27 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશને કમાવાનો ધંધો શોધ્યો ! GMDC ગ્રાઉન્ડના ગરબા માટે હવે રૂપિયાથી વેચશે એન્ટ્રી પાસ
Gujarat Live Updates આજ 27 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સીલરે, પોલીસ વિભાગની ગરિમાને લાંછન લગાડતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વિવાદ
અમદાવાદના લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સીલરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા વિવાદ સર્જાયો છે. પૂર્વ કાઉન્સીલર માનસિંગ સોલંકીએ “મયુરી બા” “લાડકી ભાણી બા” નામથી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પોલીસ વિભાગની ગરિમાને લાંછન લગાડતો વીડિયો પોસ્ટ કરાયો છે. વીડિયોમાં દેખાતી મહિલા પોલીસકર્મીએ પોલીસ યુનિફોર્મમાં ડાન્સ કર્યો. મહિલા પોલીસકર્મીએ બોલીવુડના મુવીના સોંગનો ડાયલોગ ઉચ્ચાર્યો. યે પોલીસ સ્ટેશન હે તુમ્હારે બાપ કા ઘર નહી જબ તક બેઠને કો બોલા ન જાયે તબ તક શરાફત સે ખડે રહો. પારિવારિક કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મીની દબંગાઈ સામે આવી.
-
ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશને કમાવાનો ધંધો શોધ્યો ! GMDC ગ્રાઉન્ડના ગરબા માટે હવે રૂપિયાથી વેચશે એન્ટ્રી પાસ
ગુજરાત સરકારની માલિકીના ગુજરાત પ્રવાસન નિગમે, હવે નવરાત્રીમાં કમાવાનો નવો ધંધો શોધી કાઢ્યો છે. કુછ દિન તો ગુજારો ગુજરાત મે..થી વિશ્વના ફલક પર ગુજરાતનો ગરબો પહોચાડનાર નિગમે હવે તેના રૂપિયા પાછા મેળવવા માટે આ વર્ષથી વેચાણ પાસથી એન્ટ્રી આપશે. સોશિયલ મીડિયા ઉપર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને કરેલ જાહેરાત અનુસાર, સવારના 4 વાગ્યા સુધી ગરબા રમવા મળશે, પરંતુ તેના માટે વ્યક્તિ દિઠ રૂપિયા ખર્ચવા પડશે. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદના જીએમડીસી-ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કર્યું હતું. જો કે, વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારે, નરેન્દ્ર મોદીના એ સમયથી ચાલી આવતા ફ્રિ ટુ ઓલના નિર્ણયને ફેરવી તોળીને કોર્પોરેશનને વેપાર માટે છુટો દૌર આપી દીધો હોવાની ટીકાઓ થઈ રહી છે.
-
આજે 27 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 27,2026 7:19 AM
