13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં શરૂ થયો ચોમાસાનો ધમાકેદાર રાઉન્ડ, 168 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ, સુરતના ઉમરપાડામાં 8.5 ઈંચ તો વલસાડના કપરાડામાં ખાબર્યો 3.5 ઈંચ વરસાદ

Gujarat Live Updates આજ 13 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :  રાજ્યમાં શરૂ થયો ચોમાસાનો ધમાકેદાર રાઉન્ડ, 168 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ, સુરતના ઉમરપાડામાં 8.5 ઈંચ તો વલસાડના કપરાડામાં ખાબર્યો 3.5 ઈંચ વરસાદ
| Edited By: | Updated on: Sep 14, 2026 | 9:31 AM

આજે 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Sep 2026 09:00 PM (IST)

    બનાસકાંઠા: આવતીકાલથી 65 જેટલા CNG પંપ બંધ રહેશે

    બનાસકાંઠામાં આવતીકાલથી આશરે 65 જેટલા CNG પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CNG પંપ સંચાલકો અને IRM કંપની વચ્ચે થયેલી વાટાઘાટો નિષ્ફળ જતા આ નિર્ણય લેવાયો છે. પંપ સંચાલકોનું કહેવું છે કે કંપની તરફથી લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી પંપ બંધ રહેશે. અગાઉ પણ એક દિવસ માટે CNG પંપ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપની તરફથી બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં વાત નિષ્ફળ જતાં પંપ સંચાલકોએ ફરી આકરો નિર્ણય લીધો છે. હવે બનાસકાંઠામાં 65 જેટલા CNG પંપ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રહેવાની શક્યતા છે.

  • 13 Sep 2026 08:45 PM (IST)

    રાજ્યમાં ફરી જામ્યો એકવાર વરસાદી માહોલ

    રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.35 ઈંચ નોંધાયો છે. જ્યારે બોટાદના બરવાળામાં 3.27 ઈંચ વરસાદ પડ્યો છે. વાંસદા અને ધરમપુરમાં 3.19 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 47 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.


  • 13 Sep 2026 08:35 PM (IST)

    સાવલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર

    વડોદરાના સાવલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. સાવલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ટુંડાવ, કરચિયા અને ગોઠડા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો માટે આ વરસાદ પાકના વિકાસમાં ફાયદાકારક સાબિત થવાની આશા છે.

  • 13 Sep 2026 08:20 PM (IST)

    ભાવનગરના નક્લી દારૂકાંડમાં વધુ એક મોત

    ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં વધુ એક મોતનો મામલો સામે આવ્યો છે. એક અઠવાડિયા અગાઉ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. શરૂઆતમાં દારૂ પીવાથી મોત થયાની માહિતી હતી, પરંતુ એફએસએલ અને વિશેરા રિપોર્ટમાં ઝેરી દારૂથી મોત થયાનું ખુલ્યું હતું. જેને પગલે ઘોઘારોડ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

    ફરિયાદ મુજબ સંજય અને મુકેશ પટેલને અગાઉ 14 લોકોના મોતની જાણ હોવા છતાં ભાવેશને નકલી રોયલ સ્ટેગની બોટલમાંથી ઝેરી દારૂ પીવડાવ્યો હતો. સંજય અગાઉ પણ લઠ્ઠાકાંડમાં ઝડપાઈ ચૂક્યો છે અને જેલહવાલે કરાયો છે. જ્યારે મુકેશ પટેલની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 13 Sep 2026 08:05 PM (IST)

    જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે લીધો મેયરનો ઉધડો

    નવસારીના વિજલપોર વિસ્તારમાં રોડના ખાતમુહૂર્ત પ્રસંગે માઇકની વ્યવસ્થા ન હોવાથી જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જાહેરમાં ઉધડો લીધો હતો. ધારાસભ્યે મેયર અશોક ધોરાજીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને આકરા સવાલો કર્યા હતા. મામલો થાળે પાડવા મેયરે દરમિયાનગીરી કરતાં ધારાસભ્ય વધુ બગડ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ મેયરે ધારાસભ્યને મીઠાઈ ખવડાવી ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય આર.સી. પટેલે બંને પદાધિકારીઓને વિજલપોર વિસ્તારનું ધ્યાન રાખવા કડક ટકોર કરી હતી. ઘટનાનો વીડિયો સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

