
આજે 03 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. અહેવાલ છે કે આ એન્કાઉન્ટર જિલ્લાના રામનગર વિસ્તારમાં થઈ રહ્યું છે.
દિલ્હીથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ત્રણ-ત્રણ પ્રયાસ છતા ફ્લાઈટ લેન્ડ ના થઈ. જો કે, ચોથા પ્રયાસના અંતે ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ દરમિયાન મુસાફરો ભયભીત થઈ ગયા હતા. દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે જોખમી સ્થિતિ પેદા થઈ હતી. ભુજ એરપોર્ટ પર ઉતરાણ માટે વિમાને ત્રણ વખત પ્રયાસો કર્યા, પરંતુ ટેકનિકલ અવરોધના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. અંતે ચોથા પ્રયાસમાં પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના દરમિયાન વિમાનમાં સવાર બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાયો હતો. ફ્લાઈટ કેપ્ટને જણાવ્યું હતું કે ટેકનિકલ ક્ષતિના કારણે સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગમાં વિલંબ થયો હતો.
મણિપુરના નવા મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ બનશે. આ નિર્ણય ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં લેવામાં આવ્યો હતો. યુમનામને આજે વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કરાતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે ઠાકોર સમાજ ખફા થયો છે. આવતીકાલ બુધવારે જાબડીયા ખાતે ઠાકોર સમાજની મોટી અને મહત્વની બેઠક મળશે.
ઠાકોર સમાજના નવા બંધારણના ઉલ્લંઘનમાં ફસાયા સિંગર ગબ્બર ઠાકોર. છાબડીયા ખાતે લગ્ન પ્રસંગમાં ડીજેમા અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ ખફા થયો છે. આજે આખો દિવસ અર્જુન અને ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાનો આ મુદ્દે રહ્યા છે વિવાદમાં. આવતીકાલે જાબડીયા ખાતે ઠાકોર સમાજની મોટી અને મહત્વની બેઠક મળશે. પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ અને મહેસાણાના ઠાકોર સમાજના આગેવાનો રહેશે હાજર. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત આગેવાનો રહેશે હાજર. સાંસદ ગેનીબેન ઠાકોર વીડિયો કોલથી આ બેઠકને સંબોધન કરશે.
ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને આવતીકાલે ઠાકોર સમાજના આગેવાનો લઈ શકે છે કડક નિર્ણય. બંધારણ બનાવતી વખતે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે સગોભાઈ હશે તો પણ બંધારણનો ઉલ્લંઘન કરશે તો તેને પણ છોડાશે નહીં.
જામનગરની જાણીતી હોટલ વિશાલ ઈન્ટરનેશનલના બે ભાગીદાર વચ્ચેના ઝગડામાં, હોટલ કર્મચારીને માર મારવાના કેસની નોંધાયેલ ફરિયાદ સંદર્ભે પોલીસે, ભાનુશાલી સમાજના પ્રમુખ સહીત 3 આરોપીની ધરપકડ કરી છે. થોડા સમય પૂર્વે હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા નામના કર્મચારી ઉપર થયો હતો જીવલેણ હુમલો. લોખંડની પાઈપ, લાકડાના ધોકા, લાકડીઓ વડે હુમલો કરાયો હતો. ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધાયા બાદ કાર્યવાહી. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મિલન હંજડા, અનિલ ભદ્રા અને ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટ ભદ્રા તેમજ અજાણ્યા શખસો સામે નોંધાયો છે ગુનો. આજે પોલીસે ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કર્યા
કડીમાં પોલીસના સ્વાંગમાં લૂંટ કરનાર બે આરોપી ઝડપાયા. પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી 3 લાખની લૂંટ કરી હતી. છત્રાલ હાઈવે પર કમલા અમૃત ઈન્ડસ્ટ્રીઝ સામે બની હતી ઘટના. એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરેલી પીકઅપ ગાડી લૂંટી થયા હતા ફરાર. 25થી વધુ CCTV ફૂટેજ તપાસી કડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો. બે આરોપીની અટકાયત, લૂંટમાં ગયેલી પીકઅપ ગાડી પણ પોલીસે કબજે કરી.
