રાજકોટમાં પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પરણિત મહિલાને ભારે પડી! 25 વર્ષના પ્રેમીએ 45 વર્ષીય પ્રેમિકાને ચાલુ ટ્રેન સાથે ભટકાડી દઈ હત્યા નિપજાવી છે. રાજકોટ રેલવે પોલીસ દ્વારા પ્રકાશ સોલંકી નામના હત્યારા પ્રેમીની કરી ધરપકડ. મહિલાની ગુંદાળા ફાટકથી આગળ ટ્રેનના પાટા પાસે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક મંજુની દીકરી પાયલ કોળીએ માતાને પ્રેમી પ્રકાશની સંડોવણી હોવાની શકયતા વ્યક્ત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ સોલંકીએ હત્યા કરી હોવાની કબુલાત આપી. મંજુ દ્વારા પોતાના યુવાન પ્રેમીને લગ્ન કરવા બાબતે દબાણ કરતી હતી. જે બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. મંજુને સંતાનમાં બે દીકરી અને બે દીકરા હોવાનું ખુલ્યુ.
ગઈકાલ બુધવાર સવારના 6 વાગ્યાથી આજે ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં ગુજરાતના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ 71 તાલુકામાં એક મી.મી.થી લઈને 20 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામા સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે 220 કે.વી. હેવી વીજલાઈન નીચે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે સૌ કોઈને અંચબામાં નાખી દેવા ઉપરાંત ચિંતા પ્રેરે. કોઈ સીધા વીજ જોડાણ વિના, આપોઆપ બલ્બ ચાલુ થયો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યાં છે. ખેતરમાંથી પસાર થતી હેવી વીજલાઇનની આસપાસ આટલો પાવરફુલ કરંટ આવી રહ્યો છે કે, વીજ જોડાણ વીના બલ્બ ચાલુ થતો હોવાનો ખેડૂતનો દાવો છે. ખેતરની ફેન્સિંગમાં પણ કરંટ અનુભવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વીજલાઇનની આસપાસ ફેલાતા કરંટને કારણે જાનમાલના જોખમની ખેડૂતોમાં ભીતિ
જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગનો બનાવ બન્યો. રિક્ષામાં મુસાફરી સમયે બે અજાણ્યા શખ્સ પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા. ફૂટબોલ ગ્રાઉન્ડથી ભુલાભાઈ રોડ પર આ સ્નેચિંગનો બનાવ બન્યો. મોબાઈલ, રોકડ, ઘડિયાળ સહિતની ચીજવસ્તુની ચોરી થવા પામી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
આજે 06 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:17 am, Thu, 6 August 26