
આજે 01 મે 2025ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું
આ સપ્તાહના અંતે અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી પરમાણુ વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. ઓમાને આ માહિતી આપી છે.
રાજસ્થાન રોયલ્સને આઠમો ઝટકો, મહિશ તીક્ષણા માત્ર 2 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સને સાતમો ઝટકો, ધ્રુવ જૂરેલ 11 રન બનાવી થયો આઉટ
રાજસ્થાન રોયલ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, હેટમાયર 0 પર આઉટ
રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રિયાન પરાગ 16 રન બનાવી થયો આઉટ, જસપ્રીત બુમરાહે લીધી વિકેટ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, નીતિશ રાણા 9 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે લીધી વિકેટ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 13 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે યશસ્વીને કર્યો ક્લીન બોલ્ડ.
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, વૈભવ સૂર્યવંશી 0 પર થયો આઉટ, દીપક ચહરે લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા 218 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ બોલ પર સૂર્યાએ શાનદાર સિક્સર ફટકારી.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 200 ને પાર, સૂર્યકુમાર યાદવ-હાર્દિક પંડયાની ફટકાબાજી,
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 150 ને પાર, સૂર્યકુમાર યાદવ-હાર્દિક પંડયાની મજબૂત બેટિંગ
મુંબઈ ઈન્ડિયન્સને બે ઓવરમાં બે ઝટકા, રોહિત અને રિકલ્ટન બંને ફિફ્ટી ફટકારી થયા આઉટ, રિયાન પરાગે રોહિત શર્માને કર્યો આઉટ
રેયાન રિકલ્ટન ફિફ્ટી ફટકારી આઉટ, મહિશ તીક્ષણાએ કર્યો ક્લીન બોલ્ડ
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 ને પાર, રોહિત શર્મા-રેયાન રિકલ્ટનની ફિફ્ટી, મહિશ તીક્ષણાની ઓવરમાં રોહિતે શાનદાર બાઉન્ડ્રી ફટકારી ફિફ્ટી પૂરી કરી
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 ને પાર, રોહિત શર્મા-રેયાન રિકલ્ટનની મજબૂત બેટિંગ
રોહિત બીજી જ ઓવરમાં LBW આઉટ થવાથી માંડ માંડ બચી ગયો. આઉટ આપ્યા પછી, રોહિતે DRS લીધો અને બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યું કે બોલ લાઇનની થોડો બહાર પડ્યો હતો, જેના કારણે નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો અને તે બચી ગયો.
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, કોર્બીન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, કુમાર કાર્તિકેય, મહિષ થીક્ષાના, આકાશ મધવાલ અને ફઝલહક ફારૂકી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈજાના કારણે રાજસ્થાન ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પિનર વાનિન્દુ હસરંગા અને ઝડપી બોલર સંદીપ શર્મા બહાર છે. તેમની જગ્યાએ કુમાર કાર્તિકેય અને આકાશ માધવાલ આવ્યા છે.
ગુજરાતમાં આજે ગુરુવારને 1 મેના રોજ સૌથી વઘુ ગરમી રાજકોટ શહેરમાં નોંધાઈ હતી. રાજકોટમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ પહોચ્યો હતો. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43.5 ડિગ્રીએ અટક્યો હતો. કંડલા એરપોર્ટ ખાતે પણ ગરમીનો પારો 43.5 ડિગ્રીએ અટક્યો હતો. ગાંધીનગરમાંં 43 અને ડીસામાં 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
ગુજરાત સરકારને એપ્રિલ મહિનામાં જીએસટીની રૂપિયા 8564 કરોડની આવક થવા પામી છે. જે 2024ના એપ્રિલ મહિનાની સરખામણીએ 21 ટકા વધુ છે. 2024ના એપ્રિલ મહિનામાં ગુજરાત સરકારને જીએસટીની 7074 કરોડની આવક થવા પામી હતી. જીએસટીના અમલ બાદ આ સૌથી વધુ આવક છે. સમગ્ર દેશમાં જીએસટીની આવકની વૃદ્ધિ 12.6 ટકા છે.
કોન્ટ્રાક્ટરની ભૂલ છાવરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા પ્રજાના રૂપિયા 10 કરોડનો ખર્ચ કરશે. અમદાવાદના હાટકેશ્વરમાં બનાવેલા ખામી ભરેલ બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ટેન્ડર બહાર પાડ્યું છે. કોન્ટ્રાકટરની ભૂલ વાળો હાટકેશ્વર બ્રિજ તોડવા માટે મહાનગરપાલિકાએ રૂપિયા 9 કરોડ 31 લાખનુ વધુ એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ આ બ્રિજ તોડી પાડવા માટે મહાનગરપાલિકાએ ચાર વાર ટેન્ડર બહાર પાડેલા હતા. હાટકેશ્વર બ્રિજ તોડવાના પણ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે. અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરને સાચવવા માટે વધુ એક મૂર્ખામી ભર્યો નિર્ણય લીધો છે.
