
પ્રધાનમંત્રી મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનના ચાર દિવસના પ્રવાસ માટે રવાના થશે. આ પ્રવાસના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી ઓમાન પહોંચશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન સોમવારે સવારે દિલ્હી પહોંચશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ નવીન સવારે 11 વાગ્યે ભાજપના કેન્દ્રીય કાર્યાલય 6A, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર પહોંચશે, જ્યાં પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ઘણા અગ્રણી નેતાઓ હાજર રહે તેવી અપેક્ષા છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સોમવારે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે અને હોબાળો થવાની સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે તમિલનાડુની મુલાકાત લેશે અને રાજ્યના ભાજપ અધિકારીઓ સાથે વાતચીત કરશે. બેઠક પછી તેઓ વેલ્લોરની પણ મુલાકાત લઈ શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન બાદ ઉત્તર પ્રદેશમાં SIR અંગે રાજકારણ તેજ બન્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે SIRમાં આશરે 40 મિલિયન મતદારોનું અંતર ઉભરી આવ્યું છે. દેશ અને દુનિયાના તમામ મુખ્ય સમાચાર માટે પેજને રિફ્રેશ કરતા રહો.
સુરતના સિંગણપોર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ ટેમ્પાચાલકે ફ્રૂટની લારી લઈ જઈ રહેલી એક વૃદ્ધાને અડફેટે લીધી હતી, જેના કારણે વૃદ્ધા ઉછળીને વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન ટેમ્પોએ મહિલાચાલક સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા અને એક મોપેડ ચાલક પણ લગભગ 8 ફૂટ સુધી ઘસડાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરના વિવિધ પાન પાર્લરમાં નશાના સેવન માટે વપરાતા ગોગો પેપરના વેચાણ અંગે SOGએ સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન નરોડાના વ્રજ કોમ્પલેક્ષમાં આવેલી સાવરીયા શેઠ પાન પાર્લર દુકાનમાંથી 1 કિલો 646 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, છેલ્લા 2 મહિનાથી આરોપીઓ રાજસ્થાનથી ગાંજો લાવી પાન પાર્લરમાં વેચાણ કરી રહ્યા હતા. SOG દ્વારા સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ આવેલા પાન પાર્લર પર પણ હવે ખાસ નજર રાખવામાં આવશે. બીજું કે, આ વિસ્તારોમાં SOG દ્વારા વધુ સર્ચ ઓપરેશન યોજી નશાના કારોબારને અટકાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.
અમદાવાદમાં એવિએશન ફ્યુઅલની ચોરીનો પર્દાફાશ થયો છે. LCB સ્ક્વોડે 2 આરોપીઓને ધરપકડ કરી છે અને 780 લીટર એવિએશન ફ્યુઅલ, 1 ટ્રક અને લોડિંગ રિક્ષા જપ્ત કરી છે. ચોરીમાં સંડોવાયેલા કર્મચારીઓ અને દલાલોની પૂછપરછ ચાલી રહી છે. વિમાનના એવિએશન ફ્યુઅલની ચોરીથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે.
નવસારીમાં દુધિયા તળાવના પાળે લાખોના ખર્ચે બનાવેલા ઢોરવાડામાં રખાયેલી ગાયોની હાલત દયનીય બની છે. કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રાખવામાં આવેલી ગાયો ભૂખ અને સારવાર વગર ટપોટપ મરી રહી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો છે.
ગૌરક્ષકોનું કહેવું છે કે, નાની જગ્યામાં 150 થી વધુ ગાયો ઠાંસી ઠાંસીને રાખવામાં આવી છે. ગાયોને પૂરતા પ્રમાણમાં ચારો પણ આપવામાં આવતો ન હોવાથી ગાયો મરી રહી છે. તંત્રના કહેવા મુજબ ગૌશાળા હજુ 6 મહિના બાદ શરૂ થશે. એવામાં રોષે ભરાયેલા ગૌરક્ષકોએ ગાયોને પૂરતો ઘાસચારો અને સારવાર આપવામાં આવે તેવી માગ કરી છે.
