આજે 13 જુન મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મંગળવારે (13 જૂન) મુંબઈ લોકલ ટ્રેન સેવા ખરાબ રીતે ખોરવાઈ ગઈ હતી. પશ્ચિમ રેલવેના મલાડ સ્ટેશન પાસે ટેકનિકલ ખામીને કારણે બપોરથી સાંજના 5 વાગ્યા સુધી 90થી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી અને 220 ટ્રેનો મોડી ચાલી હતી. જેના કારણે મુંબઈની પશ્ચિમ રેલવેના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મલાડ સ્ટેશન પાસે સિગ્નલ સિસ્ટમમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. સાંજે લોકો પોતાના ઘરે જવા નીકળ્યા ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
વાવાઝોડું બિપરજોય દરિયામાં પ્રતિ કલાકે 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. એક તબક્કે ગુજરાતની દરિયાઈ સરહદેથી દૂર હટ્યા બાદ વાવાઝોડુ બિપરજોય ગુજરાત કોસ્ટ વિસ્તારથી ફરી થોડુ નજીક આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના છેલ્લા અહેવાલ અનુસાર, વાવાઝોડું બિપરજોય પોરબંદરથી 310 કિમી, દ્વારકાથી 290 કિમી, જખૌથી 310 કિમી, નલિયાથી 330 કિમી દૂર છે. જ્યારે પાકિસ્તાનના કરાંચીથી 410 કિમી દૂર છે વાવાઝોડું.
સૂર્યમુખીના MSPને લઈને શરૂ થયેલ ખેડૂતોના આંદોલનનો મોડી સાંજે અંત આવ્યો છે. આ અંગે માહિતી આપતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, આંદોલન સમાપ્ત થઈ ગયું છે અને હવે તમામ રસ્તાઓ ખોલવામાં આવશે. અમારો પાક MSP પર ખરીદવામાં આવે તે માટે અમે વિરોધ કરી રહ્યા હતા. અમે સમગ્ર દેશમાં MSP પર લડતા રહીશું. MSP અંગે ભારત સરકાર જે દર ધરાવે છે તે આપવો પડશે.
યુક્રેનિયન શહેર ક્રિવી રિહમાં રહેણાંક મકાન અને એક વેરહાઉસ પર રશિયન મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે. અને અન્ય 28 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના વતન ક્રીવી રીહ પર હુમલો ત્યારે થયો છે જ્યારે યુક્રેનની સૈન્ય રશિયન આક્રમણના 15 મહિનાથી વધુ સમય પછી પ્રતિઆક્રમણના પ્રારંભિક તબક્કામાં છે.
ગુજરાતમાં વિનાશક વાવાઝોડા બિપરજોયની તારાજીમાંથી લોકોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની 15 તથા એસ.ડી.આર.એફ.ની 12 ટીમો તહેનાત કરાઈ છે. માર્ગને થનારા સંભવિત નુકસાનને પહોચી વળવા માટે, માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ અને ઊર્જા વિભાગની 597 ટીમ સતર્ક કરાઈ છે. જે સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. 167 જે.સી.બી, 230 ડમ્પર સહિત 924 મશીનરી અને વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ થયુ છે. કચ્છમાં એસ.ઇ. ને ખાસ ફરજ સોંપાઇ છે.
ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા બિપરજોય સામે ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાને લઈને, આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે.
આજે મંગળવારે એકનાથ શિંદેની શિવસેનાની એક જાહેરાતમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરતાં વધુ લોકપ્રિય હોવાનું કહેવાય છે. જેના કારણે શિવસેનાના ભાજપ સાથેના ગઠબંધનમાં ખટાશના સમાચાર મળી રહ્યા છે. આ સમાચારો વચ્ચે અચાનક સીએમ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે દિલ્હી ગયા છે. તેમના દિલ્હી જવા પાછળનું કારણ શિંદે જૂથ દ્વારા આપવામાં આવ્યું નથી. તેઓ દિલ્હી ગયા છે ત્યારે આ બાબતને લઈને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બિપરજોય વાવાઝોડુ દ્વારકાથી હજુ ઘણું દૂર હોવા છતા તેની અસર દરિયાકિનારે જોવા મળી રહી છે. દિવસભર ભારે પવનની સાથે વરસાદ વરસતો રહ્યો છે. તો બીજી બાજૂ દરિયાની ભરતી સમયે 15 ફૂટ ઉચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરન્ટ જોવા મળતા, લોકોને દરિયા કિનારા પર જવા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરિયાકાંઠા પર પોલીસની સાથે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 16 તારીખ સુધી દરિયા કિનારાના લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.
