
આજે 10 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
કેએલ રાહુલે શાનદાર સિક્સર ફટકારી બેંગલુરુને તેના જ ઘરમાં હરાવ્યું, દિલ્હીની સતત ચોથી જીત
કેએલ રાહુલની મજબૂત ફિફ્ટી, દિલ્હીનો સ્કોર 100 ને પાર, રાહુલે હેઝળવુડને બે બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી
દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, અક્ષર પટેલ સસ્તામાં થયો આઉટ, સુયશ શર્માએ લીધી વિકેટ
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 ને પાર, કેએલ રાહુલ-અક્ષર પટેલે સંભાળી બાજી. રાહુલે હેઝળવુડને જોરદાર સિક્સર ફટકારી
દિલ્હીને ત્રીજો ઝટકો, પોરેલ માત્ર 7 રન બનાવી થયો આઉટ, ભુવનેશ્વર કુમારે લીધી બીજી વિકેટ
દિલ્હીને બે ઓવરમાં બે ઝટકા, ફાફ ડુ પ્લેસિસ બાદ મેકગર્ગ સસ્તામાં આઉટ
દિલ્હીને પહેલો ઝટકો, ફાફ ડુ પ્લેસિસ માત્ર 2 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ
બેંગલુરુએ દિલ્હીને જીતવા 164 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરોમાં ટીમ ડેવિડની આક્રમક બેટિંગ, ચોગ્ગા અને છગ્ગા ફટકારી ટીમનો સ્કોર 163 સુધી પહોંચાડ્યો
બેંગલુરુને સાતમો ઝટકો આપ્યો, વિપ્રજ નિગમે કૃણાલ પંડયાને કર્યો આઉટ, કૃણાલ પંડયા 18 રન બનાવી થયો આઉટ
કુલદીપ યાદવે બેંગલુરુને છઠ્ઠો ઝટકો આપ્યો, કેપ્ટન રજત પાટીદારને કર્યો આઉટ
બેંગલુરુની અડધી ટીમ પોવેલિયન ભેગી, કુલદીપ યાદવે જીતેશ શર્માને કર્યો આઉટ, કેએલ રાહુલે કર્યો કેચ
મોહિત શર્માએ દિલ્હીને ચોથી સફળતા અપાવી , બેંગલુરુને ચોથો ઝટકો, મોહિત શર્માએ લિયામ લિવિંગસ્ટોન સસ્તામાં કર્યો આઉટ
બેંગલુરુને સૌથી મોટો ઝટકો, વિરાટ કોહલી 22 રન બનાવી થયો આઉટ, વિપ્રજ નિગમી લીધી કોહલીની વિકેટ, સ્ટાર્કે કર્યો જોરદાર કેચ
બેંગલુરુને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ માત્ર 1 રન બનાવી થયો આઉટ, મુકેશ કુમારે લીધી વિકેટ
બેંગલુરુને પહેલો ઝટકો, ફિલ સોલ્ટ 17 બોલમાં 37 રન બનાવી થયો આઉટ, કોહલીના કોલ બાદ સોલ્ટ થયો રનઆઉટ, પિચની મધ્યમાં એક સેકન્ડ માટે અટવાયો અને થયો રનઆઉટ
ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
સબસટીટ્યુટ પ્લેયર:
સુયશ શર્મા, રસિક દાર સલામ, મનોજ ભાંગડે, જેકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ.
ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, કેએલ રાહુલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
સબસટીટ્યુટ પ્લેયર:
અભિષેક પોરેલ, દર્શન નલકાંડે, કરુણ નાયર, સમીર રિઝવી, ડોનોવન ફરેરા.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે બેંગલુરુની ટીમ પહેલા બેટિંગ કરશે
મોરબીના પીપળીયા રાજ ગામ પાસે આવેલ કોટન મિલમાં ભીષણ આગ લાગી છે. ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે. મીતાણાથી વાંકાનેર તરફના રોડ પર આવેલી છે ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝ મિલ. આગ વિકરાળ થતા મોટી માત્રામાં કપાસ બળીને ખાક થયો છે. આગ લાગતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. મોરબી, વાંકાનેર, ટંકારા, રાજકોટની ફાયર ટીમ સ્થળે પહોચી છે. કોટન મિલમાં લાગેલી આગને કાબૂ કરવાના પ્રયાસ ચાલુ છે.
ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં ગરમીનું પ્રમાણ 43.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીએ અટક્યો છે. ડીસામાં 41.8 ડિગ્રી ગરમી રહેવા પામી છે.
અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવનાર અમદાવાદ મેટ્રોમાં એક વ્યક્તિ બનાવટી પ્રમાણપત્રોના આધારે નોકરી કરતો હોવાની વિગતો સામે આવી છે. બોગસ ડોક્યુમેન્ટ આધારે અમદાવાદ મેટ્રોમાં AGM તરીકે નોકરી મેળવનાર સામે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી છે. બે કંપનીના લેટરપેડ પર એક્સપીરીયન્સ સર્ટિફિકેટ બનાવ્યા હતા. પંકજ પ્રસુન સિંગ નામનાં વેપારીને છેતરીને આરોપી કપિલ શર્માએ ડોક્યુમેન્ટ લીધા હોવાનું સામે આવ્યું છે. ધંધામાં ભાગીદારી કરવાનું કહીને, દસ્તાવેજ પુરાવાઓ મેળવીને નોકરી મેળવવા માટે તેનો દૂરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
છોટા ઉદેપુરના જસ્કી ગામે પ્રેમિકાના ઘરમાં જ પ્રેમીનું મોત થયું છે. મૃતક પરિવારજનો હત્યા કરાઈ હોવાનો લગાવી રહ્યા છે આરોપ. પરિણીત યુવાન પ્રેમી છત્રસિંહ સવદભાઈ ભીલ તેના જ ગામની હંસા બેન સાથે પ્રેમ સબંધ હતો. ગત રાત્રીએ પ્રેમિકાના ઘરે આવી પાણી પીધા બાદ પ્રેમિકાના ઘરમાં જ પ્રેમી છત્રસિંહનું થયુ હતું મોત. ગત રાત્રીના સમયે મોતને ભેટેલા પ્રેમી છત્રસિંહના પરિવારજનો પ્રેમિકા હંસા બેનના ધરમાંથી મૃતદેહને ઉઠાવવાનો કરી રહ્યાછે ઈન્કાર. જ્યા સુધી યોગ્ય તપાસ ના થાય ત્યાં સુધી લાશ ને નહીં ઉઠાવીએ તેવું પરિવારજનો નુ કહેવું છે.
સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે તેમના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ છે. સુરત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષ નાયકે, તેમનુ રાજીનામુ મ્યુનિસિપલ કમિશનરને આપી દીધુ છે. જો કે, મ્યુનિસિપલ કમિશનરે આશિષ નાયકના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. રાજીનામુ કેમ આપ્યું તેનું કારણ સામે આવ્યું નથી.
ATS દ્વારા પકડાયેલા હથિયારના બોગસ લાયસન્સના કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. ATS હથિયારના બોગસ લાયસન્સના કેસમાં 16 આરોપી પકડેલા છે. હરિયાણાના નૂહ જિલ્લાથી પકડાયેલા શોકત અલી સહિત 16 લોકોને કોર્ટમાં રજૂ કરાશે. પકડાયેલા આરોપીઓ યેનકેન પ્રકારે હથિયારના લે – વેચ નો લાગ્યો છે આરોપ. ગુજરાત ATS એ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કરી છે કાર્યવાહી. સમગ્ર મામલે કુલ 108 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ.