  • 13 Sep 2026 07:54 PM (IST)

    અમરાઈવાડીમાં સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ઉકેલાયો ભેદ

    અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી પાડોશમાં રહેતી મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી શિવાંગી જેસર પાસેથી ચોરી કરેલા અંદાજે રૂ. 6 લાખના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. આ સમગ્ર મામલો 11 સપ્ટેમ્બરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સામે આવ્યો હતો. ફરિયાદી મહિલા કરિયાણાની દુકાન ધરાવે છે અને આરોપી શિવાંગી તેની મિત્ર હોવાનું તપાસમાં બહાર આવ્યું. ફરિયાદીના પતિએ બનાવડાવેલા દાગીના શિવાંગીને બતાવ્યા હતા. દાગીના જોયા બાદ શિવાંગીની દાનત બગડી હતી. તેણે ઓફિસમાં તાળું મારવાના બહાને ફરિયાદીના ઘરનું તાળું લઈ તેની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. ત્યારબાદ ઘરમાં તાળું મારેલું હોવા છતાં બીજી ચાવીથી ઘર ખોલી દાગીનાની ચોરી કરી હતી. હાલ તો પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 13 Sep 2026 07:30 PM (IST)

    અમદાવાદ: ખાડિયામાં મકાન ધરાશાયી, 1નું મોત

    અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળ નીચે દબાયેલા એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકોને કાટમાળમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ કરાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે જરૂરી કામગીરી હાથ ધરી છે.

  • 13 Sep 2026 07:15 PM (IST)

    વિરમગામ, માંડલ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ

    અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. દિવસભર ભારે ગરમી અને બફારા બાદ સમીસાંજે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અચાનક વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વિરમગામ અને માંડલ પંથકમાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

  • 13 Sep 2026 07:00 PM (IST)

    હિંમતનગર અને પ્રાંતિજમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદી માહોલ જામતા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની ચિંતા વચ્ચે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હિંમતનગર અને પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતી માટે પાણી મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે લોકો પણ સાવચેત બન્યા હતા.

  • 13 Sep 2026 07:00 PM (IST)

    ​ખેડા: ​કપડવંજ પંથકમાં ધોધમાર વરસાદ

    ખેડાના કપડવંજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કપડવંજ શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. દિવસભર અસહ્ય ગરમી બાદ વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કપડવંજ પંથકમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી મગફળી અને કપાસ સહિતના પાકને ફાયદો થવાની આશા છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. જોકે, વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પર પણ અસર જોવા મળી શકે છે. ખેડૂતો માટે આ વરસાદ પાકના વિકાસમાં મદદરૂપ બનશે.

  • 13 Sep 2026 06:51 PM (IST)

    નવસારી: કાવેરી નદીમાં આવ્યા નીર, તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન

    નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં નવા નીર આવ્યા છે. છેલ્લા 24 કલાકથી કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પાણીની આવક વધતા તડકેશ્વર મહાદેવ મંદિર આ સિઝનમાં ત્રીજી વખત જળમગ્ન થયું છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

  • 13 Sep 2026 06:13 PM (IST)

    અમદાવાદમાં મન મુકીનો વરસ્યો મેહુલિયો

    અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં મેહુલિયો મન મુકીને વરસ્યો. પૂર્વમાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર, ખોખરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. પશ્ચિમ વિસ્તારમાં માણેકબાગ, ઈન્કમટેસ્ક સહિતના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર જોવા મળી. કાળા ડિબાંગ વાદળ વચ્ચે મુશળધાર વરસાદને પગલે અંધારપાટની જેવી સ્થિતિ સર્જાઈ.  વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સાથે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા.

