
આજે 12 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વિમાનના પાઈલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડી May day કોલ કર્યો હતો. આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે, જે પાઇલટ એવી પરિસ્થિતિમાં મોકલે છે જ્યારે વિમાન ગંભીર મુશ્કેલીમાં હોય અને તેને કટોકટીની મદદની જરૂર હોય. “મેડે” શબ્દ ફ્રેન્ચ શબ્દ “મ’એઇડેઝ” પરથી આવ્યો છે, જેનો અર્થ “મને મદદ કરો” થાય છે. તે ત્રણ વખત પુનરાવર્તિત થાય છે – “મેડે મેડે મેડે”
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ અને ધારાસભ્ય સાથે બેઠક કરશે.
અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં , ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે. સુરક્ષા માટે સમગ્ર વિસ્તાર સીલ કરીને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેના નામ સહિતનું આખું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.
સુરતથી CM ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ થોડીવારમાં મિટીંગ કરવામાં આવશે. સમગ્ર દુર્ઘટનાની સ્થિતિનો તાગ મેળવશે.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પર દુર્ઘટના પર વ્યક્ત કરી છે.
Keir Starmer, Prime Minister of the United Kingdom, tweets, “The scenes emerging of a London-bound plane carrying many British nationals crashing in the Indian city of Ahmedabad are devastating. I am being kept updated as the situation develops, and my thoughts are with the… pic.twitter.com/Nfk9g6AJRl
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
CM ભૂપેન્દ્ર પટેલ સાથે PM મોદીએ આ દુર્ઘટનાને લઈને વાતચીત કરી છે.
Ahmedabad Tragedy: Deeply Heartbroken, Thoughts with Affected Families, Coordinating with Ministers & Authorities – PM Modi#BreakingNews #AirIndiaFlight #AirIndia #AirIndiaLondonFlightCrash #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #Gujarat #TV9Gujarati pic.twitter.com/FAfBPa15gB
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે.
Heartbroken by Ahmedabad Plane Crash: Disaster Teams Deployed, Coordinating with Gujarat CM Bhupendra Patel, HM Harsh Sanghavi, and Ahmedabad Police Commissioner – Amit Shah#BreakingNews #AirIndiaFlight #AirIndia #AirIndiaLondonFlightCrash #Ahmedabad #PlaneCrash… pic.twitter.com/IiigfQ3hGc
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
ઈજાગ્રસ્ત લોકોને યુદ્ધના ધોરણે સારવાર આપવાનો આદેશ CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે. તેમજ તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
Gujarat CM Bhupendra Patel tweets, “I am deeply saddened by the incident of Air India passenger plane crash in Ahmedabad. I have instructed the officials to carry out immediate rescue and relief work and arrange for immediate treatment of the injured passengers on a war footing.… pic.twitter.com/ygdmrIlBYN
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પગલે અમદાવાદ પોલીસ કર્મચારીઓની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ તાત્કાલિક ધોરણે રજા પર ગયેલા કર્મચારીઓને પરત બોલાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે ઈમરજન્સી કંટ્રોલ રુમનો ફોન નંબર જાહેર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ ફ્લાઈટ ક્રેશ અંગે અને સ્વજનની અંગે 8405304 અને 079-2320510900 નંબર પર ફોન કરી માહિતી મેળવી શકશે.
BJ મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયુ છે. તેમાં 20 જેટલા વિદ્યાર્થીઓના મોતની આશંકા કરવામાં આવી રહી છે.જ્યારે 50 જેટલા મુસાફરોના મોતની આશંકા કરવામાં આવી છે.
એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો
Air India says, “The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are Indian nationals, 53 are British nationals, 1 Canadian national and 7 Portuguese nationals. The injured are… pic.twitter.com/SvblnMNmev
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
એર ઈન્ડીયા પ્લેન ક્રેશ થયુ તેમાં ક્રુ મેમ્બર સહિત 235 લોકો સવાર હતા. તેમાં બ્રિટનના 53 અને પોર્ટુગલના 7 પેસેન્જર હતા.
Air India says, “The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are Indian nationals, 53 are British nationals, 1 Canadian national and 7 Portuguese nationals. The injured are… pic.twitter.com/SvblnMNmev
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
અમદાવાદનું એર ઈન્ડીયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ ક્રેશ થયું હોવાનું DGCA જણાવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે.
NDRFની 3 ટીમ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ વડોદરાની 2 NDRFની ટીમ અમદાવાદ આવવામાટે રવાના થયા છે.
Three National Disaster Response Force (NDRF) teams, comprising 90 personnel, have been moved from Gandhinagar to the plane crash site. A total of three more teams are being moved from Vadodara: NDRF #BreakingNews #AirIndiaFlight #AirIndia #AirIndiaLondonFlightCrash #Ahmedabad… pic.twitter.com/kI7FgTiUSv
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
સિવિલ હોસ્પિટલ સુધીની ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર હાજર છે.
અમદાવાદના મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશ થયુ છે તેમાં પૂર્વ CM વિજય રુપાણી હાજર હોવાની માહિતી છે.
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 13 જૂનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થશે. દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી ગાજવીજ સાથે વરસાદ પડશે. આંધી તૂફાન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
વલસાડ: ધમડાચી ગામ નજીક ગેસ લાઈનમાં ભંગાણ થતા ગેસ લીકેજની ઘટના બની છે. ગેસ લીકેજ થતા આગની જ્વાળા નીકળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગેસ પુરવઠો બંધ કર્યા બાદ ગેસ લાઈનની રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ. ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરાઈ.
ગીર સોમનાથ: તાલાલાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સુરવા-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા. દારૂની મહેફિલ માણી રહેલા 23 નશાખોર ઝડપાયા છે. દારૂની બોટલો સહિત 41.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તમામ આરોપી રાજકોટના ગોંડલના હોવાનું સામે આવ્યું છે.
EDએ બે રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા છે. રાજસ્થાન અને ગુજરાતમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે દરોડા પાડવામાં આવ્યા છે.
સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીએ 2 કર્મચારીને આપી તાલિબાની સજા આપવામાં આવી. અનમોલ ટેક્સટાઈલ માર્કેટમાં યુવકોને નગ્ન કરીને માર માર્યો. ચોરી કરી હોવાના આરોપ સાથે દુકાન માલિકે બર્બરતા કરી. દુકાનની બહાર જાહેરમાં લાકડીના ફટકા માર્યા. 3થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા હોવાનો પણ આરોપ છે.
વડોદરાઃ ગુમ હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળી આવ્યો છે. અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસકર્મી લાપતા થયો હતો. હેડ કોન્સ્ટેબલ હરિદ્વારમાં ગંગાકિનારેથી મળી આવ્યો. હેડ કોન્સ્ટેબલ બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.હેડ કોન્સ્ટેબલને લેવા વડોદરા પોલીસ હરિદ્વાર જવા રવાના થઇ.
Published On - 7:48 am, Thu, 12 June 25