RSS સુપ્રીમો મોહન ભાગવત, આગામી 12 મી એપ્રિલે ગુજરાત આવશે. 12 એપ્રિલના રોજ એક દિવસીય ગુજરાત મુલાકાતે મોહન ભાગવત આવનાર છે. વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વરના રજતોત્સવમાં હાજરી આપશે. સાંજે 5:30 કલાકે યજ્ઞમાં આહુતિ આપી ભાગવત રવાના થશે.
વડોદરમાં અધિકારીને લાફો મારનાર, ભારતીય જનતા પાર્ટીના નગર સેવકને શહેર ભાજપ પ્રમુખે ખખડાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેર ભાજપમાં કોઈ રણી ધણી ના હોય તેમ વિવાદ સર્જાતા રહે છે. આ વખતે જનતાના મતથી જીતીને આવેલા નગરસેવકને કારણે ભાજપ ચર્ચામાં આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવા અને તેમના પતિદેવે વીએમસીના એક અધિકારીને ફડાકા માર્યા હોવાની વાત ચૌરે અને ચૌટે ચર્ચાઈ રહી છે. આ પ્રકરણ બાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ એકાએક પ્રકાશમાં આવ્યા અને મહિલા કોર્પોરેટરને ખખડાવ્યા હતા. સાથોસાથ તેમના પતિદેવને પણ લાફા બદલ ખખડાવ્યાં હતા.
શહેર ભાજપ પ્રમુખ ડો જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ઝઘડામાં બંને પક્ષે ભુલ હતી, બંનેએ સંયમ રાખવો જોઇએ. કાઉન્સિલરનાં પતિની વહીવટમાં દખલગીરી યોગ્ય નથી તેમ પણ જણાવ્યું હતું.
જામનગર: MP શાહ મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. હોસ્ટેલની 5 તબીબી વિદ્યાર્થિનીઓને દોઢ લાખનો દંડ ફટકાર્યો. તબીબી વિદ્યાર્થિનીઓ તેમના મિત્રોને મળવા ગઇ હતી. અન્ય તબીબી વિદ્યાર્થિનીઓને મળવા જતા કાર્યવાહી કરવામાં આવી. હોસ્ટેલની SOP અનુસાર ચીફ વૉર્ડને દંડ કર્યાનો દાવો. સમગ્ર મામલે કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઈએ જણાવ્યુ કે SOPના નિયમ મુજબ વૉર્ડને કાર્યવાહી કરી છે. વિદ્યાર્થિનીઓની સજા સ્થગિત કરાઇ છે. કારકિર્દી અને પ્રથમ ભૂલને જોતા સજા સ્થગિત કરાઇ. તબીબી વિદ્યાર્થિનીઓ પાસે માફી પત્ર લેવાયો.
જૂનાગઢઃ બાળકીને અડપલા કરનાર ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે. પહેલા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યા હતા. ટયુશન સંચાલકે બાળકીને રસોડામાં લઈ જઈ અડપલા કર્યા હતા. બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: વરાછામાં હીરા વેપારીઓના ધરણા સમેટાયા છે. KP સંઘવી ડાયમંડ બહાર 12 પરિવાર ધરણા પર બેઠા હતા. 4 ધારાસભ્યોની મધ્યસ્થતા બાદ ધરણા સમેટાયા. KP સંઘવી ડાયમંડે ખોટા કેસ કર્યાનો આરોપ હતો. ધારાસભ્ય કુમાર કાનાણી, વિનુ મોરડિયાએ મધ્યસ્થતા કરી. ધારાસભ્ય કાંતિ બલર અને પ્રવીણ ચૌધરીએ પણ રજૂઆત કરી.
મહેસાણા: રીલ બનાવવા જતા યુવકને મોત મળ્યું. તળાવ કિનારે રીલ બનાવતા યુવક લપસીને ડૂબ્યો. ખેરાલુના ડભોડા ગામમાં આ ઘટના બની. તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો. 18 વર્ષીય યુવકના પરિવારમાં માતમ છવાયો.