  • 13 Sep 2026 06:11 PM (IST)

    અમદાવાદમાં અનરાધાર વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

    અમદાવાદ શહેરમાં આજે અનરાધાર વરસાદ વરસતા પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. એસ.જી. હાઇવે, બોપલ, ગોતા, વેજલપુર, સરખેજ, શેલા, સોલા, શીલજ અને જોધપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જીવરાજ પાર્ક, આનંદનગર, શ્યામલ અને શિવરંજની વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. બાપુનગર, ગોમતીપુર અને ખોખરા સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.

  • 13 Sep 2026 06:11 PM (IST)

    કચ્છ પંથકમાં ફરી વરસાદી માહોલ

    કચ્છ પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ અને અંજાર તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, અબડાસા અને મુન્દ્રા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. રાપર તાલુકાના ખેંગારપર અને સુવઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી, વિથોણ, મોરાય, મોરગર અને કોટડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગઢશીશા, દરશડી, વિરાણી અને લુડવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદ થતાં સ્થાનિક જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.

  • 13 Sep 2026 04:45 PM (IST)

    AMC નો આદેશ, મીઠાઈની દુકાનો પર રાખવી પડશે ‘ટેસ્ટિંગ કીટ’

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મીઠાઈના વેપારીઓને પોતાની દુકાનો પર ટેસ્ટિંગ કીટ રાખવા સૂચના આપવામાં આવી છે, જેના પગલે હવે અનેક વેપારીઓ પોતાની દુકાનમાં આ કીટ રાખી રહ્યા છે.

    તહેવારોના સમયમાં વેપારીઓ દ્વારા થતી ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. આ બાબતને ધ્યાન ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગની ટીમ દ્વારા તમામ મીઠાઈ વિક્રેતાઓને ટેસ્ટિંગ કીટ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે, જેના આધારે અનેક મીઠાઈના વેપારીઓએ આ કીટ રાખવાની શરૂઆત કરી દીધી છે. સારી વાત એ છે કે, ગ્રાહકો આ વાતને આવકારી રહ્યા છે.

  • 13 Sep 2026 04:10 PM (IST)

    કચ્છમાં વિદ્યાર્થી આંદોલનની જીત, ST તંત્રએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી

    કચ્છમાં અનિયમિત બસ સેવા સામે વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી 27 કિલોમીટરની પદયાત્રા યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ માટે ભુજ-નારાયણ સરોવર બસ સેવા નિયમિત કરવાની તેમની માંગ હતી. વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. આંદોલન બાદ ST તંત્રએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી છે.

  • 13 Sep 2026 02:46 PM (IST)

    સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હાથમાં લખેલ હતો ફોન નંબર-લખાણ

    અમદાવાદની સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી. યુવકના હાથમાંથી મોબાઈલ નંબર અને લખાણ મળ્યુ. મારી બોડી મારા પિતાને સોંપી દેજો તેવો ઉલ્લેખ
    પોલીસે મૃતકના પિતાને જાણ કરીને મૃતદેહ સોંપવા તજવીજ હાથ ધરી. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર ગઈકાલે પણ એક હાડપિંજર મળી આવ્યું હતું. બંને બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી..

  • 13 Sep 2026 01:53 PM (IST)

    દિલજીત ડોસાંજ નવેમ્બરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજશે કોન્સર્ટ

    અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એક કોન્સર્ટની જાહેરાત કરાઈ છે. પંજાબી ગાયક દિલજીત ડોસાંજ એ કરી જાહેરાત. આગામી 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કોન્સર્ટ. અગાઉ ભારતમાં કોન્સર્ટ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના હોવાના નિવેદન બાદ છેડાયો હતો વિવાદ. નિવેદનના થોડા દિવસો બાદ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો હતો કોલ્ડપ્લે કોન્સર્ટ. હવે ખુદ દિલજીત ડોસાંજ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજવાની કરી છે જાહેરાત.

