેગા યોજનાને સંપૂર્ણ નાશ કરવાનું પાપ ભાજપે કર્યું. ત્રણ મહિનાથી શ્રમિકોને રોજગારના રૂપિયા નથી અપાયા. ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી અને ગરીબ વિરોધી નીતિ છે. મનરેગાના કર્મચારીઓને તાત્કાલિક વેતન મળે તેવી કોંગ્રેસની માગણી છે. શ્રમિકોના ત્રણ મહિનાના રૂપિયા તાત્કાલિક ચુકવવા માગણી કરાઈ છે.

  • 18 Apr 2026 07:00 PM (IST)

    ભરૂચમાં સાસુના અનૈતિક સંબંધથી કંટાળી જમાઈએ પ્રેમીનું કાસળ કાઢ્યુ

    ભરુચના અંક્લેશ્વરમાં સારંગપુર વિસ્તાર નજીક ગળું કપાયેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. જો કે તેને એક મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાના લીધે તેના પર ઘાતકી હથિયાર વડે હુમલો કરીને તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે હત્યાને અંજામ આપનારો આરોપી અન્ય કોઈ નહીં પરંતું યુવકના જે મહિલા સાથે સંબંધ હતા તેનો જ જમાઈ હતો. એટલે કે સાસુના અનૈતિક સંબંધોથી કંટાળીને જમાઈએ તેના સગીર વયના સાળા સાથે મળીને એટલે કે મહિલાના દીકરા સાથે મળીને તેના પ્રેમીનું કાસળ કાઢી દીધું.

  • 18 Apr 2026 06:30 PM (IST)

    મહિલા અનામત બિલ પાસ નહીં થતા સંઘવીના વિપક્ષ પ્રહાર

    તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. મહિલા અનામત બિલ પાસ નહીં થતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે તો દેશની સામાન્ય નારી કેમ નહીં. કોંગ્રેસ મત માગવા આવે તો કડકાઈથી ભગાડજો.

    આ તરફ ઉચ્છલના સદગવાણ ગામના કોંગ્રેસ અગ્રણીઓ હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. 100 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સાથે જ બાલદા ગામના ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 25 જેટલા કાર્યકરોએ પણ કેસરિયો કર્યો હતો.

  • 18 Apr 2026 06:00 PM (IST)

    સુરતના લિંબાયતમાં આતંક મચાવનારનું પોલીસે કાઢ્યું સરઘસ

    સુરતના લિંબાયતમાં આતંક મચાવનારનું પોલીસે સરઘસ કાઢ્યું. પોલીસે રીઢા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો. લિંબાયતની ક્રિષ્નાનગર સોસાયટીમાં મધરાતે રિક્ષા અને ક્રેટા કારમાં તોડફોડ કરી આતંક મચાવનાર આરોપી સાગર ઘોડાની પોલીસે ધરપકડ કરી. ત્યાર બાદ જે સ્થળે આરોપીએ હાથમાં છરી લઇને રહીશોને ધમકાવ્યા હતા, એ જ ગલીમાં લિંબાયત પોલીસ આરોપીને લઈ ગઈ. અહીં જાહેરમાં પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવતાં આરોપીએ ત્યાં જ કાન પકડીને રડમસ અવાજે માફી માંગી. લોકોની હાજરીમાં જ્યારે પોલીસનો ડંડો વીંઝાયો, ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીએ પોતાની ભૂલ કબૂલી અને માફી માંગી. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેના વિરૂદ્ધ 18 જેટલા ગંભીર ગુના દાખલ થયેલા છે.

  • 18 Apr 2026 05:43 PM (IST)

    અમદાવાદ: ધંધુકામાં વિધર્મી દ્વારા હિંદુ યુવકની હત્યા બાદ અજંપાભરી સ્થિતિ

    અમદાવાદ: ધંધુકામાં વિધર્મી દ્વારા હિંદુ યુવકની હત્યા બાદ અજંપાભરી સ્થિતિ છે. બંને વચ્ચે બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા  વિધર્મી ટોળાએ નસિમ સોસાયટીના હિંદુ યુવકની હત્યા કરી નાખી. બંને ટોળા સામસામે આવી જતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હત્યા બાદ સમગ્ર ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બે કોમના ટોળા સામસામે આવી જતા મામલો ગરમાયો છે. ધંધુકામાં વિફરેલા ટોળાએ દુકાનો અને વાહનોને આગચંપી અને તોડફોડ કરી.  મામલો થાળે પાડવા SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.  બાવળા, બગોદરા, ધોલેરા, ધોળકા, ધંધુકામાંથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવાઈ. ધારાસભ્ય કાળુ ડાભી અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
    પોલીસની સ્થાનિકો સાથે બેઠક. મૃતક યુવકની જ્ઞાતિનાં આગેવાનો સાથે બેઠક મળી.

