02 ઓક્ટોબરના મહત્વના સમાચાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

આજે 02 ઓક્ટોબરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

02 ઓક્ટોબરના મહત્વના સમાચાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
| Edited By: | Updated on: Oct 02, 2026 | 9:25 AM

LIVE NEWS & UPDATES

  • 02 Oct 2026 09:25 AM (IST)

    આણંદમાં પિઝામાંથી વાળ નીકળ્યાનો ગ્રાહકનો આક્ષેપ

    આણંદના મારુતિ સોલારિસ મોલમાં આવેલા પિઝા હટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે પિઝામાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી ગ્રાહકે પિઝાની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ ફૂડ આઉટલેટમાં સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી સવાલો ઉભા થયા છે.

  • 02 Oct 2026 09:19 AM (IST)

    વડોદરામાં ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં મનપાની તવાઈ

    વડોદરામાં ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ખોરાક શાખાની ટીમે પૂર્વ ઝોનમાં રાત્રિના સમયે ચાલતી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ કર્યું હતું. દરમિયાન ખોડિયારનગરની સાઈ કૃપા પંજાબી ખાણામાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક ગણાતા અજીનોમોટાનો જથ્થો પણ મળી આવતા વડોદરા મનપાના આરોગ્ય વિભાગની ટીમે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.


  • 02 Oct 2026 08:05 AM (IST)

    મકરબામાં સગીરે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો

    અમદાવાદના મકરબા વિસ્તારમાં સગીરે 12મા માળના ફ્લેટની ગેલેરીમાંથી કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અલબ્રુજ ચાર રસ્તા નજીક આવેલા ક્લાસિક હાઈટ્સમાં બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સગીરે કયા કારણોસર આ પગલું ભર્યું તે હાલ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  • 02 Oct 2026 08:00 AM (IST)

    હિંમતનગરમાં પેટ્રોલપંપ પર અસામાજિક તત્વોનો આતંક

    સાબરકાંઠાના હિંમતનગરમાં પેટ્રોલપંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. કેટલાક યુવકો ડંડા અને પટ્ટા લઈને મારામારી કરતા જોવા મળ્યા હતા. યુવકોએ બેફામ અશ્લીલ ગાળો બોલી એકબીજા પર હુમલો કરતાં પેટ્રોલપંપ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરમાં લુખ્ખા તત્વોના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

  • 02 Oct 2026 07:59 AM (IST)

    માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ

    અરવલ્લીના માલપુર નજીક મોરડુંગરી વિસ્તારમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની છે. પોશડોડા ભરેલી કારને રોકવા જતા આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં LCBની ટીમે વળતી કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક આરોપીને પગમાં ઈજા થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી છે, જ્યારે કારની તપાસ દરમિયાન વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. મહત્વનું છે કે, છેલ્લા 10 દિવસમાં અરવલ્લીમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગની આ બીજી ઘટના છે.

  • 02 Oct 2026 07:44 AM (IST)

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી.

આજે 02 ઓક્ટોબરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:42 am, Fri, 2 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.