આજે 02 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, અસદુદ્દીન ઓવૈસી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલ 3 એપ્રિલના રોજ સાંજે આવશે અમદાવાદ. 4 તારીખે ઓવૈસીની ખાનપુર ખાતે જાહેર સભા યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર ઉમેદવારોના નામ પર થશે ચર્ચા.
જામનગરમાં એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીના 4,52,000ની લાંચ માંગતા ઝડપાયા છે. ઇલેકટ્રીક કામના બિલ પાસ કરવા લાંચ માંગવામાં આવી હતી. ફરીયાદી અને તેના મિત્ર લાંચ આપવા ઇચ્છતા ન હતા. એ.સી.બી.એ ગોઠવેલા છટકા દરમિયાન વિજયકુમાર બાબુલાલ મીના ઝડપાયો છે. વિજયકુમાર બાબુલાલ મીનાએ મોબાઇલ ફોન પર લાંચ મળ્યાની કબૂલાત કરી.
અમદાવાદના મેઘાણીનગર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2024માં મોબાઈલ આપવાની લાલચે સગીરા સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની આપતો ધમકીઓ. મેઘાણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરતા સ્પે. પોક્સો કોર્ટે સંભળાવી દાખલારૂપ સજા. સ્પે.પોકસો કોર્ટે પીડિતાને રૂપિયા 4 લાખ વળતર અને રૂપિયા 19 હજાર દંડનો ભરવા પણ આરોપી ધવલ મકવાણાને કર્યો હૂકમ. આવા ગુનામાં દયા નહીં, કડક સજા જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન.
વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર, આગામી 4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે. ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ભરશે ઉમેદવારીપત્ર. ભાજપ શકિત પ્રદર્શન સાથે પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતમાં હર્ષદ પરમાર ભરશે નામાંકન પત્ર. 4 એપ્રિલે ઉમરેઠ ખાતે નાસિક વાલા હોલ પાસે સભાને સંબોધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભાજપના નેતાઓ પદયાત્રા દ્વારા મામલતદાર કચેરી ફોર્મ ભરવા જશે.
વડોદરામાં અશાંત ધારાના મુદ્દે રહીશોએ કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તાંદલજા વિસ્તારમાં ‘અશાંત ધારો’નો ભંગ થયો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોચીને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તાંદલજા વિસ્તારના હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાયને અપાયેલી મંજૂરી રદ કરવાની કરી માંગ. રહીશોના મતે આ જમીન પર અશાંત ધારા હેઠળ મેળવવામાં આવેલો હુકમ તદ્દન ભૂલભરેલો હોવાનો આક્ષેપ કરાયો છે. જમીનની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે, જ્યારે મુસ્લિમ વસ્તી રોડની બીજી તરફ 200-300 મીટર દૂર હોવાનું જણાવ્યું છે.
જામનગર આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. લાલપુર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ દિવસ દરમિયાન તડકો રહ્યો, બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું. લાલપુર તથા આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં પવનચક્કીઓમાં કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પશ્ચિમ કચ્છ એલસીબી ટીમે કડક કાર્યવાહી કરી હતી. એલસીબી ટીમે બાતમીના આધારે નખત્રાણાના ટોડિયા ગામે મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અસગર ફકીરમામદ ભજાણીયા, આમદ હનીફ નોતિયાર, જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતિયાર અને સુલતાન મામદ કુંભારની ધરપકડ કરાઈ છે. વાહનો, કોપર કેબલ, ગ્રાઈન્ડર મશીન, પકડ અને લોખંડની કોસ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 7 વધુ ગામોમાં પવનચક્કીઓમાં કેબલ ચોરીને અંજામ આપી ચુક્યા છે. આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં પાનેલી, દયાપર, જુણાચાય, મણકાવાંઢ, મોટા વાલ્કા, નાના વાલ્કા અને મેઘપર સહિતના ગામોની પવનચક્કીઓમાં કેબલ ચોરી કરી છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટની ઘટના બની છે. પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળતા લૂંટાયો હોવાની માહિતી સામે આવી છે. કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર બનાવ બન્યો. મહારાજા ચોકડી નજીક તાંદલજા પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર લૂંટનો બન્યો બનાવ. એ જ રોડ પર ગઈકાલે મોબાઈલની દુકાનમાં પણ થઈ હતી ચોરી. 24 કલાકમાં એક જ રોડ પર પોલીસ ચોકીની નજીક બન્યા બે બનાવ. ભોગ બનેલા યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા ત્રણ લુટારાઓએ મોબાઈલ અને રોકડ લૂંટ્યા. ઘટના બાદ યુવક ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો. જે.પી રોડ પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.
ગાંધીનગરના RTOમાં સર્વર ડાઉન થતાં હાલાકી સર્જાઈ હતી. લાયસન્સ માટે વાહનચાલકોની લાગી લાંબી લાઇનો. આકરી ગરમીમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો અકળાયા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે શરુ કરેલ સેન્સ પ્રક્રિયામાં કેટલાક વોર્ડમાં મુસ્લિમો પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છુક. દરિયાપુર વોર્ડમાં 25 વર્ષથી સત્તાથી દૂર રહેલ ભાજપમાં દાવેદારો રાફડો ફાટ્યો છે. શહેરના સૌથી વધુ લઘુમતી વસ્તી ધરાવતા મતવિસ્તાર દરિયાપુરમાં દાવેદારોનો ઘસારો જોવા મળ્યો હતો. મુસ્લિમ દાવેદારો પણ પહોંચ્યા દાવેદારી કરવા માટે. દરિયાપુર વોર્ડમાં 50થી વધુ મહિલા અને પુરુષોએ કરી દાવેદારી. શાહપુર વોર્ડમાં 62થી વધુ દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ કરી દાવેદારી. દરિયાપુરના મુસ્લિમ આગેવાનોને પણ ભાજપમાં જાગી આશા.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું. ખંભાળિયા શહેર અને સલાયા સહિતના ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીથી ભીંજાયા. તેજ પવન અને કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતિત. વાદળછાયા વાતાવરણ થી લોકોએ ગરમીથી મેળવી રાહત..
AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. પાર્ટીએ સચિવાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે ચઢ્ઢાને સંસદમાં બોલવાનો સમય ન આપવામાં આવે. પંજાબના સાંસદ ડૉ. અશોક મિત્તલ નવા ઉપનેતા હશે.
રાજ્યમાં ફરી એકવાર માવઠાની સંભાવનાઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. સાથે જ રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે.
ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત આપવામાં આવેલા મોબાઇલ ફોનને લઈને દિવ્યાંગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે આપેલા 4G ફોન ટેક્નિકલ રીતે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે અને તેમાં જરૂરી “ટોકબેક” જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે દ્રષ્ટિબાધિત લોકો માટે તેનો ઉપયોગ મુશ્કેલ બની રહ્યો છે. સાથે જ ફોનની કિંમત અને ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. દિવ્યાંગોએ તાત્કાલિક આ ફોન બદલીને આધુનિક સુવિધાઓ ધરાવતા 5G ફોન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી તેઓ ડિજિટલ સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે.
રાજકોટની મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપે GEN-Z મતદારો સુધી પહોંચવાનો નવો એકશન પ્લાન ઘડ્યો છે. ભાજપે દાવેદારો પાસે સોશિયલ મીડિયાના એકાઉન્ટની માહિતી માગી છે. દાવેદારોએ ફોર્મમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેમના ફોલોઅર્સની માહિતી આપવી ફરજીયાત છે. જેથી સોશિયલ મીડિયમાં તેમનું કેટલું પ્રભુત્વ છે તે માપદંડ પર તેમને આંકી શકાય.
બોટાદમાં સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. હનુમાન દાદાના જન્મોત્સવ પર માનવ મહેરામણ ઉમટ્યું. આ ખાસ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં રૂ. 25 લાખના ખર્ચે ભવ્ય આતશબાજી અને ક્રેન શો પણ યોજાયો. મોડી રાત્રે કીંગ ઓફ સાળંગપુરની વિશાળ પ્રતિમા પાસે અંદાજે 2000 થી પણ વધુ ફટાકડાઓથી આતશબાજી થઈ. 8 મિનિટની આતબાજી અને લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા સાળંગપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો.
સુરત: યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટા સમાચાર આવ્યા છે. શહેરના ચલતા ટેક્સટાઇલ માર્કેટ અને વિવિંગ ઉદ્યોગ માટે સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી છે. આ પગલાં હેઠળ 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર કરવામાં આવી છે. 4500થી વધુ ફાઈલોના નિકાલથી ઉદ્યોગકારોમાં રાહતની લાગણી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને સતત રજુઆત કરવામાં આવી હતી. યુદ્ધના કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરોમાં ઘટાડો થયો હતો, જેના પરિણામે વિવિંગ ઉદ્યોગ મંદીમાં ફસાયો હતો.
સુરતઃ માંગરોળમાં GIDC વિસ્તારમાં લાગી આગને ફાયરના દમકલરીંગ ટીમે કાબૂમાં લીધી છે. કીમ ચાર રસ્તા પાસે દોરા બનાવતી શિવ શક્તિ નામની પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી રંગોલી કંપનીમાં પણ ફેલાઈ હતી. બંને કંપનીઓમાં રહેલી મશીનરી અને સામાન બળીને ખાક થઈ ગયા. 8થી વધુ ફાયરની ટીમે લગભગ 10 કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો અને હાલ કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
વડોદરાઃ શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. ન્યૂ VIP રોડ પર જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બે યુવકો જાહેરમાં બાખડતા જોવા મળ્યા, જેમાં એક યુવકે હાથમાં પથ્થર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ હવે વધુ 4.43% વધીને $105.64 પર પહોંચી ગયું છે.
Oil market update:
Brent Crude: $105.64 (+4.43%)
WTI (West Texas Intermediate) Crude: $103.88 (+3.81%)— ANI (@ANI) April 2, 2026
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ અમેરિકન બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈરાનમાં કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરવાની સત્તા આપી છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે 2-3 અઠવાડિયામાં ત્યાં મોટો હુમલો કરવામાં આવશે.
આજે ઇન્ડોનેશિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી મોલુક્કા સમુદ્રમાં સુનામીના નાના મોજા ઉછળ્યા.
Donald Trump એ રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇરાન મુદ્દે કડક વલણ દર્શાવતા કહ્યું કે યુદ્ધ હાલ સમાપ્ત થવાનું નથી અને અમેરિકાની સુરક્ષા માટે “એપિક ફ્યૂરી” કામગીરી યથાવત રહેશે. તેમણે ચેતવણી આપી કે આગામી 2-3 સપ્તાહમાં ઇરાન પર ભીષણ હુમલા કરવામાં આવશે અને અમેરિકા એવી જીત મેળવશે કે વિશ્વએ ક્યારેય નહીં જોઈ હોય.
Published On - 7:22 am, Thu, 2 April 26