11 ઓગસ્ટના મહત્વના સમાચાર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે ભુજ પહોંચ્યા, સવારે ગાંધીધામ ખાતે IFFCOના નેનો DAP પ્લાન્ટનું કરશે ભૂમિ પૂજન

|

Aug 11, 2023 | 11:57 PM

Gujarat Live Updates : આજ 11 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 ઓગસ્ટના મહત્વના સમાચાર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે ભુજ પહોંચ્યા, સવારે ગાંધીધામ ખાતે IFFCOના નેનો DAP પ્લાન્ટનું કરશે ભૂમિ પૂજન

Follow us on

આજે 11 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Aug 2023 11:42 PM (IST)

    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી પાંચ શ્રદ્ધાળુઓના મોત

    ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા માર્ગ પર ફાટા વિસ્તારમાં તરસાલી ખાતે ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગુરુવારે રાત્રે મળેલી માહિતીના આધારે એસડીઆરએફની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે વરસાદના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. શુક્રવારે સવારે વરસાદ બંધ થયા બાદ પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

  • 11 Aug 2023 11:41 PM (IST)

    નાગપુરમાં બીજેપી નેતા સના ખાનની હત્યામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

    નાગપુરમાં બીજેપી નેતા સના ખાનના ગુમ થવાનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. સનાની હત્યા કર્યા બાદ લાશ નદીમાં ફેંકી દીધી હતી. નાગપુર પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે સનાના બિઝનેસ પાર્ટનર અને કથિત પતિ અમિત શાહુની પણ ધરપકડ કરી છે. આરોપીઓને આજે મોડી રાત્રે જબલપુરથી નાગપુર લાવવામાં આવી રહ્યા છે.


  • 11 Aug 2023 11:33 PM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા ભુજ

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે ભુજ પહોંચ્યા છે. સવારે ગાંધીધામ ખાતે IFFCOના નેનો DAP (લિકવિડ) પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. ભુજના સર્કિટ હાઉસ પર કચ્છના આગેવાનોએ સ્વાગત કર્યું. પ્લાન્ટના ભૂમિ પૂજન બાદ કોટેશ્વર ખાતે બીએસએફના જવાનો સાથે અમિત શાહ મુલાકાત કરશે અને મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કરશે.

  • 11 Aug 2023 10:53 PM (IST)

    સુરતમાં ચીકલીગર ગેંગ ઝડપાઈ, 4 લાખ 93 હજારનો મુદ્દામાલ જપ્ત, 22 ગુનોનો ભેદ ઉકેલાયો

    સુરત પોલીસે ચીકલીગર ગેંગને ઝડપી પાડી છે. ઘરફોડ અને વાહનચોરીને અંજામ આપતા હતા. 4 લાખ 93 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયા છે. 22 ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ મંકી કેપ પહેરીને ચોરી કરતા હતા.

  • 11 Aug 2023 10:21 PM (IST)

    વડોદરાના જાંબુઆ GETCOના સબ સ્ટેશનમાં આગ

    વડોદરાના જાંબુઆ GETCOના સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બની છે. ઇન્સ્યુલેટરમાં આગ લાગી હતી. આસોજ લાઇનમાં કરંટ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી. વાતાવરણ માં તાપમાનના બદલાવને કારણે લોડ વધી જતાં આ બનાવ બન્યો છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસો જારી છે. હાઇટેનશન વીજ લાઈનો સાથેનું સબ સ્ટેશન હોવાથી ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવી શકતું નથી. ડ્રાય કેમિકલ, અને કાર્બન ડાયોક્સાઇડ ગેસની મદદ થી આગ ને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

  • 11 Aug 2023 09:47 PM (IST)

    નાગરિક સહકારી બેંકમાં બે મેનેજર વચ્ચે વિવાદ, હેડ ઓફિસના મેનેજરે ચીફ મેનેજર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

    રાજકોટની નાગરિક સહકારી બેંકમાં બે મેનેજર (Bank Manager) વચ્ચે વિવાદ સર્જાયો છે. નાગરિક બેંકના હેડ ઓફિસના મેનેજરે ચીફ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હેડ ઓફિસના મેનેજર વિબોધ દોશીએ ચીફ મેનેજર પ્રશાંત રૂપારેલીયાએ મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે.