  • 13 Sep 2026 01:45 PM (IST)

    હિંમતનગરમાં ખેડૂતોની મહાસભા, કોન્ટ્રાક્ટ ફાર્મિગ બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોએ કંપની સામે ચડાવી છે બાયો

    સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતોની મહાસભા. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોની મહાસભા યોજાશે. ટ્રેક્ટરો સાથે ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા છે. બટાકા પકવવામાં પડતી મુશ્કેલી અને મુખ્ય ચાર માંગો સાથે ખેડૂતોએ કંપની સામે ચડાવી છે બાયો. 300 કરતાં વધુ ભાવ, 100 કિલોએ 1 કિલોથી લઈ 1 કિલો 600 ગ્રામ જેટલી ગેરકાયદે કપાત બંધ કરવા માંગ કરવામાં આવી છે. બ્રાઉન સ્પોર્ટના નામે થતી કપાત બંધ કરવી અને લોડિંગ અને અનલોડીંગ ચાર્જ કંપનીઓ ભોગવે સહિતની ચાર માગો કરાઈ છે. માગણીઓ સંતોષવામાં ના આવે તો બટાકા પકાવતા ખેડૂતો બટાકાની વાવણીથી અળગા રહેશે.

  • 13 Sep 2026 01:32 PM (IST)

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને યોજાઈ સમિક્ષા બેઠક

    અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમના રોજ યોજાયા મેળાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં બેઠક. વહીવટી તંત્ર સાથે મેળાની વ્યવસ્થાઓ અંગે ચર્ચા
    ભક્તોની યાત્રા સુગમ અને સુરક્ષિત રહે તેવું આયોજન કરાયું. પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદથી ભક્તો ઉમટશે. GSRTC દ્વારા ભક્તો માટે સુચારુ પરિવહન વ્યવસ્થા. ST બસોના રૂટ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા.
    RTO, પોલીસ અને તંત્ર વચ્ચે સંકલિત કામગીરી પર ભાર. મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર સજ્જ. પ્લાસ્ટિક મુક્ત અંબાજી માટે વિશેષ આયોજન કરાયું છે. સ્વચ્છતા સાથે ભક્તોની આસ્થાને સાકાર કરવાનો પ્રયાસ.

  • 13 Sep 2026 01:21 PM (IST)

    ભાવનગરમાંથી નકલી વિદેશી દારુ બનાવવાની ફેકટરી ઝડપાઈ, મોરબી, રાજસ્થાન, ભાવનગર શહેર અને જિલ્લાના 10 વ્યક્તિના નામ ખુલ્યા

    ભાવનગરમાંથી વધુ એક વાર વિદેશી દારૂ બનાવવાની નકલી ફેક્ટરી ઝડપાઈ છે. LCBએ હાદાનગર વિસ્તારમાં નકલી દારૂની ફેક્ટરી પર પાડ્યા દરોડા. નકલી ફેક્ટરીમાં બનાવટી રોયલ સ્ટેગના ચપટા બનાવવામાં આવતાં હતા. LCBએ 3 વ્યક્તિની કરી ધરપકડ, ફરાર 7 શખ્સની શોધખોળ ચાલુ. મુખ્ય આરોપી અક્ષયરાજસિંહ રેલવેનો કર્મચારી હોવાની વિગત. મોરબીમાં રહેતાં તેના બનેવી રામદેવસિંહે નકલી દારૂ બનાવનાર કોન્ટેક્ટમાં હોવાનુ જણાવ્યુ. રાજસ્થાનના શખ્સે દારૂ બનાવવા માટે જરૂરી સામગ્રી પાર્સલથી ભાવનગર મોકલી હતી. રાજસ્થાનથી સૂર્યપ્રતાપસિંઘ નામનો શખ્સ ભાવનગર આવી નકલી દારૂ બનાવતો હતો. ઝડપાયેલ જીતેન્દ્ર ખાવડિયાએ વિદેશી દારૂ બનાવવા અને તેના સાધનોની દેખરેખ રાખતો હતો. મોરબી, રાજસ્થાન, ભાવનગર શહેર અને જિલ્લાના 10 વ્યક્તિના નામનો ખુલાસો થયો છે. LCBએ રેલવે કર્મચારી સહિત 3 વ્યક્તિને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

  • 13 Sep 2026 12:21 PM (IST)

    બોટાદના મુંગલપુર મેલડી ધામમાં 25 લાખથી વધુની ચોરી, અગાઉ 2 વાર થયેલ ચોરીનો પણ ભેદ ઉકેલાયો નથી

