11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી, તમિલનાડુના ત્રિચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

|

Oct 11, 2024 | 9:05 PM

આજે 11 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી, તમિલનાડુના ત્રિચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Follow us on

નવરાત્રિના અંતિમ દિવસે રાજ્યમાં વરસાદ મજા બગાડશે. અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. આ સિવાય અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.
લાંચિયા કર્મચારી સામે ACBએ સપાટો બોલાવ્યો છે, અમદાવાદમાં પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. તો મહીસાગરમાં લાંચિયો બેંક મેનેજર સકંજામાં છે.  સુરતના માંગરોળ ગેંગરેપના આરોપીનું શ્વાસમાં તકલીફ બાદ મોત થયુ છે. તો બીજા આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવાની કવાયત તેજ થઇ છે, આજે ઇન્ડી ગઠબંધન પ્રતિનિધિ મંડળ LG સાથે  મુલાકાત કરશે. સરકાર રચવાનો દાવો રજૂ કરશે. દિલ્લીમાં ફરી નશાના નેટવર્કનો પર્દાફાશ. દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 200 કિલો કોકેઈન જપ્ત કર્યુ. 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હરિકેન મિલ્ટને અમેરિકાના ફ્લોરિડાની ધમરોળ્યું.  4 લોકોના મોત થયા છે. 30 લાખથી પણ વધુ ઘરોમાં વીજળી ડૂલ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Oct 2024 08:15 PM (IST)

    ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી, તમિલનાડુના ત્રિચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

    એર ઈન્ડિયાનું આ વિમાન થોડા સમય પહેલા જ તમિલનાડુના ત્રિચી એરપોર્ટથી શારજાહ માટે ટેકઓફ થયું હતું. આ પછી, એરક્રાફ્ટની હાઇડ્રોલિક સિસ્ટમમાં તકનીકી ખામી સર્જાઈ હતી. હાલમાં વિમાનને ત્રિચી એરપોર્ટ ખાતે સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.

  • 11 Oct 2024 08:01 PM (IST)

    અમદાવાદમાંથી સીઆઇડી ક્રાઇમે ખાધ તેલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું

    અમદાવાદના નારોલ માંથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ખાધ્યતેલની ચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું છે. 5 આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 2.23 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


  • 11 Oct 2024 07:29 PM (IST)

    ફિલ્મ કલાકાર સયાજી શિંદે એનસીપી અજીત જૂથમાં જોડાયા, પક્ષે આપી મોટી જવાબદારી

    પીઢ અભિનેતા સયાજી શિંદે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. સયાજી શિંદે છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્ય કરી રહ્યા છે. એનસીપી અજીત જૂથની પાર્ટીમાં પ્રવેશ સમયે અજિત પવારે તેમને મહત્વની જવાબદારી સોંપવાની જાહેરાત કરી છે.

  • 11 Oct 2024 07:08 PM (IST)

    વિજયાદશમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે.

    મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂં બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.

  • 11 Oct 2024 06:59 PM (IST)

    જામનગર સાયબર ક્રાઈમ પોલીસે, લોકોને ઠગતા 11 આરોપીને ઝડપ્યા

    જામનગર સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગુન્હાહીત હેતુસર બેંક એકાઉન્ટ ખોલાવી લોકો પાસેથી કરોડો રૂપિયાની ઉંચાપત કરનારા 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય શખ્સોની સંડોવણી સામે આવી છે. આ કામગીરીમાં પોલીસે આરોપીઓ પાસેથી 4 કરોડ રૂપિયાથી વધુની અનધિકૃત લેવડદેવડના પુરાવા મેળવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે.

  • 11 Oct 2024 05:47 PM (IST)

    પૂર્વ સાંસદ અને ભાજપના નેતા નવનીત રાણાને મળી ધમકી

    પૂર્વ સાંસદ અને મહારાષ્ટ્ર ભાજપના નેતા નવનીત રાણાને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પૂર્વ સાંસદને તેમના ઘરની સામે ગેંગરેપ અને ગૌહત્યાની ધમકી પણ આપવામાં આવી છે. પૂર્વ સાંસદ પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગતો ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો છે. પત્રમાં પાકિસ્તાન ઝિંદાબાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • 11 Oct 2024 05:21 PM (IST)

    જામનગરની PGVCL કચેરીમાં હંગામો મચાવવા બદલ કોંગ્રેસના કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ

    જામનગરની PGVCL કચેરીમાં હંગામો મચાવવા બદલ કોંગ્રેસના કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વિરુધ્ધ PGVCLના ડેપ્યુટી એન્જિનિયર અજય પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    ફરજમાં રૂકાવટ, સરકારી કર્મીઓને ધમકી આપવા સહિતની કલમો ઉમેરી ફરિયાદ કરાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 11 Oct 2024 05:08 PM (IST)

    ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાણંદમાંથી સાત્વિક બ્રાન્ડના શંકાસ્પદ 6,825 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો

    અમદાવાદના સાણંદના ચાંગોદર ખાતે ઘીના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. રિસ્ક ઇન્ડિયા ફૂડ નામના ગોડાઉનમાં દરોડાની કાર્યવાહી કરીને શંકાસ્પદ ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. સાત્વિક બ્રાન્ડના નામથી રખાયેલા ઘીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ 6,825 કિલો ઘી, કે જેની કિંમત આશરે 37, 83, 974 નો થાય છે તે હાલ સીઝ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જથ્થો સીઝ કરી 3 ઘીના નમૂના લીધા છે.

