
આજે 15 જુન ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવનાને જોતા પશ્ચિમ રેલવેએ વધુ 12 ટ્રેન કેન્સલ કરી છે. જ્યારે 3 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 7 ટ્રેન નજીકના અન્ય સ્ટેશનથી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન જનારી ટ્રેન પર અસર થઈ છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. ત્યારે રેલ મંત્રાલય પણ વાવાઝોડાને લઇને સતર્કતા દાખવી રહ્યું છે.
પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત વિસ્તારમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક વધુ ટ્રેનોના સંચાલનને રદ કરવાનો અને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. જેમાં પ્રવર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે. રેલવે દ્વારા 7 ટ્રેનો રદ કરવામાં આવી છે તથા 3 ટ્રેનો ટૂંકા સમય માટે અને 4 ટ્રેનોની મુસાફરી ટૂંકી કરાઇ છે.
Gandhinagar, Gujarat | Around 22 people have been injured due to the storm. So far, there is no news of anyone’s death. 23 animals have died, 524 trees have fallen, and electric poles have also fallen in some places, due to which there is no electricity in 940 villages: Alok…
— ANI (@ANI) June 15, 2023
રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેની જાહેરાત, બિપરજોય વાવાઝોડાના પગલે કોઈ પણ જાનહાની નહી, સરકારના ઝીરો કેઝ્યુલ્ટીના પ્રયાસને મળી સફળતા. 23 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓશ્રીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 15, 2023
ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાન એ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી.
#WATCH | Gandhinagar, Gujarat:…”Currently, the wind speed is between 115 to 125 per km hour, it can also go up to 140 km per hour. By midnight, wind speed might decrease”: Manorama Mohanty, MET Director on #CycloneBiporjoy pic.twitter.com/54c79WItUS
— ANI (@ANI) June 15, 2023
હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં પવનની ગતિ 115 થી 125 કિમી પ્રતિ કલાકની વચ્ચે છે અને તે 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે મધ્યરાત્રિ સુધીમાં પવનની ગતિ ઘટી શકે છે.
#દેવભૂમિદ્વારકામાં ૧૫મી જુને વાવાઝોડાના પગલે તોફાની પવન ફુંકાતા માર્ગો પર વૃક્ષો પડી ગયા હતા. ગૃહ રાજ્ય મંત્રીશ્રી @sanghaviharshને જાણ થતાં ફાયર બ્રિગેડ સહિતની ટીમને સૂચના આપી હતી તેમજ તેઓ જાતે સ્થળ પર દોડી ગયા હતા અને તોતિંગ વૃક્ષો હટાવવાની કામગીરી કરાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો pic.twitter.com/AIypszTO2x
— Info Devbhumidwarka GOG (@info_dbd) June 15, 2023
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફાયર બ્રિગેડના જવાનો અને જવાનો સાથે ખભે ખભા મિલાવીને જમીની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને સતત મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે દ્વારકાના ચક્રવાત પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી.
ચક્રવાતી તોફાન બિપરજોય શુક્રવાર બપોર સુધીમાં નબળું પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતની ઝડપ ઘટીને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ શકે છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE.VSCS BIPARJOY at 1930IST today near lat 23.0N and lon 68.3E about 40km SW of Jakhau Port (Gujarat),110km NW of Devbhumi Dwarka. LANDFALL PROCESS HAS COMMENCED. pic.twitter.com/ajpgikUhvV
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
ચક્રવાતી તોફાન બિપરજોય જાખાઉ બંદરથી લગભગ 40 કિમી દૂર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
હવામાન વિભાગ અનુસાર, લેન્ટફોલની પ્રકિયા મધરાત સુધી ચાલી રહેશે. શુક્રવારની સવાર સુધીમાં લેન્ડફોનની પ્રકિયા પૂર્ણ થશે. લેન્ડ ફોલ એરિયા સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાન કોસ્ટ. લેન્ડફોલ પોઇન્ટ જખૌ પોર્ટ પાસે માંડવી અને કરાચી વચ્ચે થશે.