  • 11 Aug 2023 09:47 PM (IST)

    તલાટી કમ મંત્રીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ જાહેર કરાયુ

    રાજ્યમાં તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ અંગે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આ સાથે અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આ અંગે પરિણામ અંગે માહિતી જાહેર કરવામાં આવી હતી. ફાઈનલ સિલેકટ લિસ્ટ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ છે.

  • 11 Aug 2023 08:10 PM (IST)

    Gujarat Live Updates : જૂનાગઢના વંથલીના સાંતલપુરમાં સામૂહિક આપઘાતની ઘટના, 3ના મોત, 1ની હાલત ગંભીર

    જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે.
    ઝેરી દવા પી લેતા પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે એક દીકરીને ICUમાં દાખલ કરવામાં આવી છે. વંથલીના સાંતલપુર ગામની આ ઘટના છે. પરિવારે વાડીએ જ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ઝેરી દવા પીવાથી પત્ની, પતિ અને પુત્રના મોત થયા છે જ્યારે એક દીકરીની હાલત ગંભીર છે.

  • 11 Aug 2023 07:56 PM (IST)

    Gujarat Live Updates : હરિયાણાના નૂહ જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ બંધ રહેશે

    31મી જુલાઈએ હરિયાણાના નૂહ જિલ્લામાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર બાદ ચાલી રહેલા તણાવને ઘટાડવાના પ્રયાસો ચાલુ છે. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે 13 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

  • 11 Aug 2023 07:12 PM (IST)

    Gujarat Live Updates : સ્ટેટ જીએસટીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં 53 સ્થળોએ દરોડા

    સ્ટેટ જીએસટી દ્વારા ઇમિગ્રેશન સાથે સંકળાયેલી પેઢીઓ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં 53 સ્થળોએ ઇમિગ્રેશન સાથે સંકળાયેલી સંસ્થાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવામાં આવે છે. IELTS જેવી પરીક્ષાઓ માટે કોચિંગ પણ આપવામાં આવે છે. ઇમિગ્રેશન માટેની સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈને પૂરતી રકમની રિસિપ્ટ આપતી નથી. રોકડમાં મેળવેલી રકમ ચોપડે નહિ દર્શાવી કર ચોરી કરવામાં આવતી હોવાની વિગતોના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.

  • 11 Aug 2023 06:51 PM (IST)

    Gujarat Live Updates : જયપુર-મુંબઈ ટ્રેન ગોળીબારના આરોપી ચેતન સિંહનો નાર્કો ટેસ્ટ નહીં થાય

    બોરીવલી કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવાની જીઆરપીની માંગને ફગાવી દીધી છે. હકીકતમાં, જ્યારે કોર્ટે આરોપીને આ વિશે પૂછ્યું ત્યારે આરોપીઓએ પોલીસ પર બળજબરીથી સહી લેવાનો આરોપ લગાવ્યો અને સંમતિની વાતથી મોં ફેરવી લીધું. જે બાદ કોર્ટે જીઆરપીને પણ ફટકાર લગાવી અને નાર્કોની અરજી ફગાવી દીધી.

  • 11 Aug 2023 06:42 PM (IST)

    Gujarat Live Updates : પોર GIDCની નીર એક્યુઝન પ્રા લિ કંપની કરાઈ સીલ કરાઈ

    વર્ષ 2014માં બંધ થયેલી નીર એક્યુઝન પ્રા લિ કંપનીના કર્મચારીઓને વળતર ના ચૂકવતા કંપનીને સીલ કરાઈ છે. કંપનીના કર્મચારીઓ 2016થી પગાર અને ગ્રેજ્યુઇટી માટે લડત ચલાવતા હતા. કર્મચારીઓને 1.5 કરોડ રૂપિયા લેવાના બાકી હતા. જો કે, રેવન્યુ રિકવરી સર્ટિફિકેટની રકમ વસૂલવા જપ્તીની કાર્યવાહી હાથ ધરાઈ છે. મામલતદાર, ટીડીઓ અને પોલીસની હાજરીમાં મિલકત સીલ કરવામાં આવી છે.