     

     

  • 11 Oct 2024 05:03 PM (IST)

    નાસિકમાં પ્રેક્ટિસ દરમિયાન તોપનો ગોળો ફાટ્યો, બે અગ્નિવીર જવાન શહીદ

    નાશિકના દેવલાલી સ્થિત આર્ટિલરી સ્કૂલમાં અગ્નિવીરની તાલીમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અગ્નિવીર જુદા જુદા રાજ્યોમાંથી આવ્યા છે. હૈદરાબાદથી પહોંચેલા અગ્નિવીર પૈકી બે અગ્નિવીર તાલીમ દરમિયાન શહીદ થયા હતા.

  • 11 Oct 2024 04:43 PM (IST)

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

    વેલમાર્ક લો પ્રેશરની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ શનિવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

  • 11 Oct 2024 04:40 PM (IST)

    બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદી માહોલ

    બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થવા પામી હતી.
    લાંબા વિરામ બાદ ફરીથી અંબાજીમાં વરસાદ વરસ્યો છે. આજે છેલ્લા નોરતે અંબાજી પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા
    માતાજીનો ચાચર ચોક ભીંજાયો છે. જો મોડી સાંજે વરસાદ પડે તો ગરબાની મોજ બગડી શકે છે. વરસાદને પગલે, દિવસભરની ગરમીના ઉકળાટથી મળી આંશિક રાહત.

  • 11 Oct 2024 04:34 PM (IST)

    જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલાના રીનોવેશન કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

    જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમ્મરના બંગલાના રીનોવેશન કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કર્યો છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ કર્યો છે. 7 લાખ 50 હજારના ખર્ચના પ્રમાણમાં કામ યોગ્ય ન થયાના આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમ્મરે હાલ કાંઈપણ બોલવાનું ટાળ્યુ.

  • 11 Oct 2024 03:01 PM (IST)

    અમદાવાદમાં ઓસ્વાલ રેસ્ટોરન્ટના રસોડાને AMC એ કર્યુ સીલ

    અમદાવાદ મહાનગર પાલિકાની ટીમે, આશ્રમ રોડ પર ઈન્કમટેક્સ નજીક આવેલ ઓસવાલ રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.
    ઇન્કમટેક્સ પાસે આવેલ ઓસ્વાલ રેસ્ટોરન્ટનું ભોયરામાં આવેલું રસોડું બંધ કરાવી દેવાઈ છે. રસોડામાં ઘણી બધી જગ્યા પર ગંદકી હોવાથી રસોડું બંધ કરાવ્યું છે. રસોડામાં ફાફડા, જલેબી, શાક સહિતની ખાદ્યચીજો બનાવવામાં આવતી હતી.
    જ્યાં સુધી યોગ્ય સાફ-સફાઈ ના થાય ત્યાં સુધી રસોડું બંધ કરાવવામાં આવ્યું છે. રસોડામાં જમીન તેમજ દીવાલો પર ગંદકીના થર જામ્યા હતા. AMCની તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • 11 Oct 2024 02:43 PM (IST)

    નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર

    નોર્વેની નોબેલ કમિટીએ 2024 માટે જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. આ શાંતિ પુરસ્કાર હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ ધડાકામાં બચી ગયેલા લોકોની આ ચળવળને એનાયત કરવામાં આવ્યો હતો. જેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ બનાવવા માટેના તેમના પ્રયત્નો અને સાક્ષી છે.

  • 11 Oct 2024 02:41 PM (IST)

    વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

    હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે, ડિપ ડિપ્રેશનને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં વરસાદ વરસશે. દક્ષિણ સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગોમાં 50 MM કરતા વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર, અમરેલીના ગ્રામ્ય વિસ્તાર, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ રહેવાની સંભાવના છે. રાજકોટ, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

     

  • 11 Oct 2024 02:33 PM (IST)

    વડોદરાઃ વધુ એક સગીરા બની વિધર્મીનો શિકાર

    વડોદરાઃ વધુ એક સગીરા બની વિધર્મીનો શિકાર બની છે. ધો. 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે વિધર્મીએ દુષ્કર્મ આચર્યું. વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. માંજલપુરના ગરબા મેદાનમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વાજીદશા દિવાનની ધરપકડ કરી છે.

