
ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પતંગ ચગાવશે. મુખ્યમંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય હાજર રહેશે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની પણ હાજરી રહેશે. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી. PM મોદીએ X પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી. PM મોદીએ જણાવ્યુ કે સંક્રાતિનું પર્વ દેશભરમાં અલગ અલગ રીતે ઉજવાય છે. સૌના સુખ અને સૌભાગ્ય માટે સૂર્યદેવને પ્રાર્થના. તલ અને ગોળની મીઠાશથી ભારતીય સંસ્કૃતિ ભરેલી છે. પાવન પર્વ દરેકના જીવનમાં પ્રસન્નતા, સંપન્નતા, સફળતા લાવે.
પંચમહાલ: જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું. ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયુ. ભારે ધુમ્મસના કારણે હાઈવે પર વિઝિબિલિટી ઝીરો છે. વાહન ચાલકોને હાઈવે પર ધુમ્મસના કારણે મુશ્કેલી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસની સફેદ ચાદર છવાઇ.
અમદાવાદ: ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. પતંગ રસિકોમાં વહેલી સવારથી જ ઉત્સાહ છવાયો. મણિનગરમાં વહેલી સવારથી જ યુવાનો ધાબે ચઢ્યા. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાર્યાલય આજે સેવા તીર્થ સંકુલમાં ખસેડવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલાએ અમારી પાસે મદદ માગી હતી. તેમની પાસે 50 મિલિયન બેરલ તેલ છે. તેમણે કહ્યું, “તે લો. તેની કિંમત $5 બિલિયન છે, અને અમે તે લીધું. અમે વેનેઝુએલાના લોકો અને પ્રતિનિધિઓ સાથે કામ કરી રહ્યા છીએ.”
ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ આજથી સિંગાપોરની કોર્ટમાં શરૂ થશે. ઝુબીન ગર્ગનું થોડા મહિના પહેલા સિંગાપોરમાં અવસાન થયું હતું. આ કેસમાં ભારતમાં પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આદર્શ રીતે, અમે તે જોવા માંગીએ છીએ. અમે નથી ઇચ્છતા કે લોકો માર્યા જાય, અને અમે આ લોકો માટે થોડી સ્વતંત્રતા જોવા માંગીએ છીએ. આ લોકો લાંબા સમયથી નરકમાં જીવી રહ્યા છે.”
થોડા કલાકોમાં જ ઈરાન પર બે બેઠકો વ્હાઇટ હાઉસ ખાતે યોજાઈ હતી. TV9 સૂત્રો અનુસાર, મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ, વિદેશ સચિવ, સંરક્ષણ સચિવ, અન્ય રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાજર હતા. ટ્રમ્પ હાજર નહોતા. આ બેઠકમાં ઈરાન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મિશિગનથી પાછા ફર્યા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા ઓવલ ઓફિસ ગયા, અગાઉના નિર્ધારિત સમય મુજબ તેમના વ્હાઇટ હાઉસ નિવાસસ્થાને નહીં. ત્યાં, તેમને ઈરાનની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી અને લશ્કરી કાર્યવાહીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી.
ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પરિવારજનો અને કાર્યકરો સાથે મકરસંક્રાતિ પર્વની કરશે ઉજવણી. અમિત શાહ જગન્નાથ મંદિરે દર્શન અને ગૌપૂજન કરશે. નારણપુરામાં હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ સ્કીમનું ભૂમિપૂજન કરશે. નારણપુરા, અખબારનગર અને નવા વાડજમાં સ્થાનિકો સાથે પતંગ ચગાવશે.
મહેસાણા જિલ્લાના ઊંઝામાં કમળાના વધતા વધતા હવે પાણીપુરીની લારીઓ બંધ કરવામાં આવી છે..નગરપાલિકાએ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીપુરીના વેચાણ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ મુક્યો છે. ઊંઝામાં કમળાના ત્રણ કેસ નોંધાયા છે..આ ત્રણેય દર્દીઓની પાણીપુરી ખાધાની હિસ્ટ્રી સામે આવતા તંત્રએ તાત્કાલિક અસરથી પાણીપુરીની લારીઓ બંધ કરાવી છે. આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમે પાણીપુરી બનાવતા યુનિટો અને લારી પર તપાસ પણ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. અનેક સ્થળોએ અખાદ્ય તેલ, બગડેલા બટાકા, જૂના ચણા અને દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું જોવા મળ્યું હતું.
આજે ઉત્તરાયણે પતંગ રસિકોને પવનની દિશા અને ગતિ અનુકૂળ રહેશે. ઉત્તર-ઉત્તર પશ્ચિમથી ઉત્તર-ઉત્તર પૂર્વ તરફના પવન ફૂંકાશે. આજે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. પતંગબાજો માટે અનુકૂળ સ્થિતિ રહેશે.
આજે 14 જાન્યુઆરીને બુધવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Wed, 14 January 26