08 એપ્રિલના મહત્વના સમાચાર : રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઈંધણ ખુટ્યું, શહડોલથી ટેકઓફ ન થઈ શક્યું

|

Apr 08, 2024 | 10:09 PM

આજે 08 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

08 એપ્રિલના મહત્વના સમાચાર : રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઈંધણ ખુટ્યું, શહડોલથી ટેકઓફ ન થઈ શક્યું

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી બસ્તરના છોટે અમાબાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના પ્રવાસે છે અને સિવનીના ધનૌરા આદિવાસી વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરશે. ગોરખપુરના સપા ઉમેદવાર કાજલ નિષાદને હાર્ટ એટેક આવ્યો છે, તેમની હાલત નાજુક છે અને તેમને લખનઉમાં દાખલ કરવામાં આવ્યા છે. ટીએમસીનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે. આ પ્રતિનિધિમંડળ રાજ્યમાં NIAની અતિશય પ્રવૃત્તિ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Apr 2024 09:51 PM (IST)

    વલસાડના વાપીના સોનોરસ બિલ્ડીંગમાં લાગી આગ

    વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ સોનોરસ બિલ્ડીંગમાં આગ લાગી છે. બિલ્ડીંગના મીટરરૂમમાં આગ લાગતા, રહીશોમાં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આગને લઈને કોઈ જાનહાની થયાના સમાચાર નથી.

  • 08 Apr 2024 08:29 PM (IST)

    રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઈંધણ ખુટ્યું, શહડોલથી ટેકઓફ ન થઈ શક્યું

    રાહુલ ગાંધી શહડોલથી હેલિકોપ્ટર મારફતે ઉડાન ભરી શક્યા નથી. તેમના હેલિકોપ્ટરનું ઈંધણ ખતમ થઈ ગયું છે. ઇંધણનું ટેન્કર સમયસર પહોંચી શક્યું ન હતું જેના કારણે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર સમયસર ટેક ઓફ કરી શક્યુ ન હતુ. રાહુલ ગાંધી હાલ એક ખાનગી હોટલમાં રોકાયા છે. હવે આવતીકાલે સવારે 6 કલાકે જબલપુર જવા રવાના થશે.


  • 08 Apr 2024 07:32 PM (IST)

    IPL 2024 CSK vs KKR : કોલકત્તાને પહેલા જ બોલે લાગ્યો ઝટકો, ફિલ સોલ્ટ થયો આઉટ

    કોલકત્તા નાઈટ રાઈડર્સને પહેલા જ બોલે ઝટકો લાગ્યો હતો. ફિલ સોલ્ટ મેચના પ્રથમ બોલે જ આઉટ થયો હતો. સોલ્ટની વિકેટ દેશપાંડેએ લીધી હતી.

  • 08 Apr 2024 06:58 PM (IST)

    INDIA ગઠબંધનનો મંત્ર – જ્યાં સત્તા હોય ત્યાં મલાઈ ખાઓ- PM મોદી

    મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમએ કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી સત્તાની બહાર છે. તમે એનડીએને સંપૂર્ણ સમર્થન આપ્યું, તેથી અમે ઘણી મોટી સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ લાવી દીધો છે. આજે સમગ્ર દેશમાં નક્સલવાદ નબળો પડી ગયો છે.

  • 08 Apr 2024 05:56 PM (IST)

    કોંગ્રેસ પોતે જ સમસ્યાઓની જનની છે, મહારાષ્ટ્રમાં બોલ્યા PM મોદી

    કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આ પાર્ટી પોતાની સમસ્યાઓની જનની છે. ધર્મના નામે દેશનું વિભાજન થયું. આ વિભાજન કોણે કરાવ્યું, કાશ્મીરમાં સમસ્યા કોણે ઊભી કરી? આપણી સાથે દુનિયાના બીજા ઘણા દેશોને આઝાદી મળી, પરંતુ તેઓ ગમે ત્યાં ગયા, આપણું ભારત પાછળ છે. દેશ દાયકાઓ સુધી આતંકવાદનો શિકાર રહ્યો. દરરોજ બોમ્બ ગમે ત્યાં ફૂટશે.

  • 08 Apr 2024 05:32 PM (IST)

    19મી એપ્રિલે અમિત શાહ રોડ શો સાથે ભરશે ફોર્મ

    લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહ હવે ઉમેદવારી નોંધાવાનાં છે ત્યારે તેને લઈને માહિતી મળી રહી છે કે અમિત શાહ 19 મી એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવશે આ દરમિયાન તેઓ પહેલા રોડ શો કરશે અને પછી ઉમેદવારી ફોર્મ ભરશે

  • 08 Apr 2024 04:54 PM (IST)

    ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રુપાલા 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ

    લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યાં પરશોત્તમ રુપાલાનો ગુજરાતભરમાં દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે. તે વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 16 એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.

