
આજે 18 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદના બાપુનગરમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. સોનુ શર્મા નામના વ્યક્તિએ, પોતાના પિતાની હત્યા કરી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધીને પોલીસે હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી છે.
દિયોદર પોલીસ મથકના એ.એસ.આઇ ભૂરાજી રાજપુતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાત દિવસ અગાઉ પોલીસ કર્મી એએસઆઈ ભુરાજી રાજપૂતે, બનાસકાંઠાના એસપી અને પોલીસ વિરોધ વીડિયો વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં એસપી દ્વારા કરાતી હેરાનગતિને લઈને કેનાલમાં પડીને આપઘાત કરવાનું નિવેદન કર્યું હતું. બે દિવસ અગાઉ ભૂરાજી રાજપુત નાટકીય રીતે ઘરે હાજર થઈ ગયા હતા અને નિવેદનોને ખોટા ગણાવ્યા હતા. જિલ્લા પોલીસવડાએ, એએસઆઈ ભુરાજી રાજપૂતને સસ્પેન્ડ કર્યા છે.
ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં ગેસ ગળતરની ઘટના ઘટવા પામી છે. ગેસ ગળતરથી 2 લોકોના થયા મોત છે.
મૃતક 15 ફૂટ ઉંડી સેફટી ચેમ્બરની કરી રહ્યા હતા સફાઈ. એ સમયે મકાન માલિક અને તેના પરિવારજનો ઉપર પણ ગેસ ગળતરની અસર થવા પામી હતી. મૃતકમાં બીલખાના દિલીપ વાઘેલા અને દિપક ચૌહાણનો સમાવેશ થાય છે. મૃતક બન્ને સાળા અને બનેવી હતા. ધર્મેન્દ્ર કુબાવત નામની વ્યક્તિના ઘરે કરી રહ્યા હતા સફાઈ એ સમયે બની ઘટના. મકાન માલિક ધર્મેન્દ્ર કુબાવત અને તેના પરિજનને પણ અસર પહોંચેલ છે.
સાણંદના મખીયાવ ગામની રહેવાસી પ્રીતિકાબેન અને પુત્રી પિનલે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્રીજા ધોરણમાં ભણતી દીકરી સાથે માતાએ આત્મહત્યા કરતા સમયે 30,000 રૂપિયા આપતા નથી, એવુ લખીને આત્મહત્યા કરી હતી. કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલ માંથી બે મૃતદેહો મળ્યા હતા. માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી છે. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુભાઈ જોડેથી 30 હજાર રૂપિયા લેવાના છે, જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.
લો બોલો, અમદાવાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે એકબીજાને સોશિયલ મીડિયામાં બતાવી હદ. પરંતુ જે સમસ્યા માટે બન્ને એ પોતાની હદ ના હોવાનુ રટણ કર્યુ તે સમસ્યા તો ઉકેલાયા વિનાની જ રહેવા પામી છે.
બોપલના વકીલ બ્રિજ અને સાઉથ બોપલના શોબો પાસે ટ્રાફિક જામની સ્થિતિને લઈને એક રાહદારીએ સોશિયલ મીડિયા X પર ટ્વીટ કર્યું હતું. ટ્વીટ ના જવાબ પર અમદાવાદ પોલીસે, ગ્રામ્ય પોલીસ હદને લઈ આપ્યો જવાબ. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ટ્વીટને રિ ટ્વિટ કરી વળતો જવાબ આપીને કહ્યું કે, ફોટોમાં દેખાતો રોડ બોપલનો રોડ ના હોવાનું જણાવ્યું.
શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ટ્રાફિક જામને લઈ ટ્વીટ પર વોર જોવા મળી હતી. ટ્રાફિકની સ્થિતિ મામલે શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ એક બીજાને જાણ કરી હોવાનું ટ્વીટમાં કરી રહ્યા છે ઉલ્લેખ. બોપલના વકિલ બ્રિજ પાસે વાહનચાલકો રોંગ સાઇડ પર આવતા અનેક વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
સુરત માંડવીમાં, કાજુ ભરેલો ટેમ્પો પલ્ટી માર્યો, લોકોએ લૂંટ મચાવી હતી. મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. ટેમ્પો પલ્ટી મારી જતા, તેમા ભરેલા કાજુના કેરેટ રોડ પર પડ્યા હતા. રાહદારીઓ, વાહન ચાલકોએ ત્યાં ઊભા રહીને જ કાજુની જયાફત ઉડાવી હતી. મદદ કરવાની જગ્યાએ લોકોએ કાજુ ખાવાની મઝા લીધી હતી.
