17 જુલાઈના મોટા સમાચાર : દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવાયો, સિંઘુ બોર્ડર પર નો એન્ટ્રી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 12:01 AM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 જુલાઈના મોટા સમાચાર : દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવાયો, સિંઘુ બોર્ડર પર નો એન્ટ્રી
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 17 જુલાઈ સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો દેશ દુનિયા અને રાજ્યના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jul 2023 11:12 PM (IST)

    Agra: યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પર પણ મુશ્કેલીના વાદળો, 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલમાં પહોંચ્યું

    યમુના નદીના (Yamuna River) જળસ્તરમાં વધારો થવાને કારણે તાજનગરીના હૃદયના ધબકારા વધી ગયા છે. જળસ્તરમાં વધારો થવાને કારણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પર પણ મુશ્કેલીના વાદળો મંડરાતા જોવા મળી રહ્યા છે. તાજમહેલની પાછળની બાજુએ વહેતી યમુના નદીનું પાણી તાજમહેલની બાઉન્ડ્રી વોલને સ્પર્શવા લાગ્યું છે અને તેની બાજુમાં બનેલો દશેરા ઘાટ પાણીમાં ડૂબી ગયો છે. યમુનાનું પાણી 45 વર્ષ બાદ તાજમહેલમાં પહોંચ્યું છે.

    સોમવારે યમુના નદીનું જળસ્તર 497.20 ફૂટ પર પહોંચી ગયું છે. પાણીની સ્થિતિને જોતા, તાજમહેલ પર બનેલા તાજવ્યૂ પોઈન્ટને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે યમુનાનું પાણી તાજવ્યૂમાં પણ પ્રવેશી ગયું છે. તાજમહેલની સુરક્ષા માટે પાછળની બાજુમાં મહતાબમાં બનેલી તાજ પોલીસ ચોકી પણ પાણીથી ભરાઈ ગઈ હતી. જેના કારણે ત્યાં તૈનાત પોલીસકર્મીઓને હંગામી પોસ્ટમાં ખસેડવામાં આવી રહ્યા છે.

  • 17 Jul 2023 10:48 PM (IST)

    નોઈડા ATSએ સીમા હૈદરની 8 કલાક સુધી પૂછપરછ કરી

    નોઈડા ATSએ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની 8 કલાક પૂછપરછ કરી હતી. તે નોઈડા એટીએસ ઓફિસમાંથી બહાર આવી છે. ATSએ સચિન અને સચિનના પિતાની પણ પૂછપરછ કરી છે.

  • 17 Jul 2023 10:43 PM (IST)

    Rajkot: 17 વર્ષિય વિદ્યાર્થીને શાળામાં હાર્ટએટેક આવતા મોત, CCTV આવ્યા સામે

    Rajkot: રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી આજે પોતાના ક્લાસરૂમમાં બેઠો હતો. ત્યારે અચાનક જ બેભાન થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે 108 અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 17 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ટૂંકા ગાળામાં હવે કિશોર અવસ્થામાં પણ હાર્ટએટેકના વધતા જતા કિસ્સાઓ સમાજ માટે જરૂર ચિંતાજનક છે.

  • 17 Jul 2023 10:14 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ યથાવત

    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણના અહેવાલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બંને તરફથી ગોળીબારના અવાજ સંભળાય છે. ફાયરિંગના અવાજ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.