  • 08 Apr 2024 04:37 PM (IST)

    પોરબંદરથી મનસુખ માંડવિયા 15 એપ્રિલે ઉમેદવારી માટે ભરશે ફોર્મ

    પોરબંદર સીટના ઉમેદવાર મનસુખ માંડવિયા લોકસભા ચૂંટણી માટે 15 એપ્રિલે ઉમેદવારી નોંધાવાના છે. ત્યારે આ પહેલા તે પોરબંદરમાં રોડ શો યોજશે અને ત્યારેબાદ ફોર્મ ભરશેની માહિતી મળી રહી છે.

  • 08 Apr 2024 04:20 PM (IST)

    ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યુ અને બે કલાકમાં જ પુલ પર પ્રવેશબંધીના બેરિકેડ લગાવ્યા

    લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તેમની સાથે ગરબા અને ક્રિકેટ રમે છે. પરંતુ દાહોદમાં તો નેતાઓએ એવા બ્રિજનું લોકાર્પણ કર્યુ કે આ બ્રિજને ગણતરીના કલાકોમાં જ પ્રવેશ બંધીના બેરિકેડ લગાવા પડ્યા.

  • 08 Apr 2024 03:38 PM (IST)

    આજે અહીં જોઈ શકશો વર્ષના પ્રથમ સૂર્યગ્રહણનું Live સ્ટ્રીમિંગ

    જો તમે સૂર્યગ્રહણ જોવા માંગો છો તો તમારે અમેરિકા કે કેનેડા જવાની જરુર નથી પણ તમે ઘરે બેઠા જ આ નજારાને તમારી આંખોથી નિહાળી શકો છો. તેના માટે નાસાનું લાઈવ સ્ટ્રીમ રાતે શરુ થવા જઈ રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી 8 એપ્રિલે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે તેનું લાઈવ સ્ટ્રીમ શરૂ કરશે. લાઈવ સ્ટ્રીમિંગ બપોરે 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સૂર્યગ્રહણ લાઈવ જોવા માટે આ વિડિયો જોઈ શકો છો.

     

  • 08 Apr 2024 03:36 PM (IST)

    ભારતમાં 30 લાખ નોકરીઓ છે પરંતુ સરકાર તમને રોજગાર નથી આપતી – રાહુલ

    મધ્યપ્રદેશના મંડલાના સિવનીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં 30 લાખ નોકરીઓ છે પરંતુ સરકાર તમને રોજગાર નથી આપતી. કોંગ્રેસની સરકાર આવતા જ અમે તમને 30 લાખ નોકરીઓ આપીશું.

  • 08 Apr 2024 02:35 PM (IST)

    કોંગ્રેસે ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી..બસ્તરમાં બોલ્યા PM મોદી

    છત્તીસગઢના બસ્તરમાં ‘વિજય સંકલ્પ શંખનાદ મહારેલી’ને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી. તેણે ગરીબોનો હક્ક છીનવી લીધો. અમે ગરીબોને તેમનો હક અપાવ્યો. આખો દેશ ફરી એકવાર મોદી સરકાર કહી રહ્યો છે.

  • 08 Apr 2024 02:03 PM (IST)

    કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારની EDની પૂછપરછ ચાલુ

    ED જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારની દિલ્હી ઓફિસમાં પૂછપરછ કરી રહી છે.

  • 08 Apr 2024 01:48 PM (IST)

    રાજકોટ-પરશોતમ રૂપાલા 16 તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ

    • રાજકોટ-પરશોતમ રૂપાલા 16 તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ
    • ભાજપ દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
    • 16 તારીખે બહુમાળી ચોક ખાતે સભા કરીને ભરશે ઉમેદવારી ફોર્મ
    • ભાજપ દ્રારા સભાના આયોજનને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી
  • 08 Apr 2024 01:20 PM (IST)

    ગાંધીનગર : મતદાનના દિવસે રજા જાહેર કરાઈ

    • સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાઈ જાહેરાત
    • લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રજા
    • 7 મે 2024 ના રોજ રજા જાહેર કરાઈ
  • 08 Apr 2024 01:10 PM (IST)

    અમદાવાદ : બાવળાના જેકડા ગામે ફૂડ પોઇઝનિંગથી બાળકીનું મોત

    • 7 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, જેમાં એક જ પરિવારના ત્રણ બાળકો પણ સામેલ
    • ઈંટોના ભટ્ટામાં કામ કરતા શ્રમિક પરિવારોના બાળકો ઝાડા-ઉલટીનો બન્યા ભોગ
    • રાત્રે ભાત ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થયાનું અનુમાન
    • અસરગ્રસ્ત બાળકોને આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
  • 08 Apr 2024 12:22 PM (IST)