દાહોદમાંથી સામે આવેલા મનરેગા કૌભાંડ બાદ કચેરીને તાળા લાગી ગયા છે. ધાનપુર અને દેવગઢબારીઆમા, ગુજરાત રાજ્યના પ્રધાન બચુભાઈ ખાબડના પુત્રની એજન્સીઓ સામે પણ ફરિયાદ થવા પામી છે. તંત્ર અને અધિકારીઓ દવારા એજન્સી અંગે મૌન ધારણ કરી લેવામા આવ્યું છે. આ એજન્સીઓના માલીક કોણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ બાદ ચાર કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એજન્સીઓના માલીક પોલીસ પકડથી હજુ દુર રહેવા પામ્યા છે.
વડોદરાના શિનોરના મોટા ફોફળિયા ઝાંઝર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત થયા છે. ટેમ્પો – બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર 4 પૈકી 2 નાં મોત થયા હતા. બાઇક પર સવાર અન્ય 2 ને ગંભીર ઇજાઓ પહોચી છે. શિનોરના મોટા ફોફળિયા – ઝાંઝર રોડ ઉપર અકસ્માતનો આ બનાવ બન્યો હતો. મોટા ફોફળિયા સ્કૂલ ધોરણ 11 નું રિઝલ્ટ લઈ બાઈક ઉપર સવાર ચારે યુવકો ઘરે ઝાંઝર પરત જતા હતા. શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યની ગ્રામ પંચાયતોમાં વહીવટદાર રાજનો આવશે અંત, 15 જૂન પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યની 8400 જેટલી પાલિકાની ચૂંટણી યોજાશે. આવતીકાલે પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ થશે.8 મે સુધીમાં મતદાર યાદીને લઈ વાંધા-દવા રજૂ કરાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કલેક્ટરોને આદેશ અપાયો. વોર્ડ મુજબની ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવા આદેશ અપાયા. 16મી મેએ અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
રાજકોટઃ આજે પણ કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. શહેરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બપોરે 2.30 કલાકે 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શહેરના રસ્તા સૂમસામ જોવા મળ્યા.
ગરમીને કારણે લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી.
અમદાવાદઃ બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજ સાંજ સુધીમાં 185 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે. આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા. આજે વધુ 185 ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે. ઘૂસણખોરો સામેની કવાયતમાં 185 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપાયા હતા. તપાસમાં 185 બાંગલાદેશી પાસે બોગસ દસ્તાવેજો હોવાનો ખુલાસો થયો છે.
ખેડાઃ મેશ્વો નદીમાં ડૂબવાથી 6 બાળકોના મોત થયા છે. કનીજ ગામ નજીક નદીમાં નહાવા પડેલા બાળકો ડૂબ્યા હતા. 6 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને પી.એમ માટે ખસેડવામાં આવ્યા છે.
સુરતઃ અઠવાલાઇન્સ ચોપાટી પાસે અકસ્માત સર્જાયો છે. બે ટુ-વ્હીલર વચ્ચે અથડામણ થઈ. ટુ-વ્હીલર ચાલક રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. સ્થાનિકોએ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો.અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
ગુજરાતના 65મા સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ગોધરામાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરાશે. છબનપુરના વિશાળ મેદાનમાં મુખ્યપ્રધાન દ્વારા પંચમહાલ જિલ્લામાં રૂ. 800 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે. સાંજે બામરોલી રોડ ખાતે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ગુજરાત પોલીસના પરેડનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ચંડોળા તળાવમાં ત્રીજા દિવસે સતત ડિમોલેશન શરૂ થયુ છે. નાના ચંડોળા તળાવમાં આવેલ મિલતનગરમાં ડિમોલેશન થઇ રહ્યુ છે. ગની પથ્થરવાળા ની પાંચ દુકાન, ઓરડી અને લેબર કોલોની સહિત ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ડિમોલેશનની કામગીરી શરૂ છે.
ભારતે પાકિસ્તાન સામે વધુ એક આકરો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી. 23 મે સુધી પાકિસ્તાન માટે ભારતે એરસ્પેસ બંધ કરી. પાકિસ્તાનની તમામ ઉડાનો પર પ્રતિબંધ. ભારતે પાકિસ્તાન માટે NOTAM જાહેર કર્યું. હવે પાકિસ્તાનના વિમાન ભારત થઈને નહીં જાય.
કચ્છ: બિનવારસી હાલતમાં વિસ્ફોટ શૅલ મળી આવ્યો. નેવી ઇન્ટેલિજન્સ, SIB નલિયા અને SOGને સંયુક્ત ઓપરેશન દરમિયાન પિંગળેશ્વર નજીક શિયાળી ક્રિક વિસ્તારમાં બિનવારસી હાલતમાં વિસ્ફોટ શૅલ મળ્યો. સુરક્ષા એજન્સીઓ વધુ સઘન તપાસ કરી રહ્યા છે.
Published On - 7:25 am, Thu, 1 May 25