
આજે 03 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું, રસેલે હર્ષલ પટેલને આઉટ કરી જીત અપાવી.
KKR જીતથી માત્ર એક વિકેટ દૂર, વરુણ ચક્રવર્તીએ લીધી બે બોલમાં બે વિકેટ
હૈદરાબાદને આઠમો ઝટકો, કમિન્સ 14 રન બનાવી આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
હૈદરાબાદને સાતમો ઝટકો, ક્લાસેન 33 રન બનાવી આઉટ
હૈદરાબાદને છઠ્ઠો ઝટકો, વરુણ ચક્રવર્તીએ અનિકેત વર્માને કર્યો આઉટ
હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી, નારાયણે મેન્ડિસને કર્યો આઉટ
હૈદરાબાદને ચોથો ઝટકો, નીતિશ કુમાર રેડ્ડી 19 રન બનાવી આઉટ, રસેલે લીધી વિકેટ
હૈદરાબાદની હાલત ખરાબ, ત્રીજી ઓવર સુધીમાં 3 વિકેટ પડી ગઈ
સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો, ટ્રેવિસ હેડ માત્ર 4 રન બનાવી આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા 201 રનનો આપ્યો ટાર્ગેટ, આન્દ્રે રસેલ અંતિમ બોલ પર થયો આઉટ
વેંકટેશ અય્યર 60 રન બનાવી આઉટ, હર્ષલ પટેલે લીધી વિકેટ
અય્યર-રિંકુની જોરદાર ફટકાબાજી, વેંકટેશની દમદાર ફિફ્ટી, પેટ કમિન્સની ઓવરમાં ચોગ્ગા છગ્ગા ફટકાર્યા
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 150 ને પાર, વેંકટેશ અય્યર અને રિંકુ સિંહની મજબૂત ભાગીદારી
અંગક્રિશ રઘુવંશી ફિફ્ટી ફટકારી થયો આઉટ, કમિન્ડુ મેન્ડિસે લીધી વિકેટ, હર્ષલ પટેલે જોરદાર કેચ પકડી
કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજો ઝટકો, કેપ્ટન અજિંક્ય રહાણે 38 રન બનાવી આઉટ, જીશાન અંસારીએ લીધી વિકેટ
પાવરપ્લે બાદ કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 50 ને પાર, રહાણે-રધુવંશીએ સંભાળી ઈનિંગ
કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, સુનિલ નારાયણ માત્ર 7 રન બનાવી આઉટ, મોહમ્મદ શમીએ લીધી વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, ડી કોક માત્ર 1 રન બનાવી આઉટ, કમિન્સે લીધી વિકેટ
કોલકાતાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ માટે આ મેચ ખૂબ જ ખાસ છે કારણ કે આજે તે IPLમાં પોતાની 50મી મેચ રમી રહ્યો છે. એટલા માટે રિંકુને મેચ પહેલા ઇડન ગાર્ડન્સમાં ઘંટડી વગાડવાનું કહેવામાં આવ્યું હતું.
અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, સુનિલ નારાયણ, વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, મોઈન અલી, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, હેનરિક ક્લાસેન, કામિન્દુ મેન્ડિસ, સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, ઝીશાન અંસારી.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા કરશે બેટિંગ,
અમદાવાદના માણેક ચોકમાં આવેલ માંડવીની પોળની નાગજી ભુદરની પોળમાં આગનો બનાવ બન્યો છે. વાસણના ગોડાઉનમાં લાગી ભીષણ આગ લાગી છે. આગ લાગ્યાના સમાચાર મળતા જ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. આગની ઘટનામાં જૂના મકાનો અને બાંધકામ લાકડાનુ હોવાથી તેમજ વિસ્તાર ગીચ હોવાથી આગને કાબૂમાં ફાયર વિભાગે વિશેષ તૈયારી કરી છે.
ગુજરાતની બે સહિત દેશભરની કુલ આઠ વિધાનસભા બેઠકોની આગામી સમયમાં યોજાનાર પેટાચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.01લી એપ્રિલ, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા, આગામી 8થી 24 એપ્રિલ દરમિયાન મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
લંડનથી ભારત આવી રહેલ 300 ભારતીયોની ફ્લાઈટ તુર્કીમાં છેલ્લા 12 કલાકથી અટવાઈ છે. જેના કારણે વિમાનમાં સવાર 300 ભારતીય પેસેન્જર તુર્કીના એરપોર્ટ પર ફસાયા છે. મેડિકલ ઈમરજન્સીના નામે તુર્કીના એરપોર્ટ પર ઉતાર્યું હતું પ્લેન. જોકે 12 કલાકથી વધુ સમય સુધી પ્લેન ત્યાં જ રોકાતા 300 થી વધુ ભારતીયો ફસાયા છે. અનેક વખત રજૂઆતો છતાં ફ્લાઈટને ટેકઓફ કરવા માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ફસાયેલા યાત્રીઓમાં વલસાડ પાથરીના પણ 2 વ્યક્તિ હોવાની વિગતો સામે આવી છે.