    બોટાદના મુંગલપુર મેલડી ધામમાં 25 લાખથી વધુની ચોરી થવા પામી છે. મંદિરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. અંદાજે 7 કિલો ચાંદી અને 5 તોલા સોનું ચોરાયું છે. એક જ મંદિરમાં સતત ત્રીજી વખત ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે આશરે 1 વાગ્યે તસ્કરોએ ચોરી કરી છે. દાનપેટી તોડી રોકડ બાદ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. મુગટ, ત્રિશૂળ, આરતીના સામાન સહિત દાગીનાની ચોરીને લઈ ગયા. તસ્કરોએ 5થી 7 CCTV કેમેરાના કનેક્શન કાપ્યા. મહંતના રૂમ સાથેના કેમેરામાં ચોરીના દ્રશ્યો કેદ થયા છે. એકથી વધુ શખ્સો સામેલ હોવાની પોલીસને આશંકા છે. અગાઉની બે ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. ત્રીજી ચોરીથી ભક્તોમાં રોષ, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ થયા છે. ચોર ટોળકીને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ.

  • 13 Sep 2026 12:15 PM (IST)

    અમરેલીના બાબરા શહેરમાં વરસાદથી બજારના રસ્તા પર વહેતાં થયાં પાણી

    અમરેલીના બાબરા શહેરમાં વરસાદથી બજારના રસ્તા પર વહેતાં થયાં પાણી. કરીયાણા રોડ પર પાણી ભરાયા. પથિકા આશ્રમ પાછળ આવેલ શહીદ ચોક પાસે ભૂગર્ભ ગટરોના દુર્ગંધ મારતાં પાણી રોડ પર વહેતા થયા. પહેલા વરસાદે ખોલી પાલિકાની પોલ ભૂગર્ભ ગટરના બદલે પાણી વહી રહ્યાં છે રસ્તા પર.

  • 13 Sep 2026 11:57 AM (IST)

    ઉપલેટા નજીક મોટી પાનેલી ગામ પાસે ST-ખાનગી બસ વચ્ચે અકસ્માત, 1નું મોત, 9 ઈજાગ્રસ્ત, ડ્રાઈવર-કન્ડકટર ગંભીર

    રાજકોટના ઉપલેટા નજીક મોટી પાનેલી ગામ પાસે 2 બસ વચ્ચે અકસ્માતમાં 1 મોત થયું છે. એસટી અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત. સીદસર રોડ પર વહેલી સવારની ઘટના. જામનગર-ઉના રૂટની એસટી બસ સાથે તુલસી ટ્રાવેલ્સની બસ અથડાઈ. અકસમાતમાં 9 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત. 62 વર્ષીય માલતીબેન જોગીનું ઘટના સ્થળે મોત. ઈજાગ્રસ્તોને ઉપલેટા હોસ્પિટલ ખસેડાયા. એસટી બસ ડ્રાઈવર અને કંડક્ટર ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. બંનેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા છે.

  • 13 Sep 2026 11:46 AM (IST)

    લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી, જળસપાટી 335.27 ફૂટ પર પહોંચી

    તાપી જિલ્લાના ઉકાઇમાં પડેલા સાડા અગિયાર ઈંચ વરસાદ બાદ ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી 80 હજાર 259 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની જળસપાટી 335.27 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક. ડેમમાં પાણીની આવક થતા દક્ષિણ ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર. ડેમની ભય જનક સપાટી 345 ફૂટ છે.

  • 13 Sep 2026 11:01 AM (IST)

    આગામી 3 કલાકમાં વરસાદને લઈ હવામાન વિભાગે, ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી આપી

    આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યના 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર, તાપી, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, નવસારી, ડાંગમાં રેડ એલર્ટ. રાજ્યના 7 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. બોટાદ, આણંદ, અમરેલી, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજ્યના અન્ય 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ. ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ.

