
આજે 14 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ઉત્તરાખંડના ઋષિકેશમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો…મુનિકિરેતી સ્થિત રામલીલા મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં આખલાઓ ઘૂસી જતા નાસભાગ મચી હતી..રિયાદોનો નિકાલ કરવા આવેલા સ્ટાફ તેમની ખુરશીઓ છોડીને ભાગી ગયા…ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે..જેમાં આખલાના પ્રવેશતાની સાથે જ લોકો પોતાની જગ્યા છોડીને ભાગતા દેખાય છે..
ઈન્ડોનેશિયામાં કુદરત કોપાયમાન થયુ હોય તેમ લાગી રહ્યુ છે…વરસાદ, પૂર, ભૂસ્ખલન બાદ હવે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો.. પૂર્વ જાવાના લુમાજાંગ રિજન્સીમાં માઉન્ટ સેમેરુ જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ થયો…અને છ કિલોમીટર સુધી રાખ અને ધુમાડો ફેલાઈ ગયો…આસપાસના વિસ્તારોમાં રાખ ફેલાઇ છે…પ્રશાસને આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને એલર્ટ કર્યા…
યુરોપિયન દેશ ફ્રાન્સમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો….ફ્રાન્સ નિલ્સ નામના તોફાનને કારણે ભારે તબાહીનો ભોગ બન્યું છે….વાવોઝાડા અને ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું…વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ ખાબકતા ક્ષિણ ફ્રાન્સ જળબંબાકાર થઈ ગયું છે….કુદરતી આપદામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે…ઘણા વિસ્તારોમાં કેડ સમાણાં પાણી ભરાઈ ગયાં છે…રસ્તાઓ જળબંબાકાર બનતા વાહન વ્યવહાર ખોરવાયો…
તૂર્કીયેમાં વરસી રહેલા ભારે વરસાદથી સાર્વત્રિક વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે….અલાન્યા પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે….જેના કારણે અહીં સ્થિતિ વરણસી છે…ભારે વરસાદના કારણે નદીઓમાં ગાંડીતૂર બની છે…ડીમ ડેમમાં પાણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે..જેના પગલે પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ…ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા છે..
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં અસામાજિક તતવોનો આતંક જોવા મળ્યો..ધર્મવાટિકા સોસાઈટીના રહીશો પર કર્યો હુમલો..કાળા કલરની નંબર પ્લેટ વગરની કારમાં આવી કર્યો હુમલો…સોસાઈટીના સભ્યો પર હથિયાર અને પથ્થરો વડે હુમલો…સોસાઈટીના 2 થી 3 લોકો પર હુમલો થતા ભયનો માહોલ.. હુમલાના સીસીટીવી આવ્યા સામે.
દાહોદના દેવગઢ બારીયાની કોલેજના સંપમાં ખાબક્યો દીપડો..શિકારની શોધમાં આવેલો દીપડો સંપમાં ખાબક્યો..વન વિભાગના વનકર્મીઓએ ઘટના સ્થળે પહોંચી.. દીપડાનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો
રાજકોટ ગોંડલના બાંદરા ગામે નર્મદા પાઇપલાઇનનું પાણી ખેતરોમાં ફરી વળ્યું..ગામના ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું…નર્મદા પાઇપલાઇનનો પાણીનો વાલ વધારે ખોલવાના કારણે પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું..અચાનક પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન.
વડોદરામાં દારૂબંધીની વાતો વચ્ચે પાલિકાના પ્રાંગણમાં જ દારૂની ખાલી બોટલો જોવા મળી..ખંડેરાવ માર્કેટની મુખ્ય કચેરીની અંદર દારૂની ખાલી બોટલો જોવા મળી.. સત્તાધીશો જ્યાં બેસે છે તે જ પ્રાંગણની નીચે અસંખ્ય દારૂની ખાલી બોટલો જોવા મળી..દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી તેને લઈ અનેક સવાલ
“જે સોનાની ઉચાપતની વાત કરી તેની બિલ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ”..”સોનાની કણીની પણ ઉચાપત સાબિત થાય તો રાજીનામું આપવા તૈયાર”..”જેની સુખડી બહાર નથી લઈ જવાતી તેનું સોનું બહાર લઈ જનાર કેવી રીતે બચે !”..અંકિત મહેતાએ ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા પર લગાવ્યો હતો આરોપ.
અમદાવાદ નડિયાદની શાળાના ઈન્ચાર્જ આચાર્યનો ભાંડાફોડ. શાળાના વિદ્યાર્થીની માતાને આચાર્યએ બોલાવી હતી હોટલમાં. LC આપવા કિરીટ ઝાલાએ મહિલાને હોટલમાં બોલાવી હતી. લોકોએ આચાર્યને રંગેહાથ ઝડપી પાડતા કરતૂતનો ભાંડાફોડ. હાથીજણ સર્કલ પાસેની હોટલ રોયલ ઈનમાંથી આચાર્ય ઝડપાયો.
