યુએસ સેન્ટ્રલ કમાન્ડે ટ્વિટ કર્યું, ‘સેન્ટકોમ દળોએ 8 સપ્ટેમ્બરે ઈરાની ક્રૂડ ઓઈલ વહન કરતા પાંચ જહાજોનો નાશ કર્યો હતો. અગાઉ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ છેલ્લા બે દિવસમાં બે વખત બેલેસ્ટિક મિસાઈલોથી યુ.એસ. પર હુમલો કર્યો હતો. નૌકાદળના યુદ્ધ જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું.યુ.એસ. યુદ્ધ જહાજ સફળતાપૂર્વક ઈરાનના હુમલાઓથી બચી ગયું અને વિસ્તારના પાણીમાં પેટ્રોલિંગ ચાલુ રાખ્યું. કોઈપણ અમેરિકન કર્મચારીઓને કોઈ નુકસાન થયું નથી.
જુનાગઢમાં વરસાદની અછત વચ્ચે આગામી દિવસોમાં પાણીની કટોકટી સર્જાવાની ભીતિ ઉભી થઈ છે. હસ્નપુર-આણંદપુર ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે, જ્યારે નરસી મહેતા સરોવર પણ તળિયા ઝાટક કરવાની સ્થિતિમાં પહોંચ્યું છે. હાલની સ્થિતિમાં જુનાગઢ શહેરમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. આ અંગે મનપાના બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોધરાએ મુખ્યપ્રધાનને પત્ર લખી નર્મદા આધારિત પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ સ્થાનિક ડેમ અને જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર તેમજ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પાકિસ્તાનમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
આજે 09 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:22 am, Wed, 9 September 26