29 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF કેમ્પમાં ગોળીબાર, જવાને અન્ય સાથીદારો પર ગોળી ચલાવતા 4 જવાન શહીદ
આજે 29 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 29 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગીર સોમનાથમાં તપાસ કરેલ 34 હોસ્ટેલ પૈકી 19ને ઈમ્પ્રુવમેન્ટ નોટીસ ફટકારવામાં આવી
ગીર સોમનાથમાં 34 હોસ્ટેલની તપાસ કરવામાં આવી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે 19 ને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપી. વેરાવળ, તાલાલા, ઉના અને કોડીનારની 15 હોસ્ટેલમાં ચોખ્ખાઈનું પાલન થતું જોવા મળ્યું. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સુચનાં હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજયમાં આવેલ હોસ્ટેલ કે જયા વિર્ધાર્થીઓને અભ્યાસ ક્રમની સાથે સાથે ગુણવતા યુકત આહાર મળી રહે તે માટે હોસ્ટેલ તપાસ કામગીરી ડ્રાઈવ યોજવામાં આવી. જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા તા.14 થી તા.25 સપ્ટેમ્બર દરમ્યાન કુલ 34 હોસ્ટેલની તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન ચોખ્ખાઈ અને સ્વચ્છતાનું પાલન કરવા અંગેની સુચનાં આપવામાં આવેલ. હોસ્ટેલમાં રહેતા દિકરા-દિકરીઓને ગુણવતા યુકત ખોરાક મળી રહે તેની કાળજી રાખવા સુચનાં આપેલ હતી તેમજ જરૂર જણાઈ આવ્યેથી 19ને ઈમ્પ્રુવમેન્ટ નોટીસ પણ આપવામાં આવી.
-
રાજકોટના આણંદપર નવાગામે ટ્રક પર ચડેલ યુવકને લાગ્યો વીજ કરંટ
રાજકોટના આણંદપર નવાગામે ટ્રક પર ચડેલ યુવકને લાગ્યો વીજ કરંટ. દિવેલિયા વિસ્તારમાં યુવકને લાગ્યો વીજ કરંટ. વીજ કરંટ લાગતા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો. જોકે યુવક શું કારણથી ટ્રક પર ચડ્યો હતો તેનું કારણ સામે આવ્યું નથી.
-
-
ડીસામાં ખોરાક ઔષધ વિભાગની ટીમે નોન-પરમિટેડ કલર ધરાવતો 301 કિલો કોર્ન પફ-કોર્ન બોલનો જથ્થો કર્યો સીઝ.
બનાસકાંઠાના ડીસામાં ખોરાક ઔષધ વિભાગની ટીમે નોન-પરમિટેડ કલર ધરાવતો 301 કિલો કોર્ન પફ-કોર્ન બોલનો જથ્થો કર્યો સીઝ. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જરૂરી પરવાના વિના કોર્ન પફ અને કોર્ન બોલનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું. કોર્ન પફ અને કોર્ન બોલ સહિત કુલ રૂ. 37 હજારથી વધુનો 301 કિલો જથ્થો સીઝ કરાયો. કોર્ન પફ અને કોર્ન બોલમાં ખાદ્ય ઉપયોગ માટે મંજૂર ન હોય તેવા કલરની હાજરી મળી. બાળકોને આકર્ષવા કાર્ટૂન કેરેક્ટરના નામે નાસ્તાનું વેચાણ કરાતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યુું.
-
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF કેમ્પમાં ગોળીબાર, જવાને સાથી જવાનો પર ગોળીઓ ચલાવીને 4 કર્યાં શહીદ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બસોહલી ખાતે આવેલા CISF કેમ્પમાં એક જવાને તેના જ સાથી જવાનો પર આડેઘડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા છે. ગોળીબાર પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
-
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ફસાઈ જતા બાળકનું મોત
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ફસાઈ જતા બાળકનું મોત થયું. શાંતિ શુક્લ ફ્લેટમાં શાળાએથી પરત ફરતા બાળક લિફ્ટમાં ફસાયું હોવાથી બની ઘટના. ઘટનાની જાણ થતા જ, ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ સ્થળે હાજર થઈ હતી. સોસાયટીના આંતરિક વિખવાદના કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન.
