Gujarati NewsGujaratGujarat latest live news and samachar today 17 February 2026 politics weather updates daily breaking news national news International News Sports T20 Cricket World Cup 2026 Business top headlines in gujarati
આજે 17 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આજે 17 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
અમદાવાદની વિવિધ સ્કૂલોમાં ઈ મેઇલ દ્વારા બોમ્બ ઉડાવી દેવાની ધમકી મામલે સાયબર ક્રાઈમની તપાસ તેજ થઈ છે. આ ધમકી ભર્યા ઈ મેઈલ હોક્સ બોમ્બ થ્રેડ છે. સ્કૂલમાં આવતા ઈ મેઈલ માત્ર ડરાવવા માટે થઈ રહ્યા થયા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં મળી અલગ અલગ 7 ઈ મેઈલ ID નો ઉપયોગ થયો છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ કરી અપીલ. કોઈ પણ વાલી કે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. તમામ એજન્સી સતર્ક છે અને બધી એજન્સી સાથે મળી તપાસ કરી રહ્યા છે. ગઈ કાલે અલગ અલગ 20 સ્કૂલો ને ધમકી ભર્યા ઈ મેઈલ મળ્યા હતા અગાઉ 14 સ્કૂલને ધમકી ભર્યા ઈ મેઈલ આવ્યા છે. ધમકી ભર્યા ઈ મેઈલ પેર્ટન બદલાઈ છે જે દિશામાં સાયબર ક્રાઈમ તપાસ કરી છે..
17 Feb 2026 07:14 PM (IST)
અમદાવાદના પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઈઝમાં આગ લાગી, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
અમદાવાદના પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઈઝમાં આગ લાગી. આગની ઘટનાને ધ્યાને લઈને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓ પણ મોકલવામાં આવી રહી છે. ઓઇલ અને કેમિકલ ફેક્ટરી હોવાના કારણે મોટી આગ લાગી છે.
17 Feb 2026 06:46 PM (IST)
ગુજરાત વિધાનસભાનુ લાઈવ કવરેજ કરવા AAP ના ધારાસભ્યોનો પોસ્ટરો સાથે દેખાવ
વિધાનસભામાં AAP ના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ કવરેજ કરવા મુદ્દે પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. સાર્જન્ટને AAP ધારાસભ્યો પાસેથી પોસ્ટર લઈ લેવા સૂચના અધ્યક્ષે આપી હતી. સસ્તી પ્રસિધ્ધિ માટે AAPના ધારાસભ્યો પોસ્ટર લઈને આવ્યા હોવાનો અધ્યક્ષે ટકોર કરી હતી. અધ્યક્ષ પોતે નક્કી કરશે કે વિધાનસભામાં શું થશે. AAP ધારાસભ્યોને કોંગ્રેસ પાસેથી વિપક્ષની ભૂમિકા શીખવા સલાહ પણ અધ્યક્ષે આપી હતી. વિધાનસભાના પુસ્તકના નિયમો વાંચ્યા બાદ આવવા વિનંતી કરી હતી.
સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949 સુધારા વિધેયક વિધાનસભામાં પસાર થયું. આ સુધારા વિધેયક પસાર થતા, જમીન વ્યવહારોમાં કાયદાકીય સ્પષ્ટતા આવશે અને ગેરકાયદે જમીન તબદીલી પર અંકુશ આવશે. ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે.
17 Feb 2026 05:29 PM (IST)
ગૃહપ્રધાન અમિત શાહની ડિનર ડિપ્લોમસી, CM હાઉસમાં પ્રધાનો, બીજેપીના મોટા નેતાઓ રહેશે હાજર
ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ્થાને, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ડિનર ડિપ્લોમસી યોજાશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને ભોજન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા આ બેઠક મહત્વની માનવામાં આવે છે. આવતીકાલે વર્ષ 2026 – 27નું બજેટ રજૂ થાય તે પહેલા અમિત શાહ દ્વારા ડિનર ડિપ્લોમસી કરાશે. મુખ્યમંત્રી સહિત પ્રધાનો અને બીજેપીના મોટા નેતાઓ રહેશે હાજર.
