The liveblog has ended.
-
12 Nov 2025 09:58 PM (IST)
જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાંથી 6 હેન્ડ ગ્રેનેડ મળ્યાં
જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં છ હેન્ડ ગ્રેનેડ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. કુપવાડાના જાબરી વિસ્તારમાંથી આ હેન્ડ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા હતા.
-
12 Nov 2025 07:54 PM (IST)
દિલ્હી વિસ્ફોટના તાર બંગાળના મુર્શિદાબાદ સુધી લંબાયા, NIA એ પાડ્યા દરોડા
દિલ્હી વિસ્ફોટના તાર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ સુધી લંબાયા છે. NIA એ દિલ્હી વિસ્ફોટો સંબંધિત કડીઓ શોધવા માટે મુર્શિદાબાદના નવગ્રામ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બુધવારે, NIA તપાસ ટીમ મુર્શિદાબાદના નવગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના નીમ ગામમાં પહોંચી.
-
-
12 Nov 2025 05:41 PM (IST)
સુરત RFO સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીની સરેન્ડરની અરજી કોર્ટે ફગાવતા ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ
સુરત RFO સોનલ સોલંકી પરના ફાયરિંગ કેસમાં શંકાસ્પદ આરોપી કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત RFO સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીએ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટે તેની સરેન્ડર અરજીને નકારી કાઢી હતી. આ તકનો લાભ લઈને સુરત ગ્રામ્ય પોલીસે કોર્ટ પરિસરમાંથી જ નિકુંજ ગોસ્વામીની અટકાયત કરી હતી અને હાલમાં તેની વિધિવત ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
-
12 Nov 2025 05:10 PM (IST)
સુરતના પલસાણા પોલીસ મથકે રાખેલા ટુ વ્હીલર આગમાં બળીને થયા ખાક
સુરતના પલસાણા પોલીસ મથકે આગ લાગવાની ઘટના બની છે. પોલીસ સ્ટેશનમાં રાખેલ વાહનોમાં લાગી આગ. 40 ટુ વહીલર વાહનો આગમાં સ્વાહા થયાં. ઇકો કાર અને આઇસર ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યાં. બારડોલી, પલસાણા પી ઇ પી એલ, સહિત 4 ફાયર ટિમો ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ મથકે રાખેલા વાહનોને ભારે નુકસાન થયું હતું. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.
-
12 Nov 2025 04:50 PM (IST)
15 જેટલા એસટી રૂટ બંધ કરી દેવાતા અમરેલીના બગસરામાં 15મી નવેમ્બરે બંધનું એલાન
અમરેલી ના બગસરામાં ચેમ્બર્સ ઓફ કોમસ અને ઓક્સિજન ગ્રુપ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપીને, આગામી દિવસોમાં બગસરા શહેરને સાંકળતી 15થી 17 જેટલી બંધ કરી દેવાયેલ એસટી બસ ફરીથી શરૂ નહી કરાય તો 15 નવેમ્બરે બગસરા બંધનું એલાન આપ્યું છે. આ બન્ને સંસ્થાઓએ તેમના આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે, શહેરમાં 17 થી 18 એસટી બસોના રૂટ બંધ થયા છે.
-
12 Nov 2025 02:27 PM (IST)
દિલ્હી બ્લાસ્ટના ઇજાગ્રસ્તોને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુતાનથી પરત આવી ગયા છે. ભુતાનથી પરત ફરતા જ તેઓ દિલ્હીની LNJP હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં તેઓ દિલ્હી બ્લાસ્ટના ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે.
