16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવું હવે મોંઘુ પડશે, રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 100 ટેરિફ લાદશે ટ્રમ્પ

આજે 16 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવું હવે મોંઘુ પડશે, રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 100 ટેરિફ લાદશે ટ્રમ્પ
| Edited By: | Updated on: Sep 16, 2026 | 8:52 AM

LIVE NEWS & UPDATES

  • 16 Sep 2026 08:42 AM (IST)

    અમદાવાદ: તહેવારો પહેલા પોલીસ દ્વારા કોમ્બિંગ

    અમદાવાદમાં તહેવારો પહેલા શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે 20થી વધુ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસે તમામ ગુનેગારોના ઘરે જઈ યોગ્ય તપાસ કરી હતી. કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ગુનાહિત તત્વો પર નજર રાખવામાં આવી હતી.

  • 16 Sep 2026 07:54 AM (IST)

    ગીર સોમનાથ: વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ

    ગીર સોમનાથમાં નળીયા માડવી નજીક વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં કોડીનારથી દીવ જઈ રહેલા ચાર મિત્રો સવાર હતા. પાણીનો ભારે પ્રવાહ હોવાથી કાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી કારને ખાડીમાંથી બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો.


  • 16 Sep 2026 07:41 AM (IST)

    સુરેન્દ્રનગર: તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું

    સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવેલું સ્ટેજ અચાનક તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્ટેજ તૂટવાની સાથે લોખંડની એંગલ પણ નમી પડતાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, મેળો માણવા આવેલા લોકોએ તાત્કાલિક એંગલને ટેકો આપી પકડી રાખતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

  • 16 Sep 2026 07:36 AM (IST)

    24 કલાકમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં વરસ્યો 6.97 ઇંચ વરસાદ

    છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 6.97 ઇંચ નોંધાયો છે. કચ્છના અબડાસામાં 2.13 ઇંચ, મુંદ્રામાં 1.69 ઇંચ, નખત્રાણામાં 1.30 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ અને લખપતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ઓખા અને ખંભાળિયામાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 16 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આજે 16 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:35 am, Wed, 16 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.