Suratમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરી. તેમણે પરિવારજનો અને ભાજપના કાર્યકરો સાથે મોજમસ્તીભર્યો રંગોત્સવ ઉજવ્યો અને ગુજરાતવાસીઓને ધૂળેટીના તહેવારની શુભકામનાઓ પાઠવી.

આજે 04 માર્ચના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભરૂચના હાંસોટમાં આવેલ કાર સર્વિસ સ્ટેશનમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં 3 કાર બળીને ખાક થઈ હોવાની માહિતી સામે આવી છે. ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના.
ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા ઈરાન પર હુમલામાં અત્યાર સુધીમાં કૂલ 1145 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.
કચ્છમાં હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો. કચ્છના આદિપુરમાં અલગ અલગ બનાવોમાં બે યુવકો કેનાલમાં ડૂબ્યા છે. શિણાય અને શનિ મંદિર પાસે નર્મદા કેનાલમાં ડૂબ્યાની ઘટના સામે આવી છે. ઘટનાથી વિસ્તારમાં ચકચાર, લોકો ચિંતામાં મુકાયા છે. આદિપુર, અંજાર પોલીસ અને GDMC ફાયર ટીમ સ્થળે પહોંચી છે. બે કલાકથી વધુ સમયથી કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
સિસોદરા અને ઓરી વચ્ચે નર્મદા નદીમાં 3 લોકો ડૂબ્યા છે. ઓરીના કોટેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા નદીના કિનારે 1 ને બચાવવા જતા અન્ય બે પાણીમાં ગરકાવ થતા ત્રણેયના મોત થયા છે. કાયાવરણના ત્રણ લોકો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરે કરવા આવ્યા હતા. ગરમીને કારણે નર્મદા નદીમાં નાહવા ગયા અને ડૂબી ગયા હતા. હાલ રાજપીપલા ફાયર રેસ્ક્યુ ટિમ અને NDRF ની ટિમ ઘટના સ્થળે જવા રવાના થઈ છે.
ગુજરાતમાં ઘૂળેટી પર્વે વિવિધ નદી, તળાવમાં નાહવા પડેલાઓ પૈકી 21 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, અમદાવાદ ગ્રામ્યમાં 3, બારડોલીની મિઢોળા નદીમાં 4, મહેસાણાની મોટી દાઉ નજીક 2, સુરત કીમ નદીમાં ડૂબવાથી 3, કોંઠબાના તળાવમાં 3 લોકો, અમરેલીની શેત્રુજી નદીમાં એક, કડીના થોળ નજીકના તળાવમાં એક વ્યક્તિનુ ડૂબી જવાથી મોત થયું છે.
મહીસાગરના કોઠંબા તાલુકાના નાકા તળાવમાં 4 યુવાનો ડૂબ્યા છે. ધૂળેટીના તહેવારના દિવસે 4 યુવાનો કાળનો કોળિયો બન્યા છે. તળાવમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા. મહીસાગરના રાઘવના મુવાડા (કોઠંબા) પાસે આવેલું નાકા તળાવમાં બની ઘટના. કંતાર ગામના 4 યુવાનો તળાવમાં નાહવા માટે પડ્યા હતા પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું કરુણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને સ્થાનિકોની ટીમ દોડી આવી હતી. ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા.