-
12 Nov 2025 02:15 PM (IST)
રાજકોટ: થોરાળા વિસ્તારમાં બે જૂથ વચ્ચે લોહિયાળ બબાલ
રાજકોટ: થોરાળા વિસ્તારમાં બે જૂથ વચ્ચે લોહિયાળ બબાલ થઇ છે. બે જૂથના લોકો વચ્ચે પથ્થરમારો અને હથિયારો વડે હુમલો થયો. જૂથ અથડામણમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
-
12 Nov 2025 01:32 PM (IST)
સુરત: સાયબર ક્રાઈમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ
સુરત શહેરમાં સાયબર ક્રાઇમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે ફિલ્મી ઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત ત્રણ ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ વૃદ્ધોને નિશાન બનાવી RTOની APK ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતું હતું. એક વૃદ્ધને અજાણ્યા નંબર પરથી RTO ઈ-ચલણ એપ્લિકેશન મોકલવામાં આવી હતી, જેમાં તેમણે ડાઉનલોડ કર્યા બાદ પોતાની બેંકની માહિતી દાખલ કરી હતી. ‘પેમેન્ટ-પે’ વિકલ્પ પર ક્લિક કરતા જ એપ બંધ થઈ ગઈ અને આરોપીઓએ તેમના મોબાઈલનો ડેટા હેક કરી 2.45 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસે તમામ આરોપીઓને ઝારખંડથી પકડી આકરી પૂછપરછ શરૂ કરી છે અને રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
-
12 Nov 2025 01:11 PM (IST)
અમદાવાદ: યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત
અમદાવાદમાં મેમનગર વાળી નાથ ચોક પાસે દુઃખદ ઘટના બની છે, જ્યાં યુવકોએ ધક્કો મારતા એક આધેડનું મોત થયું છે. માહિતી મુજબ, બોલાચાલી બાદ આરોપી યુવકોએ આધેડને ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાયા અને બાદમાં ઊભા ન થઈ શક્યા. ગંભીર ઈજાઓને કારણે તેમની મોત થઈ ગઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ મળ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
-
12 Nov 2025 12:17 PM (IST)
ગુજરાત ATS પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી
ગુજરાત ATS પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આતંકી ડૉ.અહેમદ સૈયદના નિવાસસ્થાને ATSનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં મકાનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા જથ્થો મળ્યો છે. આતંકી ઘરે થી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ગુજરાત ATS કેમિકલ જથ્થો સીઝ કર્યો છે. યુપીના બે આતંકી આઝાદ અને સુહેલ ઘરે પણ ગુજરાત ATS નું સર્ચ શરૂ છે.
-
12 Nov 2025 12:05 PM (IST)
ગાંધીનગર: ઈન્કમટેક્સ વિભાગના મોટાપાયે દરોડા
ગાંધીનગર: ઇન્કમટેક્સ વિભાગે મોટાપાયે દરોડા ચલાવ્યા છે. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાન, ઓફિસ અને તેમના ડ્રાઈવરના ઘરે તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ જનતા દળ દેશના સૌથી વધુ આવક ધરાવતા પક્ષોની યાદીમાં એક છે. આવકવેરા વિભાગનું એક્શન પક્ષની બેનામી આવકના સ્ત્રોતને શોધવા માટે લેવામાં આવ્યું છે.
-
12 Nov 2025 11:23 AM (IST)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. દિલ્લી બ્લાસ્ટ બાદ સર્જાયેલી સ્થિતિને પગલે પ્રવાસ રદ થયો છે. અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવવાના હતા. ગુરૂવારે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમ હતા.
-
12 Nov 2025 11:15 AM (IST)
વડોદરાઃ SSG હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત
વડોદરાઃ SSG હોસ્પિટલમાં દર્દી બારીમાંથી કૂદી જતા જ્ઞાતિક રીતે મૃત્યુ પામ્યો. ગત 8 તારીખે જ તેણે પહેલા માળેથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દર્દીને ન્યુ સર્જિકલ વોર્ડના સ્પેશિયલ રૂમમાં દાખલ કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ SICUમાં સારવાર બાદ આજે દર્દીનું મૃત્યુ થયું. હોસ્પિટલના PIU વિભાગની બેદરકારી આ ઘટનામાં સ્પષ્ટ બની હતી.
-
12 Nov 2025 10:51 AM (IST)
રાજકોટ: ખાણીપીણી મામલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
રાજકોટ: ખાણીપીણી મામલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ફૂ઼ડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા ચેકિંગ હાથ ધરાયું. રામાપીર ચોકડીથી રૈયાધાર સુધી 24 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખાણીપીણી, ફરસાણ, ડેરી ઉદ્યોગના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ. છ જેટલા ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના અપાઈ. આરોગ્ય વિભાગ એક્શનમાં આવતા ભેળસેળીયા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
-
12 Nov 2025 10:27 AM (IST)
સુરત: નકલી પનીર ઝડપાવવા મામલે થયા નવા ખુલાસા
સુરત: નકલી પનીર ઝડપાવવા મામલે નવા ખુલાસા થયા છે. સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા અંગે SOG અને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી તેમાં દરરોજ 1 હજાર કિલો નકલી પનીર શહેરમાં ઠલવાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નકલી પનીર અને ઘીમાં એસિડ ઉમેરાતું હોવાનું સામે આવ્યું છે. કેટરેસ નાની ડેરીમાં સસ્તા ભાવે પનીર વેચાતું હતું.
