
રાજકોટમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિનું NSUI દ્વારા કાળું મોં કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ પર અમરેલીની ગજેરા કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીનો આક્ષેપ લાગ્યો હતો. આબુ પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીનીઓ પાછળ પર્સનલ કાર લઈ ગયો હોવાનો આક્ષેપ કરાયો હતો. ડો. ગિરીશ ભીમાણીનું NSUI દ્વારા કાળું મોં કરવામાં આવ્યું. દારૂના નશામાં 10 જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડો. ગિરીશ ભીમાણીની માતૃ મંદિર કોલેજ ખાતે NSUI દ્વારા કર્યો વિરોધ.
ઈઝરાયેલી મીડિયા ચેનલ 14 દાવો કરે છે કે, યુએસએ ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીના પુત્રએ ઈરાનથી ₹1,353 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું યુદ્ધની સ્થિતિમાં ખામેની આખા પરિવાર સાથે દુબઈ ભાગી જવાની યોજના બનાવી છે.
અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક યુવકની હત્યા મામલો સામે આવ્યો છે. ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ચિરાગ રાણા નામના યુવકની હત્યા કરી છે. મંથન ઉર્ફે ઋત્વિક પરમાર અને તેના મિત્રોએ હત્યા કરી છે. મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. મિત્રની બહેનના પ્રેમીએ યુવકની કરી હત્યાં. બે મહીના પહેલા પ્રેમીને ઠપકો આપતા થયો હતો ઝઘડો. સમાધાન કરવાના બહાને બોલાવીને કરી હત્યા.
કચ્છમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પરથી એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે, પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાની બોટ મળી આવતા જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. 1 બોટ સાથે 9 પાકિસ્તાની ઝડપાયા છે. કચ્છના દરિયાઈ સીમામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ક્યા હેતુથી પાકિસ્તાનીઓ ભારતીય જળ સીમામાં પ્રવેશ્યા હતા તેને લઇ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં ઉતરાયણના દિવસે એસએસજી હોસ્પિટલના ટેલોફોનની રીંગ સતત રણકતી રહી. દોરીથી ગળા કપાવા સહિત કુલ 153 કેસ નોંધાયા છે. દોરીથી ગળું કપાવવાના 24 કેસ નોંધાયા તો 16 પ્રોહીબિશનના ગુના વાળા આરોપીઓને પણ નોંધાયા છે. 153 કેસમાંથી બે દર્દીઓના નીપજ્યા મોત. સાંજે પાંચ વાગ્યા બાદ ઈમરજન્સીના કિસ્સાઓમાં વધારો નોંધાયો હતો. ગત વર્ષ કરતા 15 ટકા વધારે કેસ નોંધાયા.
જામનગર શહેરમાં પંતગ ઉડાડતા અને દોરીને કારણે ઇજા પામતા 14 લોકો ઈજાગ્રસ્ત થયાં. છેલ્લા 24 કલાકમાં શહેરમાં પતંગની દોરી વાગવાથી ઇજાને કારણે જીજી હોસ્પિટલમાં 14 કેસો સામે આવ્યા છે.
જેમાં એક વ્યક્તિને ગળાના ભાગે વધુ ઇજા પામતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો અન્ય વ્યક્તિઓને હોસ્પિટલમાંથી સારવાર લઈ રવાના કરવામાં આવ્યા છે.
સુરત શહેરના સચિનમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત થયું છે. જય રાધે સોસાયટીમાં ધાબા પર મંટુ નામની કિશોરી પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતા ચગાવતા કિશોરી અચાનક નીચે પટકાઈ ગઈ હતી. ઘટનાને લઈને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કિશોરીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. કિશોરીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કરી. કિશોરીનું અચાનક મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયો છે. સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લાડોલ ગામમાં પતંગ ચગાવવા બાબતે લોહિયાળ જંગ, સામસામી ફરિયાદ. રામાપીર ચોક પાસે પતંગના પેચ લડાવવા બાબતે બે જૂથો વચ્ચે ખેલાયો ખૂની ખેલ. એક પક્ષે છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજા થઈ હતી. જાનથી મારી નાખવાના ઈરાદાથી પેટમાં છરી અને માથામાં પાઇપ ઝીંકી. સામસામે કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયો, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઉત્તરાયણના પર્વે પતંગની અદાવતમાં ગામમાં તંગદિલીનો માહોલ.
જસદણ પંથકના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજે ફટકારાશે સજા. કોર્ટે આરોપી રામસિંગને દોષિત જાહેર કર્યો છે. 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસ પંચનામા દરમિયાન આરોપી રામસિંગે ભાગવાની કોશિષ કરતા પોલીસે પગમાં ગોળી મારી હતી. આ કેસમાં પોલીસે માત્ર 10 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી.
જામનગરના ધ્રોલમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરીથી ચકચાર મચી જવા પામી છે. તસ્કરોએ દુકાનની પાછળની દીવાલમાં બાકોરુ પાડીને ચોરીને અંજામ આપ્યો હતો. ધ્રોલ નગરપાલિકા સામે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાં ચોરી થવા પામી છે. આરોપીઓ સોના ચાંદીના દાગીના સહિત રૂ.17,58000 નો મુદામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફરિયાદ નોંધાતાની સાથે ધ્રોલ પોલીસ અને જામનગર SOG પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.
ગુજરાત પ્રવાસના આજે ત્રીજા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ટાગોર હોલ ખાતે પુસ્તક વિમોચન કરશે. સસ્તુ સાહિત્ય દ્વારા આયોજીત પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં આદિ શંકરાચાર્ય ગ્રંથનું અમિત શાહના હસ્તે વિમોચન કરાશે. આદિ શંકરાચાર્ય ગ્રંથ ભાગ 1 થી 15 નું વિમોચન છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોની ઉફસ્થિતિ રહી છે.
અમદાવાદના જુહાપુરામાં ચાઈનીઝ દોરીને કારણે સર્જાયો અકસ્માત. ચાઈનીઝ દોરીથી મોપેડ ચાલક યુવકનો ગાલ ચિરાઈ ગયો. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગ્યા હતા. જેના કારણે આ ઘટના બનવા પામી છે.
સુરત શહેરના વેસુના લાલ ઘોડા વિસ્તારમાં પતંગની દોરીના કારણે મોપેડ ચાલકનુ મોત થયું છે. પતંગની દોરીના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 23 વર્ષે યુવકનુ મોત થયું છે. મોપેડ પર જતા સમયે પતંગની દોરી લાગવાથી એક્સિડન્ટ થયો હતો. અકસ્માત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો તે પહેલા યુવકનુ મોત થયું.
Published On - 11:42 am, Thu, 15 January 26