ગુજરાત ઉપર ત્રાટકનારા સંભવિત વાવાઝોડા બિપરજોયને કારણે, દર બુધવારે યોજાતી સાપ્તાહિક કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. ગુજરાતના તમામ પ્રધાનોને વાવાઝોડા બિપરજોયને લઈને સોંપેલ કામગીરી કરવા અને જિલ્લામાં જ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
એરલાઇન GoFirst એ એક નોટિસ જાહેર કરીને માહિતી આપી છે કે તેમની તમામ ફ્લાઇટ્સ આગામી 16 જૂન સુધી રદ કરવામાં આવી છે. કંપનીએ તેનું કારણ ઓપરેશનલ રિજન તરીકે આપ્યું છે.
દર વર્ષે 21 જૂને યોજવામાં આવે છે વિશ્વ યોગ દિવસ. બીપરજોયના સંકટ વચ્ચે, યોગ દિવસની ઉજવણીઓ રદ કરવાના મૂડમાં છે સરકાર. જો કે આ અંગેનો આખરી નિર્ણય આવતીકાલે લેવાઈ શકે છે સત્તાવાર નિર્ણય.
અબડાસા તાલુકાનો પિંગ્લેશ્વર બીચ સહેલાણીઓ બંધ કરી દેવાયો છે. સંભવિત ચક્રવાત બિપરજોયની સંભાવનાને પગલે બીચ બંધ કરાયો છે. DYSP અને PSI દ્વારા બીચ પર મુલાકાત લઈને બંધ કરાયો છે બીચ
વાવાઝોડા બિપરજોયને લઈને તંત્રે કચ્છમાંથી 9000 લોકોનુ સ્થળાંતર કરાવ્યું છે. જ્યારે વિવિધ હોસ્પિટલમા 1874 બેડ ઉપલબ્ધ કરાવ્યાં છે. સ્થિતિને પહોચી વળવા માટે 270 એમ્બ્યુલન્સ કચ્છમા ઉપલબ્ધ કરાવાઈ છે. સેલ્ટર શરૂ કર્યુ છે, જેમાં 48000 ફુડ પેકેટ તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે. દુધસાગર ડેરી પાસેથી દુધ પાઉડર મંગાવી સેલ્ટર હોમ ખાતે પહોચાડાશે. કચ્છમા 131 સગર્ભા મહિલાઓને સલામત ખસેડાઇ છે. કચ્છમા એક કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના બે પ્રધાનો હાજર રહીને તંત્રને જરુરી દિશાનિર્દેશ આપી રહ્યાં છે. કચ્છમાથી કુલ 21,000 લોકોનુ સ્થળાંતર કરાશે. કચ્છના જખૌ સહિત 18 દરિયાઇ વિસ્તારમા 1900 બોટો સુરક્ષીત રખાઇ છે. કચ્છના જખૌ બંદર પર સામાન્ય માણસો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે.
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સજ્જતા હાથ દરી લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓ સાથે સંકલન સહિત ઈમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલીના સમયમાં ત્વરીત રાહત અને મદદ પહોંચાડી શકાય એ માટે કંટ્રોલરુમ અગાઉથી જ શરુ કરીને દરેક જિલ્લાઓ સાથે સંકલન શરુ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સીધુ જોડાણ રાખવા સાથે નજર રાખવાની શરુઆત કરવામાં આવી હતી. સજ્જતા માટેની જરુરિયાતોને રજૂ કરવા માટે સ્ટેટ કંટ્રોલ રુમ સંકલનમાં રહ્યુ હતુ.
Kutch: બિપોરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે સેનાના જવાનો વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે.
Jamnagar : ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈ જે જિલ્લાઓમાં વાવાઝોડાની વધુ અસર થવાની છે ત્યાંના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા વહીવટી તંત્રને મુખ્ય સચિવ રાજકુમારે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ આંચકા લાંબા સમયથી અનુભવાઈ રહ્યા છે. જો કે, અત્યાર સુધી ભારત કે પાકિસ્તાનના કોઈપણ વિસ્તારમાંથી ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી.
Weather Update: ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે, પરંતુ દેશના ઘણા ભાગો આ સમયે ગરમીના મોજાનો સામનો કરી રહ્યા છે. લોકોને ચોમાસાથી ઘણી આશા છે કે તે તેમને કાળઝાળ ગરમીમાંથી રાહત આપશે. પરંતુ હવામાન વિભાગે ચોમાસાને લઈને ખરાબ સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરએ આગાહી કરી છે કે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ મોટો ફટકો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
સાયક્લોન બાયપોરજોયને લઈને જામનગર પણ એલર્ટ મોડ પર છે. લગભગ 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પાડવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે જૂના રેલવે સ્ટેશનને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે અને પરમ દિવસે શહેરમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે.