સોનાનો ભાવ ફરી ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. હાલમાં સોના ભાવ રૂ.1 લાખ 35 હજારને પાર થઈ ગયા છે. MCXમાં સોનાના ભાવનો નવો રેકોર્ડ નોંધાયો છે અને સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શિક્ષણ વિભાગે સ્કૂલની તપાસ બાદ આ નિર્ણય લીધો છે. આ મામલે અમદાવાદના DEO ને સ્કૂલના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
જણાવી દઈએ કે, સ્કૂલની તપાસના આધારે શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. તપાસ કમિટીની રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. સરકાર હસ્તક લેવામાં આવેલી સ્કૂલમાં હાલ નવા એડમિશન ન લેવા શરત પણ રાખવામાં આવી છે.
અમદાવાદના સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન પાછું ઠેલાયું છે. બ્રિજના નીચેના ભાગમાં મોટી સંખ્યામાં ચામાચીડિયા હોવાના કારણે ઇન્સ્પેક્શન શક્ય ન બન્યું હોવાનું જણાવાયું છે. એજન્સી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં ચામાચીડિયાની સમસ્યાને મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવી છે.
બ્રિજ અને સ્પાન પાસે આવેલા બોક્સમાં ચામાચીડિયા હોવાના કારણે કામગીરી આગળ વધારી શકાઈ નહોતી. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ચામાચીડિયાના કારણે બોક્સમાં સલામત રીતે પ્રવેશ શક્ય ન હતો, જેના કારણે બોક્સનું ઇન્સ્પેક્શન કરી શકાયું નથી. નોંધનીય છે કે, છેલ્લા 5 મહિનામાં બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે.
SOG દ્વારા પાન પાર્લરમાં નશા માટે વપરાતા ગોગો પેપર વાપરનારા સામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નશાના કારોબારને લઈને પાન પાર્લરમાં સર્ચ કરવામા આવ્યું છે. ગોગો પેપરનો ઉપયોગ નશાના સેવન કરવા માટે થાય છે. SOGએ 4 ટીમો બનાવીને પાન પાર્લર સર્ચ કર્યું. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં સર્ચ શરૂ કરાઇ. સ્કૂલ, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટની આજુ બાજુ સર્ચ કરવામાં આવશે.
પાલડી , NID પાસે આવેલ પાન પાર્લર સર્ચ કર્યું. સિંધુભવન રોડના અલગ અલગ પાન પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો મળ્યો હતો. નરોડામાં પણ પાન પાર્લરમાં ગાંજો મળી આવ્યો હતો.
આવાસ યોજનાના મકાનો ભાડે આપવાના ચાલતા ધંધા ઉપર મનપાની તપાસ. ફુલસર ખાતે આવેલ આવાસ યોજનામાં 104 આવાસ યોજનાના માલિકોને ફટકારી નોટિસ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મળેલા આવાસ ભાડે આપવાનો શરૂ થયો ધંધો. 256 આવાસ માંથી 104 આવાસ ના મૂળ લાભાર્થીઓ ને બદલે ભાડુઆત રહેતા હતા. ભાડુઆત અને આવાસના માલિકોને ફટકારવામાં આવી નોટિસ. 3 દિવસ માં આવાસ ખાલી કરાવવા સૂચના આપવામાં આવી. ભાજપના તખ્તેશ્વર વોર્ડના મહિલા નગરસેવીકા હીરાબેન વિંઝુડાને પણ નોટિસ આપવામાં આવી છે. ભાજપના મહિલા નગરસેવીકાને પણ આવાસ યોજનામાં છે પોતાનું આવાસ.
જામનગરમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલાનું આગમન થયું. એરપોર્ટ પર પહોંચતાં જ તેમણે સ્મિત સાથે સૌનું અભિવાદન સ્વીકાર્યું. જુહી ચાવલા ખાનગી મુલાકાતના ભાગરૂપે જામનગર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બોલીવુડમાં પોતાની અનોખી અભિનયશૈલી અને સરળ વ્યક્તિત્વ માટે જાણીતી જુહી ચાવલા આજે પણ ચાહકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે.
ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. પોલીસ તરફથી કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. સમગ્ર કેસમાં 3 પ્રકારે કેસની કાર્યવાહી થઈ રહી હોવાનું સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું. ત્રણેય કેસની દિશામાં તપાસ SP અને DySP કરી રહ્યા છે. 15 મુદ્દાઓને આધારે તપાસ આગળ વધી રહી છે તેમ સરકારી વકીલે જણાવ્યું હતું. વૈજ્ઞાનિક ઢબે તપાસ આગળ વધી રહી હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત. CCTV અને FSL કાર્યવાહી આગળ વધી રહી છે: સરકારી વકીલ. ગુજરાત HC એ સરકારને કર્યો પ્રશ્ન કે, નાર્કો ટેસ્ટમા શું થયું? નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો પરંતુ રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાની સરકારની રજૂઆત હતી. 1 સપ્તાહમાં નાર્કો રિપોર્ટ આવશે તેમ સરકારે જણાવ્યું છે. સરકારે વધુ સમયની માંગ કરતા 7 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે સુનાવણી. તપાસનો અહેવાલ સીલ બંધ કવરમાં રજૂ કરવા કોર્ટનો આદેશ.
વાવ થરાદના સુઈગામના રડ઼ોસણ ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું છે. રડ઼ોસણ માઇનોર-2 મા પડ્યું 10 ફૂટથી વધુનું ગાબડુ. કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાથી તૂટી કેનાલ. કેનાલમાં સાફ સફાઈ માટે અનેક રજૂઆત છતાં નથી સાંભળતા અધિકારીઓ કે કોન્ટેક્ટર ખેડૂતોનો આક્ષેપ. કેનાલ તૂટતા નજીકમાં આવેલ ખેતરમાં ફરી વળ્યું ગાબડાનું પાણી. એરંડા જીરું સહિતના પાકોને નુકશાન ખેડૂતે રવિ સિઝનમા કરેલ મહેનત પર ફરી વળ્યું પાણી.
સુરતમાં વરાછા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ હવે ઉકેલાય ગયો છે. ચોરીના કેસમાં બિહારથી આરોપીને ઝડપી પડવામાં આવ્યો છે. વરાછા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટની દુકાનમાં તેને ચોરી કરી હતી. આરોપીની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.
કેન્દ્ર સરકાર મનરેગા યોજનાનું નામ બદલીને VB-G RAM G (વિકસિત ભારત – જી રામ જી) યોજના કરી રહી છે. વધુમાં દરેક ગ્રામીણ પરિવારને હવે દર નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી મળશે. સરકાર આજે સંસદમાં આ હેતુ માટે એક બિલ રજૂ કરશે.
સુપ્રીમ કોર્ટે અભિનેતા શ્રેયસ તલપડે અને આલોક નાથને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે.
ગોવા નાઈટક્લબ આગ ઘટનાના મુખ્ય આરોપી લુથરા બ્રધર્સને કાલે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. ઘટના પછી તેઓ થાઈલેન્ડ ભાગી ગયા હતા.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ બુકારેસ્ટમાં નવી ઓફિસ ખોલીને રોમાનિયામાં તેની હાજરીના વિસ્તરણની જાહેરાત કરી. આ વ્યૂહાત્મક સુવિધા ડિજિટલ એન્જિનિયરિંગ સર્વિસીસ હબ તરીકે TCS ની સ્થાનિક ક્ષમતાઓને મજબૂત બનાવશે અને તેના યુરોપિયન ડિલિવરી નેટવર્કને વધુ વધારશે.