ગુજરાતમાં આજે શુક્રવાર 18મી એપ્રિલના રોજ સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર નોંધાઈ છે. કંડલા એરપોર્ટ પર મહત્તમ ગરમીનો પારો 43.8 ડિગ્રીએ અટક્યો હતો, તો રાજકોટ શહેર બીજા નંબરનુ સૌથી ગગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં ગરમીનો પારો 42.8 ડીગ્રીએ પહોચ્યો હતો. અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.6 ડિગ્રીએ અટકયો હતો. ગુજરાતના વિવિધ શહેરમાં નોંધાયેલ ગરમીના પ્રમાણ પર કરીએ એક નજર ( તાપમાન ડિગ્રીમાં)
અમદાવાદ 42.6
ડીસા 41.6
ગાંધીનગર 41.6
વલ્લભવિદ્યાનગર 40.3
વડોદરા 40.6
સુરત 36.4
ભુજ 41
નલિયા 36
કંડલા એરપોર્ટ 43.8
ભાવનગર 41.2
દ્વારકા 31.6
ઓખા 32.8
પોરબંદર 35.2
રાજકોટ 42.8
વેરાવળ 31.3
સુરેન્દ્રનગર 42.5
કેશોદ 39.7
પંચમહાલના ગોધરા વડોદરા હાઇવે પર આવેલ તૃપ્તિ હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે, બાઇક ચાલકને લીધા હતા અડફેટે. ત્રણ બાળકી અને પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘોઘંબા તાલુકાના બોર ગામેથી લગ્ન પ્રસંગમાં ગોધરાના સારંગપુર ખાતે પરિવાર આવ્યો હતો તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી.
સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઇવે પર પ્લાન્ટમાં આગ લાગી છે. વખતપર ગામ પાસે આવેલ વરૂણ પ્રોક્રોન પ્રા.લિમિટેડ પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. ઇલેક્ટ્રીક થાંભલામાંથી વાયર પડતા આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ કામે લાગ્યું છે. ઈલેક્ટ્રોનિક સાધનો સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈલેક્ટ્રીક વાહનોને લઈને રાજ્ય સરકારે મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના વેચાણની વૃદ્ધિ થાય અને પ્રદુષણ કાબૂમાં રહે તે માટે રાજ્ય સરકારે ઈલેક્ટ્રીક વાહનો પર 5 ટકા ટેક્સની છૂટ આપી છે. હવે ઈવી પર ટેક્સ ઘટીને માત્ર 1 ટકા થયો છે. 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક વાહનો પર પાંચ ટેક્સ છૂટ રહેશે. વાહન 4.0 પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ઓનલાઈન નોંધણી કરાવીને લઈ શકાશે ટેક્સનો લાભ. ગુજરાતના રાજ્યકક્ષાના
ગૃહ પ્રધાન અને વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી એન્કલેવમાં આગની ઘટના બની છે. લક્ષ્મી એન્કલેવની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવાયો છે.
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. .
અમદાવાદના સેટેલાઇટના ઘરફોડ ચોરીના રીઢા આરોપી, પોલીસ જાપ્તામાંથી ફરાર થતા, બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Asi કલ્પેશકુમાર અને LRD મોતીભાઈ મોમાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોલા પોલીસની કસ્ટડીમાં સોલા સિવિલમાંથી આરોપી થયો હતો ફરાર. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ અધિકારીએ, સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી શરૂ કરી છે.
હવામાન વિભાગે, ગુજરાતમાં ગરમીને લઈને આજે કચ્છ અને રાજકોટમાં યલો અલર્ટની આગાહી કરી છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જો કે ત્યારબાદના 2 દિવસ બાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવતીકાલથી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે તેવી આગાહી કરવામાં આવી છે. 19 એપ્રિલ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે.
ગુજરાતવાસીઓને ગરમીથી મળશે આંશિક રાહત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તારીખ 19 થી 21 એપ્રિલ દરમિયાન ગરમીથી રાહત મળશે. વિવિધ જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં ઘટાડાના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગરમીમાં રાહતનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં તાપમાન ઘટીને 37 થી 38 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
સુરત : કામરેજના ગળતેશ્વર તાપી નદીમાં 3 લોકો ડૂબ્યા છે. એક મહિલા અને બે પુરૂષોના નદીમાં ડૂબવાથી મોત થયુ. મહિલા બાદ અન્ય બે પુરૂષોના મૃતદેહ પણ બહાર કઢાયા. ફાયર ટીમે તાપી નદીમાંથી ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા. કતારગામથી કુલ 5 લોકો ફરવા આવ્યા હતા. 5 પૈકી 3 લોકોના ડૂબી જવાથી મોત થયા.
રાજકોટમાં 25 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટે છાશનું વિતરણ કર્યું હતું. ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કર્યુ હતુ. છાશ આરોગ્યા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. 10 જેટલા બાળકોને સારવાર અર્થે ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઈ. હાલ તમામ બાળકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું.
અમદાવાદઃ વૈશ્વિક પરિબળોને કારણે સોનામાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. ઊંચા ભાવને કારણે સોની બજારમાં ભારે મંદી જોવા મળી છે. ગ્રાહકોને રાહ જોવા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે સલાહ આપી. અમેરિકાના ટેરિફની ધમકીઓને કારણે વિશ્વમાં સોનામાં તેજી છે. વિશ્વભરમાં રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે. ભારત સહિત અનેક દેશની સરકારો સોનાથી વિનિમય કરી રહી છે.
ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા, તોફાન, કરા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને પહાડી વિસ્તારોમાં ચેતવણી જારી કરી છે. ભારે પવન અને વીજળી પડવાની પણ શક્યતા છે. રાજસ્થાનમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. 18-20 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ભારે કરા પડવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ અને તોફાનની શક્યતા છે.
Published On - 7:22 am, Fri, 18 April 25