  • 17 Jul 2023 10:13 PM (IST)

    રાજકોટમાં નશામાં ધૂત સ્કૂલ રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓને શાળાને બદલે આમતેમ ફેરવ્યા, વાલીઓને બાળકો અન્ય સ્થળે મળ્યાં

    રાજકોટ માં વાલીઓને ચિંતા કરાવી દે એવી ઘટના સામે આવી છે. રિક્ષા અને સ્કૂલ વાનમાં ડ્રાયવરના ભરોસે બાળકોને શાળાએ મોકલનારા વાલીઓને માટે ચેતી જવા રુપ આ કિસ્સો છે. રાજકોટમાં શાળાએ જવા માટે બાળકોને લઈને રિક્ષા ચાલક નિકળ્યા બાદ તે સ્કૂલમાં પહોંચ્યો જ નહોતો. બાળકો શાળા છૂટ્યા સમય બાદ ઘરે પરત નહીં ફરતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા. આ માટે વાલીઓએ બાળકોના મોડા થવાને લઈ ચિંતામાં શાળાનો સંપર્ક કર્યો હતો. પરંતુ શાળામાંથી જવાબ મળ્યો એ ચોંકાવનારો હતો. બાળકો શાળાએ આવ્યા જ નહીં હોવાનુ શાળાએ જણાવ્યુ. આમ વાલીઓના જીવ આ સાંભળી ઉંચા થઈ ગયા હતા.

  • 17 Jul 2023 09:50 PM (IST)

    અમદાવાદના મણિનગરમાં ત્રણ ભૂવા પડતા લોકોમાં ભય, કેડિલા બ્રિજ પાસે પડ્યો મોટો ભૂવો

    અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જારી છે. શહેરના અનેક વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે અને આમ ભૂવાની હારમાળા સર્જાઈ રહી છે. બીજી તરફ તંત્રની પોલ પણ ભૂવાઓ ખોલી રહ્યા હોય એમ અટકવાનુ નામ નથી લઈ રહ્યા અને વાહનચાલકોમાં ભૂવાને લઈ ભય વ્યાપી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પગપાળા કે વાહન લઈને રસ્તા પરથી પસાર થવા દરમિયાન ભૂવામાં પડવાનો ડર લાગી રહ્યો છે. શહેરમાં એવુ અનેક વાર બન્યુ છે કે, વાહનો કે આખી બસ ભૂવામાં ખાબકી હોય આ દ્રશ્યો ભૂવાને જોઈને નજર સામે તાજા થઈ જતા હોય છે.

  • 17 Jul 2023 09:05 PM (IST)

    Ahmedabad: હાઈકોર્ટની ફટકાર બાદ પણ નિયમોની ઐસીતૈસી, GPCBએ 3323 એકમોને નોટિસ આપી, માત્ર ચાર ફેક્ટરી સામે જ કાર્યવાહી

    એકતરફ ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવાના મોટા મોટા દાવા કરાઈ રહ્યા છે. બીજી તરફ લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચાડે તે રીતે ફેક્ટરી- કારખાનાઓ પ્રદૂષણ ઓકી રહ્યા છે. તેમ છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. માત્ર એક્શન અંડર પ્રોસેસના નામે બચાવ કરી રહ્યુ છે. ખુદ કેન્દ્રીય પર્યાવરણ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતમાં 4606 એકમો એવા છે જે પર્યાવરણના નિયમોનો અમલ જ કરતા નથી.

  • 17 Jul 2023 08:41 PM (IST)

    IIT ગાંધીનગરનું ક્રિએટિવ લર્નિંગ સેન્ટર એક જાદુઈ દુનિયા: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) રવિવારે IIT ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ વિશે જણાવ્યું હતું કે તે એક જાદુઈ વિશ્વ છે, સાથે જ તે આનંદદાયક અને અનુભવી શિક્ષણને નવા સ્તરે લઈ જાય છે.

    IIT ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ સાથેના તેમના ઘણા ફોટા શેર કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે IIT ગાંધીનગર ખાતેનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ ખરેખર એક જાદુઈ દુનિયા છે. આ કેન્દ્ર આનંદકારક અને પ્રાયોગિક શિક્ષણને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઈ રહ્યું છે. તે આંતરિક સર્જનાત્મકતાને નવેસરથી પોષે છે અને લોકોમાં જિજ્ઞાસા પણ પેદા કરે છે. આ કેન્દ્ર નાનપણથી જ શીખનારાઓમાં રમકડાં, વિવિધ પ્રવૃત્તિઓ, પ્રદર્શનો અને DIY તકનીકો દ્વારા વૈજ્ઞાનિક સમજ વિકસાવે છે.