ડીસાની દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં પોલીસે વધુ 3 જાઆરોપીની અટકાયત કરી છે. એલસીબીએ ફટાકડા બ્લાસ્ટ કેસમાં ત્રણ લોકોની કરી અટકાયત કરી છે. ભિલોડાના સોનુ નામના ઇસમની અટકાયત કરી છે. સોનુ નામના ઈસમે દીપક સિંધીને મોબાઈલ આપ્યા હતા.
સુરત શહેર પોલીસે રિલબાજ અસામાજિક તત્વોના 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા છે. અસામાજિક તત્વો સોશિયલ મીડિયામાં રીલ બનાવી લોકોમાં દહેશત ઉભી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયા પર વોચ રાખી હતી. પોલીસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચપ્પુ સહિત લોકોમાં દહેશત ફેલાય તેવી રીલ મળી આવી હતી. પોલીસે રિલબાજ અસામાજિકને પકડી પાડી પોલીસ મથકે લાવી હતી. પોલીસે રિલબાજ અસામાજિક તત્વ વિરુદ્ધ ગુનો નોંધી તેમના 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કર્યો. પોલીસની આ કાર્યવાહી જોઈ લોકોમાં ભય ફેલાવનાર અસામાજિક તત્વોમાં જ હવે ભય ઊભો થયો. આવા અસામાજિક તત્વો પોલીસ કાર્યવાહીથી બચવા જાતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરતા થયા. હાલ પણ પોલીસ રિલબાજ અસામાજિક તત્વઓ પર રાખી રહી છે બાજ નજર.
બનાસકાંઠાના પાલનપુર ગોબરી તળાવમાંથી યુવકની લાશ મળી આવી છે. તળાવમાં લાશ તરતી હોવાનું સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પાલનપુર પૂર્વ પોલીસ, ઘટના સ્થળે પહોંચીને લાશને તળાવમાંથી બહાર કાઢી હતી. પોલીસ દ્વારા યુવકની લાશ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઈ છે. અને આ લાશ કોની છે તેની ઓળખવિધી હાથ ધરવાની કાર્યવાહી કરી છે.
એએસઆઈને મળ્યા પીએસઆઈના પ્રમોશન. રાજ્યના 261 જેટલા એએસઆઈને પીએસઆઈના પ્રમોશન મળ્યાં છે. એએસઆઈને બઢતી સાથે બદલી કરવામાં આવી.
ગત્ વર્ષે આયુષ્માન યોજનામાં રૂ. 3760 કરોડના ખર્ચે રાજ્યના દર્દીઓને સારવારના લાભ આપવામાં આવ્યા હતા. એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્યુટીવ કમિટીનો નિર્ણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. હાલ નિયત કરેલી 2471 જેટલી હેલ્થ પ્રોસીઝરમાં નવીન મહત્વની પ્રોસિઝર ઉમેરવા માટેની શક્યતાઓની ચકાસણી કરી તે માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. યોજના સંલગ્ન માહિતી, જાણકારી મેળવવા હેલ્પલાઇન નંબર 079- 66440104માં 3 મહિનામાં 10 હજાર જેટલા કોલ આવ્યા છે.
ડીસા GIDC ની ઘટના બાદ, ગાંધીનગર જિલ્લામાં કેમિકલ્સ સ્ટોરેજ ધરાવતા ગોડાઉન અને ફેકટરીની આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાઈ તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર જિલ્લામાં તપાસણી દરમિયાન દહેગામમાં 6, કલોલ શહેરમાં 11, માણસામાં 1 અને ગાંધીનગરમાંથી 1 એમ કુલ 19 જેટલા ભયજનક સ્થળો માલુમ પડ્યા હતા.
બાવળાના રામનગરમાં મહિલાની હત્યા કેસમાં પ્રેમીની ધરપકડ કરાઈ છે. પ્રેમ પ્રકરણના મહિલાની હત્યા થઈ હતી. હત્યા કરનાર પ્રેમી મનસુખની પોલીસે ધરપકડ કરી છે. પ્રેમિકાને અન્ય કોઈ સાથે સબંધ હોવાની શંકાએ પ્રેમીએ હત્યા કરી હતી. મહિલા છેલ્લા 10 વર્ષથી તેના પતિ સાથે છૂટાછેડા થતા અલગ રહેતી હતી.
વિરમગામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 5 પાસેથી, મહેસાણા વિરમગામ પેસેન્જર ટ્રેન એન્જિનમાથી ડિઝલ ચોરી કરતા 2 સગા ભાઈને ઝડપી પાડવામાં આવ્યા છે. વિરમગામ RPF રેલવે પ્રોટેક્શન ફોર્સ એ બાતમીના આધારે 300 લીટર ડીઝલ કિંમત રૂપિયા 27,000 મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપ્યા છે. નયન રાજેશભાઇ વાઘેલા ઉ.વ 20 અને રોહન રાજેશભાઇ વાઘેલાને રાજબાઇ માતા મંદિર પાસે 6 કેરબા ડિઝલના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ એ યુટ્યૂબના વીડિયો જોઇ ચોરીને અંજામ આપ્યો હતો.
સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી પાર તાપમાન જઈ શકે છે. અમરેલી શહેરની સાથે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર તાપમાનની અસર પડી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વધુ અસર જોવા મળી છે. ધોરીમાર્ગ સુમસામ દેખાય છે. વાહનોની અવર જ્વર ઘટી છે. આ
રાજ્યસભામાં વકફ બોર્ડ સુધારા બિલ, 2024 રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું.
રાજકોટઃ કોર્પોરેશન દ્વારા મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરાયુ. નાના મૌવા રોડ પર આવેલી મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરાયું. મસાલામાં ભેળસેળ સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઇ. RMCના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈ તપાસની કાર્યવાહી હાથ ધરાઇ. હાલમાં ગ્રાહકો બાર મહિનાના મસાલાની ખરીદી કરતા હોય છે.
બનાસકાંઠા: ડીસા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટના મામલામાં 21 નિર્દોષ લોકોના ભોગ લેનારા સામે ફરિયાદ નોંધાઈ. વિસ્ફોટ પદાર્થ અધિનિયમ, વિસ્ફોટક પદાર્થ હેઠળ ફરિયાદ નોંધાઇ. ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ ફરિયાદી બન્યા. તપાસમાં અન્ય નામ ખુલે તો તેને આરોપી તરીકે ગણવાની રજૂઆત કરાઇ. તાલુકા PIને ફરિયાદની તપાસ સોંપાઈ.
બનાસકાંઠાઃ થરાદમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ચારનાં મોત થયા છે. થરાદ નજીક દેવપુરામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર ત્રણ બાળકો અને એક પુરુષના મૃતદેહ બહાર કઢાયા છે. મહિલાનો મૃતદેહ હજુ કેનાલમાં હોવાનું અનુમાન છે. થરાદ નગરપાલિકાની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાઇ છે.
અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો કડાકો થયો છે. સેન્સેક્સ 500 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ તૂટ્યુ છે.
વક્ફ સંશોધન બિલ લોકસભામાં પસાર, હવે રાજ્યસભામાં અગ્નિપરીક્ષા છે. આજે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરાશે. લોકસભામાં બિલના સમર્થનમાં 288 મત તો વિરોધમાં 232 મત પડ્યા. JDU-TDPએ બિલને સમર્થન આપ્યું. વિપક્ષે વક્ફ સંશોધન બિલને ગેરબંધારણીય ગણાવ્યું. સત્તાપક્ષે વિપક્ષના વિરોધને તુષ્ટીકરણની રાજનીતિ ગણાવ્યો.
અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ઝિંક્યો છે. ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ દરની જાહેરાત કરવામાં આવી છે. 9 એપ્રિલથી અમેરિકા નવા ટેરિફ દર લાગુ કરશે. ‘મેક અમેરિકા વેલ્ધી અગેઈન’ કાર્યક્રમમાં ટેરિફની જાહેરાત કરી. પારસ્પરિક ટેરિફ લગાવવાના આદેશ પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા.
બનાસકાંઠા: ડીસા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટનો મામલામાં ડીસા સિવિલ ખાતે મૃતકોનાં પરિજનો અને કોંગ્રેસનાં ધરણાં સમેટાયા. પરિવારજનોએ સરકારનો નિર્ણય સ્વીકાર્યો. મધ્યપ્રદેશનાં મૃતકનાં પરિવારે અંતે મૃતદેહ સ્વીકાર્યા. સ્વજનનો મૃતદેહ લઇને પરિજનો વતન જવા રવાના થયા. ડીસાથી એમ્બુલન્સમાં મૃતદેહ મધ્યપ્રદેશ ખસેડાશે. એક પોલીસવાનનાં પાઇલોટિંગ સાથે એમ્બુલન્સ મધ્યપ્રદેશ જશે.
જામનગર: વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયુ છે. સુવરડા રોડ નજીક વાડી વિસ્તારમાં ટ્રેનિંગ માટેનું વિમાન ક્રેશ થયુ. દુર્ઘટનામાં એક પાઇલોટ શહીદ થયો. એક પાઇલોટ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રેનિંગ માટેનું ફાઇટર પ્લેન હતું. પ્લેન ક્રેશ થતા લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો.
Published On - 7:36 am, Thu, 3 April 25