મૃતકોની યાદી
1. અમિતભાઈ વિનોદભાઈ બારિયા
2. બારિયા તુષારભાઈ રુઘનાથ
3. વિપુલભાઈ જસવંતભાઈ બારિયા
4. જયદીપ ભાઈ જસવંત બારિયા
મહેસાણા જિલ્લાના કડીના થોળ રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો છે. સિંધવાઇ માતાજીના મંદિરની બાજુમાં મુખ્ય નર્મદા કેનાલ નજીક ઘટના. કેનાલને અડીને આવેલ માઇનોર કેનાલમાં યુવક ડૂબ્યો. ધુળેટી રમીને યુવક કેનાલમાં નાહવા પડતા અચાનક જ યુવક પાણીમાં ડૂબ્યો. પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. ઘટનાને લઇ કેનાલની આજુબાજુ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં નાહવા પડેલા 4 યુવકોના મોત થયા છે. ચાર યુવકો સાબરમતી નદીમાં નાહવા ગયા હતા. ત્રણ યુવકોના પાણીમાં જ મોત નિપજ્યા હતા. અન્ય એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુું. ફાયર અને પોલીસની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ચારેય યુવકો કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સન્ની યાદવ અને પીયૂષ મહેરચંદાનીના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, શ્રીલંકાના દરિયાકાંઠે એક ઇરાની જહાજને અજાણી સબમરીન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. સબમરીનમાંથી થયેલા હુમલાને કારણે ઈરાનના જહાજમાંથી 101 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 78 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 32 ગંભીર હોવાનું કહેવાય છે.
કાપડનો માલ ખરીદી પૈસા ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી હોવાનો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે કાપડ ખરીદીને રૂપિયા 73. 88 લાખ ના આપીને ઠગાઈનો કિસ્સો બન્યો છે. ગિરિરાજ મહેતા નામના વેપારીની, અમદાવાદના EOWમાં ફરિયાદ નોંધાવી છે. ગિરિરાજ મહેતાએ ઓમ એન્ટરપ્રાઇઝના માલિક હર્ષ દુબે સામે ફરિયાદ નોંધાવી છે.
મધ્ય પૂર્વમાં ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કર્યો છે. ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે તેહરાનમાં તણાવ પેદા કર્યો છે, ત્યારે ઇરાનના વળતા હુમલાએ પણ યુએસને ભારે મુશ્કેલીમાં મુકી દીધું છે. જોર્ડનમાં યુએસ એમ્બેસી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં યુએસ કોન્સ્યુલેટના સ્ટાફને પણ કરાચી અને લાહોર છોડવાનું કહેવામાં આવ્યું છે. વધુમાં, ફક્ત આવશ્યક સ્ટાફને સાઉદી અરેબિયામાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કીમ સુરતના કીમમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. કીમ નદીમાં ડૂબી જવાથી ૩ યુવાનોના મોત થયા છે. માંગરોળના પાનસરા ખાતે કીમ નદીમાં નાહવા માટે ગયા હતા યુવાનો. ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયાનું નીપજયું મોત. સુમિલન ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કઢાયા. મૃતદેહોને પીએમ માટે કીમ પીએચસી સેન્ટર લઈ જવાયા. બનાવને લઈ પલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
અમદાવાદ ગ્રામ્યમાં માંડલના સીતાપુર ગામે ઝોલાસર તળાવમા ડુબી જતા 3 બાળકોના મોત થયા છે. ધૂળેટી પર્વ ઉજવણી બાદ 5 થી વધુ બાળકો તળાવમા નાહવા ગયા હતા. 3 બાળકોના ડૂબવાની મોત જ્યારે અન્ય 2ને બહાર કાઢવામા આવ્યા હતા.આજે ધુળેટી પર્વને લઈને ધુળેટી રમ્યા બાદ બાળકો ગામના ઝોલાસર તળાવમાં નાહવા ગયા હતા. ઘટનાની જાણ હાંસલપુર પોલીસ મથકને થતાં પોલીસ તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી કરી હતી.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા ગામે ધુળેટીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં તળાવમાં ડૂબી જતાં બે બાળકોના મોત થયા હતા. બંને બાળકો ધુળેટી રમવા તળાવ પાસે ગયા હતા અને નહાવા જતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક બાળકોની ઉંમર અંદાજે 10 અને 11 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢ: દારૂના નશામાં દીકરીઓને માર મારતો પિતા ઝડપાયો છે. વિસાવદરના રાજપરા ગામે શખ્સ દરરોજ ત્રાસ આપતો હોવાનો આરોપ છે. પત્ની અને દીકરીઓને ઢોર માર મારતો હોવાના પિતા પર આક્ષેપ છે. પત્નીએ રડતાં રડતાં પતિના ત્રાસ વિશે પોલીસને આપી માહિતી છે. પાડોશીઓએ પોલીસની ટીમને સંપર્ક કરતાં નરાધમની ધરપકડ કરાઈ.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં દેશી દારૂના અડ્ડા સામે ગ્રામજનોએ જનતા રેડ પાડી હતી. લોકોએ સ્થળ પર દરોડા પાડી દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રીનો નાશ કર્યો હતો. ગ્રામજનોએ પોલીસ પર હપ્તા લેતી હોવાનો આક્ષેપ કરતાં દેશી દારૂ સહિતનો મુદ્દામાલ લઈને પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવ્યો. સાથે જ PI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો.