મહેસાણા જિલ્લાના ગામડાઓમાં સ્થપાશે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ. 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામમાં પ્લાન્ટ નાખવાનું આયોજન કરાયું છે. ગોજારીયા, નંદાસણ, કહોડા અને ગુંદરાસણમાં બનશે યુનિટ. આસપાસના 15 થી 20 ગામનો કચરો એકત્ર કરી રિસાયકલ કરાશે. ‘કચરામાંથી કંચન’ અને જમીન ફળદ્રુપતા બચાવવા તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીને લોકસભામાં બોલતા અટકાવીને, સ્પીકરે આગામી વકતાઓનુ નામ લઈને તેમને સંબોધન શરૂ કરવા તાકીદ કરી હતી. સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષોના સાંસદોએ પણ બોલવાનો ઇનકાર કર્યો. ભારે હોબાળો થયો. વિપક્ષી સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં વેલમાં ધસી ગયા અને સ્પીકરની ખુરશી તરફ કાગળો ફેંક્યા. હોબાળાથી કાર્યવાહી ખોરવાઈ ગઈ અને સ્પીકર કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ ગૃહને સ્થગિત કરવાની જાહેરાત કરી.
સુરતમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ જાહેર રોડ પર ફેંકી દેવામાં આવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ડિંડોલીમાં સણીયા કણદે ગામ નજીક દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ અધિકારી મુજબ આ દવાઓ ખાનગી હોસ્પિટલ અથવા ક્લિનિકની હોવાનું લાગી રહ્યું છે, જેમાં કેલ્શિયમ તથા કફ સીરપ જેવી દવાઓનો સમાવેશ થાય છે. જાહેર માર્ગ પર આવી રીતે દવાઓનો નાશ કરવો અત્યંત જોખમી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું, કારણ કે હવામાં ફેલાતા કણો શ્વાસ દ્વારા માનવ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. હાલ દવાઓનો જથ્થો કોણે અને કેમ નાશ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના ઈતિહાસમાં સૌથી મોટું ડ્રાફ્ટ બજેટ રજૂ થયુ. સુરત કોર્પોરેશન દ્વારા ₹10 હજાર 593 કરોડનું કરબોજ વિનાનું ચૂંટણલક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ થયુ. 540 કરોડના ખર્ચે નવા 8 ફ્લાય ઓવર બનાવવાનું આયોજન છે. શહેરના રસ્તા માટે રૂ. 332 કરોડની જોગવાઈ.
પાટણમાં ઉત્તરવહી ચકાસણી દરમિયાન પ્રોફેસરની ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ થયો છે. 200થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એકસરખા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં પ્રોફેસરે દરેક પ્રશ્ન માટે સમાન ગુણ ફાળવ્યા હતા. 12થી 13 ગુણ આપી મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર બેદરકારી દાખવાઈ હોવાનું જણાયું છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસર થવાની શક્યતા છે. આ મામલે પરીક્ષા વિભાગના કર્મચારીઓને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવાનો પણ આરોપ છે. ઘટનાને પગલે પરીક્ષા વિભાગે ફરીથી ઉત્તરવહી ચકાસણી શરૂ કરી છે અને યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. તપાસ કમિટીના પ્રાથમિક અહેવાલ બાદ સંબંધિત પ્રોફેસરને પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ AMTSને વધુ મજબૂત બનાવવાનું તંત્રનું આયોજન છે. બજેટમાં 800ને બદલે 1600 બસો દોડાવવાનું કરાયું આયોજન. 20 કરોડ રૂપિયાના વધારા સાથે 1011 કરોડનું બજેટ મંજૂર. ચાર ડબલ ડેકર બસ ખરીદવાનું પણ આયોજન છે. બસોમાં હવે શુદ્ધ મળે તે માટે પણ જોગવાઈ કરાઇ.