17 Feb 2026 04:42 PM (IST)
હરિહરાનંદ ભારતી બાપુની સેવક છે કિર્તી પટેલ, સમગ્ર મામલે સાધુ સમાજનું ભેદી મૌન
જૂનાગઢ સહિત ગુજરાતભરમાં, કિર્તી પટેલ કોના સમર્થનથી મૃગી કુંડ સુધી આવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. કિર્તી પટેલના ભારતી આશ્રમના હરિહરાનંદભારતી બાપુ સાથે સબંધો. હરિહરાનંદ ભારતી બાપુની સેવક છે કિર્તી પટેલ. અગાઉ પણ હરિહરાનંદભારતી બાપુ અને કિર્તી પટેલ બંન્ને અનેક વખત સાથે જોવા મળ્યા છે. રાજદિપસિંહ રીબડા અને કિર્તી પટેલ વચ્ચે ઝઘડો ચાલતો હતો તેનું સમાધાન હરિહરાનંદ ભારતી બાપુએ કરાવ્યું હતું. સરખેજ આશ્રમનો વિવાદ હરિહરાનંદભારતી બાપુ અને ઋષિભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કિર્તી પટેલ હરિહરાનંદ ભારતી બાપુના સમર્થનમાં આવી હતી. શિવરાત્રીએ પણ હરિહરાનંદ બાપુ સાથે ડાયરામાં રૂપિયા ઉડાવતા જોવા મળી હતી. સમગ્ર મામલે સાધુ સમાજનું ભેદી મૌન
17 Feb 2026 03:52 PM (IST)
શિહોલીથી ગાંધીનગર આવતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી રીક્ષા નદીમાં ખાબકી
ગાંધીનગર સેક્ટર 30 ના શિહોલીથી ગાંધીનગર આવતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી રીક્ષા નદીમાં ખાબકી હતી. બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજ આસપાસ પતરા માર્યા ના હોવાથી આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સરકારી તંત્રની ભૂલ અને બેદરકારીને કારણે અકસ્માતની ઘટના બની. ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી. રીક્ષામાં ચાલક સિવાય પેસેન્જર હતા કે નહીં એ પણ હાલ તપાસનો વિષય છે.
17 Feb 2026 03:35 PM (IST)
વડોદરામાં વિદ્યાર્થીએ પ્રેંક કરવા બોંબની અફવાના ઈ મેઈલ કર્યા હોવાનું ખુલ્યું
પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારનુ નિવેદન
વિદેશના આઇપી એડ્રેસ પરથી ધમકી ભર્યા મેલ આવી રહ્યા છે. સાયબર ક્રાઈમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. ગઈકાલે સાંજે એક શાળામાં ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જેનું આઈપી એડ્રેસ વડોદરાનું હતું. એક બાળકે પ્રેંક કરવામાં માટે શાળામાં ધમકી ભર્યો મેલ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. દર વખતે દેશની નેશનલ બોર્ડર બહારથી જ ઇમેઇલ આવે છે. અત્યાર સુધી કોઈ પણ સ્થળેથી વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી નથી. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એ ચિંતા કરવાની જરૂર નથી. નાગરિકોની સુરક્ષા માટે શહેર પોલીસ સજ્જ છે.
17 Feb 2026 02:47 PM (IST)
સલમાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી
બોલીવુડના ભાઈજાન સલમાન ખાનના પિતાની બગડતી તબિયત બગડી છે. ચાહકો સમજી શકાય તેવી રીતે ચિંતિત છે. અહેવાલો સૂચવે છે કે 90 વર્ષીય સલીમ ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પિતાની બગડતી તબિયત વચ્ચે, સલમાન ખાન પણ હોસ્પિટલની બહાર જોવા મળ્યો છે. કડક સુરક્ષા વચ્ચે, અભિનેતા તેમના પિતાને મળવા લીલાવતી હોસ્પિટલમાં પહોંચ્યા.