-
-
ગુજરાત ભાડા વિધેયક 2026″ ના વિરોધમાં આવતીકાલથી 2 દિવસ વકીલોની હડતાળ
આવતીકાલથી 2 દિવસ વકીલોની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બાર એસો. એ કરી હડતાળની જાહેરાત. “ગુજરાત ભાડા વિધેયક 2026” ના વિરોધમાં હડતાળ પાડવામાં આવશે. સંબધિત વિધેયકથી પ્રજા અને વકીલોને ભારે હાલાકી થવાનો ભય રહેલો છે. નવા કાયદાનો વિરોધ કરવા અને જરૂરી સુધારા વધારા કરવા અને નવા કાયદાનો વિરોધ કરવા હડતાળની જાહેરાત કરાઈ છે.
-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખંભાળિયા તાલુકાના ભાણખોખરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી મગફળી સહિતના પાકને નવું જીવન મળવાની ખેડૂતોમાં આશા. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખેતરમાં રહેલા પાકને ફાયદો થવાની આશા.
-
કાલાવડમાં ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર SOGના દરોડા, 1200 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું
કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર દરોડો પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી 1200 લીટર શંકાસ્પદ દૂધ ઝડપી પાડ્યું છે. 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ પાવડર પણ સ્થળ પરથી મળી આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો હતો. કાનજી ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના મકાનમાંથી શંકાસ્પદ ભેળસેળ ઝડપાઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસરે દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા. શંકાસ્પદ દૂધ, ઘી અને પાવડરનો સ્થળ પર જ નાશ કરાયો છે. માનવ સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે જથ્થાનો નાશ કરાયો છે.
-
જામકંડોરણાના તળાવ પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં લાગી આગ
રાજકોટના જામકંડોરણાના તળાવ પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગી. રાજદીપ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો. લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
-
નકલી ચલણી નોટના વેચાણ માટે સોશિયલ મીડિયા પર કરાઈ જાહેરાત, સુરત પોલીસે એકને ઝડપી પાડ્યો
હવે તો નકલી ચલણી નોટના વેચાણ માટે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરાઈ હોવાની વિગતના આધારે સુરત પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગોડાદરા પોલીસે 500ની 165 બનાવટી ચલણી નોટો સાથે એકને ઝડપી પાડ્યો છે. Instagram પર નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરેની જાહેરાત જોઈ આરોપી નકલી નોટ ખરીદવા માટે આસામ ગયો હતો. એક અસલી નોટની સામે ત્રણ નકલી નોટ ખરીદવાં આવી હતી. 30 હજારની અસલી નોટ આપી 1 લાખની નકલી નોટ ખરીદી હતી. દેવધ ચાર રસ્તા પાસેથી 165 નકલી નોટ સાથે રમેશ ઉર્ફે જીગા લૌહારને ઝડપી પાડ્યો. આરોપી નોટ બજારમાં ફેરવે તે પહેલા પોલીસે ઝડપી પડ્યો. સુરતનો યુવક 500ના દરની 200 નોટ આસામ જઈ લઈ આવ્યો હતો. પુણાગામના રમેશ ઉર્ફે જીગા લૌહાર પાસેથી કુલ 82,500ની નકલી નોટો મળી આવી છે. મોબાઈલ, આધાર-પાન કાર્ડ સહિત કુલ 1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોડાદરા પોલીસે BNSની કલમ 180, 54, 61(2), 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય કાફલા પર હુમલો
બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના સૈન્યના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં જાનહાનીના સમાચાર હજુ સામે આવ્યા નથી.