સુરતઃ કામરેજમાં બેફામ કારનો કહેર જોવા મળી રહ્યો છે. કારચાલકે ત્રણ બાઇકસવારને જોરદાર ટક્કર મારી. કામરેજના કોળી ભારથાના ગામ નજીક ઘટના બની. બાઇકચાલકને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડાયો. બાઇકચાલક સાથે મહિલા અને છોકરી ઇજાગ્રસ્ત થયા. પૂરપાટ આવતી કાર અકસ્માત બાદ પલટી ગઈ. કારમાં સવાર ત્રણ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા. એક કાર સવારને 108 દ્વારા સારવાર માટે ખસેડાયો. કારમાં સવાર અન્ય બે લોકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા.
સુરત: અમેરિકાએ ટેરિફ ઘટાડતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ફરી વેગ મળવાની આશા છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પણ બુસ્ટ મળશે. સુરતના વેપારીઓએ ટેરિફ ઘટાડાના નિર્ણયને આવકાર્યો. 50% ટેરિફ ઘટીને 18% થતાં માર્કેટને લાભ મળશે.
અમદાવાદઃ લાંભાના સૈજપુરમાં મનપાએ ખોદેલા ખાડામાં 3 ગાય પડી ગઇ છે. ખાડામાં પડી જતા ત્રણ ગાયના મોત થયા. ખાડો બનાવ્યા બાદ પુરાણ કરાયું ન હતું. ખાડામાં એક સાથે પાંચ ગાયો પડી હતી, બેનો બચાવ થયો છે. મનપાની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કોંગ્રેસના નેતા નિદત બારોટે RTI દ્વારા ખુલાસો કર્યો છે કે પ્રોફેસર ડૉ. કમલ મહેતાએ પ્રમોશન માટે ગેરરીતિ આચરી હોવાનું આક્ષેપ છે. આરોપ છે કે 2020ની શિક્ષણ નીતિનો ઉલ્લેખ પ્રોફેસરે 2015ના પેપરમાં કર્યો હતો અને સંશોધનના પેપરમાં પણ ગેરરીતિ કરી હોવાનું બતાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે.
મહેસાણાંના બહુચરાજી મંદિર પરિસરમાં હથિયાર સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો. યુવકના હાથમાં છરી લઈને વીડિયો બનાવવાના મામલે પોલીસ કાર્યવાહી કરે છે અને તેને કાયદાનું ભાન કરાવવા માટે માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો. વાયરલ વીડિયોના આધારે કેટલાક જ કલાકોમાં યુવકની અટકાયત કરવામાં આવી. યાત્રાધામની પવિત્રતા જાળવવા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા પોલીસ કડક રહી.
ભારતીય શેરબજારમાં, ઇતિહાસની સૌથી મોટી એક દિવસની તેજી [ગેપ અપ ઓપન] ને કારણે, ઓપ્શન સેલર્સની 80 થી 96 ટકા મૂડી થોડીવારમાં જ ખતમ થઈ ગઈ.
બેંક નિફ્ટી પર વેચાણનો સંકેત મળ્યો છે. બેંક નિફ્ટી કંપનીઓનું નિફ્ટીમાં 27% વેઇટિંગ છે. તેથી, બેંક નિફ્ટીમાં ઘટાડાની સીધી અસર નિફ્ટી પર પડશે.
Niftyમાં Price, Vwap Line [White line] ના નીચે જઇ ચુક્યુ છે. આનો અર્થ એ છે કે નિફ્ટી હવે નીચે તરફ વલણ લઈ રહ્યો છે. આજનો તેજીનો દોર પૂરો થઈ ગયો છે. તેથી, ભૂલથી પણ CE ખરીદશો નહીં.