1:45 વાગ્યે PSP Delta Volume Footprint Indicatorના આધારે, એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે નિફ્ટી આ લાલ રેખાને નીચે તરફ ઓળંગશે અને થોડો સમય નીચે વિતાવશે કે તરત જ આજનું કરેક્શન શરૂ થશે. 1:45 પછી, નિફ્ટીએ લાલ રેખાને નીચે તરફ ઓળંગી અને તેને ત્રણ વખત તોડીને ઉપર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. આનો અર્થ એ કે કરેક્શન શરૂ થઈ ગયું છે.
PSP ડેલ્ટા વોલ્યુમ ફૂટપ્રિન્ટ સૂચક મુજબ, આજની તેજી એક ટ્રૈપ છે, કારણ કે આવતીકાલે સમાપ્તિ તારીખ છે અને આજે દર કલાકે કેન્ડલ પર Delta Volume – નોંધપાત્ર રીતે નીચે છે – [Minus]. પ્રતિ કલાક લાખોમાં ડેલ્ટા વોલ્યુમનો અર્થ એ છે કે ખરીદદારો કરતાં વધુ વેચાણકર્તાઓ છે, પરંતુ તેઓ હંમેશા ઊંચા દરે શોર્ટ સેલિંગ કરી રહ્યા છે. આનાથી એક્સપાયરી દિવસે તીવ્ર શોર્ટ સેલિંગની શક્યતા વધે છે. તેથી આજની પોઝિશન આજે જ બંધ કરો; તેમને આવતીકાલ સુધી ન લઈ જાઓ.
જ્યાં સુધી નિફ્ટી આ લાલ ટ્રેન્ડ લાઇન તોડે નહીં અને તેનાથી નીચે થોડો સમય વિતાવે નહીં, ત્યાં સુધી આજે નિફ્ટીમાં કરેક્શનની શક્યતા ઓછી છે.
સોમવાર, 15 ડિસેમ્બરના રોજ પીવીઆર આઇનોક્સ લિમિટેડના શેર 7% વધ્યા હતા. જેનું મુખ્ય કારણ ધુરંધરના મજબૂત બોક્સ ઓફિસ પ્રદર્શન હતું. સતત સાત સેશનના ઘટાડા પછી આજે શેર વધ્યો. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, આ જાસૂસી થ્રિલર ફિલ્મે 13 ડિસેમ્બરના રોજ ₹53 કરોડ સાથે હિન્દી સિનેમામાં બીજા શનિવારના સૌથી વધુ કલેક્શન સાથે ઇતિહાસ રચી રહ્યો છે.
સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે PSP NURI લાઈન બ્રેક સૂચક સૂચવે છે કે જો નિફ્ટી 25961 ના સ્તરને નીચે તરફ પાર કરે છે, તો નોંધપાત્ર નફો બુકિંગ શક્ય છે. આ સૂચક મુજબ, છેલ્લા એક કલાકમાં નિફ્ટીનો ઉછાળો એક ટ્રેપ સમાન બની શકે છે.
નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) -0.32% રહ્યો. નવેમ્બરમાં WPI -1.21% થી વધીને -0.32% થયો. મહિના-દર-મહિનાના આધારે, ખાદ્ય પદાર્થોનો WPI -5.04% થી વધીને -2.60% થયો. જ્યારે ઇંધણ અને વીજળીનો WPI -2.55% થી વધીને -2.27% થયો. સપ્ટેમ્બરમાં સુધારેલ WPI 0.13% થી વધીને 0.19% થયો. બટાકાનો જથ્થાબંધ ફુગાવો -39.88% થી વધીને -36.14% થયો જ્યારે ડુંગળીનો WPI -65.43% થી વધીને -64.70% થયો. ઇંડા અને માંસનો જથ્થાબંધ ફુગાવો 1.75% થી વધીને 2.08% થયો. Mfg ઉત્પાદન WPI 1.54% થી ઘટીને 1.33% થયો.
વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે અકસ્માત થતા, અકસ્માતમાં બે પુરુષના સ્થળ પર જ મોત થયા છે. બંને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને લઈ લોક ટોળા એકઠા થયા હતા. સમગ્ર ઘટનાને લઈ કપુરાઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી શરૂ છે.
સુરતના માંડવીના રૂપણ ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર નજીક માનવ કંકાલ મળતાં ચકચાર મચી જવા પામી છે. ખાનગી આંબાવાડીના ખેતરમાં સફાઈ દરમિયાન મજૂરોને માનવ કંકાલ મળ્યુ હતું. કંકાલ દેખાતા મજૂરો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ માંડવી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ બાદ FSLને તપાસ માટે બોલાવવામાં આવી છે. કંકાલ કોનું? કેટલા સમયથી પડ્યું હતું? તેને લઈને પોલીસ અને FSL એ તપાસ શરૂ કરી છે. અકસ્માત કે હત્યા? તમામ પાસાંઓથી તપાસ હાથ ધરાઈ છે. માંડવી પોલીસે હાલ તો આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધ્યો છે. FSL રિપોર્ટ બાદ કંકાલની ઓળખ અને મૃત્યુનું કારણ ખુલવાની શક્યતા છે.
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં બે મહીલાઓએ હોબાળો મચાવ્યો હતો. પીએસઓ અને હાજર સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. મહીલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા ઝીંકી દીધા હોવાની વિગતો સામે આવી છે. લોકઅપમાં રહેલા આરોપીને મળવા માટે આવી હતી બન્ને મહિલા. પીએસઓને જાણ કર્યા વગર આરોપીને મળતા પોલીસએ કરી હતી ટકોર. મહીલાઓએ પોલીસ સ્ટેશન સળગાવવાની ધમકી ઉચ્ચારી હતી. પોલીસને પણ જાનથી મારી નાંખવાની પણ આપી હતી ધમકી. બંન્ને મહીલાઓ વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
બજાર ખુલતાની 15 મિનિટ પહેલા એક ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી ઘટી ગયો છે અને પુટ-સાઇડ પ્રીમિયમમાં 150%નો ઝડપી વધારો, નિફ્ટી દિવસમાં એકવાર ઉપર જશે અને પુટ-સાઇડ પ્રીમિયમમાં તીવ્ર ઘટાડો થશે. હવે 12 વાગ્યે, પુટ-સાઇડ પ્રીમિયમ 150% થી ઘટીને ફક્ત 4% થઈ ગયું છે.
ગ્રેટર નોઈડા ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર ધુમ્મસને કારણે એક ડઝનથી વધુ વાહનો અથડાયા. વાહનોમાં ભરેલા બટાકા રસ્તા પર વિરાઈ ગયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “જમ્મુ અને કાશ્મીર પંડિત નેહરુના હાથમાં હતું. તેમણે જમ્મુ અને કાશ્મીરને એટલું વિવાદાસ્પદ બનાવ્યું કે તે સ્વતંત્રતા પછીથી ભારત માટે મુશ્કેલીનું કારણ રહ્યું છે. દેશ વડાપ્રધાનનો આભારી છે, જેમણે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂર્ણ કર્યા, જેનાથી કાશ્મીર ભારતીય રાજ્યનો અભિન્ન ભાગ બન્યો.”
#WATCH | Lucknow, Uttar Pradesh: Chief Minister Yogi Adityanath says, “Jammu and Kashmir was in the hands of Pandit Nehru. He made Jammu and Kashmir so controversial that it has continued to plague India after its independence… This country is grateful to the Prime Minister,… pic.twitter.com/x4nFLmiH0C
— ANI (@ANI) December 15, 2025
(Credit Source: @ANI)
એલ્યુમિનિયમ એલોય વ્હીલ્સની ડિઝાઇન અને ઉત્પાદન માટે જાપાની કંપની Topy Industries સાથે કરાર કરવામાં આવ્યો છે. ટોપી ઇન્ડસ્ટ્રીઝ કંપનીને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.