#WATCH | Mumbai: Actor Salman Khan at Lilavati Hospital in Mumbai to see his father, veteran actor and film producer Salim Khan, who has been admitted here. pic.twitter.com/L43tZjgAPf
અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગર બાદ મહેસાણા કોર્ટને ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગર બાદ મહેસાણા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી. મહેસાણા ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ડિસ્ટ્રીક્ટ કોર્ટના ઈમેલ આઈડી પર ધમકી મળી. ધમકી બાદ કોર્ટ સંકુલને ખાલી કરાવાયું. મહેસાણા પોલીસ દ્વારા કોર્ટમાં ચેકિંગ કરી બંદોબસ્ત વધારાયો.
17 Feb 2026 02:39 PM (IST)
રાજ્યમાં 5.60 લાખ મતદારો વધીને કુલ મતદારો 4.40 કરોડ પર પહોંચ્યા
SIRની કામગીરી બાદ ગુજરાતની મતદાર યાદી જાહેર થઇ છે. રાજ્યમાં 5.60 લાખ મતદારો વધીને કુલ મતદારો 4.40 કરોડ પર પહોંચ્યા છે. 50 હજાર 963 BLOએ કામગીરી કરી. સાડા ત્રણ મહિનાની કામગીરી બાદ યાદી પ્રસિદ્ધ થઇ. મતદાર યાદીમાં 3.95 લાખ મતદારોના નામ દૂર કરાયા. ડાંગમાં સૌથી ઓછા 1,94,653 મતદાર છે. તો અમદાવાદમાં સૌથી વધુ 49,12,548 મતદાર છે.
મહેસાણા: ઊંઝા પાંજરાપોળમાં ફૂડ પોઈઝનિંગથી 7 પશુઓના મોત થયા છે. લીલો ઘાસચારો ખાધા બાદ પશુઓની તબિયત લથડી હતી. 3 ગાય અને 4 પાડા સહિત કુલ 7 અબોલ જીવોના મોત થયા છે. મકાઈના લીલા ચારાથી ઝેરી અસર થઈ હોવાનું તારણ છે. પશુ ચિકિત્સકો દ્વારા પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
ગુજરાતના નર્મદા અથવા સરદાર સરોવર ડેમ યોજનામાં ભાગીદાર રાજ્યો–મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતને કરોડો રૂપિયાની લેણી બાકી છે. આ યોજનામાં ત્રણેય રાજ્યોને પાણી અને અન્ય લાભ મળતા હોવા છતાં તેઓ આ લેણાને હજુ સુધી ચૂકવી શક્યા નથી, જેમાં સૌથી વધારે મધ્યપ્રદેશમાંથી લગભગ 4,881.36 કરોડ અને મહારાષ્ટ્ર તથા રાજસ્થાન પાસેથી પણ હજારોથી કરોડોમાં બાકી નાણાં ગણાયા છે, જેને લગતી લેણી ભારતમાં મહત્વપૂર્ણ રાજકીય અને આર્થિક મુદ્દો બની છે.આ મુદ્દાના સંદર્ભમાં કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ અમિત ચાવડાએ મૂખ્ય રાખીને કેન્દ્રથી અને ભાગીદાર રાજ્યો પાસેથી બાકી રકમ વસુલ કરવા માટે પગલાં લેવા જણાવ્યુ છે, અને જણાવ્યું છે કે જો આ રાજ્યો બાકી પૈસા આપે તો ગુજરાતમાં નર્મદા સાથે જોડાયેલા કાર્યો અને કેનાલના બાકીના કામો ઝડપથી પૂર્ણ થઈ શકે છે. તેઓએ પણ જણાવ્યું છે કે ડબલ એન્જિન સરકાર હોવા છતાં યથાવત બાકી પડતર છે અને વડાપ્રધાનના હસ્તક્ષેપથી ગુજરાતને તેનું નાણાં પાછું મેળવવામાં મદદ મળી શકે તેમ છે.
17 Feb 2026 01:46 PM (IST)
પાટણઃ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલાનો પ્રયાસ
પાટણઃ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલાનો પ્રયાસ થયો છે. વકીલ રૂમમાં ઘૂસીને હુમલાનો પ્રયાસ કર્યો. પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે અટકાયત કરી. અટકાયત કરાયેલા શખ્શની પુછપરછ શરુ કરવામાં આવી છે.
