11 માર્ચના મહત્વના સમાચાર : US રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઓઇલ રિફાઇનરી બનાવવા માટે રિલાયન્સના રોકાણની જાહેરાત કરી

આજે 11 માર્ચના  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે  તમામ અપડેટ્સ તેમજ  આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 માર્ચના મહત્વના સમાચાર : US રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઓઇલ રિફાઇનરી બનાવવા માટે રિલાયન્સના રોકાણની જાહેરાત કરી
| Edited By: | Updated on: Mar 11, 2026 | 10:00 AM

LIVE NEWS & UPDATES

  • 11 Mar 2026 10:00 AM (IST)

    મોરબીઃ હળવદમાં સમાધાન માટે એકઠા થયેલ બે પરિવારો વચ્ચે મારામારી

    મોરબી જિલ્લાના હળવદમાં સમાધાન માટે એકઠા થયેલા બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. કડિયાણા ગામ નજીક રસ્તા પર જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે અગાઉ થયેલી માથાકૂટ બાદ સમાધાનમાં આવેલા પરિવારોએ ફરીથી બબાલ કર્યો હતો. બંને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. ઘટનાની તપાસમાં પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

  • 11 Mar 2026 09:31 AM (IST)

    ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન આર્થિક સંકટમાં ધકેલાયું

    ઈરાન-અમેરિકા યુદ્ધની વચ્ચે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સરકારી ઓફિસો તેમજ અદાલતોમાં ખર્ચ ઘટાડવાના પગલાં લેવા શરૂ કર્યા છે. તેના અનુસાર ઉચ્ચ અદાલતો અને જિલ્લા અદાલતો અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરશે. શુક્રવાર અને શનિવારે ફક્ત તાત્કાલિક કેસોની સુનાવણી જ થશે. આર્થિક સંકટના સંજોગમાં ઉચ્ચ અદાલતના ન્યાયાધીશો માટે બળતણ ખર્ચમાં પચ્ચીસ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે અને ન્યાયિક અધિકારીઓ માટે બળતણ ખર્ચમાં પચાસ ટકા ઘટાડો કરાયો છે. ન્યાયાધીશો સાથે વધારાના પ્રોટોકોલ વાહનો પણ નહીં જાય. વધતા ખર્ચને ઓછું કરવા માટે વકીલો માટે કોર્ટમાં ઓનલાઈન જોડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તમામ કેસોની સુનાવણી થતી રહે અને ખર્ચ પર નિયંત્રણ રહે.


  • 11 Mar 2026 08:57 AM (IST)

    જામનગર: શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી

    જામનગર શહેરમાં વિવિધ પેટ્રોલ પંપ પર અચાનક મોટી સંખ્યામાં વાહનચાલકો ઉમટતા લાંબી કતારો જોવા મળી હતી. ઈંધણની અછત થવાની આશંકાને કારણે લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પંપ પર પહોંચી ગયા હતા. જેના કારણે અનેક સ્થળોએ પેટ્રોલ પંપ બહાર રસ્તા સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ભારે ભીડના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર વાહન વ્યવહારની સમસ્યા પણ સર્જાઈ હતી અને અવરજવર ધીમી પડી ગઈ હતી.

  • 11 Mar 2026 08:18 AM (IST)

    ઈરાન-અમેરિકા યુદ્ધની ગુજરાતમાં અલંગના શિપ બ્રેકિંગ યાર્ડને પણ પહોંચી અસર

    ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર સંકટના વાદળો છવાયા છે. આ પરિસ્થિતિની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને Alang Ship Breaking Yardમાં ગેસ પુરવઠો ઓછો મળતા ચિંતા વધતી જોવા મળી છે. ગેસની અછતને કારણે શિપ તોડક કંપનીઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી છે, જેના કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા વેપાર અને રોજગારી પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 11 Mar 2026 07:42 AM (IST)

    દિલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

    દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનના આવાસસ્થાને યોજાયેલી આ બેઠક દરમિયાન ગુજરાત રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, આવનારા પ્રકલ્પો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલન અંગે પણ વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો

  • 11 Mar 2026 07:41 AM (IST)

    અમરેલી: 5 વર્ષનાં બાળકનો શિકાર કરનાર સિંહણ પાંજરે પુરાઇ

    અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના માણાવાવ ગામે એક સિંહણે ૫ વર્ષના બાળક પર હુમલો કરી તેને ઢસડીને દૂર લઈ જઈ શિકાર કર્યો હતો. ખેતમજૂર પરિવારના આ બાળકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ સક્રિય બન્યો હતો અને ઉપ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ સિંહણને પકડવા માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સરસિયા વિસ્તારના રેન્જ વન અધિકારી સહિત વનવિભાગની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ વિસ્તારોમાં તાત્કાલિક પાંજરા મુકવામાં આવ્યા હતા. અંતે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

  • 11 Mar 2026 07:39 AM (IST)

    ભારતમાં હવાઈ મુસાફરી પર ઈરાન યુદ્ધની અસર

    ઇરાન વિસ્તારમાં વધતી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારો થવાના કારણે ભારતમાં હવાઈ મુસાફરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Air Indiaએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર રૂ. 399નો વધારાનો સરચાર્જ લાગુ થશે. જેટ ફ્યુઅલના વધતા ખર્ચને કારણે એરલાઇનને આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જણાવાયું છે. સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. એર ઇન્ડિયા દ્વારા આ ફ્યુઅલ સરચાર્જ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેના કારણે મુસાફરોને હવાઈ મુસાફરી માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે.

  • 11 Mar 2026 07:26 AM (IST)

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઓઇલ રિફાઇનરી બનાવવા માટે રિલાયન્સના રોકાણની જાહેરાત કરી

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઓઇલ રિફાઇનરી બનાવવા માટે રિલાયન્સના રોકાણની જાહેરાત કરી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોકાણની મદદથી 50 વર્ષમાં પ્રથમ નવી ઓઇલ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી.

આજે 11 માર્ચના  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે  તમામ અપડેટ્સ તેમજ  આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:26 am, Wed, 11 March 26