Gujarat | All schools in Navsari district to remain closed on 16th June in the wake of #CycloneBiparjoy, District Collector issues a notification.
— ANI (@ANI) June 15, 2023
ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા કલેક્ટરે 16 જૂને તમામ શાળાઓમાં રજા જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.
#WATCH | “…The control room is working round the clock. Extra employees have also been deputed there. More than 25 complaints were received at the control room today but they were about the uprooting of trees, power cuts and damage to sheds of ‘kachcha’ houses. But no lives… pic.twitter.com/ZuhdisldED
— ANI (@ANI) June 15, 2023
વિક્રમ વારુએ જણાવ્યું કે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કામ કરી રહ્યો છે. ત્યાં વધારાના સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. આજે કંટ્રોલરૂમમાં 25 થી વધુ ફરિયાદો મળી હતી, પરંતુ તે વૃક્ષો ધરાશાયી થવાની, વીજપોલ તૂટી જવાની અને કચ્છના ઘરોને નુકસાન થવાની ફરિયાદો હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી.
Cyclone Biporjoy : દ્રારિકામાં જગત મંદિર દ્રારકાધીશનું મંદિર આવતીકાલે એટલે કે 16 જૂનના દિવસે પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.વાવાઝોડાંની સ્થિતિને જોતા વહિવટી તંત્ર અને મંદિર પ્રશાસન દ્રારા લેવાયો નિર્ણય.
#WATCH | Gujarat CM Bhupendra Patel holds a review meeting at the State Emergency Operation Center in Gandhinagar on #CycloneBiparjoy
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/SQ1Fik1SHB
— ANI (@ANI) June 15, 2023
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચક્રવાત બિપરજોયના પગલે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
Cyclone Biporjoy : ભારતીય હવામાન વિભાગના IMD DG મૃત્યુંજય મહાપાત્રા અનુસાર, વાવાઝોડું ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, ભારે વરસાદ ચાલુ, લેન્ડફોલ પ્રક્રિયા શરૂ, ચક્રવાતની ગતિ 15 કિમી પ્રતિ કલાકથી વધુ વધી રહી છે. ચક્રવાતની ઝડપ 115-125 કિમી, દરિયાકાંઠે પવનની ઝડપ 60-80 કિમી પ્રતિ કલાક, તે 115-125ની ઝડપે દરિયાકાંઠાને પાર કરશે, ક્યાંક ચક્રવાતની ઝડપ 140 સુધી જશે, આ સમગ્ર પ્રક્રિયા મધરાત સુધી ચાલશે.
Cyclone Biporjoy : છેલ્લા ઘણા સમયથી ગુજરાતને હચમચાવી રહેલા બિપરજોય વાવાઝોડાની ટક્કર ગુજરાતના દરિયાકાંઠા સાથે થઈ છે. હાલમાં 120 થી 130 કિમીની ઝડપથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 3 કલાક કચ્છ માટે ભારે સાબિત થશે. કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
Cyclone Biporjoy : તારીખ 19, 21 અને 23 જૂનના રોજ ગુજરાતમા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય લેખિત પરીક્ષા યોજાઈ હતી. બિપરજોયને કારણે 19 જૂનની પરીક્ષા મૌકૂફ રાખવામાં આવી છે. જ્યારે 21 અને 23 જૂનની પરીક્ષા યથાવત્ રહેશે.
Cyclone Biporjoy : મુંબઈમાં જુહૂ પર સ્થિત શિલ્પા શેટ્ટીના ઘરે 24 કલાક સિક્યોરિટી જોવા મળે છે. પણ વાવાઝોડાની અસર વચ્ચે 2 ચોર દરિયાના રસ્તાથી આવીને 25 ફીટની દીવાલ કૂદીને લાખોની ચોરી કરી ગયા બતા. હાલમાં બે આરોપીની જૂહૂ પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવી છે.