  • 17 Jul 2023 07:46 PM (IST)

    ચીનના વિદેશ પ્રધાન ચિન ગાંગ થયા ‘ગુમ’, 21 દિવસથી નથી કોઈ અતોપતો!

    China Foreign Minister Missing: ચીનના વિદેશ મંત્રી ચિન ગાંગ (Qin Gang) ગાયબ થઈ ગયા છે. ત્રણ અઠવાડિયાથી તેમનું ઠેકાણું જાણી શકાયું નથી. ચીનના વિદેશ મંત્રી એવા સમયે ‘ગુમ’ થયા છે જ્યારે ચીનમાં રાજદ્વારી ગતિવિધિઓ વધી છે. અમેરિકી રાજદ્વારી જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઈજિંગ પહોંચ્યા છે. પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. બધા પૂછે છે કે ચિન ગાંગ ક્યાં છે? રાજદ્વારી તરીકે લાંબો સમય વિતાવનાર ચિન ગાંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.

    ચીનના વિદેશ મંત્રીનું પદ સંભાળતા પહેલા ચિન ગાંગ યુએસ એમ્બેસેડર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને અમેરિકન બાબતોનું ઊંડું નોલેજ છે. વિદેશ મંત્રી તરીકે તેમણે ચીન-અમેરિકા સંબંધોને પાટા પર લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. બંને દેશો વચ્ચેના તોફાની સંબંધોને પાટા પર લાવવા માટે તેઓ જૂનના મધ્યમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્થોની બ્લિંકનને મળ્યા હતા. ત્યારપછી ચિન ગાંગ 25 જૂને શ્રીલંકા, વિયેતનામ અને રશિયાના અધિકારીઓને મળ્યા, પરંતુ તે પછી કોઈએ તેમને જોયા નહીં.

  • 17 Jul 2023 06:45 PM (IST)

    ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે.લાંગા વિરૂદ્ધ થયેલી ફરિયાદનો મામલો, કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    1. ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે.લાંગા વિરૂદ્ધ થયેલી ફરિયાદનો મામલો
    2. કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
    3. 21જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર..
    4. પોલીસે વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
  • 17 Jul 2023 06:34 PM (IST)

    Surat: 5 હજારમાં બોગસ લાયસન્સ અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ SOGએ ઝડપી પાડ્યું

    Surat Crime: સુરત શહેર SOG પોલીસે બોગસ દસ્તાવેજો અને માર્કશીટ બનાવવાનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રૂપિયા 5 હજારમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ અને બોગસ માર્કશીટ બનાવી આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 65 આધારકાર્ડ, 17 ડ્રાઈવિંગ લાયસન્સ અને 3 સ્કૂલ એલસીનો સમાવેશ થાય છે. સુરત પોલીસને આ અંગે બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજો બનાવી આપતા હતા. જેને લઈ વધુ લોકો શિકાર બને તે પહેલા તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી. અને આરોપીઓ પર રેડ કરી ઝડપી પાડ્યા છે.

  • 17 Jul 2023 05:52 PM (IST)

    Gujarat Latest News : ગુજરાત ATS માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કર્મચારીઓને મળશે 45 % જેટલું હાઈરિસ્ક એલાઉન્સ

    ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટીએસ જે રીતની કામગીરી કરી રહી છે તેને ધ્યાને રાખીને એટીએસના કર્મચારીઓને હાઈ રિસ્ક એલાઉન્સ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. ATS ના પોલીસ અધિકારીઓ – કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 % જેટલું હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે.

