બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. કહ્યું નાગરિકોના અધિકારોની રક્ષા થવી જ જોઈએ. સરકારી સત્તાનો દુરૂપયોગ ન થવો જોઇએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત પર એક્શન. PMJAYમાંથી બાદબાકી કરાઈ. જરૂર વગર એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ખુલાસો થયો. હોસ્પિટલો માટે નવી SOP આવશે. આયુષ્યમાન યોજનામાં મોટાપાયે ગેરરીતિની આશંકા. મહેસાણામાં PMJAYની 20 હોસ્પિટલોને નોટિસ. નિયમ મુજબ નહીં ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી. દાહોદના સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા. સ્ટેમ્પ વેન્ડર પણ સકંજામાં. ફરિયાદી પાસેથી દાખલા માટે 5 હજારની લાંચ માગી હતી. વાવ પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ. 74 ટકાથી વધુ મતદાન થયુ. 23મીએ આવશે પરિણામ. અમદાવાદમાં માઈકાના વિદ્યાર્થીની હત્યા કરનાર નીકળ્યો પોલીસ કર્મચારી. સરખેજના કોન્સ્ટેબલે હત્યા કરી હતી. પોલીસે પંજાબથી કોન્સ્ટેબલની કરી ધરપકડ.
ભાવનગર શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. શહેરમાં ક્રેવ ઇટેબલ, પી.આર.પટેલ અને નિર્મળ બીલ્ટકોન નામની ત્રણ ફર્મની બધી જ ઓફિસો પર એક સાથે આઈ.ટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. આઈટીના દરોડાના પગલે, કરચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગાંભોઈ વિસ્તારમાં થયેલા દુષ્કર્મનો આરોપી પોલીસ મથકે પહોંચી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષથી પોલીસ જેને શોધતી હતી તે દુષ્કર્મનો આરોપી પોલીસ મથકે જાતે જ હાજર થવા પહોંચ્યો હતો. આરોપી પોલીસ મથકે પહોંચ્યા બાદ ફરાર થઈ જતાં હિંમતનગર પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ ઓળખ વિગતો તપાસવા રહી અને આરોપી ફરાર થઈ ગયોની ઘટના બની છે.
ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બાલિસણા ગામના લોકોનું એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ મુક્યા બાદ બે દર્દીના મોત થતા હોબાળો મચ્યો હતો. આ કેસમાં સરકાર દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે દર્દીઓના ઓપરેશન કરનાર ડોકટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ડોકટર પ્રશાંતના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડનો કેસમાં રાજ્ય સરકારે વિશેષ વકીલની નિમણૂક કરી છે. ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ મથકે સરકાર દ્વારા નોંધાવાઈ છે ફરિયાદ.
સુરેન્દ્રનગરના ઉમિયા ટાઉનશીપમાં યુવકના મોત મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. ચંદન પરમાર નામના યુવકનુ ધાબા પરથી પડી જતા મોત થયુ હતુ. પોલીસે પહેલા આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પરિવારે લાશ ના સ્વીકારતા તપાસ તેજ કરતા હત્યા હોવાનું બહાર આવ્યું હતું. 2 શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરાતા પરિવારજનોએ 18 કલાક બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. કોમ્પલેક્ષના ધાબે જન્મ દિવસની પાર્ટીમાં થયો હતો ઝગડો
ધક્કો મારતા યુવકનું ધાબેથી પડતા મોત.
બ્રાઝિલમાં યોજાનારી જી-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની સંભાવનાને લઈને રાજદ્વારી વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ જી-20 સમિટ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વૈશ્વિક આર્થિક, સુરક્ષા અને પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ આ મંચ પર હાજર રહેશે, જ્યાંથી વિવિધ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને બહુપક્ષીય ચર્ચાઓની અપેક્ષા છે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ મુંબઈથી માલદીવ જઈ રહી હતી. પરંતુ હાઈડ્રોલિક ફેઈલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 14 મુસાફરો સુરક્ષિત છે.
અમદાવાદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી લેવામાં આવી જ નહોતી. ખ્યાતિ હોસ્પિટલ અત્યાર સુધી મંજૂરી વિના જ ચાલતી હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજુરી વિના કંઈ રીતે PMJAY યોજનાનો લાભ હોસ્પીટલને આપવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ સર્જાયો છે. જિલ્લાના CDMO દ્વારા ખ્યાતિ હોસ્પીટલ પાસે માંગવામાં આવ્યો 2 દિવસમાં ખુલાશો.