Vwap પર નિફ્ટી પર પણ વેચાણનો સંકેત દેખાયો છે. એકવાર ઓપ્શન સિગ્નલ પણ વેચાઈ જાય, પછી નિફ્ટી પર પ્રોફિટ બુકિંગ વધુ તીવ્ર બનશે, જેના કારણે ઘટાડો થશે.
ઐતિહાસિક રેકોર્ડ બ્રેકિંગ ગેપ પછી, નિફ્ટી હવે મંદી તરફ વળ્યો છે.
OI માં તફાવત સતત નકારાત્મક થઈ રહ્યો છે.
આજે કોઈ પણ સોદા ન કરવા એ શ્રેષ્ઠ રહેશે.
મોરબીમાં આપના પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તેમની અટકાયત કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ફેસબુક પર ડમી આઈડી બનાવી ફરિયાદીને અપશબ્દો કહ્યા હતા તેમજ તેમની જ્ઞાતિ અંગે અપમાનજનક ટીપ્પણી કરી હતી. આ સાથે અગાઉ આપના જિલ્લા પ્રભારી તેમજ અન્ય કાર્યકરો અંગે પણ ખરાબ ટીપ્પણીઓ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટીએ ચંદ્રકાંત વિરમગામાને પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી.
આજે નિફ્ટીની સંભવિત દિશા-ઉપર રહેશે.
Warning – ઐતિહાસિક રીતે, સૌથી વધુ ગેપ અપ થયો છે… આ ક્ષેત્રમાં ટ્રેડિંગ હવે જોખમી છે. તેથી, આજે ટ્રેડિંગથી દૂર રહેવું વધુ સારું રહેશે.
સેન્સેક્સ 3933 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25800 પર ખુલ્યો, ભારતીય રૂપિયો 1.10 રૂપિયા મજબૂત થયો.
માવઠા અને બેવડી ઋતુને કારણે પાકને નુક્સાન પહોંચ્યુ છે. કેરી સહિતના પાકને ભારે નુક્સાનીની ભીતી છે. મહિસાગર, અરવલ્લીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી, ગરમી અને વાદળ છાયા વાતાવરણને કારણે મુશ્કેલી પડી રહી છે. આંબાના મોર બળવાની શક્યતા છે.
વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ANI ને જણાવ્યું: ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડ્યા પછી, અમેરિકા ભારતીય આયાત પરની 25% વધારાની ડ્યુટી પણ દૂર કરશે. અધિકારીએ પુષ્ટિ આપી, “હા, જોકે કરાર મુજબ, ભારત રશિયન તેલની ખરીદી ઘટાડશે જ નહીં, પરંતુ તેને સંપૂર્ણપણે બંધ પણ કરશે.
#WATCH | Senior White House official to ANI: U.S. will also drop the 25% additional tariff on Indian imports since India reduced purchases of Russian oil. ‘Yes, although the agreement is that India will cease, not just reduce, Russian oil purchases,” the official confirmed… pic.twitter.com/n4w4PBuhNI
— ANI (@ANI) February 2, 2026
દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં ત્રણ સગીરોએ એક ડિલિવરી મેનની છરીના ઘા મારીને હત્યા કરી દીધી. ડિલિવરી એક્ઝિક્યુટિવ અરુણ રાજ (22) પર ત્રણે શખ્સોએ થોડી ઝઘડા બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને ભાગી ગયા. ત્રણેય સગીરોની ધરપકડ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટ પર આગ લાગી. કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગને કારણે ઝેરી ધુમાડા ફેલાયા.
સોમવારે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કર્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સે ભારતથી આયાત થતી વસ્તુઓ પરનો પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. આ ટેરિફ ઘટાડાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જાહેરાત બંને દેશો વચ્ચે વેપાર કરાર તરફ દોરી શકે છે.
Published On - 7:59 am, Tue, 3 February 26