ગરમીના દિવસોમાં કેરીના રસના શોખીનો માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલાના હડમતીયા ગામે SOG પોલીસે રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાં દરોડા પાડી આશરે 16 હજાર લીટર જેટલો શંકાસ્પદ કેરીનો રસ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ રસ બે વર્ષ જૂનો અને અખાદ્ય હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લગ્નની સિઝનમાં વેચાણ માટે જથ્થો સંગ્રહિત રાખવામાં આવ્યો હોવાની શક્યતા વચ્ચે તંત્રએ વધુ તપાસ શરૂ કરી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, માયા ચિંતામન ઇવનાટે અને રામરાવ વડકુટેનો સમાવેશ થાય છે. રાજ્યમાં વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે.
રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનું ટોર્ચર જોવા મળી રહ્યુ છે. 9 શહેરમાં નોંધાયું 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે. હવામાન વિભાગે 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગનું દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ છે. આજથી 6 માર્ચ સુધી દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. લોકોને ગરમી સાથેબફારાનો સામનો કરવો પડી શકે છે.
ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ચાલુ હુમલાઓ અને બદલો લેવાના હુમલાઓએ આ ક્ષેત્રમાં મોટા સંઘર્ષનો ભય ઉભો કર્યો છે. દરમિયાન, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યુએસ દૂતાવાસ પર ઈરાની ડ્રોન હુમલો થયાના અહેવાલો સામે આવ્યા છે.
મધ્ય પૂર્વમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. તમે નીચેના નંબર પર કૉલ કરી શકો છો.
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન અડફેટે બે લોકોના મોત થયા છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે રેલવે ફાટક પર ટ્રેનની અડફટે આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્વતંત્ર સેનાની નગરમાં રહેતા સત્યજીત શ્રીમાળી અને અન્ય એક યુવકનું ટ્રેન અકસ્માતમાં અવસાન થયું. ગઈકાલે રાત્રે ગાંધીધામ-અમદાવાદ ટ્રેનની અડફટે દરમિયાન બંનેનું મોત થયું હતું. વાડજ પોલીસે અન્ય મૃતક યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરતાં અકસ્માતની નોંધ લીધી અને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો ભંડાફોડ થયો છે. ચોટિલાના પ્રાંત અધિકારીએ રેડ કરીને અંદાજે રૂ. 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગામની સીમમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન ચાલી રહ્યું હતું. તંત્રએ સ્થળ પરથી હિટાચી મશીન, ત્રણ ડમ્પર અને ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેરકાયદે ખનન કરાવનાર ચાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ તરણેતર ગામના તલાટી મંત્રી અને સરપંચ સામે પણ પગલા લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભારત સરકારે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા વિશેષ ફ્લાઈટનું સંચાલન શરૂ કરી દીધું છે. પણ, જો જરૂર પડી તો ભારતીય નેવીને પણ રાહત અને બચાવ અભિયાન માટે સજ્જ કરી દેવાઈ છે. ઓમાનની ખાડીમાં INS સૂરતને તૈનાત કરી દેવાયું છે. જે જરૂર પડે રાહત અને બચાવ અભિયાનમાં તરત જ સામેલ થશે. તેમાં 32 મીડિયમ રેન્જ મિસાઈલ.. અને 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ લાગેલી છે. લગભગ 7400 ટન વજન ધરાવતું આ જહાજ 30 નોટિકલ માઈલ પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. જહાજમાં ચાર શક્તિશાળી ગેસ ટર્બાઈન એન્જિન લાગેલા છે. તે અત્યાધુનિક સર્વેલન્સ રડાર સિસ્ટમથી સજ્જ છે. એટલું જ નહીં તે સબમરીન રોકી શકે તેવા રોકેટથી સજ્જ છે. જરૂર પડે. વધુ યુદ્ધજહાજોની તૈનાતી પણ કરી શકાય છે.