અમદાવાદ: બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો થયો. ઘટના સમયે કોન્સ્ટેબલ સાથે અન્ય એક શખ્સ પણ કારમાં હાજર હતો. કારમાં ડ્રાઈવર તરીકે અન્ય પોલીસકર્મી દિનેશ અંગે પણ તપાસ ચાલુ છે. દિનેશે આરોપીને ભાગવામાં મદદ કરી હોવાથી કાર્યવાહી થઈ શકે છે. આરોપીએ હત્યામાં વપરાયેલી છરી રસ્તામાં અવાવરું સ્થળે ફેંકી દીધી. પોતાના ઘરની નજીક પાર્ક કરી અન્ય કારમાં આરોપી ફરાર થયો. પહેલાં ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે કાર બદલી પંજાબ પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે. કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરાઇ છે.
સુરતમાં સાળાએ બનેવીના ઘરે જ ચોરી કરી.પોલીસે હાલ આરોપીને ઝડપી લીધો છે..આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે આજથી ત્રણ મહિના પહેલા આરોપીને સ્કૂટર ખરીદવું હતું અને તેમાં 20 હજાર રૂપિયા ઘટતા હતા. એટલે આરોપીએ તેમના બહેન-બનેવી સમક્ષ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ બનેવીએ ના પાડતા રૂપિયા મળ્યા ન હતા. આ વાતનો ખાર રાખીને આરોપી સાળાએ બહેન-બનેવી વીરપુર ફરવા ગયા ત્યારે ઘરનું તાળું તોડીને 16 લાખ 22 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી. આરોપી જયકુમાર ભંડારીએ ઘરેણા ચોરીને ઘરની દિવાલમાં ચણતર કરીને સંતાડ્યા હતા. પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ આરોપી પાસેથી જપ્ત કર્યો છે.
મહેસાણા: ડમ્પરની અડફેટે સ્થાનિક યુવાનનું મોત થયુ છે. મહેસાણા-ઊંઝા હાઇવે પર ભાડું ગામ પાસે આ ઘટના બની છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઉશ્કેરાયા. લોકોએ રોષે ભરાઈ વાહન સળગાવ્યા. લોકોએ 3 બાઇક અને એક ટ્રેક્ટરમાં આગચંપી કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.
રાજસ્થાનઃ પેટાચૂંટણી બાદ ટોંકમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. નરેશ મીણાની ધરપકડ કરવા આવેલી પોલીસ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં અનેક પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. ઉશ્કેરાયેલા ટોળાએ સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી. ગ્રામજનોએ હુમલો કરી ગાડીઓના કાચ તોડ્યા અને આગ ચંપી કરી હતી.
મહીસાગરમાં ત્રિપલ તલાકમાં ન્યાય ન મળતા મહિલાએ ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિને ગુહાર લગાવી છે. સંતરામપુરની મહિલાને લગ્નના 9 વર્ષ બાદ પતિએ વ્હોટ્સએપ પર તલાક આપ્યો હતો. ત્રિપલ તલાક આપતા મહિલાએ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને જામીન આપી દેતા મહિલાએ ઈચ્છા મૃત્યુની માગ કરી.
અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUIએ દેખાવ કર્યા. NSUIના કાર્યકર્તા હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા. પોલીસે ટીંગાટોળી કરી NSUI કાર્યકર્તાઓને હટાવ્યા. 2 દિવસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓનાં મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલ સામે મહેસાણા અને અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ છે. ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
મહેસાણા: અમદાવાદની ખ્યાતિ હોસ્પિ.માં દર્દીના મોત કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ થઇ છે. વસ્ત્રાપુર પોલીસે કરી ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડ થઇ. બોરિસણા ગામના 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના શિવાજી પાર્કમાં સભા કરશે. આ સમય દરમિયાન, તે થાણે, પાલઘર, નવી મુંબઈ એટલે કે સમગ્ર MMR પ્રદેશ સહિત મુંબઈની તમામ 36 બેઠકોને આવરી લેશે.
અમદાવાદઃ ધંધુકા – ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઇ છે. અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલ્ટી ગઇ હતી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં MICAના વિદ્યાર્થીની હત્યા મામલે સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનનો હત્યો પોલીસ કોન્સ્ટેબલ નીકળતા ચકચાર મચી છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાએ પ્રિયાંશુ જૈનની હત્યા કરી હોવાનો તપાસમાં ખુલાસો થયો. જે બાદ પંજાબના સંગરૂરથી આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની ફેરતપાસ થઇ. ખ્યાતિ હોસ્પિટલના 15 દર્દીઓની UN મહેતા હોસ્પિટલમાં ફેરતપાસ થઇ. 15 દર્દીઓમાંથી 14 દર્દીઓની તબિયત સ્થિર છે.
એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ઈમરજન્સી વિભાગમાં સારવાર અપાઈ. દર્દીઓની ફેર તપાસનો રિપોર્ટ પોલીસ અને સરકારમાં જમા કરાવાશે. રિપોર્ટને આધારે દર્દીને વધુ સારવાર આપવાનો નિર્ણય લેવાશે.
Published On - 7:38 am, Thu, 14 November 24