17 Feb 2026 01:01 PM (IST)
મહીસાગર જિલ્લામાં જમીન માપણીની 2 વર્ષ માં 866 અરજીઓ મળી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મહીસાગર જિલ્લામાં જમીન માપણી અરજી પ્રકરણ વિરુદ્ધ સવાલો ઉઠ્યાં હતાં. મળતી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં 866 અરજીઓ મળી છે, જેમાં વર્ષ 2024માં 559 અને 2025માં 307 અરજીઓ નોંધાઈ છે. પરંતુ 866 પૈકી માત્ર 159 અરજીઓનું જ ભૂલ સુધારવામાં આવ્યું છે, જેને લીધે 707 અરજીઓ હજી પણ પડતર છે. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પેટા પ્રશ્નમાં સમગ્ર રાજ્યમાં પડતર ધરેલ અરજીઓનો આંકડો માંગ્યો હતો, પરંતુ મહેસૂલ મંત્રીએ આ પડતર અરજીઓના સંપૂર્ણ આંકડાઓ રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી.
17 Feb 2026 01:00 PM (IST)
નલ સે જલ યોજાનામાં થયેલી ગેરરીતિનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના આજે પ્રશ્નોત્તરી સત્રમાં નલ સે જલ (હર ઘર નલ સે જલ) યોજાનામાં ગેરરીતિ”નો મુદ્દો મહત્વપૂર્વક ઉઠ્યો હતો. સત્ર દરમિયાન મહિસાગર જિલ્લામાં આ યોજનાના અમલમાં ગેરરીતિઓ સામે આવી હતી અને જાણવા મળ્યું કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી છેલ્લા એક વર્ષમાં કુલ ૬૨૦ ગામોમાં તપાસ કરવામાં આવી છે, જેમાં આ યોજનાના કાર્ય સંબંધિત દસ્તાવેજો અને પાણી પુરવઠા કાર્યોની ગૌણ સ્થિતિ અંગે સી.આઈ.ડી. ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ જૂની હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઈલ દ્વારા ધમકી મળતા કોર્ટમાં અફરાતફરી મચી. પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવીને વધુ તપાસ હાથ ધરી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ
બ્લાસ્ટ લંચ બ્રેક સમયે થશેની ઈમેઈલમાં ધમકી હતી. આરડીએક્સ જેવા બ્લાસ્ટની ધમકી અપાઈ.
17 Feb 2026 11:50 AM (IST)
વલસાડઃ જિલ્લા કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
વલસાડઃ જિલ્લા કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઇ છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો. વલસાડ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી. કોર્ટની અંદર અને બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઇ.
17 Feb 2026 11:17 AM (IST)
રાજ્યમાં અનેક સ્થળે વાતાવરણમાં પલટો
રાજ્યમાં અનેક સ્થળે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. મહીસાગર જિલ્લા સહિતના સ્થળોએ વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી. માવઠું થાય તો ઘઉં, ચણા, મગફળી, મકાઈ, બાજરી સહિતના પાક અને શાકભાજીને નુકસાન થઈ શકે છે.
17 Feb 2026 10:45 AM (IST)
કચ્છ: અલક શક્તિ નામના જહાજમાં ભભૂકી આગ
કચ્છ: અલક શક્તિ નામના જહાજમાં આગ ભભૂકી ઉઠી. શારજા પોર્ટથી સિમેન્ટ ભર્યા બાદ એન્જિનમાં આગ ભભૂકી ઉઠી. યમન પાસે પહોંચતા જ જહાજમાં આગ લાગતા જહાજ બળીને ખાખ થઇ ગયુ છે. જહાજમાં સવાર સભ્યો દરિયામાં કૂદી જતાં આબાદ બચાવ થયો છે. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અલક શક્તિ જહાજ માંડવીમાં બન્યું હતું.
