9 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, મિત્ર જોડે બેસી હતી ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ કર્યું

|

Oct 09, 2024 | 7:42 AM

આજે 09 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

9 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, મિત્ર જોડે બેસી હતી ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ કર્યું

Follow us on

LIVE NEWS & UPDATES

  • 09 Oct 2024 10:57 AM (IST)

    સતત 10મી વખત રેપો રેટને સ્થિર રખાયા, રેપો રેટ

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. આરબીઆઈ એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા ગવર્નરે કહ્યું કે આરબીઆઈના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે RBI MPCએ સતત 10મી વખત રેપો રેટને સ્થિર કર્યો છે. ઉપરાંત, તેણે પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે. RBI MPCના 6માંથી 5 સભ્યોએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી 2023 થી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.

  • 09 Oct 2024 09:17 AM (IST)

    સુરતઃ બારડોલી-કડોદરા રોડ પર ગંગાધરા ગામની સીમમાં અકસ્માત

    સુરતઃ બારડોલી-કડોદરા રોડ પર ગંગાધરા ગામની સીમમાં અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી માલિબા કોલેજની બસે અકસ્માત સર્જ્યો છે. માલિબા કોલેજની ખાનગી બસે અન્ય એક સ્કૂલ બસ તેમજ રીક્ષાને અડફેટે લીધી. માર્ગ પરથી પસાર થતા એક રાહદારીનું અડફેટે આવી જતા મોત થયું છે. તો રીક્ષામાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. સ્કૂલ બસ ખાલી હોવાથી મોટી જાનહાની ટળી.


  • 09 Oct 2024 09:14 AM (IST)

    અમદાવાદઃ સોલાના માંગલ્ય પાર્ટી પ્લોટમાં મારામારી

    અમદાવાદઃ સોલાના માંગલ્ય પાર્ટી પ્લોટમાં મારામારી થવાની ઘટના બની છે. પાસ મુદ્દે આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે મારામારી થઇ હતી. ફોર સિઝન ઇવેન્ટનાં 20થી 25 આયોજકો પર આરોપ છે.
    માંગલ્ય પાર્ટી પ્લોટના આયોજકો પર હુમલાનો આરોપ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસે 8થી 10 લોકો વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. ભોગ બનનારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો છે.

  • 09 Oct 2024 09:07 AM (IST)

    સુરતઃ રાજ્યમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી

    સુરતઃ રાજ્યમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયુ છે. સગીરા તેના મિત્ર જોડે બેસી હતી ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ કર્યું.
    અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હોવાની માહિતી છે. નજીકમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે.

  • 09 Oct 2024 07:44 AM (IST)

    આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગના 5 સભ્યોની ધરપકડ

    સુરતમાં ગિલોલની મદદથી કારના કાચ તોડી કારમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરનાર આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગ ઝડપાઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અડાજણ રામજી ઓવારા પાસેથી નેલ્લોર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ પાંચેય લોકો ગુજરાતના જાહેર અને ધાર્મિક સ્થળોએ ફરી લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડીના બોનેટના નીચેનો ભાગ હોય ત્યાં ઓઈલ ટપકે છે તેમ કહીં લોકોનું ધ્યાન ભટકાવી પાછળથી સમાન ચોરી કરતા હતા.


  • 09 Oct 2024 07:43 AM (IST)

    અમદાવાદ: 11માં માળેથી બાળક પડી જતાં મોત

    અમદાવાદ: 11માં માળેથી બાળક પડી જતાં તેનું મોત થયુ છે. છારોડીના માલાબાર કાઉન્ટીના એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. 5 વર્ષીય બાળકનું બાલ્કનીમાંથી પડી જતાં મોત થયુ. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

હરિયાણામાં ભવ્ય જીત બાદ PM મોદીએ હુંકાર કરતા કહ્યું કે વિરોધીઓના જુઠ્ઠાણાઓ પર વિકાસની જીત છે. મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ માટે નો એન્ટ્રી છે. કોંગ્રેસ પર PM મોદીએ સણસણતા ચાબખાં લગાવતા કહ્યું જાતિનું ઝેર ફેલાવી કોંગ્રેસનું ભારતના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. પરજીવી પાર્ટી બની એટલે જ હારી છે.  તો જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ+NC ગઠબંધનની સરકાર બની. ફારુક અબ્દુલ્લાએ કહ્યું, આગામી CM ઓમર અબ્દુલ્લા છે. PMએ તેમને અભિનંદન આપ્યા. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને અંતિમ રિપોર્ટ તૈયાર કરાયો. કમિટી ટૂંક સમયમાં રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે.  કરોડોની GST ચોરીનો મામલે ક્રાઈમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી. ધ્રુવી કંપનીના બિલનો ઉપયોગ કરતી અન્ય 12 કંપની સામે પણ ફરિયાદ દાખલ. ભાયલી ગેંગરેપ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ત્રણેય આરોપીઓની પુછપરછ કરાશે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.