14 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આજે 14 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
| Edited By: | Updated on: Sep 14, 2026 | 8:42 AM

LIVE NEWS & UPDATES

  • 14 Sep 2026 08:42 AM (IST)

    અમદાવાદઃ વહેલી સવારથી ઝરમર વરસાદ, શહેર પર કાળા ડિબાંગ વાદળો

    અમદાવાદમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી પણ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ યથાવત રહ્યો છે. શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ સામે આવ્યા છે. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે વહેલી સવારે કામકાજ માટે નીકળેલા લોકોને પણ વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 14 Sep 2026 08:36 AM (IST)

    દેવભૂમિ દ્વારકાઃ દુષ્કાળના એંધાણ વચ્ચે સારા સમાચાર, કંડોરણા ગામે સૌની યોજનાનું પાણી પહોંચ્યું

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના અભાવે દુષ્કાળના એંધાણ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયાના કંડોરણા ગામે સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. ઝરમર વરસાદ સાથે સૌની યોજનાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના અભાવે સુકાઈ રહેલા ઉભા પાકને હવે પાણી મળતા જીવતદાન મળવાની આશા જાગી છે.


  • 14 Sep 2026 08:15 AM (IST)

    આણંદઃ વાદળછાયા વાતાવરણ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

    આણંદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉમરેઠ, લીંગડા અને પણસોરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશીની લહેર ફરી વળી છે. વરસાદથી ખેતી પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

  • 14 Sep 2026 08:14 AM (IST)

    જૂનાગઢઃ માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં કરંટ અને ઊંચા મોજા ઉછળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમની અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, માંગરોળમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને દરિયાના ઉછળતા મોજાને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.

  • 14 Sep 2026 07:34 AM (IST)

    ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, 240 તાલુકામાં વરસાદ

    ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાએ રાજ્યભરમાં સાર્વત્રિક બેટિંગ કરી છે. પાછલા 24 કલાક દરમિયાન રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ નોંધાયો છે. જ્યારે ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 27 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના લગભગ 100 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 14 Sep 2026 07:34 AM (IST)

    રાજ્યભરમાં આજે પણ વરસાદનું જોર, 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

    રાજ્યભરમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે 14 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:33 am, Mon, 14 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.