Cyclone Biporjoy: માંડવી બીચ પર દરિયામાં તોફાન જોવા મળ્યા છે. બીપરજોય વાવાઝોડાની વિનાશક અસર વચ્ચે દરિયાની સપાટી બમણી થઈ છે. દરિયાના મોજા કિનારા નજીક ફૂડ સ્ટોલ સુધી પહોંચ્યા છે. બીચ પર સ્ટોલ અને શેડ સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે. પોલીસે માંડવી બીચ તમામ માટે બંધ કરી દીધો છે. પોલીસ સુરક્ષા અને મીડિયા કર્મચારીઓને પણ હાલ માટે બીચ પરથી રોકી દેવામાં આવ્યા છે.
Cyclone Biporjoy : જૂનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, રેપિડ એક્શન, ઝાડ હટાવવા સહિતની વિવિધ કામગીરી કરશે. વન્ય પ્રાણીઓ માટેના ઇમરજન્સી SOS મેસેજ મેળવવા માટે 58 કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝનમાં જૂનાગઢ ફોરેસ્ટ સહિત ગીર પૂર્વ, ગીર પશ્વિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.
Cyclone Biporjoy : સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે આ સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન વિભાગે હાથ ધર્યું છે.
આ સંભવિત વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે પોઝિશન્ડ કરી દેવામાં આવી છે.
Cyclone Biporjoy : દરિયા કિનારા આસપાસના ગામોમા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. નલિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે પવનની શરૂઆત થતા 60 વીજપોલ અને 20 ઝાડ ધરાશાયી થયા છે. હાલ વાવાઝોડુ જખૌથી 80 કિમી દુર છે.
Cyclone Biparjoy : અમદાવાદ સાબરમતી નદી ગાંડીતુર બની છે. તેમજ દરિયાના મોજાની જેમ સાબરમતીમાં પાણી ઉછળ્યા છે. જેના પગલે રિવરફ્રન્ટનો લોઅર વોક વે બંધ કરાયો છે. જયારે અટલ ઓવરબ્રીજ પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે 24 કલાક માટે પ્રવેશ અપાશે નહી તેમજ 24 કલાક બાદ સ્થિતી જોઈને પ્રવેશ અંગે નિર્ણય લેવામાં આવશે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE.VSCS BIPARJOY at 1630IST today near lat 22.8N and lon 67.9E about 80km WSW of Jakhau Port (Gujarat),130km WNW of Devbhumi Dwarka.Landfall process will commence near Jakhau Port from today evening,continue till midnight. pic.twitter.com/ewTrGSRZF0
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
Cyclone Biporjoy : ભારતીય હવામાન વિભાગ એ ટ્વિટ કરીને જાણકારી આપે છે કે, બિપરજોય વાવાઝોડું હવે જખૌ પોર્ટથી 80 કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 130 કિમી દૂર છે.
Cyclone Biporjoy : વાવાઝોડુ લેન્ડ ફોલ થાય તે પહેલા નુકશાનીના દ્રશ્ર્યો આવ્યા સામે, વાવાઝોડાની અસરના પગલે જિલ્લામાં ઠેર ઠેર વીજપોલ ધરાશાઈ. કચ્છમાં જિલ્લામાં 22 જેટલા પોલ થયા ધરાશાયી, તો 2 જેટલા ટ્રાન્સફોર્મરમાં થયું નુકસાન. ભારે પવનના કારણે વૃક્ષો વાયર પર પડતાં પોલ થઈ રહ્યા છે ધરાશાઈ: સુપ્રિટેનડેન્ટ એન્જિનિયર
Biporjoy Cyclone : કચ્છના દરિયાકિનારે ગણતરીના કલાકોમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકી શકે છે. જેની અસર માંડવીના દરિયામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જો કે આ દરમ્યાન કચ્છનું જખૌ બંદર બંધ કરી દેવામાં આવ્યું છે. જખૌ મરીન પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જખૌ પોર્ટ ખાતે પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ તરફ કચ્છના માંડવીના દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે..તો પિંગ્લેશ્વર ખાતે પણ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે માંડવીમાં આવેલા રૂકમણી નદી પરના પુલને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું નિવેદન (ડો. મનોરમાં મોહંતી, ડાયરેકટર, હવામાન વિભાગ), વાવાઝોડું 6 km પ્રતિ કલાક ની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ જખૌ થી 110 km દૂર, જખૌથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ દૂર, હાલ 122 – 130 km પવન ઝડપ છે. જખૌ પોર્ટ તરફ 115 થી 125 km પવન સાથે સાંજે ટરકાશે.