બાંગ્લાદેશમાં આજે તારિક રહમાન સરકારની શપથવિધિ યોજાવાની છે, જેમાં તારિક રહમાન વડાપ્રધાન પદના શપથ લેશે. Bangladesh Nationalist Party (BNP)ના અધ્યક્ષ તરીકે તેમણે તાજેતરની સામાન્ય ચૂંટણીમાં 297માંથી 209 બેઠકો જીતી ભવ્ય જીત નોંધાવી છે. સાંજે 4 વાગ્યે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તેમના શપથવિધિ સંચાલિત કરશે. શપથવિધિ સમારંભમાં ભારતમાંથી લોકસભાના સ્પીકર ઓમ બિરલા હાજરી આપશે. ઉપરાંત મોહમ્મદ Muizzu સહિત શ્રીલંકા અને તુર્કિયેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. કુલ અંદાજે 1,200 જેટલા મહેમાનો આ ઐતિહાસિક સમારંભમાં હાજર રહેવાની શક્યતા છે.
17 Feb 2026 08:04 AM (IST)
વડોદરા : અલકાપુરી વિસ્તારમાં યુવકની બેરહેમીથી પીટાઇ
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં એક યુવકની બેરહેમીથી પીટાઈનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, ઇન્ડિયાબુલ મોલમાં આવેલી એક ઓફિસમાં યુવકને બંધક બનાવી કેટલાક યુવાનો અને યુવતીએ બેફામ માર માર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં યુવક પર થપ્પડોના વરસાદ સાથે લાકડીઓથી હુમલો કરતા દ્રશ્યો જોવા મળે છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે.
17 Feb 2026 07:59 AM (IST)
ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો આજે બીજો દિવસ
ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે બીજો દિવસ છે, જેમાં બપોરે 12 વાગ્યે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. પ્રશ્નોત્તરી દરમિયાન જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા હાથ ધરાશે. ત્યારબાદ બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિનો નવમો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આવતીકાલે ગૃહમાં કુલ બે સરકારી વિધેયકો રજૂ થવાના છે, જેમાં ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક અને સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક પર ચર્ચા કરવામાં આવશે.
17 Feb 2026 07:47 AM (IST)
જમ્મુ-કાશ્મીર: બાળ સંરક્ષણ ગૃહમાંથી બે પાકિસ્તાનીઓ ભાગી ગયા
જમ્મુ-કાશ્મીરમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી બે પાકિસ્તાની કેદીઓના ફરાર થવાના બનાવે સુરક્ષા તંત્રને ચોંકાવી દીધું છે. માહિતી મુજબ, એક કેદીએ પોલીસ પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે. India–Pakistan સરહદી વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી ભાગેડુઓને ઝડપી શકાય. સાથે જ કેદીઓ પાસે પિસ્તોલ કેવી રીતે પહોંચી તે મુદ્દે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી દર્શાવે છે.
અમેરિકાનું રોડ આઇલેન્ડ અંધાધૂંધ ફાયરિંગથી ધણધણી ઉઠ્યું. આઇસ હોકી રિંગમાં ગોળીબારને પગલે ભારે અફરાતફરી મચી ગઇ. ફાયરિંગની ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.. પ્રાથમિક રિપોર્ટ અનુસાર ફાયરિંગ કરનાર એક યુવતી હતી. જેનું પણ મોત થયાના અહેવાલો છે. ઘટના બાદ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીએ કોઇ કૌટુંબિક વિવાદને પગલે આઇસ હોકી રિંગમાં ફાયરિંગને અંજામ આપ્યો હતો.. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
17 Feb 2026 07:44 AM (IST)
પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન આજે મળશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે સવારે ત્રણ દિવસની ભારત મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા. 2017 માં પદ સંભાળ્યા પછી આ તેમની ભારતની ચોથી મુલાકાત છે. ભારત અને ફ્રાન્સ તેમના સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. આજે, પીએમ નરેન્દ્ર મોદી મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારતની તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, મેક્રોન ગુરુવારે દિલ્હીમાં એઆઈ સમિટમાં પણ ભાગ લેશે. મેક્રોન અને તેમની પત્ની બ્રિજિટનું મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું.