13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે સવારના 6થી 8 સુધીના 2 કલાકમાં નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, નવસારી, તાપી, અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા જિલ્લાના 84 તાલુકામાં વરસાદ વરસ્યો

Gujarat Live Updates આજ 13 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે સવારના 6થી 8 સુધીના 2 કલાકમાં નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, નવસારી, તાપી, અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા જિલ્લાના 84 તાલુકામાં વરસાદ વરસ્યો
| Edited By: | Updated on: Sep 13, 2026 | 8:37 AM

LIVE NEWS & UPDATES

  • 13 Sep 2026 08:37 AM (IST)

    ડાંગ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં આવ્યા નવા નીર, ગીરા ધોધ ફરી થયો સક્રીય

    હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું છે રેડ એલર્ટ. ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ભાદરવામાં ભરપૂર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક ઝરણા તેમજ ગીરા ધોધ ફરી થયો સક્રિય. અંબિકા નદીમાં પાણી વધતા ગીરા ધોધનો નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ. આહવા : 4.5 ઇંચ. સાપુતારા : 2.73 ઇંચ. વઘઈ : 5.63 ઇંચ અને સુબીર : 5.92 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • 13 Sep 2026 08:35 AM (IST)

    ભરૂચ જિલ્લામાં શનિવારની રાત્રીએ 15 મી.મી.થી 3.5 ઇંચ સુધી વરસ્યો વરસાદ

    ભરૂચ જિલ્લામાં ગત રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જંબુસર 1 ઇંચ, આમોદ 15 મી.મી., વાગરા 1.5 ઇંચ, ભરૂચ 3 ઇંચ, ઝઘડિયા 2 ઇંચ, અંકલેશ્વર 3.5 ઇંચ, હાંસોટ 3 ઇંચ, વાલિયા 2.5 ઇંચ, નેત્રંગ 2 ઇંચ વરસાદ નોંધાયો છે.


  • 13 Sep 2026 08:33 AM (IST)

    આજે સવારના 6થી 8 સુધીના 2 કલાકમાં નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, નવસારી, તાપી, અમરેલી, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા જિલ્લાના 84 તાલુકામાં વરસાદ વરસ્યો

    આજે 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં દોઢ ઈંચ, ભરૂચના વાગરામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 13 Sep 2026 08:01 AM (IST)

    વરસાદની આગાહી વચ્ચે અમરેલીના લાઠી, રાજુલા, જાફરાબાદ પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ

    અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી વચ્ચે સવારથી જ વરસદી માહોલ સર્જાયો છે. અમરેલીના લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. રાજુલા, જાફરાબાદ પંથકમાં શહેર અને આસપાસ વિસ્તારમાં ધીમીધારે વરસાદ
    વહેલી સવારે મોટાભાગે વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

  • 13 Sep 2026 07:59 AM (IST)

    ભાવનગરમાંથી નકલી PSI ઝડપાયા

    ભાવનગરના જવાહર મેદાનમાં નકલી પોલીસનો પર્દાફાશ, નકલી આઈકાર્ડ સાથે શખ્સ ઝડપાયો, ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાયેલા લોકમેળામાં નકલી પોલીસ બનીને ફરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગુજરાત પોલીસના આઈકાર્ડ સાથે એક શખ્સ મેળામાં ફરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • 13 Sep 2026 07:21 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વઘુ ઉકાઈમાં 12 ઈંચ

    ગુજરાતમાં શનિવાર 12 સપ્ટેમ્બરને શનિવારના રોજ સવારના 6 વાગ્યાથી રવિવાર 13 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ઉકાઈમા્ં 12 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા આઠ ઈંચ વરસાદ નોધાયો છે.

આજે 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:19 am, Sun, 13 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.