ચક્રવાત બિપરજોયને જોતા સાવચેતીના પગલારૂપે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાંથી 6730 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગરિયાના 4509 લોકોને અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 2221 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ તમામને 187 શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. તમામ કેન્દ્રો પર ફૂડ પેકેટ, મેડિકલ કીટ સહિત એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમિત શાહે કહ્યું વાવાઝોડામાં સંકટ સામે લડવા માટે તૈયાર છીએ, આપણે આવી અનેક સમસ્યાઓનો અગાઉ સામનો કર્યો છે. આ સાથે જ ઘણા બધા લોકોના સુઝાવ પણ મળી રહ્યા છે તેના પર પણ વિચાર કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મજબૂત બનાવવામાં આવ્યું છે
Biparjoy Cyclone : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વાવાઝોડાના સંકટને પહોંચી વળવા રાજય અને કેન્દ્ર સરકાર સજ્જ હોવાનો કેન્દ્રીય આરોગ્ય પ્રધાને દાવો કર્યો છે. મનસુખ માંડવિયાએ કચ્છમાં નિવેદન આપ્યું છે કે સ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના આયોજનને સહકાર આપીશું.
સૌથી વધુ નુકસાન થતા કચ્છના બંદરો પર તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. તમામ શીપને પોર્ટ પર લાંગરી દેવાઈ છે અને ક્રૂ-મેમ્બરોને સાવચેતીના ભાગરૂપે સૂચના આપી દીધી છે. જરૂર પડશે તો આર્મી એરફોર્સની મદદ લેવામાં આવશે. બંદરની આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે. ઈમરજન્સીને પહોંચી વળવા દવાનો જથ્થો સ્ટોકમાં હોવાનો મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું આગેકૂચ કરી રહ્યુ છે. વાવાઝોડું પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ વધતું જઇ રહ્યુ છે. વાવાઝોડું પોરબંદરથી 290 કિમી દૂર છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આવતી કાલ રાતથી સાયકલોન વધુ આક્રમક બનવાની સંભાવના છે. 15 જૂને માંડવીથી કરાચી વચ્ચે આ વાવાઝોડું ટકરાશે. જખૌથી 125થી 135 પ્રતિ કલાકની ગતિથી તે પસાર થશે.
Biparjoy Cyclone : ચોમાસાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલ અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢ અને કલ્યાણપુરમાં પણ માત્ર બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના માળીયા હાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. આજે બપોર બાદ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર શરુ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરી તમામ સંભવત અસરગ્રસ્ત લોકોને સલામત ખસેડવામાં આવશે. કચ્છમાં 15000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાનો અંદાજ છે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ,મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
Devbhumi Dwarka : એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું (Indian Coast Guard) દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા.
બિપોરજોય વાવાઝોડાને પહોંચી વળવા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહપ્રધાન અમિત શાહ આ મુદ્દે બેઠક કરશે. બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક . ત્યારે આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ જોડાશે. 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બિપરજોય વાવાઝોડાને કારણે સાવચેતીની ભાગરૂપે કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરાયુ છે. 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. તમામને 187 સેલ્ટર હોમમાં સલામત રખાશે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ, મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી અને 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.
Jamnagar : જામનગરમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે. આશરે 100 વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતી ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે. જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.
જિલ્લા કલેક્ટર ભાવનગર દ્વારા તમામ જનતાને અનુરોધ કરવામાં આવે છે કે બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના કંટ્રોલરૂમ નંબર-૦૨૭૮-૨૫૨૧૫૫૪, ૦૨૭૮-૨૫૨૧૫૫૫ અને જિલ્લા કંટ્રોલરૂમના ટોલ ફ્રી નંબર ૧૦૭૭ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તાલુકાના કન્ટ્રોલ રૂમના નંબરો
Cyclone Biparjoy : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. બિપરજોય વાવાઝોડા સામે ભાજપ સંગઠન પણ સજ્જ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ હોદ્દેદારો સાથે બેઠક કરી છે.
ચક્રવાત બિપરજોયની અસર જોધપુર અને ઉદયપુરમાં પણ જોવા મળશે. ભારે પવન સાથે વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. લોકોને હવામાન વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ચક્રવાતની અસર 15 અને 16 જૂને જોવા મળશે.
બિપરજોય વાવાઝોડાને પગલે હવે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ મોડ પર છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જેના માટે 21 જેટલા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર, તુલસીશ્યામમાં સિંહો પર વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને રાજ્યમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ યોગ્ય મદદ માટે ખાતરી આપી છે. સીએમએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2023
પૂર્વ મધ્યને અડીને આવેલા ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” યથાવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાત ચેતવણી રૂપ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” કાસ્ટસેન્ટ્રલ અને નજીકના ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
Published On - 5:50 am, Tue, 13 June 23