
IPL સિઝનમાં શાનદાર શરૂઆત કરનાર પંજાબ કિંગ્સ પહેલીવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે. IPL 2025ની 18મી મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. આ સિઝનમાં પહેલીવાર મુલ્લાનપુરના મેદાન પર મેચ રમાઈ રહી છે. નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળ પંજાબે સિઝનની શરૂઆત સતત બે જીત સાથે કરી હતી અને હવે ટીમ હેટ્રિકનું લક્ષ્ય રાખશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ જે પહેલી બે મેચ હારી ગયું હતું, તેણે ત્રીજી મેચમાં જીત સાથે વાપસી કરી. હવે સંજુ સેમસનના કેપ્ટન તરીકે વાપસીથી ટીમની તાકાત વધવાની અપેક્ષા છે.
રાજસ્થાન રોયલ્સે પોતાના બોલરોના દમ પર આ મેચ 50 રનથી જીતી લીધી. 206 રનના જવાબમાં પંજાબ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શક્યું. જોફ્રા આર્ચર આ જીતનો હીરો હતો. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 3 બેટ્સમેનોની વિકેટ લીધી. આ દરમિયાન, સંદીપ શર્મા અને મહેશ થીકશનાએ પણ 2-2 વિકેટ લીધી.
પંજાબ કિંગ્સને પણ 7મો આંચકો લાગ્યો છે. સૂર્યાંશ શેડગે 4 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. હવે પંજાબ માટે જીત ઘણી દૂર લાગે છે.
પંજાબ કિંગ્સને પણ છઠ્ઠો ઝટકો લાગ્યો છે. સૂર્યાંશ શેડગે 4 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. હવે પંજાબ માટે જીત ઘણી દૂર લાગે છે.
પંજાબ કિંગ્સને 131 રનના સ્કોર પર મોટો ઝટકો લાગ્યો છે. નેહલ વાઢેરા અને ગ્લેન મેક્સવેલની જોડી તૂટી ગઈ છે. ગ્લેન મેક્સવેલ 21 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો.
નેહલ વાઢેરાએ 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તે સારી લયમાં હોય તેવું લાગે છે અને ટીમને લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યો છે. ગ્લેન મેક્સવેલ પણ તેને સારો સાથ આપી રહ્યો છે.
પંજાબની ઇનિંગની 11 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે 4 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા છે. જીતવા માટે તેમને હજુ પણ 54 બોલમાં 123 રનની જરૂર છે. નેહલ વાઢેરા અને ગ્લેન મેક્સવેલ ક્રીઝ પર છે.
પંજાબ કિંગ્સને ચોથો ઝટકો, પ્રભસિમરન સિંહ માત્ર 17 રન બનાવી આઉટ, કુમાર કાર્તિકેયે લીધી વિકેટ
પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો, માર્કસ સ્ટોઈનિસ માત્ર 1 રન બનાવી આઉટ, સંદીપ શર્માએ લીધી વિકેટ
પંજાબ કિંગ્સે પહેલી જ ઓવરમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી છે. શ્રેયસ અય્યર 5 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. અય્યર ને પણ આર્ચરે ક્લીન બોલ્ડ કર્યો હતો.
પંજાબ કિંગ્સે ઈનિંગના પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી દીધી. પ્રિયાંશ આર્ય ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. જોફ્રા આર્ચરે તેને ક્લીન બોલ્ડ કર્યો.
રાજસ્થાન રોયલ્સની વિસ્ફોટક બેટિંગ, પંજાબને 206 રનનો આપ્યો ટાર્ગેટ
રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, હેટમાયર 20 રન બનાવી આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, નીતિશ રાણા 12 રન બનાવી આઉટ, માર્કો જેન્સેને લીધી વિકેટ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 67 રન બનાવી આઉટ, લોકો ફર્ગ્યુસને લીધી બીજી વિકેટ
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, યશસ્વી જયસ્વાલની દમદાર ફિફ્ટી, ચહલની ઓવરમાં યશસ્વીએ શાનદાર સિક્સર ફટકારી
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, સંજુ સેમસન 38 રન બનાવી આઉટ, લોકી ફર્ગ્યુસને લીધી વિકેટ
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 ને પાર, સંજુ-યશસ્વીની મજબૂત બેટિંગ
રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી. બધાની નજર યશસ્વી આ વખતે સારી ઈનિંગ્સ રમી શકશે કે કેમ તેના પર રહેશે.
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિષ થિક્ષાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા.
શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, માર્કસ સ્ટોઈનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ
પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ
સુરેન્દ્રનગરના ખોડુ ગામની ગૌચર જમીન પર ખનિજ માફિયાઓએ દબાણ કર્યું હોવાની રાવ સામે આવી છે. જેને લઇ ગામના સ્થાનિકોએ મામલતદાર કચેરીએ જઇને રજૂઆત કરી. આક્ષેપ છે કે, ખનિજ માફિયાઓએ ગૌચરની 3 હજાર વીઘા જમીન પર દબાણ કર્યું છે અને બ્લાસ્ટ કરીને ખોદકામ કરે છે. ગ્રામજનોની માગ છે કે ખનિજ માફિયાઓને દૂર કરીને ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે. ખોડુ ગામે સરકારી જમીનો પર દબાણ બાદ પણ પોલીસ કોઇ કડક પગલાં નહીં લેતી હોવાની રાવ છે.