-
12 Nov 2025 09:33 AM (IST)
તુર્કી આર્મીનું લશ્કરી કાર્ગો પ્લેન C-130 થયું ક્રેશ
તુર્કી આર્મીનું લશ્કરી કાર્ગો વિમાન C-130 અઝરબૈજાન-જ્યોર્જિયા સરહદ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, વિમાન અઝરબૈજાનથી તુર્કી પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. વિમાનમાં 20થી વધુ લોકો સવાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ તુર્કી અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ સુધી મૃત્યુઆંક અથવા અકસ્માતના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
-
12 Nov 2025 09:23 AM (IST)
ભરૂચઃ સાયખા GIDCમાં વિસ્ફોટમાં 1નું મોત
ભરૂચઃ સાયખા GIDCમાં વિસ્ફોટમાં 1નું મોત થયુ છે. વી.કે. ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. આજુબાજુની કંપનીના પતરા પણ ઉડી ગયા હતા, વિસ્ફોટમાં 1 વ્યક્તિનું મોત, 3 લાપતા છે.
-
12 Nov 2025 09:07 AM (IST)
આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે ગૃહપ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. ગુરુવારે તેઓ અમદાવાદ અને મહેસાણા બંને સ્થળોએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદમાં તેઓ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં યોજાનારા નિઃશુલ્ક પુસ્તકમેળાનું ઉદ્ઘાટન કરશે, જેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે અમિત શાહ મહેસાણામાં યોજાનારા સૈનિક શાળાના કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરશે.
-
12 Nov 2025 09:06 AM (IST)
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં 15 નવેમ્બરના રોજ થનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ચર્ચા થવાની છે. સાથે સાથે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંગે પણ વિગતવાર ચર્ચા થશે. રાહત પેકેજમાં સમાવિષ્ટ વિસ્તારો અને ખેડૂતોને થનારા લાભો અંગે મંત્રીઓ વિચારવિમર્શ કરશે. આ ઉપરાંત રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર અને આવનારા કાર્યક્રમો તેમજ નીતિગત નિર્ણયો વિશે પણ આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.
-
12 Nov 2025 08:46 AM (IST)
અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, અને તેમના પરિવારે તેમને ઘરે લઈ જવાનું નક્કી કર્યું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા.
-
12 Nov 2025 08:21 AM (IST)
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસનું સઘન ચેકિંગ
દિલ્લી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયુ. 13 નવેમ્બરથી ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચે વન-ડે મેચ
મેચમાં એન્ટ્રી ફ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. કોઈપણ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનો રહેશે. જિલ્લા પોલીસની હાજરીમાં સ્ટેડિયમનું ચેકિંગ કરાયું. ભારતીય ટીમના અનેક સ્ટાર ખેલાડી વનડે મેચ રમશે.
-
12 Nov 2025 07:39 AM (IST)
પાકિસ્તાનઃ રાજધાની ઇસ્લામાબાદમાં બ્લાસ્ટમાં 12ના મોત
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત થયા છે. આ ઘટનાને લઈને પાકિસ્તાની નેતાઓના અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. એક તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી એ આરોપ મૂક્યો છે કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે, જ્યારે બીજી તરફ રક્ષા મંત્રીએ આ હુમલાને અફઘાનિસ્તાન સાથે જોડ્યો છે. બંને નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. આ વચ્ચે ભારતે પાકિસ્તાનના તમામ આરોપોને નકારતા જણાવ્યું છે કે તે આ ઘટનામાં કોઈ રીતે સંકળાયેલું નથી.
-
12 Nov 2025 07:37 AM (IST)
દિલ્લી બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો
દિલ્લી બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આતંકીઓ દિલ્લીમાં મોટા હુમલાની ફિરાકમાં હતા. સુરક્ષા એજન્સીઓમાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ કર્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્લીના અનેક વિસ્તારોમાં ઉમર કાર લઇને ફર્યો હતો. ફરિદાબાદમાં દરોડાથી ગભરાઇને ઉમર દિલ્લી ભાગ્યો હતો. ઉમર પોતાની ધરપકડનો ડર સતાવી રહ્યો હતો.