  • 17 Jul 2023 05:48 PM (IST)

    Gujarat Latest News : સંસદના ચોમાસુ સત્રમાં સરકાર તરફથી 26 બિલ લાવવાની તૈયારી

    સરકાર સંસદના ચોમાસુ સત્રમાં 26 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર ચોમાસુ સત્રમાં દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ બિલને પાસ કરાવવાનો પણ પ્રયાસ કરશે. આ સાથે જ પબ્લિક ટ્રસ્ટ અને ડેટા પ્રોટેક્શન જેવા મહત્વના બિલોને પણ ચોમાસુ સત્ર માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ચોમાસુ સત્રમાં 19 નવા બિલ લાવવામાં આવશે.

  • 17 Jul 2023 05:12 PM (IST)

    Gujarat Latest News : એટીએસની ટીમ સીમા હૈદર, સચિન અને સચિનના પિતાની પૂછપરછ કરી રહી છે

    પાકિસ્તાનની સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી વચ્ચે હવે ATS આવી ગઈ છે. સીમા હૈદરના પાકિસ્તાન કનેક્શનની તપાસ માટે એટીએસની ટીમ સીમા હૈદર, સચિન અને સચિનના પિતાની પૂછપરછ કરી રહી છે. જણાવી દઈએ કે આજે સવારે એટીએસની ટીમ સચિનના ઘરની બહાર સાદા કપડામાં હાજર હતી. એટીએસની ટીમ ત્રણેયને પૂછપરછ માટે લઈ ગઈ ત્યારે મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

  • 17 Jul 2023 03:51 PM (IST)

    Gujarat Latest News : રાજકોટમાં જ્વેલર્સના 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢતુ ઈન્કમટેક્સ

    રાજકોટમાં જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. દરોડા દરમિયાન 12 કરોડની જ્વેલરી અને રોકડ પણ મળી આવ્યા છે. છ દિવસ સુધી 32 જેટલા સ્થળોએ તપાસ ચાલી હતી. દરોડા દરમિયાન અનેક મિલ્કત સબંધી ફાઇલો પણ મળી આવી છે તેને લઇને તપાસ હાથ ધરાઇ છે. IT વિભાગ દ્રારા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન હોવાનું કહેવાઈ રહ્યું છે. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.

  • 17 Jul 2023 03:35 PM (IST)

    Gujarat Latest News : રાજકોટની લાલ બહાદૂર સ્કૂલમાં બાળકનું શંકાસ્પદ મોત

    રાજકોટની લાલ બહાદૂર સ્કૂલમાં બાળકનું શંકાસ્પદ મોત થયું છે. વિદ્યાર્થી સ્કૂલમાં જ હતો ત્યારે ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી  સામે આવ્યા છે.

  • 17 Jul 2023 02:30 PM (IST)

    Gujarat Latest News : રાજકોટ શહેરમાં ખાનગી બસના પ્રવેશ પર પાબંધી

    રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસના (Private Bus) પ્રવેશ પર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે. માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ અંગે શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઇ રાજકોટ પોલીસ કમિશનરે શહેરમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હતું.

  • 17 Jul 2023 01:30 PM (IST)

    અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કરી આગાહી

    • હવામાન વિભાગની આગામી 7 દિવસને લઈને આગાહી
    • રાજ્યમાં 7 દિવસ વરસાદની કરી આગાહી
    • ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
    • રિજયનમાં મોટા ભાગના સ્થળે વરસાદ રહેશે
    • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
    • સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ
    • વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ
    • 17 થી 23 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.
    • 19 અને 20 જુલાઈએ સૌથી વધુ ભારે થી અતિભારે વરસાદ રહેશે
    • પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી
    • ઇસ્ટ વેસ્ટ ટ્રફ ના કારણ ભારે વરસાદની આગાહી
    • અમદાવાદમાં 7 દિવસ વરસાદ રહેશે
    • 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ રહેશે
    • રાજ્યમાં સીઝનલ વરસાદ 63 ટકા નોંધાયો
    • વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદમાં આજે ભારે વરસાદ
  • 17 Jul 2023 01:05 PM (IST)