  • 18 Apr 2026 05:30 PM (IST)

    બનાસકાંઠામાં પણ તલવાર સાથે આવેલા ઇસમોએ મચાવ્યો આતંક

    બનાસકાંઠામાં પણ તલવાર સાથે આવેલા ઇસમોએ આતંક મચાવ્યો. બનાસકાંઠાના ઇકબાલગઢ હાઇવે પરના દર્શન પ્લાઝામાં આ ઘટના બની. જ્યાં અજાણ્યા ઇસમો તલવારના જોરે મોબાઇલ ફોન ચોરીને ફરાર થઇ ગયા. સીસીટીવીમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઇ છે. જેમાં એક વ્યક્તિ સૂતો હોય છે, ત્યારે ચોર હાથમાં તલવાર સાથે આવે છે અને ઊંઘી રહેલા વ્યક્તિ પાસે રહેલો ફોન લઇને ફરાર થઇ જાય છે.

  • 18 Apr 2026 05:04 PM (IST)

    રાજકોટ: સેટેલાઈટ ચોકમાં વૃદ્ધ પર હુમલો

    રાજકોટમાં અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા. શહેરના સેટેલાઇટ ચોકમાં વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ થયો. હુમલાખોરે ઘાતક હથિયાર સાથે વૃદ્ધ પર હુમલો કર્યો. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો. હુમલાની ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.. રાજકોટમાં લુખ્ખાઓ વારંવાર જાહેરમાં આતંક મચાવી રહ્યા છે. જેના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

  • 18 Apr 2026 05:03 PM (IST)

    ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામની ઘટના

    ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં જુની શાળાની દીવાલ ધરાશાયી થતા બાળકનું મોત થયુ છે. દીવાલ નીચે દબાઈ જવાથી 12 વર્ષીય બાળકનું મોત થયુ. આક્રોષિત પરિવારે મૃતદેહ સ્વીકારવા  ઈનકાર કર્યો. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે પરિવાર.

    ગઈકાલે દીવાલ ધરાશાયી થતા બાળકનું મોત થયું હતું અને ઘટનાના 15 કલાક વિત્યા બાદ પણ હજુ પરિવારે મૃતદેહ નથી સ્વીકાર્યો. પરિવારની માગણી છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. દાવો છે કે કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા છ મહિનાથી શાળાને તોડવાનું કામ અધૂરું રાખવામાં આવ્યું હતું અને કામ બંધ હતું. આ દરમિયાન દીવાલ પાસે બાળકો રમતા હતા. જ્યાં જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થતા 12 વર્ષીય બાળક દીવાલ નીચે દટાઈ ગયો હતો.

  • 18 Apr 2026 04:27 PM (IST)

    ભાવનગર: ભાજપના ઉમેદવારો સામે જનતાનો રોષ

    ભાવનગર: ભાજપના ઉમેદવારો સામે જનતાનો રોષ ભભુક્યો. પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોને ઘેરીને સવાલોનો મારો ચલાવ્યો. કુંભારવાડામાં વડવા-બ વોર્ડ નં. 3માં ઉમેદવારોને લોકોએ ઘેર્યા.  સ્થાનિકો દ્વારા ઉમેદવારને ઘેરીને પાંચ વર્ષમાં શું વિકાસ કર્યો તેવા સવાલો કરવામાં આવ્યા. વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવ મુદ્દે લોકોમાં નારાજગી છે. બિસ્માર રોડ, ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યાથી પરેશાની છે. પરિસ્થિતિ વણસતા ઉમેદવારો પ્રચાર અધવચ્ચે છોડીને નીકળી ગયા.

  • 18 Apr 2026 04:16 PM (IST)

    ખેડામાં લવ જેહાદના કિસ્સાનો પર્દાફાશ

    ખેડામાં લવ જેહાદના કિસ્સાનો પર્દાફાશ થયો છે. 9 વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમજામળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ
    આચર્યું. છેલ્લા ત્રણ વર્ષથી સગીરા પર દુષ્કર્મ ગુજારતા હતા. મુખ્ય આરોપી પરવેઝે સગીર દીકરીને મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. પૂર્વઆયોજિત કાવતારના ભાગરૂપે 9 શખ્સોએ શારિરીક શોષણ કર્યું. નિર્વસ્ત્ર ફોટા-વીડિયો ઉતારી સગીરાનું બ્લેકમેલિંગ કરતા હતા. પરિવાર અને હિન્દુ સંગઠનો આગળ આવતા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે
    પોલીસે સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ કર્યો શરૂ

    આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને દીકરીને ડરાવવામાં આવતી હતી. વર્ષ 2023થી લઈને 2025 ના રમઝાન માસ પહેલાના સમયગાળા દરમિયાન આ શખ્સો સગીરાને બ્લેકમેલ કરી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી સામૂહિક દુષ્કર્મ આચરતા રહ્યા હતા. સગીરા પર વીતી રહેલા આ અમાનવીય અત્યાચારની જાણ આખરે તેના પરિવારને થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

  • 18 Apr 2026 03:55 PM (IST)

    અમદાવાદ: ધંધુકામાં હિન્દુ યુવાનની વિધર્મી ટોળાએ કરી હત્યા

    અમદાવાદ: ધંધુકામાં હિન્દુ યુવાનની વિધર્મી ટોળા દ્વારા હત્યા કરી દેવામાં આવી. બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે 2 કોમના યુવકો વચ્ચે માથાકુટ બાદ હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી.  બન્ને કોમના ટોળા એકઠા થયા અને મામલો વધુ ઉગ્ર બનતા મારામારી પર  ઉતરી આવ્યા. વિધર્મી ટોળાએ અમુક દુકાનોમાં આગચંપી કરતા મામલો વધુ વકર્યો હતો. હાલ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

  • 18 Apr 2026 02:33 PM (IST)

    પીએમ મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

    પીએમ મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

  • 18 Apr 2026 02:32 PM (IST)

    ભાવનગર: ભાજપના ઉમેદવારો સામે જનતાનો રોષ

    ભાવનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો સામે સ્થાનિક જનતાનો ભારે રોષ જોવા મળ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં આવેલા વડવા-બ વોર્ડ નં. 3માં પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોને લોકોએ ઘેરીને વિકાસ કાર્યો અંગે સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં કોઈ નોંધપાત્ર વિકાસ થયો નથી. રહેવાસીઓએ ખાસ કરીને બિસ્માર રસ્તાઓ અને ચોમાસામાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પાયાની સુવિધાઓના અભાવને કારણે લોકોમાં અસંતોષ વધ્યો હોવાનું જોવા મળ્યું. પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતાં અંતે ઉમેદવારોએ પ્રચાર અભિયાન અધવચ્ચે જ બંધ કરી સ્થળ છોડવું પડ્યું હતું.

  • 18 Apr 2026 01:36 PM (IST)

    અમદાવાદઃ ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો મામલો, FSLનો રિપોર્ટ પોલીસને સોંપાયો

    Ahmedabadના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના શંકાસ્પદ મોતના મામલે તપાસ આગળ વધી રહી છે. આ કેસમાં FSL દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે, પરંતુ તેમાં મોત કુદરતી હતું કે હત્યા, તે અંગે કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે પોલીસ દ્વારા લાઈવ ડિટેક્શન ટેસ્ટ (LDT) કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેથી ઘટનાની હકીકત બહાર આવી શકે.

  • 18 Apr 2026 12:19 PM (IST)

    ભરૂચ: ચીકલીગર ગેંગના 6 સાગરીતોની પોલીસે કરી ધરપકડ

    ભરુચ જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં ચીકલીગર ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ટોળકીએ ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં રૂ. 3.16 કરોડની ચોરીને અંજામ આપ્યો હતો. કંપનીનો કિંમતી સામાન અટાલી ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો, જેના વિશે માહિતી મળતાં આરોપીઓએ વી-લોજીસ્ટિક્સના વેરહાઉસમાં હાથફેરો કર્યો હતો. તસ્કરોની આ ટોળકીએ કરોડો રૂપિયાના પાર્ટ્સની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને માનવ સ્રોતોની મદદથી તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ રૂ. 3.16 કરોડનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

  • 18 Apr 2026 11:31 AM (IST)

    બનાસકાંઠાઃ તલવાર સાથે આવેલા ઇસમોએ મચાવ્યો આતંક

    બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢ હાઈવે પર આવેલા દર્શન પ્લાઝા પાસે તલવાર સાથે આવેલા અજાણ્યા ઇસમોએ આતંક મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઇસમોએ સ્થળ પર હાજર લોકોમાં ભય ફેલાવીને મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે, જ્યારે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

  • 18 Apr 2026 10:46 AM (IST)

    ભરૂચ: આમોદમાં મગરે કર્યો એક યુવકનો શિકાર

    ભરુચ જિલ્લાના આમોદ તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જુના દાદાપોર ગામ પાસે મગરે એક યુવકનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ જાફરપરાનો યુવક ઢાઢર નદી પાર કરી રહ્યો હતો ત્યારે મગરે તેને પકડી નદીમાં ખેંચી ગયો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકોએ તરત જ નાવની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી છે, જ્યારે પ્રશાસન અને બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી રહી છે.