કચ્છના ભૂકંપથી માંડીને રાજ્યના દરિયાકિનારે ત્રાટકતાં વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ સમયે સર્જાતી ભીષણ પરિસ્થિતિઓમાં ગુજરાતે હંમેશાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યારે બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ટકરાવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદ્રઢ નેતૃત્વમાં રાજ્ય સરકારે વાવાઝોડા સામે પહોંચી વળવા અને જનતાને સુરક્ષિત રાખવા માટેની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
વાવાઝોડાને લઈને ભારતીય નેવી પણ સજ્જ બની છે. નેવીના P8i, હંસા અને ડોર્નિયર એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય પર છે. રાહત સામગ્રી અને નિરીક્ષણ માટે એરક્રાફ્ટ સ્ટેન્ડબાય મોડ પર છે. ત્વરિત મદદ માટે રાહત સામગ્રીનો સ્ટોક પણ તૈયાર કરાયો છે. રાજ્ય સરકાર સાથે ભારતીય નેવી સતત સંપર્કમાં છે. વાવાઝોડું કચ્છ તરફ આવી રહ્યું છે તે દરમ્યાન લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ચ્છમાં વાવાઝોડાના આગમન પહેલા તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જોખમી સ્થિતિમાં હોય તેવા વૃક્ષો કાપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સૂકા અને વીજલાઈનની ઉપર જતા વૃક્ષોને કાપવામાં આવ્યા છે. કચ્છમાં મહાવિનાશક બિપરજોય વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ જગ્યાએ હાલ વીજ લાઈનનું પણ ચેકિંગ ચાલી રહ્યુ છે. વાવાઝોડા દરમિયાન વૃક્ષો પડવાથી રસ્તા બ્લોક થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કચ્છના માંડવીમાં વાવાઝોડાની અસર વધી, મામલતદાર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સૂચના, સાંજ સુધીમાં પવનની ગતિ વધશે જેથી માંડવીમાં કાંઠા વિસ્તારમાં ભારે નુકસાનની સંભાવના છે. વાવાઝોડાની વર્તમાન સ્થિતિથી માંડીને કોઈપણ ફરિયાદ અંગે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે.
બિપરજોય વાવાઝોડાની આફતમાં સંકલનથી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગો એક જ જગ્યાએ બેસીને વાવાઝોડાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.
કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.
બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ ખાતે મોડી રાત્રે ટકરાય તેવી શકયતા છે. હાલ વાવાઝોડું જખૌથી માત્ર 120 કિમી જ દૂર છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છેઆ તોફાન સૌપ્રથમ કચ્છના દરિયાકાંઠે ટકરાશે. હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ રાત્રે 9 થી 10 વાગ્યેની વચ્ચે અથડાય તેવી શકયતા છે.
રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 4864, કચ્છમાં 46823, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749 ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 મળી કુલ 94,427 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડું ગુજરાત કોસ્ટથી વધુ નજીક પોહચ્યુ છે, વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર, અમદાવાદમાં પવન સાથે વિવિધ વિસ્તારમા વરસાદી વાતાવરણ બન્યું છે. 8 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું. હાલમાં મળતી માહિતિ પ્રમાણે વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર, વાવાઝોડું કચ્છના નલિયાથી 170 કિમી દૂર, વાવાઝોડું દ્વારકાથી 150 કિમી દૂર, સૌરાષ્ટ્રના પોરબંદરથી 260 કિમી દૂર અને પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર છે. વાવાઝોડાને લઈને અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં કેટલાક સ્થળ પર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે.