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે. અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. લલીયા ગામમાં ખરાબાની 2.5 વીઘા જમીન દબાણમુક્ત કરાઈ. પોલીસ અને રેવન્યુ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી.
સુરેન્દ્રનગરઃ રતનપર વિસ્તારમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ બન્યા છે. એકલા રહેતા માતા-પુત્રી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. ઘરના દરવાજા તોડી હુમલો કર્યાનો પરિજનોનો આરોપ છે. હુમલાની ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
આજે, તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને ધ્યાનમાં રાખીને અનેક સ્તરોની સુરક્ષા ગોઠવવામાં આવશે. રાણા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના SWAT કમાન્ડોના સુરક્ષા કવચ હેઠળ રહેશે. SWAT કમાન્ડો ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. રાણાના કાફલાને દિલ્હી પોલીસના અનેક વાહનો એસ્કોર્ટ કરશે. રાણાને એરપોર્ટથી બુલેટપ્રૂફ કારમાં લાવવામાં આવશે. તેને ભારત લાવ્યા પછી, NIA સૌથી પહેલું કામ 26/11 ના હુમલા સંબંધિત નોંધાયેલા કેસમાં તેની ધરપકડ કરશે. ત્યારબાદ તહવ્વુર રાણાને NIA મુખ્યાલય લઈ જવામાં આવશે, જ્યાં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ રાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ માંગવામાં આવશે. તહવ્વુર રાણાને કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટથી NIA મુખ્યાલય લઈ જવામાં આવશે.
અંબાલાલની આગાહી મુજબ 11થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનનું જોર રહેવાનું પણ તેમણે અનુમાન કર્યું છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. સાથે, લીમખેડા, દાહોદ, વડોદરા, નડિયાદમાં હવામાન પલટો આવી શકે. મહત્વનું છે, આગામી 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સિવાય, ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે. રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છમાં પણ તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે. આ પછી, 17થી 19 એપ્રિલે હવામાનમાં ફરી પલટો આવશે.
ટેરિફને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટી જાહેરાત કરી. વિશ્વમાં મંદીને લઈને 90 દિવસ સુધી નવા ટેરિફ પર રોક લગાવી. 90 દિવસ સુધી ભારતનો ટેરિફ 26 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો. અમેરિકા સામે બદલો લેવા વધુ ટેક્સ ન લગાવનારા તમાન દેશોને રાહત મળી. વિશ્વના 75 દેશો પરના ટેરિફ પર હાલ પુરતી રોક લગાવી. તો અમેરિકાથી ચીનને વધુ એક ઝટકો મળ્યો, ટ્રમ્પે ચીન સામે 125 ટકા ટેરિફની જાહેરાત કરી. આજથી જ આ નવો ટેરિફ લાગુ થશે.
ભાવનગરઃ અસામાજિક તત્વોનો આંતક જોવા મળી રહ્યો છે. અંગત અદાવતમાં 3 ઘરને આગચંપી થઇ. ઘરમાં જ્વલનશીલ પ્રવાહીની બોટલ ફેંકી. ટોળાએ એકઠા થઈને બોટલ ફેંકી હતી. રૂવાપરી મહાકાળી વસાહતમાં ઘટના બની છે. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાસ્થળે પોલીસે તપાસ હાથ ધરી.
અમદાવાદમાં સ્ટીલના ભંગારનો વેપારી લૂંટાયો છે. ચીમનભાઈ બ્રિજ પર 14 લાખની ચિલઝડપ થઇ છે. મુંબઈથી આવીને ઘરે જતા લૂંટારુઓએ લૂંટી લીધો. વેપારીના પત્નીના ખોળામાં મુકેલી બેગ લૂંટી શખ્સો ફરાર થયો. દાગીના સહિતની મતા લૂંટાતા રાણીપ પોલીસે તપાસ હાથ ધરી.
Published On - 7:26 am, Thu, 10 April 25