  • 18 Apr 2026 09:43 AM (IST)

    સુરેન્દ્રનગરઃ લીંબડીની વોરા સોસાયટીના મકાનમાં ભીષણ આગ, 2ના મોત

     સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી ખાતે આવેલી વોરા સોસાયટીના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોબાઇલ બેટરી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. રાત્રીના સમયે આગ લાગતાં મકાનમાં રહેલા ત્રણ લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી દંપતીનું કમકમાટી ભર્યું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તરત જ સ્થળ પર પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી છે.

  • 18 Apr 2026 08:51 AM (IST)

    સુરતઃ વધુ એક ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં

    સુરતમાં વધુ એક ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. વોર્ડ નંબર-8ની ઉમેદવાર વંદના ઘોઘારી સામે સંતાન અંગે વિવાદ ઊભો થયો છે. આક્ષેપ છે કે બે કરતાં વધુ સંતાન હોવા છતાં તેમણે સોગંદનામામાં તેનો ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસે આ મામલે ગંભીર આક્ષેપો લગાવીને ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

  • 18 Apr 2026 08:05 AM (IST)

    નવસારીઃ મનપા દ્વારા કોંગ્રેસનું કાર્યાલય કરાવાયું બંધ

    નવસારીમાં મનપા તંત્ર દ્વારા કોંગ્રેસનું કાર્યાલય બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર-2માં કોંગ્રેસ દ્વારા મંજૂરી વિના કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના આધારે મામલતદારના આદેશ બાદ મનપાએ પગલું લીધું. કાર્યાલય બંધ કરાવાતા કોંગ્રેસ ઉમેદવાર વિપુલ મકવાણાએ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખાનગી માલિકીની જગ્યામાં મંજૂરી લેવાની જરૂર નથી, છતાં પણ તેઓએ નિયમ મુજબ મંજૂરી મેળવીને કાર્યાલય શરૂ કર્યું હતું. સાથે જ તેમણે આ કાર્યવાહી ભાજપના ઇશારે કોંગ્રેસ વિરુદ્ધ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

  • 18 Apr 2026 07:36 AM (IST)

    અમેરિકા-ઇરાન શાંતિ વાર્તાને લઇને સૌથી મોટો દાવો

    અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે શાંતિ વાર્તાને લઇને મહત્વપૂર્ણ દાવો સામે આવ્યો છે. જાણકારી મુજબ બંને દેશો વચ્ચેની બીજા તબક્કાની ચર્ચા આવતી સોમવારે યોજાઈ શકે છે અને તેની માટે Pakistanનું નામ સંભવિત સ્થળ તરીકે સામે આવ્યું છે. જો આ બેઠક યોજાય છે, તો તે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ ઘટાડવા અને મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

  • 18 Apr 2026 07:35 AM (IST)

    હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના ટ્રમ્પના દાવાને ઇરાને ફગાવ્યો

    ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને Mohammad Bagher Ghalibafએ કડક શબ્દોમાં ફગાવી દીધો છે. કાલીબાફે જણાવ્યું કે ટ્રમ્પે એક કલાકમાં કરેલા સાતેય દાવા સંપૂર્ણપણે ખોટા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાકાબંધીની પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહી શકે નહીં અને ત્યાંથી પસાર થવા માટે ઇરાનની મંજૂરી અનિવાર્ય રહેશે. વધુમાં તેમણે કહ્યું કે જહાજોને નિર્ધારિત માર્ગ પરથી જ પસાર થવું પડશે અને હોર્મુઝ સંબંધિત નિયમો જમીનસ્તરે નક્કી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પરના નિવેદનો દ્વારા હોર્મુઝ ખુલ્લું રહેશે કે બંધ તે નક્કી થતું નથી, એવો પણ તેમણે ભાર મૂક્યો.

  • 18 Apr 2026 07:34 AM (IST)

    કચ્છઃ ભુજના લોડાઇ ગામમાં પકોડીની લારીઓ પર પ્રતિબંધ

    કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઇ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સતત બીજા દિવસે વધુ 34 નવા કેસ નોંધાતા કુલ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. વિભાગ દ્વારા ગામમાં વ્યાપક સર્વે હાથ ધરાયો હતો, જેમાં 2671 લોકોની તપાસ કરવામાં આવી. ઉપરાંત શંકાસ્પદ ખાદ્યપદાર્થોના 6 સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રોગચાળો વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલા તરીકે ગામમાં પકોડીની લારીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Published On - 7:31 am, Sat, 18 April 26

Follow Us