રાજેશ સોનીએ વધુમાં કહ્યું, “વિપક્ષમાં હોવાના કારણે અમે પ્રશ્નો ઉઠાવતા આવ્યા છીએ”. “હું દક્ષિણ ઝોનમાં વારંવાર આંદોલન કરતો આવ્યો છું”. “વિપક્ષના નેતાઓને બદનામ કરવા માટે આ પત્ર ફરી રહ્યો છે”. “ACB અરજી કરનાર અને અમારી બંને પક્ષોની તપાસ કરો”
દાહોદ: માતાએ ત્રણ સંતાનો સાથે ઝેર ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દાહોદ નજીક મધ્યપ્રદેશના અદવાડા ગામમાં હચમચાવતી ઘટના સામે આવી છે. મહિલા અને તેના સંતાનોને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન ત્રણેય સંતાનોને ન બચાવી શકાયા. માતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, સ્થિતિ ગંભીર છે. અજ્ઞાત કારણોસર મહિલાએ આત્મહત્યાનું પગલું ભર્યું. બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ.
મુંબઈના મુલુંડ (પશ્ચિમ)માં એલબીએસ રોડ પર નિર્માણાધીન મેટ્રોના થાંભલાનું સિમેન્ટનું માળખું ધરાશાયી થયું, જેમાં ચાર લોકો ઘાયલ થયા. ઘટના બાદ, ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમોએ ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી.
Baroda Cricket Associationની ચૂંટણી જંગ રોમાંચક બની છે. આ વર્ષે BCAની ચૂંટણીમાં જાણીતા ક્રિકેટર Irfan Pathan પણ કૂદ્યા છે અને પોતાના સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન આપ્યું છે. ઈરફાન પઠાણે BCAમાં પરિવર્તન લાવવા માટે સભ્યોને અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, “બરોડાનું ક્રિકેટનું સ્તર ખૂબ નીચે ગયું છે” અને “બિનઅનુભવીને સિલેક્શન કમિટીના ચેરમેન બનાવી દેવામાં આવે છે”. ઈરફાનના દાવા મુજબ, BCAના પદાધિકારીઓને સલામ ભરો તો જ જોબ મળે છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે, જે તમામ ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વપૂર્ણ બનેલી છે.
રાજકોટમાં દિકરાની લાલચમાં પતિએ પોતાની પત્ની પર ત્રાસ ગુજાર્યો હોવાનો ગંભીર કેસ સામે આવ્યો છે. કેનેડામાં PR ધરાવતા પતિ પર પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ છે. પીડિત મહિલાના દાવા અનુસાર પતિ દારૂ પીને તેને માર મારતો હતો અને 2018 અને 2025માં બળજબરીથી ગર્ભપાત કરાવ્યા હતા. એકવાર વાંકાનેરમાં અને બીજીવાર રાજકોટમાં ગર્ભપાત કરાવવાનો આરોપ છે. મહિલાને IVF માટે 2 વાર થાઈલેન્ડ લઈ જવામાં આવ્યો, જ્યાં પણ પતિ મારકૂટ કરતો રહ્યો હતો. પીડિત મહિલાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી છે અને ન્યાય સાથે પોતાની દીકરીની સુરક્ષાની પણ માગ કરી છે.
સુરતમાં 15 વર્ષ પહેલા થયેલા લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. માહિતી મુજબ આરોપી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો અને વર્ષ 2010માં અડાજણમાં અજુન્ટા કોર્પોરેશનની ઓફિસમાં લૂંટ શરૂ કરી હતી. તેણે બંદૂક બતાવીને માલિક સહિત 3 લોકોને બંધક બનાવી રૂ. 9 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ આચરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ કેસ પર 6 મહિનાથી સતત તપાસ કરીને આરોપીને પકડી પાડ્યો છે.
અમદાવાદઃ વટવા GIDC રોડ પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાડ સાથે કાર અથડાઈ. પૂરપાટ આવતી કારની ટક્કરથી કારચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે. 12 તારીખે રાત્રે થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા. ગાંધીનગરના વાવોલમાં રહેતા અને ચાંગોદર ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનું મોત થયુ છે. પત્નીને બારેજડી લેવા જતા સમયે અકસ્માત નડ્યો.
