ભાવનગરમાં દિવાળીની રાત્રે હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. 32 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખીને યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હત્યાના બનાવમાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળી પછી, દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ નોંધાયું હતું. અક્ષરધામ સહિત ઘણા વિસ્તારોમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું. દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક ૩૦૧ થી ઉપર વધી ગયો હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. દિલ્હીમાં CPCB (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અનુસાર, ધૌલા કુઆનની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૧૯૪ હતો, જે “મધ્યમ” શ્રેણીમાં આવે છે. આનંદ વિહારમાં ૨૯૩, બાવાનામાં ૩૨૮, બુરાડીમાં ૩૧૫, ચાંદની ચોકમાં ૪૦૦ અને દ્વારકા સેક્ટર ૮માં ૩૨૭ નોંધાયા હતા.
આજે 10 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:37 am, Tue, 10 November 26