Ahmedabad : અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના (Gujarat High Court) કોર્ટ રૂમમાં 4 લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ સોલા હાઇકોર્ટ પોલીસ (Sola High Court police) ઘટના સ્થળે પહોંચી છે. આ ચારેય લોકોના આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ગંભીર ચક્રવાતી તોફાન ‘બિપરજોય‘ની (Cyclone Biparjoy) અસરોથી ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા સુરક્ષા એજન્સીઓએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 15 જૂને સાંજે જખૌ (Jakhau) કિનારે લેન્ડફોલ કરશે અને ત્યારબાદ તે કચ્છના રણ થઈને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
વિનાશક બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. જેને પહોંચી વળવા NDRFના જવાનો સજ્જ છે. કુલ 19 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં 18 ટીમ ગુજરાતમાં અને 1 ટીમ દીવમાં તૈનાત છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં 6 ટીમ, દેવભૂમિદ્વારકામાં 3 ટીમ, વલસાડ, જામનગર, મોરબી, રાજકોટ અને ગીરસોમનાથમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવેલી છે.
કચ્છના દરિયા કિનારા વિસ્તારમા દરિયામા ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસર વચ્ચે સુથરીના દરિયા કિનારે દરિયામા ભારે મોજા સાથે પવનની ઝડપ વધી છે અને દરિયામા કરંટ જોવા મળ્યો. વાવાઝોડા ટકરાવાનો સમય નજીક આવતા પવનની ઝડપ વધી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે
Kutch : કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની (Cyclone Biporjoy) અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની (Cyclone Biparjoy)અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.
Cyclone Biporjoy : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ ગીરસોમનાથના કોડીનારમાં દરિયાની નજીકના મકાનો ધરાશાયી થવા લાગ્યા છે. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાકાંઠે મકાનો ધરાશાયી થવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે દરિયાના મોજાની થપાટથી મકાન ધ્વસ્ત થઈ રહ્યા છે. આ વીડિયો પરથી જ વાવાઝોડાની ભયાનકતા આંકી શકાય છે.
Biporjoy Cyclone : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસરથી મોટુ નુકસાન થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને લઈ વીજપૂરવઠો ખોરવાઈ જવાની સ્થિતીમાં ટૂંકા સમયમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરવાને લઈ આગોતરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 55 થી વધારે ટીમો બનાવીને વાવાઝોડના અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત 100થી વધારે વીજ પોલ અને જરુરી વસ્તુઓ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે.
ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ સાંજથી શરૂ થઈને રાત સુધી રહેશે. લેન્ડફોલ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની હશે. અત્યારે પવનની ઝડપ 125-135 કિમી છે.
Kutch : વાવાઝોડાના (cyclone biporjoy) સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે. અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.
કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડીની અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.
Cyclone Biporjoy Update: વાવાઝોડાની અસરના પગલે માંડવી BSF કેમ્પની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવય્યો છે. દરિયામાં સતત હાઈ ટાઈડ જોવા મળી રહ્યુ છે. ત્યારે માંડવી રૂકમની નદીની ઉપર 150 વર્ષ જૂનો મોટો પુલ પણ જાહેર જનતા માટે આજથી બંધ કરાયો છે. જણાવી દઈએ કે વાવાઝોડાના સમયે અગમચેતીના ભાગરૂપે બ્રિજ આજથી બંધ કરાયો છે.
હાલ વાવાઝોડું વેરી સીવીયર છે. હાલમાં 7 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું 170 km જખૌથી દૂર છે. વાવાઝોડું 8 વાગ્યા બાદ માંડવી અને કચ્છને ક્રોસ કરશે.
Cyclone Biporjoy : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.
વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને ત્યારે મુખ્યસચિવ અને અધિકારીઓ સાથે વાવાઝોડાની હાલની સ્થિતિ અને તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા કરશે.
Cyclone Biporjoy : અમદાવાદમાં 15 તારીખની સાંજ પછી વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગે 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે.
