ખેડા: યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ પૂર્ણિમાએ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. કારતક પૂર્ણિમાના અવસરે જ રાજા રણછોડ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા. રણછોડરાયજીના ડાકોર આગમનને આજે 869 વર્ષ પૂર્ણ થયા છે. ભક્ત બોડાણાની ભક્તિને વશ થઈ રણછોડરાય ડાકોર પધાર્યા હતા. શ્રદ્ધાળુઓને મન કારતક પૂર્ણિમાના દર્શનનો વિશેષ મહિમા છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો.
અમદાવાદ: અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાં ગાંધીનગર SMCની ટીમની તપાસ ચાલી રહી છે. ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 770 લીટર દેશી દારૂ સાથે 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.
અમદાવાદ: શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે છે. રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI-400ને પાર છે. રામોલ-હાથીજણમાં હવા સૌથી ઝેરી, AQI-452 નોંધાયો. વટવામાં AQI-449, રિવરફ્રન્ટ પર AQI-435 છે. શહેરમાં સરેરાશ AQI-225 નોંધાયો છે. પ્રદૂષિત હવાથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ વધવાની શક્યતા છે.
ગાંધીનગર: માણસામાં બાળક ચોરી કરતી મહિલા પકડાઇ છે. મહિલાનો વીડિયો આવ્યો સામે. લોકોએ ભેગા થઈ મહિલા બાળક ચોરવા આવી હોય એવો વીડિયો વાયરલ કર્યો. વીડિયોમાં મહિલા પર લોકોએ બાળક ચોરી કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે TV9 આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. હાલ રાજ્યમાં બાળક ચોરતી ગેગ એક્ટિવ થઈ છે એવી અફવાઓ વચ્ચે આ વીડિયો હાલ તપાસનો વિષય છે.
ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. જ્યાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
PM મોદીને ‘ડોમિનિકા ઓર્ડર ઑફ ઓનર’ પુરસ્કારથી સન્માનિત કરાશે. ગયાનામાં આયોજીત ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં સન્માનિત કરાશે. કોવિડ-19 દરમિયાન PM મોદીના યોગદાન બદલ અપાશે સન્માન. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય. હિંદુ નેતા તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટની જવાબદારી સોંપાઇ. 4 વખત ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે. કંગાળ પાકિસ્તાનમાં મોંઘવારી બોમ્બ ફૂટી શકે છે. પાકિસ્તાનમાં ફરી ઈંધણના ભાવ વધી શકે છે. પેટ્રોલમાં 4 અને ડીઝલમાં 5 રૂપિયાનો વધારો થઇ શકે છે. રાજસ્થાનમાં થપ્પડકાંડના આરોપી નરેશ મીણાની ધરપકડ બાદ સમર્થકોએ હંગામો કર્યો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. લોકોને વિખેરવા છોડાયા ટિયરગેસના શેલ. EDના ત્રણ રાજ્યોમાં દરોડા. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ બંગાળમાં 23 સ્થળોએ સર્ચ ચાલુ. બંગાળમાં લોટરીકાંડ સહિત મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારની આશંકાએ કાર્યવાહી. કડીની ભાગ્યોદય હોસ્પિટલે ડૉ.વજીરાણીની સાથે ફાડ્યો છેડો. હોસ્પિટલની તબીબોની યાદીમાંથી ડૉ.વજીરાણીના નામ પર મારી ચોકડી.