આજે 12 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરાના ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ વેક્સિન ના લેતાં હેમંત નામના યુવકને હડકવા ઉપડ્યો. રેબીસની ગંભીર અસર થતાં યુવકે પોતાની જાતને જ બચકા ભર્યા. યુવકે આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સ્થિતિ બેકાબૂ બનતા સ્થાનિક લોકોએ યુવકને દોરડાથી બાંધી રાખ્યો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હોસ્પિટલ ખસેડાયો. ગોત્રી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકની ગંભીર સ્થિતિને પગલે ટ્રાન્સફર કરાયો. યુવકને વધુ સારવાર માટે ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
પાલનપુરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું મુસાફરોને મુશ્કેલી. પાલિકાની બેદરકારીને કારણે પરિસ્થિતિનું નિર્માણ.
અમદાવાદની 149મી રથયાત્રામાં મોટી બેદરકારી સામે આવી છે. રથયાત્રામાં સામેલ કરવામાં આવેલા હાથીઓમાં બે હાથી અંધ હતા. મહંતના હાથીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાબુ નામનો એ હાથી, જે ગયા વર્ષ કાબૂ બહાર થઇ ગયો હતો. તંત્રની ઘોર બેદરકારી કે 2 હાથી અંધ હોવા છતાં તેને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા. 7 એક્સપર્ટની કમિટિના ગંભીર રિપોર્ટ બાદ પણ બાબુ સહિત ત્રણેય હાથીને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા.
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ બેંકમાં 3.44 કરોડનો કેશ કાંડ કેસ ખૂલ્યો છે. કોર્ટે સમગ્ર કેસની ફરીથી તપાસ કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો. કમિટીના રિપોર્ટમાં મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની ગંભીર બેદરકારી ખૂલી. બેંકના કેશિયર સચિનકુમાર પટેલે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. મેનેજર ભરત પટેલ સામે કેશ ચકાસણી ન કરવાના આક્ષેપ. કર્મચારી ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા ખોટા ખાતામાં નાણાં જમા કરાયા હોવાનો આક્ષેપ. આ નિર્ણયથી બેંકના તમામ સભાસદોમાં ન્યાયની આશા જાગી છે.
આનંદ નિકેતન ઘટના અંગે શાળા સંચાલક મંડળની સ્પષ્ટતા કરી છે. શાળાના પ્રવક્તાનું કહેવું છે કે, ઘટનાને શાળાએ ગંભીરતાથી લીધી છે. ફૂડ વિભાગ સંભાળતા ત્રણ સુપરવાઈઝરની નિમણૂક કરાઈ છે. શાળા પેરેન્ટસ સાથે જ છે અને તેમને સપોર્ટ કરશે. નવા કોન્ટ્રાક્ટની ટીમ બે દિવસ બાદ કેન્ટિન ફરી શરૂ કરશે. કાચનો ટુકડો આપવાની વાલીઓની માંગ હતી, પરંતુ તે ટુકડાને લઈને ઈન્ટર્નલ તપાસ કરવામાં આવી રહી છે. પુસ્તક મામલે અમારા મેનેજિંગ ડિરેક્ટર ટીમ આવતા દિવસોમાં પ્રેસને માહિતી આપશે. શાળાના ડિરેક્ટર હાલમાં ટ્રાવેલિંગમાં હોવાથી ગેરહાજર રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, તેઓ આજે બપોરના 3 વાગ્યા બાદથી આવતીકાલ સુધી સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. હુ રોજ સંસદ આવુ છે. વિપક્ષ હોબાળો કરીને સંસદની કાર્યવાહી થવા દેતા નથી. હવે તમે જ નક્કી કરો કોણ છે ભગોડા. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજ્જુજીએ કહ્યું કે, નીટ મુદ્દે વિદ્યાર્થી દેખાવ મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મે પણ કહ્યું છે કે, હુ ચર્ચાનો જવાબ આપવા તૈયાર છુ. વિપક્ષ અધ્યક્ષને આજે બપોરના 3 વાગ્યા સુધીમાં ચર્ચા માટેનો પત્ર આપે, હુ સંસદમાં બેસીશ. વિપક્ષની ચર્ચાનો જવાબ હુ ગૃહમાં આપીશ. આજે ત્રણ વાગ્યાથી ચર્ચાનો પ્રારંભ કરો અને આવતીકાલ 3 વાગ્યે વિપક્ષની ચર્ચાનો જવાબ આપીશ.