8-10 ડિસેમ્બરની બિડિંગ વિન્ડો દરમિયાન તેના ₹1,289 કરોડના પબ્લિક ઇશ્યૂને 2.52 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યા બાદ વેકફિટ ઇનોવેશન્સ સોમવારે બજારમાં આવશે. હોમ અને ફર્નિશિંગ કંપનીએ ઇશ્યૂ પહેલા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી ₹580 કરોડ એકત્ર કર્યા હતા.
15 ડિસેમ્બરના રોજ ભારતીય સૂચકાંકો નીચા લેવલે ખુલ્યા હતા, જેમાં નિફ્ટી 26000 ની નીચે આવી ગયો હતો, જેનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક સંકેતો હતા. સેન્સેક્સ 92.85 પોઈન્ટ અથવા 0.36% ઘટીને 25,954.10 પર બંધ થયો હતો. લગભગ 1069 શેર વધ્યા હતા, 1405 ઘટ્યા હતા અને 258 શેર યથાવત બંધ થયા હતા. શ્રીરામ ફાઇનાન્સ અને ICICI બેંક નિફ્ટીમાં ટોચના વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, NTPC, ONGC અને મેક્સ હેલ્થકેર ઘટ્યા હતા.
સુરતમાં રાની તળાવ વિસ્તારની ડુંગર શેરીમાં એક ઘટના બની છે. 2 માળનું મકાન એકાએક ધરાશાયી થયું છે. જર્જરિત મકાનનો પહેલો અને બીજો માળ એકસાથે તૂટી પડ્યા હતા.
નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દિવસની મુલાકાત માટે રવાના થયા. “આગામી ત્રણ દિવસમાં, હું જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત લઈશ. આ ત્રણ મહત્વપૂર્ણ ભાગીદારો છે જેમની સાથે ભારતના સદીઓ જૂના સભ્યતા સંબંધો અને મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે,” તેમણે X-Post પર જણાવ્યું.
વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિડની હુમલાખોર પાસેથી બંદૂક છીનવી લેનાર અહેમદની પ્રશંસા કરતા કહ્યું, “તે ખરેખર ખૂબ જ બહાદુર માણસ છે જેણે આગળ વધીને હુમલાખોરોમાંથી એક પર હુમલો કર્યો અને ઘણા લોકોના જીવ બચાવ્યા.”
Ahmed Al Ahmed is a 43 year old man, owner of a fruit shop in Sutherland, Australia.
Today, he disarmed a terrorist targeting a Hanukkah celebration, already having killed more than 10 people.
Ahmed is a hero and saved many more lives. https://t.co/fcFhZJDRIf
— Aryan (@aryandarmana) December 14, 2025
(Credit Source: @aryandarmana)
ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું કે, દિલ્હીમાં ઓછી વિઝિબિલિટી અને ધુમ્મસ ફ્લાઇટના સમયપત્રકને અસર કરશે. “અમે હવામાન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને તમે તમારા ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત અને સરળતાથી પહોંચી શકો તે માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ,” એરલાઇન્સે જણાવ્યું હતું.
Travel Advisory
Low visibility and fog over #Delhi will impact flight schedules. We’re keeping a close watch on the weather and doing our best to get you where you need to be, safely and smoothly.
We request you to stay updated on your flight status via our website or app. Be…
— IndiGo (@IndiGo6E) December 15, 2025
(Credit Source: @IndiGo6E)
PM નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસની મુલાકાતે રવાના થશે. તેઓ તેમના પ્રવાસના અંતિમ તબક્કામાં ઓમાન પહોંચશે.
પ્રધાનમંત્રી મોદી આજથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસની મુલાકાતે રવાના થશે. આ પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ ઓમાન પહોંચશે.
Published On - 8:03 am, Mon, 15 December 25