પલસાણામાં રસીકરણ દરમિયાન બેદરકારી બદલ આરોગ્ય મંત્રીના આદેશથી હેલ્થ વર્કર સસ્પેન્ડ. મમતા દિવસના રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીની બેદરકારી સામે આવતાં લેવાયા પગલાં. રસીકરણ બાદ 5 બાળકોને પેરાસિટામોલના બદલે ડાયાબિટીશની ગોળી આપવામાં આવી. દવાની આડઅસર થતાં જ પાંચેય બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાની જાણ થતાં જ આપ્યા હતા તપાસના આદેશ. ફરજમાં બેદરકારી દાખવનાર મહિલા આરોગ્ય કર્મચારીને તાત્કાલિક અસરથી કરાઈ સસ્પેન્ડ. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રાત્રે જ હોસ્પિટલ પહોંચી સ્થિતિની કરી સમીક્ષા. હાલ તબીબોની દેખરેખ હેઠળ તમામ 5 બાળકની સ્થિતિ સ્થિર હોવાની સત્તાવાર પુષ્ટિ. બાળકોના સ્વાસ્થ્ય સાથે લાપરવાહી કોઈપણ સંજોગોમાં ન ચલાવવા આરોગ્ય મંત્રીની ચેતવણી.
સમગ્ર દેશના બેંક ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આવતીકાલ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આનાથી બેંકિંગના જરૂરી કામો કરવા માંગતા લોકોને અસુવિધા થઈ શકે છે. ગ્રાહકોને રાહત આપવા માટે, સરકારે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોની શાખાઓ 27 સપ્ટેમ્બર (રવિવાર) ના રોજ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે લોકો હડતાળ શરૂ થાય તે પહેલાં તેમના જરૂરી બેંકિંગ વ્યવહારો પૂર્ણ કરી શકે.
અમદાવાદના લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સીલરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા વિવાદ સર્જાયો છે. પૂર્વ કાઉન્સીલર માનસિંગ સોલંકીએ “મયુરી બા” “લાડકી ભાણી બા” નામથી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પોલીસ વિભાગની ગરિમાને લાંછન લગાડતો વીડિયો પોસ્ટ કરાયો છે. વીડિયોમાં દેખાતી મહિલા પોલીસકર્મીએ પોલીસ યુનિફોર્મમાં ડાન્સ કર્યો. મહિલા પોલીસકર્મીએ બોલીવુડના મુવીના સોંગનો ડાયલોગ ઉચ્ચાર્યો. યે પોલીસ સ્ટેશન હે તુમ્હારે બાપ કા ઘર નહી જબ તક બેઠને કો બોલા ન જાયે તબ તક શરાફત સે ખડે રહો. પારિવારિક કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મીની દબંગાઈ સામે આવી.
ગુજરાત સરકારની માલિકીના ગુજરાત પ્રવાસન નિગમે, હવે નવરાત્રીમાં કમાવાનો નવો ધંધો શોધી કાઢ્યો છે. કુછ દિન તો ગુજારો ગુજરાત મે..થી વિશ્વના ફલક પર ગુજરાતનો ગરબો પહોચાડનાર નિગમે હવે તેના રૂપિયા પાછા મેળવવા માટે આ વર્ષથી વેચાણ પાસથી એન્ટ્રી આપશે. સોશિયલ મીડિયા ઉપર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને કરેલ જાહેરાત અનુસાર, સવારના 4 વાગ્યા સુધી ગરબા રમવા મળશે, પરંતુ તેના માટે વ્યક્તિ દિઠ રૂપિયા ખર્ચવા પડશે. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદના જીએમડીસી-ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કર્યું હતું. જો કે, વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારે, નરેન્દ્ર મોદીના એ સમયથી ચાલી આવતા ફ્રિ ટુ ઓલના નિર્ણયને ફેરવી તોળીને કોર્પોરેશનને વેપાર માટે છુટો દૌર આપી દીધો હોવાની ટીકાઓ થઈ રહી છે.
આજે 27 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:19 am, Sun, 27 September 26