એન. ચંદ્રશેખરનએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. જેનાથી લગભગ એક દાયકા સુધી ચાલેલા તેમના કાર્યકાળનો અચાનક અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 63 વર્ષીય ચંદ્રશેખરને ટાટા સન્સ બોર્ડને રાજીનામુ આપવાના નિર્ણયની જાણ કરી છે.
સુરતમાં ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન સુરત કોર્ટે રદ કર્યા છે. કીર્તિ પટેલ સામે 15 કેસો નોંધાયા છે. કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દેવાઈ છે. ગુનાહિત ઇતિહાસ જોતા જામીન પર મુક્ત કરવાથી સમાજમાં વિપરીત સંદેશ જાય તેવું કોર્ટે નોંધ્યું.
એસજી હાઇવે પર નવનિર્મિત 32 માળની ઈમારત ખાતેથી એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. 32 માળની ઈમારત ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગની ક્રેઈનમાં લટકીને ઓપરેટરે આપઘાત કર્યો છે. રાત્રે ઘરકંકાસને કારણે ઓપરેટરે કર્યો આપઘાત. બાંધકામ સાઈડ પર 150 જેટલા મજૂરો કરે છે કામ. વહેલી સવારે અન્ય મજૂરને ધ્યાને આવ્યું. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી.
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ગુજરાતમાં થયો છે. મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) જરૂરી પૂર્વ મંજૂરી વિના જ વિદેશમાં લટાર મારી આવ્યા. આ ઘટનાને લઈને, વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટે GADએ વિદેશ પ્રવાસને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. હવેથી અધિકારીઓએ અંગત વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી મેળવવી પડશે. પ્રવાસના 45 દિવસ પહેલા ઓનલાઇન અરજી કરવી પડશે.
પ્રવાસનો હેતુ અને થનાર ખર્ચનો સ્ત્રોત પણ દર્શાવવો પડશે. સ્પોન્સર વિદેશ પ્રવાસ હશે તો સ્પોન્સરરની વિગત પણ આપવી પડશે. સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય હવે નહી કરી શકાય વિદેશ પ્રવાસ. અધિકારી સામે ખાતાકીય તપાસ કે અન્ય કાનૂની કાર્યવાહી છે કે તે અંગે પણ મંજૂરી માટેની અરજીમાં કરવો પડશે ઉલ્લેખ.
બનાસકાંઠામાંથી એસઓજીએ એક ઝોલાછાપ ડોકટરને હાથકડી પહેરાવી છે. બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામેથી બોગસ ડોક્ટરને Sog એ ઝઢપી પાડ્યો છે. ખીમાણા ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો. કોઈપણ પ્રકારની ડિગ્રી વિના જયંતિ પરમાર નામનો બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. Sog એ બોગસ ડોક્ટર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરતના નાસીર નગરમાં વિવાદિત ડિમોલિશનનો મામલો. મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી કરી દેવામાં આવી છે. સુરતના જિલ્લા કલેકટર તેજસ પરમારને, હાલમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન. અગાઉ ગુજરાત હાઇકોર્ટે, નાસીર નગર ડિમોલિશનના મુદ્દે રાજ્ય સરકારને લગાવી હતી ફટકાર. નાગરાજ જનને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટના ડિરેક્ટરની જવાબદારી સોપવામાં આવી છે.
Published On - 8:17 am, Wed, 12 August 26