રાજકોટમાં પણ ધામધૂમથી ધુળેટી પર્વની કરાઈ ઉજવણી. લોકો નાચતા ગાતા ધુળેટી પર્વની ઉજવણીમાં જોડાયા. નાના મોવામાં રાજ રેસીડેન્સીમાં ધારાસભ્ય રમેશ ટીલાળા ધુળેટીના રંગે રંગાયા. ધારાસભ્યએ પરિવારના સભ્યો અને સોસાયટીના લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. રાજકોટના ઉદ્યોગપતિઓએ પણ ધુળેટીના પર્વનો આનંદ માણ્યો.
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે કડાકો નોંધાયો હતો. સૌથી મોટા ઘટાડા સાથે બજાર ખુલતાં જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. નિફ્ટીમાં 496 પોઇન્ટનો ઘટાડો નોંધાતા તે 24,366ની નીચે સરક્યો, જ્યારે સેન્સેક્સમાં 1,627 પોઇન્ટનો કડાકો આવી 78,611ની નીચે પહોંચ્યો. વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતો અને ભૂરાજકીય અસ્થિરતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
આજે નિફ્ટીની સંભવિત દિશા – નીચે તરફ રહી શકે છે.
સુરત: ધુળેટીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ નાચતા-ગાતા ધૂળેટીની ઉજવણી કરી. DJના તાલે ઝૂમીને લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો. ગુલાલ અને નાસ્તા સાથે સુરતવાસીઓએ ધૂળેટી ઉજવી
પરિવારજનો અને મિત્રો સાથે તમામ લોકોએ ધૂળેટીની મજા કરી.
રાજકોટ જિલ્લામાં આવેલા Metoda GIDC વિસ્તારમાં રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે રીક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જીઆઇડીસીમાં પ્રવેશતા ટ્રકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા સુનિલ વરાણીયા, વિજય ગગડીયા અને વિશાલ ગગડીયા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. Metoda Police Station એ ટ્રક ડ્રાઇવર બંસીભારતી ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
United Arab Emirates (UAE) એ ઇરાન સંબંધિત વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. UAEએ દાવો કર્યો છે કે Iran દ્વારા અત્યાર સુધીમાં લગભગ 1,000 હુમલાઓ કરવામાં આવ્યા છે અને અન્ય દેશોની તુલનામાં UAE પર વધુ નિશાન સાધવામાં આવ્યું છે. જોકે, UAEએ સ્પષ્ટ કર્યું છે કે ઇરાન પર થયેલા કોઈપણ હુમલામાં તેમના એરસ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને તેમની જમીન પરથી ઇરાન વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી નથી. UAEએ પોતાની ભૂમિકા નિષ્પક્ષ અને રક્ષણાત્મક હોવાનો દાવો કરતા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
સતત પાંચમા દિવસે ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. અમેરિકા-ઇઝરાયલ હુમલામાં 787 લોકોના મોત થયા છે. અમેરિકા-ઇઝરાયલ સામે યુદ્ધ વચ્ચે ઇરાનનો મોટો દાવો છે. અમેરિકાના 650 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો IRGCનો દાવો છે.
ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે ચાર દિવસની મુલાકાતે ભારત આવશે. તેઓ દિલ્હીમાં ૧૧મા “રાયસીના ડાયલોગ ૨૦૨૬” માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સ્ટબ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને વૈશ્વિક સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળશે.
Published On - 7:19 am, Wed, 4 March 26