-
લો બોલો, રાજકોટમાં જૂની અદાવતમાં જર્મન શેફર્ડ શ્વાનથી કરાવ્યો હુમલો, માલવિયાનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
રાજકોટમાંથી એક અજબ કિસ્સો સામે આવ્યો છે. જૂની અદાવતમાં પોતાના જર્મન શેફર્ડ શ્વાનથી વિરોધી ઉપર હૂમલો કરાવ્યો છે. મવડી વિસ્તારમાં શ્વાન માલિક દ્વારા હુૂમલો કરાવાતા, શ્વાને બચકા ભરી લીધા છે. અમરનગર સોસાયટીમાં શ્વાને એક વ્યક્તિને ભર્યા બચકાં. જૂની અદાવતનાં પાલતું શ્વાન પાસે હુમલો કરાવ્યો. હુમલામાં કિશન મેવાડા નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ગઇકાલે સાંજના સમયે સમયે બન્યો બનાવ. દિપ જાડેજા નામનાં શખ્સ સાથે આવેલા શ્વાને કર્યો હુમલો. દિપ જાડેજાએ શ્વાનને બાંધવાની સાંકળ વડે પણ કર્યો હુમલો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
-
સુરેન્દ્રનગરઃ સાયલાના ઢીકવાળી ગામે તળાવમાં ડૂબી બે યુવકોનાં મોત
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢીકવાળી ગામે તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. બંને યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા, દરમિયાન પાણીમાં ડૂબી જતાં સ્થાનિકોએ તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
-
જામનગરઃ કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધની ડેરી પર દરોડો
જામનગરના કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધની ડેરી પર SOGએ દરોડો પાડી કાર્યવાહી કરી છે. ગુપ્ત બાતમીના આધારે કાનજી ઉર્ફે કાનો માલાણીના મકાનમાં તપાસ કરતાં 1,200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ પાવડર મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફૂડ સેફ્ટી ઓફિસર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા હતા. તપાસ દરમિયાન મળી આવેલા શંકાસ્પદ દૂધ, ઘી અને દૂધ પાવડરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
અમદાવાદઃ મોંઘી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર મોંઘી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા દારૂ ભરેલી કારને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં રાજસ્થાનથી દારૂ લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારમાંથી 1,300થી વધુ દારૂની બોટલો જપ્ત કરી છે. મોંઘી કારનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં પોલીસ દ્વારા આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
બનાસકાંઠાઃ દાંતાના સિયાવાડા ગામના જંગલમાં રીંછનો હુમલો
બનાસકાંઠાના દાંતા તાલુકાના સિયાવાડા ગામના જંગલમાં બકરાં શોધવા ગયેલી ચાર મહિલાઓ પર રીંછે હુમલો કરતાં અફરાતફરી મચી હતી. રીંછના હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે અન્ય મહિલાઓને પણ ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં દાંતા 108ની ટીમે જંગલમાં પહોંચીને ચારેય મહિલાઓનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. તમામ મહિલાઓને સારવાર માટે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક મહિલાને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવી છે.
-
દાહોદઃ ઝાલોદમાં તળાવમાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત
દાહોદના ઝાલોદમાં તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત નીપજતાં અરેરાટી મચી છે. 12 અને 13 વર્ષીય બંને કિશોરીઓ સવારે તળાવના કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી, દરમિયાન અચાનક પગ લપસતાં બંને પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને કિશોરીઓના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. એક જ પરિવારની બે દીકરીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
-
સુરતઃ મોટા નવરાત્રી આયોજનો માટે ફાયર વિભાગની ગાઈડલાઈન જાહેર
સુરતમાં મોટા પાયે યોજાતા નવરાત્રી પંડાલ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ફાયર વિભાગે 30 શરતોની ગાઈડલાઈન જાહેર કરી છે. 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર અથવા 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલો માટે આ નિયમો લાગુ પડશે. 50થી વધુ લોકો એકત્ર થાય તો તેમની વિગત રાખવી ફરજિયાત રહેશે. સુરક્ષા માટે 24 કલાક ગાર્ડ તૈનાત રાખવા તેમજ ફાયર એક્સટિંગ્વિશર ચલાવી શકે તેવા 2થી 3 પ્રશિક્ષિત ગાર્ડ રાખવા પડશે. પંડાલનો એન્ટ્રી ગેટ ઓછામાં ઓછો 5 ફૂટ પહોળો અને ઊંચો રાખવો પડશે અને પંડાલની ક્ષમતા પ્રમાણે જ લોકોને પ્રવેશ આપવાનો રહેશે. તમામ નિયમોનું પાલન કરવા અંગે આયોજકો પાસેથી બાહેંધરી પત્ર લેવામાં આવશે, જ્યારે શરતોનું પાલન નહીં થાય તો તેની જવાબદારી આયોજકોની રહેશે.