વડોદરાના સનફાર્મા રોડ પર થર લઇને નીકળેલી યુવતીઓના વાહન સાથે અકસ્માતમાં ડિલિવરી બોય અભિષેક મોરેનું મોત થયું છે. તેઓ એક્ટિવા પર જતાં હતા, ત્યારે લગ્નમાંથી પરત ફરી રહેલી યુવતીઓના વાહન સાથે ટક્કર લાગતા દુર્ઘટના બની. મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે ભારે હોબાળો મચાવ્યો અને પોલીસ પર આરોપ લગાવ્યો કે તેણે અકસ્માત સર્જનાર વાહન પરથી લોહીના ડાઘ દૂર કર્યા. અટલાદરા પોલીસે ઘટનામાં સામેલ યુવતીને ઝડપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવારજનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
સુરત : બોર્ડની પરીક્ષાને લઇ સુરત પોલીસે મોટો નિર્ણય લીધો છે. આજથી DJ વગડાવા પર પ્રતિબંધ ફરમાવ્યો. સાંજે 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે DJ નહિ વગાડી શકાય. પાર્ટી પ્લોટ કે વાડીઓમાં DJ નહીં વગાડી શકાય. લાઉડ સ્પીકર વગાડશે તો DJ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારી વાહનો પર પ્રતિબંધ અને હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ.
Assamની મુલાકાતે Narendra Modi પહોંચ્યા છે. તેમણે રાજ્યમાં 5,450 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. PM મોદી મોરાન એરસ્ટ્રીપ પર ઉતરશે, જ્યાં તેઓ C-130J વિમાનથી એરસ્ટ્રીપ પર પહોંચ્યા છે. બ્રહ્મપુત્ર નદી પર તૈયાર થયેલ Bhaskar Verma Setuનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરશે, જે વિકાસ અને સંવર્ધન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
સુરતમાં વધુ એક વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે. સુરતના વેપારી પાસેથી 50 લાખ રૂપિયા લઈને 85 લાખની વસૂલાત કરવાનો આરોપ આરોપીની સામે આવ્યો છે. ઝીંગાના વેપારીએ ધંધામાં નુકસાન થતા વ્યાજે રૂપિયા લીધા હતા. રાંદેર પોલીસ ટીમે વ્યાજખોરની કાર્યવાહી કરી અને તેને અટકાવી લીધો. આરોપી આનંદ ચાસિયા પાસેથી 51 લાખ રૂપિયા 5 ટકાના દરે લીધા હતા, જેની સામે વેપારીએ 85 લાખ ચૂકવી દીધાનો દાવો કર્યો હતો. આરોપી વધુ રૂપિયા આપવા માટે પઠાણી ઉઘરાણી કરતો અને વેપારીના ઘરે આવી તેની પત્નીને ચપ્પુ બતાવી ધમકી આપવાનો બનાવ બન્યો હતો. 85 લાખ ચૂકવ્યા પછી પણ જમીન બળજબરીપૂર્વક લખાવી લેવાનો આરોપ છે. પોલીસમાં ફરિયાદ મળતાં રાંદેર પોલીસે ઝડપેલા આરોપીની આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ નજીક જાહેરમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. શિવરાજપુર ગામની ચોકડી પાસે રોડ પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે એક આધેડની નિર્દયી રીતે હત્યા કરી હતી. માહિતી મુજબ 10થી વધુ શખ્સોએ પાઇપ, લાકડી અને છરી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. સમગ્ર મારામારી અને હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં મૃતકનો દીકરો પણ ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે Rajkot Civil Hospital ખાતે ખસેડવામાં આવ્યો છે. મામલે જસદણ પોલીસે ગુનો નોંધાવી આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં Ankleshwar GIDC વિસ્તારની સિદ્ધ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના ભાડાના મકાનમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવાતી ફેક્ટરી ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ મકાનના બાથરૂમમાં જ લેબોરેટરી તૈયાર કરી MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ વ્યક્તિ એક ફાર્મા કંપનીમાં કામ કરતો કેમિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન આશરે 70 ગ્રામ જેટલું MD ડ્રગ્સ તથા મોટા પ્રમાણમાં રો મટીરિયલ કબ્જે કર્યું છે. સમગ્ર મામલે ભરૂચ SOGની ટીમે વધુ તપાસ હાથ ધરી આરોપીઓના નેટવર્ક સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.
શુક્રવારે તેલંગાણા જિલ્લાના દોથીગુડેમ વિસ્તારમાં આવેલી rundavan Laboratories Pvt Ltd માં રેડિયેટર ફાટવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડની દસ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હમ્પી ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે સ્ટેજની નજીક આગ લાગી હતી. જોકે, કોઈને ઈજા થઈ ન હતી અને ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
#WATCH | Vijayanagara, Karnataka: As Karnataka CM Siddaramaiah arrived on stage to inaugurate the Hampi Festival, firecrackers were set off, leading to a fire near the stage. No casualties were reported, and fire department officials brought the fire under control. pic.twitter.com/KTnGLsUKxE
— ANI (@ANI) February 13, 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી લગભગ સવારે 10:30 વાગ્યે ડિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પર ઉતરશે, જ્યાં તેઓ ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન નિહાળશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી લગભગ બપોરે 1:00 વાગ્યે બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા પુલની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ બપોરે 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગુવાહાટીના લચિત ઘાટ ખાતે ₹5,450 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
Published On - 7:37 am, Sat, 14 February 26