    અમદાવાદ: યુદ્ધ કરવાના આશયથી ભારતની માહિતી ગેરકાયદે પાકિસ્તાનને પહોંચાડવાનો કેસ, 3 આરોપીઓ દોષિત જાહેર

    • અમદાવાદની વિશેષ અદાલત આપ્યો ચુકાદો
    • કેસમાં 3 આરોપીઓ દોષિત જાહેર
    • વર્ષ 2012માં પકડાયેલા ત્રણ આરોપી સામે ચાલી રહ્યો હતો કેસ
    • સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ ઉર્ફે સાકીર સાબીરભાઈ શેખ, નવસાદ અલી મકસુદ અલી સૈયદ વિરુદ્ધ નોંધાયો હતો ગુનો
    • આરોપીઓએ અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચવાનો આક્ષેપ
    • લેખિત માહિતીની સાથે સાથે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નકશો પણ તૈયાર કર્યાનો આક્ષેપ
    • ગુજરાત સિવાય રાજસ્થાનના જોધપુર આર્મી કેન્ટોનમેન્ટ તથા બીએસએફ હેડ ક્વાર્ટર ની પણ ગુપ્ત હકીકતો મોકલી હોવાનો આરોપ
    • 14 ઓક્ટોબર 2012 ના રોજ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી શરૂ કરી હતી તપાસ
    • આરોપીઓ વિરુદ્ધ કુલ 75 સાક્ષીઓએ આપી છે જુબાની
  • 17 Jul 2023 12:09 PM (IST)

    ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી, ભાજપના 3 ઉમેદવાર બિનફરીફ વિજેતા

    • ગુજરાત રાજ્યસભા ચૂંટણી
    • ભાજપના 3 ઉમેદવાર બિનફરીફ
    • વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ
    • 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં 3 સાંસદની થશે દિલ્લીમાં થશે શપથવિધિ
    • કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરાવ્યા ન હતા
    • ભાજપ દ્વારા ડમી ઉમેદવારોના ફોર્મ ખેંચાયા પાછા
    • ભાજપમાંથી રજની પટેલ, રઘુ હુંબલ તથા પ્રેરક શાહએ ભર્યા હતા ડમી ઉમેદવાર તરીકેના ફોર્મ
    • 3 વાગ્યા સત્તાવાર રીતે ચૂંટણી પંચ કરશે જાહેરાત
  • 17 Jul 2023 12:04 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 2 આતંકીઓ ઠાર

    ભારતીય સેના અને પોલીસે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

  • 17 Jul 2023 11:34 AM (IST)

    મોરબી જિલ્લા ભાજપમાં ભડકો યથાવત

    એક તરફ આજે રાજ્યસભાના સાંસદ તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાવા જઇ રહ્યા છે અને બીજી તરફ કેસરીદેવસિંહ ઝાલાની નિયુક્તિ વચ્ચે પણ મોરબી જિલ્લા ભાજપનો જુથવાદ પુરૂ થવાનું નામ લેતો નથી. રવિવારના રોજ વાંકાનેર ખાતે યોજાયેલા કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક જુથવાદ ઉડીને આંખે વળગે તે રીતે જોવા મળ્યો હતો. સન્માન સમારોહમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.એટલું જ નહિ ધારાસભ્યના ટેકેદારો પણ ગેરહાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોહન કુંડારિયાએ કોઇનું નામ લીધા વિના શાબ્દિક પ્રહારો કર્યા હતા.જેના પરથી વિધાનસભાની ચૂંટણી સમયથી મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચેના જુથવાદ સ્પષ્ટ વર્તાયો હતો.