કોઇ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે 1055/303 પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.
Kutch : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય છે. ત્યારે હવે આ વાવાઝોડાને (cyclone biparjoy) લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડુ કચ્છના જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ જખૌ બંદર થી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં છે. દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં છે.
દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો છે. આગાહી વચ્ચે તેજ પવન સાથે જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.
કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 13000 લોકોનું સ્થળાંતર કરાયું છે. લાઈવ જેકેટ, બોટ તથા આધુનિક સાધનો સાથે ટીમ સજ્જ કરવામાં આવી છે.
બિપરજોય વાવાજોડાને લઈને ગીર સોમનાથના ભીડીયા બંદર પર 4 હજારથી વધારે હોડીઓ લાંગરી દેવામાં આવી છે. સાગરખેડુ માછીમારી કરવા દરિયામાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે મોટી સંખ્યામાં હોડીઓ, બોટ, ટગો દરિયા કાંઠે લાંગરી દેવાઈ છે. ભીડીયા બંદર પર 2 હજાર આસપાસ હોડીઓ પાર્ક કરવાની જગ્યામાં 4 હજાર હોડીઓ મુકાઈ છે.
વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં અલગ અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરવામાં આવી. માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ રાત્રિના બંધ કરવામાં આવી છે. વહેલીસવારથી ભારે પવન ફૂંકાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલગ અલગ કંપનીઓએ પવનચક્કીઓ બંધ કરી દીધી છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.
વાવાઝોડુ બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું જખૌથી 200 કિમી દૂર હોવાનું કહેવાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 220 કિમી, કચ્છના નલિયાથી 225 કિમી, સૌરાષ્ટ્રના પોરબંદરથી 290 કિમી અને પાકિસ્તાનના કરાચીથી 290 કિમી દૂર છે.
ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. બિપરજોય વાવાઝોડાને પગલે આજથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ સાવચેતીના પગલારૂપે 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનોડ, અટલબ્રિજ અને કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિત અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ બંધ રહેશે.
બિપરજોય ચક્રવાત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસને પણ અસર કરશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી જામનગર રિફાઈનરી ચલાવે છે. આ માટે ગુજરાતના બંદરેથી જ ક્રૂડ ઓઈલ સપ્લાય અને નિકાસ કરવામાં આવે છે.
ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંપનીએ સિક્કા પોર્ટ પરથી ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું શિપિંગ સ્થગિત કરી દીધું છે. આ બંદર પર દરરોજ 7,04,000 બેરલ પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન થાય છે. તે યુરોપમાં ડીઝલ સપ્લાય કરવા માટેનું મુખ્ય બંદર છે. રશિયા પરના પ્રતિબંધોથી, યુરોપ મોટાભાગે આ બંદરથી મોકલવામાં આવતા પેટ્રોલિયમ પર નિર્ભર છે.
આટલું જ નહીં ચક્રવાતના કારણે ગૌતમ અદાણી ગ્રુપના મુંદ્રા અને કંડલા પોર્ટ બંધ કરવા પડ્યા હતા. મુંદ્રા દેશનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે, જે સૌથી વધુ કોલસાની આયાત કરે છે. આ ઉપરાંત વેડીનાર, ઓખા, બેડી અને નવલખી બંદરો પરની કામગીરીને પણ અસર થશે.
Cyclone Biporjoy : બિપરજોય વાવઝોડા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત છે. તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવના વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સનાતન સેવા આશ્રમ ખાતે વાવાઝોડાના ખતરા સામે આર્મીની તૈયારીઓ વિશે વિગતો મેળવતા આર્મી જવાનો સાથે મુલાકાત કરી હતી.
Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાના સંકટથી બચવા માટે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારકા મંદિરે પહોંચ્યા છે અને સ્થાનિક બ્રહ્માણો દ્વારા વાવાઝોડાથી રક્ષણ માટે પૂજા કરાવાઈ છે.
Published On - 5:59 am, Thu, 15 June 23