-
સુરેન્દ્રનગરઃ સાયલાના ઢીકવાળી ગામે તળાવમાં ડૂબી બે યુવકોનાં મોત
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢીકવાળી ગામે તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક તળાવ પાસે પહોંચ્યા હતા અને બંને યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
-
સુરતઃ પાર્લે પોઈન્ટની જાણીતી રેસ્ટોરન્ટ બાર્બેક્યુ નેશન વિવાદમાં
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી જાણીતી બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવાના આરોપને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રાહકોના આક્ષેપ મુજબ, રેસ્ટોરન્ટના રસોડામાં કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમ જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. પીરસવામાં આવેલા મશરૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી હતી. ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સેફ્ટીને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાહકોના વિરોધ વચ્ચે સ્ટાફ કિચન છોડીને ભાગી ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હોબાળો થતાં અન્ય કેટલાક ગ્રાહકોએ પણ ભોજન અધૂરું છોડી દીધું હતું.
-
અમદાવાદઃ જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. મનપાએ સત્તાવાર X હેન્ડલ પરથી જાહેરનોટિસ બહાર પાડી શાકભાજી વિક્રેતાઓને મનપા દ્વારા નક્કી કરાયેલા શાક માર્કેટ અથવા નિયત સ્થળે જ વેચાણ કરવા સૂચના આપી છે. નિયમનો ભંગ કરનાર સામે ગેરકાયદે દબાણ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. નિયમ તોડનારનો માલ-સામાન અને લારી જપ્ત કરી દંડ પણ વસૂલવામાં આવશે. જોકે, આ નિયમનો અમલ ક્યારથી શરૂ થશે તે અંગે મનપા દ્વારા હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
-
ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી GIDCમાં રખડતા પશુના કારણે અકસ્માત
ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં રખડતા પશુના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાનોલીની RSPL ચોકડી પાસે ગાય અને વાછરડું રસ્તા પર આવી જતા કાર સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં ગાય અને વાછરડાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાનોલી GIDC વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
-
અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ
અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં ચાલતા ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો DRIએ પર્દાફાશ કર્યો છે. DRIએ મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ગુવાહાટીમાં એકસાથે દરોડા પાડી રૂ.10.36 કરોડથી વધુ કિંમતનું 6.61 કિલો વિદેશી સોનું જપ્ત કર્યું છે. તપાસ દરમિયાન સોનાની દાણચોરીના માસ્ટરમાઈન્ડ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુરિયર કન્સાઈનમેન્ટમાં સોનું છુપાવીને દેશના અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવતું હતું. તપાસમાં છેલ્લા 9 મહિનામાં કુરિયર નેટવર્ક મારફતે આશરે 318 કિલો સ્મગલિંગનું સોનું, જેની કિંમત અંદાજે રૂ.475 કરોડ હોવાનું સામે આવ્યું છે. મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં ડિલિવરી માટે મોકલાયેલા કન્સાઈનમેન્ટ પણ તપાસ એજન્સીએ ઝડપી પાડ્યા છે.
-
કચ્છઃ રાપરમાં જાહેરમાં રોફ જમાવતા બે યુવકો ઝડપાયા
કચ્છના રાપરમાં ત્રંબો ચાર રસ્તા પાસે જાહેરમાં રોફ જમાવતા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને યુવકો અડચણરૂપ રીતે બાઇક ઊભી રાખીને જાહેરમાં રોફ જમાવતા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે રાપર પોલીસે કાર્યવાહી કરી બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને યુવકો સામે પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને પાસેથી બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
-
અમેરિકામાં એસ્સાર ગ્રુપ બનાવશે સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ
ભારતના એસ્સાર ગ્રુપ દ્વારા અમેરિકામાં અંદાજે 15 અબજ ડોલરના રોકાણથી વિશાળ સ્ટીલ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે પ્રોજેક્ટની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ રોકાણ અમેરિકન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે મોટું પ્રોત્સાહન સાબિત થશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે આશરે 75 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે આ પ્રોજેક્ટને અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહત્વના અને મોટા પ્રોજેક્ટ્સમાંનો એક ગણાવ્યો હતો.
Published On - Sep 29,2026 7:39 AM