  • 11 Aug 2023 05:49 PM (IST)

    ભાવનગર જિલ્લામાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો હજુ વિદ્યાર્થીઓને અપાયા જ નથી

    ભાવનગર જિલ્લામાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો (Books) અપાયા જ નથી. શાળા શરૂ થયાને બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ તંત્ર દ્વારા એકમ કસોટી અને અન્ય સ્વાધ્યાયપોથીઓ આપવામાં આવી નથી. એટલું જ નહીં પહેલા અને બીજા ધોરણની ચિત્રપોથી તેમજ લેખનપોથી પણ તમામ બાળકોની મળી નથી. આ તમામ પુસ્તકો વિદ્યાર્થીઓને શાળા શરૂ થાય ત્યારે જ મળી જવા જોઈએ, પરંતુ હજુ સુધી પુસ્તકો ન મળતાં શિક્ષકો પણ પરેશાન છે.

  • 11 Aug 2023 05:14 PM (IST)

    મોર્નિંગ વોક પર જતા લોકો સાવધાન ! અમદાવાદમાં મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગ થઈ સક્રિય

    અમદાવાદમાં મોર્નિંગ વોક (Morning Walk) પર જતા લોકોના મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગ સક્રિય થઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો iphone તેમજ અન્ય એક રસ્તે ચાલતી જતી મહિલા પાસેથી ફોન ઝૂંટવી લીધો હતો.

  • 11 Aug 2023 03:58 PM (IST)

    બગોદરા હાઈવે અકસ્માત મામલો

    • બગોદરા હાઈવે અકસ્માત મામલો
    • ટેમ્પામાં કુલ 23 લોકો સવાર હતા
    • 10ના મોત, 13 ઘાયલ

    ઘાયલોના નામ

    • 1. માધાભાઈ ઝાલા 52
    • 2. પરેશકુમાર ઝાલા 54
    • 3. આરતીબેન સોલંકી 48
    • 4. હિંમતભાઈ કાળુસિંહ ઝાલા 40
    • 5. સોનલબેન 48
    • 6. બાબુભાઈ સોલંકી 67
    • 7. વિપુલભાઈ 40
    • 8. રાજુભાઈ માધાભાઈ ઝાલા 25
    • 9. રાજવીર 7
    • 10. વિજયભાઈ ઝાલા
    • 11. સુનીલભાઈ મુકેશભાઈ ઝાલા 18 વર્ષ
    • 12. વિહાની 6 વર્ષ
    • 13. બેબી 2 વર્ષ

    મૃતકોના નામ

    • 1. રઈબેન માધાભાઈ ઝાલા 40
    • 2. પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા 30
    • 3. વિશાલ હિંમતભાઈ ઝાલા 12
    • 4. અભેસિંગભાઈ ભેજાસિંહ સોલંકી 55
    • 5. જાનકી જેસંગભાઈ સોલંકી (બાળક)
    • 6.વૃષ્ટીકા હિંમતભાઈ ઝાલા (બાળક)
    • 7. કાંતાબેન જુવાનસિંહ ઝાલા (આશરે 45)
    • 8. ગીતાબેન હિંમતભાઈ ઝાલા 35
    • 9. શાંતાબેન અભેસંગભાઈ સોંલકી 50 (બાલાસિનોર)
    • 10. લીલાબેન (કઠલાલ)
  • 11 Aug 2023 03:39 PM (IST)

    PM મોદી મણિપુરને સળગાવવા માગે છે: રાહુલ ગાંધીનો આક્ષેપ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબ અંગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, આજે જણાવ્યું હતુ કે, અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા સમયે વડાપ્રધાન સંસદમાં 2 કલાકથી વધુ સમય સુધી બોલતા રહ્યાં. હસતા રહ્યાં. પણ મણિપુરની વાત ના કરી. વિષય કોંગ્રેસ નહોતો, વિષય હુ નહોતો. વિષય હતો મણિપુરનો. મણિપુરમાં કેમ હિંસા થઈ રહી છે, તેને કેમ રોકવી તેના માટેનો વિષય હતો. પરંતુ તેમણે આ અંગે કોઈ વાત ના કરી.

  • 11 Aug 2023 03:07 PM (IST)

    ગદર 2 ફિલ્મ થઈ રિલીઝ, લોકો પહોંચ્યા ગદર 2 ફિલ્મ જોવા

    • ગદર 2 ફિલ્મ થઈ રિલીઝ
    • લોકો પહોંચ્યા ગદર 2 ફિલ્મ જોવા
    • દર્શકોએ ફિલ્મના કર્યા વખાણ
    • એક્શન અને રોમાન્સથી ભરપૂર છે ફિલ્મ – દર્શક
    • 22 વર્ષ પહેલાં 2001ના રોજ જૂની ગદર ફિલ્મ રીલીઝ થઈ હતી
    • 22 વર્ષ બાદ ગદર 2 ફિલ્મ રિલીઝ થઈ
    • બંને ફિલ્મના દર્શકોએ વખાણ કર્યા
    • પહેલી ફિલ્મમાં શની દેઓલ પાકિસ્તાનમાં પત્નીને લેવા જાય છે
    • ગદર 2માં શની દેઓલ પુત્રને લેવા પાકિસ્તાન જાય છે
    • પહેલી ફિલ્મમાં હેન્ડ પમ્પ ઉખાડે છે જ્યારે ગદર 2માં હેન્ડ પમ્પ જોઈ પાકિસ્તાન ડરી જાય છે
    • બંને મુવી અલગ અને સારી હોવાનું દર્શકોના રિવ્યુ
    • પાકિસ્તાન અને ભારત સાથે મળી રહે તે સંદેશ આપતું ફિલ્મ – દર્શક
  • 11 Aug 2023 02:43 PM (IST)

    બગોદરા અકસ્માત અંગે મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

    અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે. બગોદરા અકસ્માત અંગે મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો.

  • 11 Aug 2023 02:01 PM (IST)

    કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

    • મહાઠગ કિરણ પટેલને શ્રીનગર જેલમાંથી અમદાવાદ લવાયો હતો
    • ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની કરી હતી ધરપકડ
    • કિરણ પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર કરાયો હતો
    • મોરબીના વેપારી સાથે છેતરપિંડી કેસમાં કરાઈ હતી ધરપકડ
    • કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
    • સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર
    • પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી
  • 11 Aug 2023 01:31 PM (IST)

    હવામાન વિભાગની આગાહી

    • ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી
    • એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને સામાન્ય વરસાદની આગાહી
    • સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે
    • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી
  • 11 Aug 2023 01:11 PM (IST)

    અમદાવાદ: બાવળા બગોદરા નજીક ગંભીર અકસ્માત

    • ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત
    • 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત
    • 10 લોકો ઇજાગ્રસ્ત
    • અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ
    • પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 11 Aug 2023 12:51 PM (IST)

    અરવિંદ કેજરીવાલની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ

    • હાઇકોર્ટે કેજરીવાલનાં વકીલને પૂછ્યું
    • શું કેજરીવાલ અને સંજય સિંહ કોર્ટ સમક્ષ હાજર થવા માંગે છે ?
    • શું આજે ને આજે હાજર થવાનું છે ?
    • નાં નાં , ૨-૪-૫-૭ દિવસ જ્યારે તમને અનુકૂળ હોય : હાઇકોર્ટ
    • અમે માત્ર એટલું જ ઇચ્છીએ છે કે અમારી રિવિઝન અરજી પર સુનાવણી થાય
    • ત્યારબાદ હાજર થવામાં કોઈ વાંધો નથી
    • કેજરીવાલ નાં વકીલની દલીલ પર હાઇકોર્ટે પૂછ્યું
    • શું ક્યારેય કોર્ટમાં આવવાનું જ નહી?
    • જ્યારે કોર્ટે તમને બોલાવ્યા ત્યારે તમારે હાજર રહેવું જોઈએ : HC
    • તમારા મારફતે જ કોર્ટને બાહેધરી અપાઈ હતી કે હાજર રહેશો: HC
    • અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી માટે હાજર નહતા રહી શક્યા: કેજરીવાલનાં વકીલ
    • હવે તો સ્થિતિ સામાન્ય છે ને? : Hc
    • 11 ઓગસ્ટ નાં રોજ હાજર રહેશો તેવી બાહેધરી તમારા દ્વારા જ આપવામાં આવી હતી : હાઇકોર્ટ
    • અરવિંદ કેજરીવાલ તરફે દલીલ કરતા વકીલને કોર્ટે ટકોર કરી
    • તમે કોર્ટને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છો : HC
    • અરવિંદ કેજરીવાલના વકીલ જુદા જુદા કેસ અને દલીલો મૂકી રહ્યા હતા તે દરમ્યાન કોર્ટે કરી ટકોર
    • અરવિંદ કેજરીવાલના વકીલ
    • અમારા તરફથી મોડું થાય તેવા કોઈ આશ્રય નહોતો
    • અમારી રિવિઝન અરજી પેન્ડિંગ છે માટે સમય માંગી રહ્યા હતા
    • આ માત્ર એક સમન્સ નો કેસ છે
    • આ ગુનો પણ જામીનપાત્ર ગુનો છે.
    • અમે હાજર થવાની નાં નથી પાડી, અમે માત્ર સમય માંગ્યો છે
    • કેજરીવાલ તરફે તમામ દલીલો પૂર્ણ
  • 11 Aug 2023 11:49 AM (IST)

    સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા, તંત્ર આડેધડ બિલ ફટકારતી હોવાનો આક્ષેપ

    Surat : સુરતના અનેક વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં લાખો રૂપિયાનું બિલ એકસાથે ફટકારાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં શ્રીજી સોસાયટીમાં પાણી મીટરનો વિરોધ કરાયો છે. લાખો રૂપિયાનું બિલ એકસાથે આપતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. મસમોટું બિલ એકસાથે આપી દેતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

  • 11 Aug 2023 11:02 AM (IST)

    આજકાલ કોર્ટમાં પણ ગોળીબાર થઈ રહ્યો છે, SC માર્ગદર્શિકા બહાર પાડી

    સુપ્રીમ કોર્ટે અદાલતો અને ન્યાયાધીશોની સુરક્ષાને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજકાલ કોર્ટમાં પણ ગોળીબાર થાય છે. અમે માર્ગદર્શિકા જાહેર કરી રહ્યા છીએ, તે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે ન્યાયાધીશો અને અદાલતોની સુરક્ષાને લઈને જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન નથી થઈ રહ્યું.

  • 11 Aug 2023 10:38 AM (IST)

    Canada: ઓન્ટારીયોની Northern Collegeએ પ્રવેશ રદ કરતા 500 વિદ્યાર્થીઓ અટવાયા

    પહેલા કરતાં કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં હાલ લોકો કેનેડા અને અમેરિકા જઈ રહ્યા છે. આજકાલ લોકોમાં વધુ કમાણી કરવા અને સારું જીવન જીવવા વિદેશ જવાની ઘેલછા હોય છે. પરંતુ હાલમાં કેનેડાના (Canada) ઓન્ટારીયો પ્રાંતની કોલેજે એડમિશન રદ કરી દેતા ઘણાં વિદ્યાર્થીઓ અટવાયા છે. આમાં 500 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

    જેમના એડમિશન રદ થયા છે એમાં ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી કેનેડા પહોંચી ચૂક્યા છે. ઓન્ટારીયોની નોર્ધન કોલેજે આગામી સત્ર માટેના એડમિશન રદ થયા હોવાની જાણ કરતો ઈમેઈલ વિદ્યાર્થીઓને કર્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ ટિકિટ બૂક કરાવી દીધી હતી.

  • 11 Aug 2023 10:12 AM (IST)

    આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની વધી શકે છે મુશ્કેલી, ACS સુનયના તોમર કમિટી રુબરુ જઇ કરશે તપાસ,

    Anand :  આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર (Suspended Collector) ડીએસ ગઢવીની (DS Gadhvi) મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ગઢવી સામે તપાસ તેજ કરવામાં આવી છે. ACS સુનયના તોમર કમિટી આણંદ જિલ્લા કલેક્ટર (collector) કચેરીમાં જઈને રૂબરૂ તપાસ કરશે. આ કમિટીએ 13મી જૂને સામાન્ય વહીવટ વિભાગને મળેલી ફરિયાદ અને વીડિયો ફૂટેજમાં ગઢવી સાથે દેખાતી મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરી છે.વધુ તપાસ માટે કમિટી કલેક્ટર ઓફિસ અને જિલ્લા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીની પણ પૂછપરછ કરશે.