  • 13 Sep 2026 09:57 AM (IST)

    ભારે વરસાદને પગલે દિલ્હી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ

    ભારે વરસાદને પગલે દિલ્હી થી સુરત આવેલ ફ્લાઈટને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે. સુરતમાં ગતરાતે અચાનક ભારે વરસાદથી ખરાબ હવામાન સર્જાયું હતું. ખરાબ હવામાનના કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ શક્ય ન બન્યું. દિલ્હીથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. ફ્લાઈટમાં કુલ 18 મુસાફરો હતા સવાર. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફ્લાઈટ સુરત આવવાની શક્યતા

  • 13 Sep 2026 09:35 AM (IST)

    Indonesian Breaking News : ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં 240 લોકોને લઈ જતુ જહાજ થયું લાપત્તા, બચાવ કામગીરી શરૂ

    જાવા સમુદ્રમાં 240 મુસાફરોથી સવાર એક પેસેન્જર જહાજનો સંપર્ક તૂટી ગયો છે. આ ઘટના બાદ, સત્તાવાળાઓએ રવિવારે જહાજને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. ‘વર્ગો ટ્રાન્સપોર્ટ 8’ નામનું આ જહાજ પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી બોર્નિયો ટાપુ પર આવેલા દક્ષિણ કાલીમંતન પ્રાંતની રાજધાની બંજરમાસિન જઈ રહ્યું હતું.

  • 13 Sep 2026 08:37 AM (IST)

    ડાંગ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં આવ્યા નવા નીર, ગીરા ધોધ ફરી થયો સક્રીય

    હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું છે રેડ એલર્ટ. ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ભાદરવામાં ભરપૂર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક ઝરણા તેમજ ગીરા ધોધ ફરી થયો સક્રિય. અંબિકા નદીમાં પાણી વધતા ગીરા ધોધનો નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ. આહવા : 4.5 ઇંચ. સાપુતારા : 2.73 ઇંચ. વઘઈ : 5.63 ઇંચ અને સુબીર : 5.92 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • 13 Sep 2026 08:35 AM (IST)

    ભરૂચ જિલ્લામાં શનિવારની રાત્રીએ 15 મી.મી.થી 3.5 ઇંચ સુધી વરસ્યો વરસાદ

    ભરૂચ જિલ્લામાં ગત રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જંબુસર 1 ઇંચ, આમોદ 15 મી.મી., વાગરા 1.5 ઇંચ, ભરૂચ 3 ઇંચ, ઝઘડિયા 2 ઇંચ, અંકલેશ્વર 3.5 ઇંચ, હાંસોટ 3 ઇંચ, વાલિયા 2.5 ઇંચ, નેત્રંગ 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • 13 Sep 2026 08:33 AM (IST)

    આજે સવારના 6થી 8 સુધીના 2 કલાકમાં નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, નવસારી, તાપી, અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા જિલ્લાના 84 તાલુકામાં વરસાદ વરસ્યો

    આજે 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં દોઢ ઈંચ, ભરૂચના વાગરામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 13 Sep 2026 08:01 AM (IST)

    વરસાદની આગાહી વચ્ચે અમરેલીના લાઠી, રાજુલા, જાફરાબાદ પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ

    અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી વચ્ચે સવારથી જ વરસદી માહોલ સર્જાયો છે. અમરેલીના લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. રાજુલા, જાફરાબાદ પંથકમાં શહેર અને આસપાસ વિસ્તારમાં ધીમીધારે વરસાદ
    વહેલી સવારે મોટાભાગે વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

  • 13 Sep 2026 07:59 AM (IST)

    ભાવનગરમાંથી નકલી PSI ઝડપાયા

    ભાવનગરના જવાહર મેદાનમાં નકલી પોલીસનો પર્દાફાશ, નકલી આઈકાર્ડ સાથે શખ્સ ઝડપાયો, ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાયેલા લોકમેળામાં નકલી પોલીસ બનીને ફરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગુજરાત પોલીસના આઈકાર્ડ સાથે એક શખ્સ મેળામાં ફરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • 13 Sep 2026 07:21 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વઘુ ઉકાઈમાં 12 ઈંચ

    ગુજરાતમાં શનિવાર 12 સપ્ટેમ્બરને શનિવારના રોજ સવારના 6 વાગ્યાથી રવિવાર 13 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ઉકાઈમા્ં 12 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા આઠ ઈંચ વરસાદ નોધાયો છે.

Published On - 7:19 am, Sun, 13 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.