  • 17 Jul 2023 11:13 AM (IST)

    સુરત: સાયણ 108ની ટીમની સરાહનીય કામગીરી

    • કાદવ-કીચડમાંથી 1 કિમી ચાલીને પ્રસૂતાની કરાવી ડિલિવરી
    • પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી
    • ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ ધરી
    • 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ નહોતી
    • પ્રસુતાએ બાળકીને જન્મ આપતા 1 કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર 108 સુધી લાવવામાં આવી
    • ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલાને સારવાર આપી બાળકી અને માતાને સાયણ રેફરલ હોસ્પિટલ ખસેડાયા
  • 17 Jul 2023 10:33 AM (IST)

    રાજકોટ: આરોગ્ય કેન્દ્રમાં કિંમતી સાધનો ખાઇ રહ્યા છે ધૂળ

    • RMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આવી સામે
    • આરોગ્ય કેન્દ્રમાં કિંમતી સાધનો ખાઇ રહ્યા છે ધૂળ
    • ફુલ્લી ઓટોમેટિક એનેલાઈઝર, ECG મશીન, ટીબી testing મશીન, કેમિકલ એનેલાઈઝર, CBC મશીન સહિતના કિંમતી મશીન અને અન્ય સાધનો ખરીદવામાં આવ્યા હતા.
    • જો કે મોટાભાગના સાધનો બંધ હાલતમાં છે.
    • આરોગ્ય કેન્દ્રનો દાવો વીજવોલ્ટના ઇસ્યૂના કારણે મશીનો બંધ હાલતમાં છે
    • આરોગ્ય વિભાગ દ્વારા ખરીદેલા 23 CBC મશીન અને 6 કેમિકલ એનેલાઇઝર બંધ હાલતમાં છે
  • 17 Jul 2023 10:18 AM (IST)

    સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો

    Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘ મુશળધાર વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 52.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ ખાબક્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો છે. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51.2 ટકા વરસાદ ખાબક્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 41.18 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 43.35 ટકા વરસાદ પડ્યો છે.

  • 17 Jul 2023 10:09 AM (IST)

    યુવતીને પરેશાન કરતો વિધર્મી યુવક ઝડપાયો, ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરતો હતો

    Gir Somnath : ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાચી ગામે વિધર્મી યુવકે હિંદુ યુવતીને પરેશાન કરી હોવાની ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંકુલમાં સાથે કામ કરતા યુવકે યુવતીની સાથે તસવીરો ખેંચી હતી. જે બાદ યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા દબાણ કરતો હતો. આરોપી વડાળા ગીરના આબીદ મુસા ખાંડાણીએ યુવતીના ભાઈનું અપહરણ (Kidnapping) કરવાની ધમકી આપી હતી.

  • 17 Jul 2023 10:07 AM (IST)

    NCPના બંને જૂથોએ ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યુ

    એનસીપીના અજિત પવાર જૂથે એક વ્હીપ જાહેર કરીને તમામ ધારાસભ્યોને શાસક પક્ષ સાથે બેસીને બેઠકમાં હાજરી આપવા જણાવ્યું છે. બીજી તરફ જિતેન્દ્ર અવહાને એનસીપીના તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને વિપક્ષમાં બેસવા અને વિપક્ષની એનસીપીની બેઠકમાં હાજરી આપવા જણાવ્યું છે.

  • 17 Jul 2023 09:22 AM (IST)

    પંચમહાલ: જાંબુઘોડા બોડેલી માર્ગ ઉપર આવેલ પુલ ઉપર પડ્યું ગાબડું

    • વહેલી સવારથી જાંબુઘોડા તાલુકામાં વરસેલા ત્રણ ઇંચ વરસાદને લઈને જાંબુઘોડા બોડેલી માર્ગ ઉપર આવેલ પુલ ઉપર પડ્યું ગાબડું
    • જાંબુઘોડા બોડેલી માર્ગ ઉપર આવેલા જુના પુલ પરનો માર્ગ ધોવાયા બાદ પડ્યું ગાબડું
    • પુલ પર પડેલા ગામડાને લઈને એક તરફનો માર્ગ કરાયો બંધ
  • 17 Jul 2023 09:03 AM (IST)