  • 11 Aug 2023 09:50 AM (IST)

    કલોલ: કેનેડા જવાના સપના જોતા યુવક સાથે રૂ.26 લાખની છેતરપિંડી

    1. કલોલ: વિદેશ મોકલવાનાના નામે વધુ એક છેતરપિંડી
    2. કેનેડા જવાના સપના જોતા યુવક સાથે રૂ.26 લાખની છેતરપિંડી
    3. કેનેડાના વિઝા અપાવવાના બહાને એજન્ટે કરી છેતરપિંડી
    4. યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
  • 11 Aug 2023 09:39 AM (IST)

    Ahmedabad: શહેરમાં ભુવા પડવાનો યથાવત, આનંદનગર રોડ પર પડ્યો ભુવો

    1. અમદાવાદ- શહેરમાં ભુવા પડવાનો યથાવત
    2. વગર વરસાદે શહેરમાં પડ્યો ભુવો
    3. આનંદનગર રોડ પર પડ્યો ભુવો
    4. રસ્તાની વચ્ચોવચ ભુવો પડતા મુશ્કેલી
    5. મનપાએ ભુવો કોર્ડન કર્યો
  • 11 Aug 2023 09:02 AM (IST)

    IPS રવિ તેજા વાસમ શેટ્ટીને આજે કોર્ટમાં હાજર રહેવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

    1. જૂનાગઢ પોલીસ ડ્રાઈવરનાં રહસ્મય મોતનો કેસ
    2. IPS રવિ તેજા વાસમ શેટ્ટીને આજે કોર્ટમાં હાજર રહેવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ
    3. રવિ તેજા વાસમ શેટ્ટી હાલ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે છે કાર્યરત
    4. ઘટના સમયે રવિ તેજા વાસમ શેટ્ટી જૂનાગઢ SP તરીકે હતા કાર્યરત
    5. તત્કાલીન PI ને પણ આજે કોર્ટમાં હાજર થવા ફરમાન
    6. અધિકારીઓની બેદરકારીના કારણે બનેલી ઘટનાની કોર્ટે લીધી હતી ગંભીર નોંધ
    7. ઘટનાનાં 5 મહિના વીત્યા બાદ પણ ફરિયાદ નાં નોંધતા કોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી
    8. આરોપી અને તપાસ કરનાર એક જ હોય તો કેવી રીતે નિષ્પક્ષ તપાસ થશે તેને લઈને હાઈકોર્ટે ઉઠાવ્યા હતા સવાલ
    9. પોલીસ ડ્રાઈવર બ્રિજેશ લાવડિયાનો લટકતી હાલતમાં મળ્યો હતો મૃતદેહ
    10. મૃતકને પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે બોલાવ્યા બાદ અન્ય જગ્યા પરથી 20-03-2023નાં રોજ મળ્યો હતો મૃતદેહ
    11. મૃતદેહ પરથી માર માર્યાના પણ મળ્યા હતા નિશાન
  • 11 Aug 2023 08:40 AM (IST)

    તુર્કીથી જાપાન સુધી ધરતી ધ્રૂજી, 6ની તીવ્રતાનો ભૂકંપ, તબાહીની આશંકા

    જાપાન (Japan) ના હોક્કાઇડોમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 46 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુરુવારે પૂર્વી તુર્કી (Turkey) માં 5.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC) અનુસાર, તુર્કીમાં ભૂકંપ (Earthquake)નું કેન્દ્ર પૃથ્વીમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આ આંચકાઓને કારણે ભારે વિનાશ થઈ શકે છે.

  • 11 Aug 2023 07:31 AM (IST)

    CPP અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક બોલાવી

    CPP અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક બોલાવી

  • 11 Aug 2023 07:19 AM (IST)

    બનાસકાંઠાના થરાદમાં ત્રણ તલાકની ઘટના, પરિણીતાએ ત્રીજી પુત્રીને જન્મ આપતા સાસરિયાઓએ તરછોડી

    Triple Talaq : બનાસકાંઠાના થરાદમાં ત્રણ તલાકની ઘટના સામે આવી છે. જેમાં પરિણિતાને તલાક આપીને કાઢી મુકવામાં આવી છે. પરણિતાને ત્રીજી પુત્રીનો જન્મ થતા સાસરિયાઓએ તરછોડી દીધી. મળતી માહિતી અનુસાર દહેજની માગો પૂરી કર્યા બાદ પતિએ તલાક આપ્યા છે. ન્યાયની માગ સાથે પીડિતા પોતાની પુત્રી સાથે SP કચેરી પહોંચી હતી.

  • 11 Aug 2023 06:17 AM (IST)

    આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  • 11 Aug 2023 05:55 AM (IST)

    અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે પીએમ મોદીનું કર્યું સમર્થન

    અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે પીએમ મોદીનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું કે તે હંમેશા તમારી આઝાદી માટે લડતા રહેશે.

Published On - 5:55 am, Fri, 11 August 23