  • 11 Oct 2024 01:58 PM (IST)

    અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરામાંથી નિકળી ઈયળ

    અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરામાંથી ઈયળ નિકળીૉ. ગ્રાહકે સી.જી રોડ બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા હતા. નાના બાળકને ખાવા આપેલા ખાખરામાંથી ઈયળ નીકળી. ખાખરામાંથી ઈયળ નીકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો.

  • 11 Oct 2024 12:52 PM (IST)

    રાજકોટ: વ્યંઢળે જાહેરમાં દાદાગીરી કરી કર્યો તમાશો

    રાજકોટ: વ્યંઢળે જાહેરમાં દાદાગીરી કરી તમાશો કર્યો. ત્રિકોણબાગ નજીક ચાની લારીએ વ્યંઢળે ધમાલ મચાવી હતી. વેપારીએ હાથ પકડ્યો હોવાનો આરોપ લગાવી બબાલ કરી હતી. વ્યંઢળે જાહેરમાં અર્ધનગ્ન થઇ બેફામ રીતે દાદાગીરી કરી હતી. હોમગાર્ડના જવાનોએ વ્યંઢળને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હોટલ પર જાહેરમાં ધમાલ મચાવતા લોકોના ટોળા ભેગા થયાં હતા. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

  • 11 Oct 2024 12:41 PM (IST)

    વડોદરા: ગોત્રી વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ

    વડોદરા: ગોત્રી વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થઇ છે. ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકી નજીક મારામારી થઇ. માતાજીના જવારા પધરાવવા જતી વખતે માથાકૂટ થઇ હતી. જાહેરમાં મારામારી થતાં લોકોના ટોળા એકઠા થયા હતા.

  • 11 Oct 2024 11:32 AM (IST)

    મહેસાણા: મા ઉમિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો

    મહેસાણા: મા ઉમિયાને સોનાનો મુગટ અર્પણ કરાયો છે. ઊંઝા ઉમિયાધામ ખાતે માતાજીને મુગટની ભેટ આપવામાં આવી છે. સોના-હીરા જડિત 32 લાખ કરતા વધુ કિંમતનો મુગટ છે. અંદાજિત 403 ગ્રામનો મુગટ માતાજીને અર્પણ કરવામાં આવ્યો છે. મા ઉમિયાના ભક્તે માતાજીને મુગટ અર્પણ કર્યો.

  • 11 Oct 2024 10:28 AM (IST)

    સુરત: દીવાળી નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં

    સુરત: દીવાળી નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં છે. શહેરના 8 ઝોનમાં ફરસાણની દુકાનમાં ટીમે ચેકિંગ કર્યુ. ફાફડા અને જલેબીના નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે. લોકો આરોગી જશે એ બાદ નમૂનાઓનો રિપોર્ટ આવશે.

  • 11 Oct 2024 10:02 AM (IST)

    વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

    વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે.

  • 11 Oct 2024 08:35 AM (IST)

    સુરેન્દ્રનગરઃ 30 લોકોને ખોરાકી ઝેરની અસર

    સુરેન્દ્રનગરઃ 30 લોકોને ખોરાકી ઝેરની અસર થઇ છે. પ્રસાદ આરોગ્યા બાદ 30 લોકોની તબિયત લથડી હતી. સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં આ ઘટના બની છે. દર્દીઓ જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે ગામની મુલાકાત લીધી. પ્રસાદના નમૂના લેવામાં આવ્યા છે.

  • 11 Oct 2024 07:32 AM (IST)

    મહીસાગરઃ વધુ એક લાંચિયો આવ્યો ACBના સકંજામાં

    મહીસાગરઃ વધુ એક લાંચિયો ACBના સકંજામાં આવ્યો છે. સંતરામપુર બેંક ઓફ બરોડાનો મેનેજર ઝડપાયો છે. મહેન્દ્રકુમાર જાદવ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે. પેન્શન યોજના પર લોન મંજૂર કરવા લાંચ માગી હતી.

  • 11 Oct 2024 07:31 AM (IST)

    દુષ્કર્મનો એક આરોપી મોતને ભેટ્યો

    પોલીસ દુષ્કર્મના બે આરોપી પકડ્યા હતા.  જેમાંથી જે જીવે છે, તે આરોપીનું નામ છે મુન્ના. જો કે આ મુન્નાની સ્થિતિ પણ ખરાબ છે. આમ તો બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવાના હતા. પરંતુ એકનું તો મોત થઈ ગયું. ત્યારે વધેલા એક આરોપી મુન્ના પાસવાનને પોલીસે સુરત કોર્ટમાં રજૂ કર્યો. જો કે, તે પોતાના પગે ચાલી શકે તેવી સ્થિતિ છે જ નહીં.

Published On - 7:28 am, Fri, 11 October 24