    દાહોદ: બે એસટી બસ સામ સામે અથડાતા અકસ્માત

    • વેલપુરા હાઇવે ઉપર બે એસટી બસ સામ સામે અથડાતા અકસ્માત
    • અકસ્માતમાં ડ્રાઇવર કંડક્ટર સહીત મુસાફરોને ગંભીર ઈજાઓ
    • ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મા હોસ્પિટલ ખસેડાયા

  • 17 Jul 2023 08:46 AM (IST)

    કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

    કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે જ્યારે કચ્છથી 27 કિમી દૂર દયાપર પાસે તેનું એપીસેન્ટર છે.

  • 17 Jul 2023 08:36 AM (IST)

    દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ફરી વધારો થયો

    દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ફરી એકવાર વધારો થયો છે. સવારે 7 વાગ્યે યમુનાનું જળસ્તર 205.48 મીટર નોંધાયું હતું, જ્યારે સવારે 7 વાગ્યા પહેલા છેલ્લા 3 કલાકમાં યમુનાનું જળસ્તર 205.45 મીટર હતું.યમુનામાં ખતરાના નિશાન 205.33 મીટર છે.

  • 17 Jul 2023 08:08 AM (IST)

    UP ATSએ સીમા હૈદર કેસમાં તપાસ શરૂ કરી

    સીમા હૈદર કેસમાં યુપી ATSએ તપાસ શરૂ કરી છે. સીમા પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળ થઈને ભારત આવી હતી.આ નેટવર્ક વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરની તપાસ કરવામાં આવશે.

  • 17 Jul 2023 07:58 AM (IST)

    UP ATSએ ISI એજન્ટની કરી ધરપકડ

    પાકિસ્તાનમાં પોતાના આકાઓને ભારતીય સૈન્ય મથકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાના આરોપમાં UP STF એ રવિવારે એક શંકાસ્પદ ISI એજન્ટની ધરપકડ કરી છે. સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રઈસ મુંબઈમાં અરમાન નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે તેને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે રાજી કર્યો હતો. એટલું જ નહીં, તેને પાકિસ્તાની નાગરિક દ્વારા દુબઈમાં પૈસા અને નોકરીનું વચન પણ આપવામાં આવ્યું હતું.

  • 17 Jul 2023 07:25 AM (IST)

    પૂંછમાં LoC પર શંકાસ્પદ ગતિવિધિ, સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

    J-K: જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિ જોવા મળ્યા બાદ ભારતીય સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

  • 17 Jul 2023 07:16 AM (IST)

    યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે, રસ્તાઓમાંથી ઓસરી રહ્યા છે પાણી

    ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 10 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરો ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાયા હતા, લોકોના ઘરોને નુકસાન થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ બની હતી, જ્યાં યમુનાએ ખતરાના નિશાનને વટાવી દીધું હતું. દિલ્હીના પોશ વિસ્તારો પણ પાણીના આક્રમણથી બચી શક્યા નથી.

  • 17 Jul 2023 06:47 AM (IST)

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

    Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 17 જુલાઈએ એટલે કે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

  • 17 Jul 2023 06:45 AM (IST)

    આજે 26 વિરોધ પક્ષોની બેઠકમાં સીએમ કેજરીવાલ પણ હાજરી આપશે

    2024ની લોકસભા ચૂંટણી માટે એકતા જાળવી રાખવાની લડાઈમાં આજે ફરી એકવાર વિપક્ષી દળોની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં 26 વિપક્ષી દળો હાજરી આપે તેવી શક્યતા છે. સ્ટેજ બેંગલુરુમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે. આવતીકાલે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વટહુકમનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ખુશ કેજરીવાલ આજની બેઠકમાં હાજરી આપશે.

Published On - Jul 17,2023 6:33 AM

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">