પાણીધ્રા એ, જૂનાગઢના મળીયા હાટીના તાલુકાનું એક ગામ છે. ગામના નામમાં તો પાણી છે. પરંતુ, લોકોના પીવા અને વાપરવા માટે નથી. વિસ્તારપૂર્વક જણાવીએ તો, પાણીધ્રા ગામમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી પાણીની ભારે સમસ્યા છે. પીવા માટે પૂરતું પાણી નથી. મહિલાઓને પાણી ભરવા માટે ખૂબ દૂર સુધી ભટકવું પડે છે. પાણીની અછતના કારણે લોકોના સમયનો વેડફાટ થાય છે. અન્ય કામો પણ થઇ શકતા નથી. ગામમાં એક હેન્ડપંપ તો છે, પરંતુ. લોકોનું કહેવું છે કે, અહીં ખારૂં પાણી આવે છે. જે પીવામાં ઉપયોગ થઇ શકે તેમ નથી. તેમજ, નહાવા માટે પાણી વાપરીએ તો ચામડીના રોગ થાય છે. સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, લગભગ 100 જેટલા લોકોને પાણીના કારણે ચામડી સહિતના નાના-મોટા રોગ થયા છે. ત્યારે, લોકોની સરકાર પાસે માગ છે કે, પીવાનું મીઠું, સાફ અને પૂરતું પાણી મળી રહે.
ગત વર્ષના એપ્રિલ માસ કરતાં આ વખતે એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો અનુભવ કરાવી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ 7 દિવસ પહેલાં જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ચુક્યો છે. ગત વર્ષે 1 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. પરંતુ, આ વખતે 44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તોસુરેન્દ્રનગરમાં 43.2, રાજકોટમાં 42.9 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ આવનારી 8 એપ્રિલ સુધીમાં તાપમાનમાં સતત વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે. જેને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
મોરબીઃ હિસ્ટ્રી શીટર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. માથાભારે તત્વોની મિલ્કત પર બુલડોઝર ફર્યું. હિસ્ટ્રી શીટરોના ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરાયા. અવેશ જેડા અને જકાબ જેડાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન અને શરીર સંબંધી ગુના દાખલ.
એપ્રિલ મહિનાના હજુ તો 4 જ દિવસ થયા છે. પરંતુ ગરમીએ તો આકરો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ પણ આગામી દિવસો ખુબ જ આકરા રહેશે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ પ્રચંડ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્રણ દિવસ યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ સહિત 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. અનેક જિલ્લામાં ગરમીનો પારો 41થી 45 સુધી પહોંચવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ભેજવાળા પવન શરૂ થતા તાપમાનમાં વધારો થશે.
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે સુરતના ભાગળ સ્થિત પૌરાણિક અંબાજી મંદિરમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મા અંબાના દર્શન કર્યા. આઠમને લઈ મા અંબાની વિશેષ પૂજા-અર્ચના કરી રાજ્યની શાંતિ, સલામતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી. દર્શન કર્યા બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું આજે આઠમને લઈ ગુજરાતના હજારો મંદિરમાં ભક્તો મા અંબાના દર્શને આવતા હોય છે. ભાગળના અંબાજી મંદિરમાં છત્રપતિ શિવાજી મહારાજ મા અંબાના દર્શને આવ્યા હતા. માઈભક્તો સાથે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. સૌ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી.
અમદાવાદ: શ્યામલ ચાર રસ્તા પાસે આગનો બનાવ બન્યો છે. મૌર્યાંશ એલાન્ઝાની ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં આગ લાગી હતી. ઓફિસના મહત્વના દસ્તાવેજ અને ફર્નિચર આગમાં ખાક થયા. બહાર રાખેલા બે બાઇકને આગથી આંશિક નુકસાન પહોંચ્યુ છે. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
એપ્રિલની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહી છે. ચાર દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. હીટવેવની આગાહી વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયુ. રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે. આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયુ. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર છે.
અમદાવાદ : રામનવમીના તહેવારને લઇને પોલીસ એક્શનમાં આવી ગઇ છે. શાહપુર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનું રિહર્સલ થયુ. રામનવમીએ શાહપુર વિસ્તારમાં ભગવાન રામની શોભાયાત્રા યોજાશે. અત્યંત સંવેદનશીલ વિસ્તાર મનાતા શાહપુરમાં ડ્રોનની મદદથી ચેકિંગ હાથ ધરાશે. જે રૂટ પર શોભાયાત્રા નીકળવાની છે ત્યાં ડ્રોનની મદદથી ચાંપતી નજર રહેશે. શોભાયાત્રામાં કોઇ અડચણ ન આવે તે માટે ક્રાઇમ બ્રાન્ચનું આગોતરું આયોજન છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી અસામાજિક તત્વો પર નજર રહેશે.
બનાસકાંઠા: વીજ કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. કાંકરેજના શિહોરીના ઉંબરી ગામમાં ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇનથી કરંટ લાગ્યો. ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલાને કરંટ લાગ્યો. ખેતરમાં રમતા 2 બાળકોને પણ વીજ કરંટ લાગ્યો. ખેતરમાં ફુવારો ચાલુ હોવાથી ખેતરમાં કરંટ ફેલાયો હતો. મૃતકો માતા-પુત્ર અને પાડોશીની બાળકી હોવાનું સામે આવ્યું. ત્રણેયના મૃતદેહને શિહોરી હોસ્પિટલ ખસેડાયા.
Published On - 7:19 am, Sat, 5 April 25