    સુરત: નાગાબાવાનો ઢોંગ રચી ઠગાઈ કરનારની ધરપકડ

    • જહાંગીરપુરામાં ઠગાઈ આચરતા CCTVને આધારે ઝડપાયો
    • દેહગામથી મુખ્ય આરોપી મદારીને પોલીસે ઝડપી પાડ્યો
    • CCTVથી કાર સુધી પહોંચ્યા બાદ પોલીસે સફળતા મળી
    • લક્ઝુરીયસ કારનો CCTVના આધારે કરાયો હતો પીછો
    • લોકોને હિપ્નોટાઈઝ કરી કિંમતી વસ્તુઓ કઢાવી લેતો
  • 08 Apr 2024 11:59 AM (IST)

    પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

    પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. દેવભૂમિ દ્વારકાના ભાતેલ ગામમાં રૂપાલા વિરોધ બેનર લાગ્યા છે. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા લખાણો સાથેના બેનરો લગાવાયા છે.

  • 08 Apr 2024 11:57 AM (IST)

    પશ્ચિમ બંગાળ: દુર્ગાપુરમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ

    પશ્ચિમ બંગાળ: આજે ભાજપના સાંસદ દિલીપ ઘોષની દુર્ગાપુર મુલાકાત દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

    (Credit Source : @AHindinews)

  • 08 Apr 2024 11:39 AM (IST)

    તાપી: વ્યારાના માલીવાડમાં વાનરનો આતંક

    • 65 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતાં ઈજા પહોંચી
    • વ્યારામાં પ્રાથમિક સારવાર બાદ સુરત ખસેડાયા
    • વાનરના આંતકને લઈ સ્થાનિકો ભયમાં મુકાયા
    • વનવિભાગ વાનરને પાંજરામાં પૂરે તેવી માગ ઉઠી
  • 08 Apr 2024 11:03 AM (IST)

    મધ્યપ્રદેશના સિવની અને શહડોલમાં રાહુલ ગાંધીની રેલી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ સિવની અને શહડોલમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.

  • 08 Apr 2024 10:55 AM (IST)

    વલસાડ: દારૂ ઘુસાડવાના અનોખા કીમિયાનો પર્દાફાશ, બુટલેગરોના મનસુબા પર પાણી ફરી વળ્યું

    • લાકડાના ભુસાની આડમાં સંતાડેલો દારૂ ઝડપાયો
    • પોલીસને ટેમ્પોમાં બેરલ ચેકિંગ દરમિયાન મળ્યો દારૂ
    • બુટલેગરોના કીમિયાને જોઈ પોલીસ પર ચોંકી ગઈ
    • ડુંગરા પોલીસે 336 નંગ દારૂની બોટલ ઝડપી પાડી
    • વાપી પોલીસે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવ્યું
    • 79 હજારનો દારૂ ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી
  • 08 Apr 2024 10:51 AM (IST)

    વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું

    • ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ બળાપો ઠાલવ્યો
    • શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી
    • બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત
    • ભાજપમાં કોઇ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે
    • ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી – જીતુ સુખડીયા
  • 08 Apr 2024 10:17 AM (IST)

    વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત

    • વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત
    • પંચમહાલના 60 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોનાથી થયું મોત
    • છાતીમાં દુખાવા સહીત શ્વાસ લેવાની તકલીફ સાથે ગત રોજ હોસ્પિટલમાં થયા હતા દાખલ
    • હાલ એસ એસ જી હોસ્પિટલમાં કોરનાના 5 અને સ્વાઈનફલૂનો એક દર્દી લઇ રહયા છે સારવાર
  • 08 Apr 2024 09:50 AM (IST)

    સુરેન્દ્રનગર પાટીદાર સમાજ પરસોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યો

    • અમે પરસોતમ રૂપાલા સાહેબના સમર્થનમાં છીએ પરસોતમ રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ – સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ આજે પણ જાહેર સ્થળો ઉપર લગાવ્યા બેનરો
    • પરસોતમ રૂપાલાના વાણી વિલાસ મુદ્દે ક્ષત્રિય સમાજ લાલઘૂમ
    • ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી
    • તે વચ્ચે હવે પાટીદાર સમાજે પણ પરસોતમ રૂપાલા મામલે જંપલાવ્યું છે

     

  • 08 Apr 2024 09:45 AM (IST)

    અમદાવાદ : આજથી 2 દિવસ તાપમાન વધશે

    • અમદાવાદમાં આજથી 2 દિવસ તાપમાન વધશે
    • અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી થવાની આગાહી
    • 11થી 13 એપ્રિલે માવઠાની આગાહી
    • સાબરકાંઠા, ભરૂચ, સુરતમાં માવઠાની આગાહી
    • ભાવનગર, ગીર-સોમનાથમાં માવઠાની આગાહી
  • 08 Apr 2024 09:36 AM (IST)

    થરાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ યોજશે સભા

    • CM ભુપેન્દ્ર પટેલની ડો. રેખાબેનના સમર્થનમાં થરાદ ખાતે જાહેર સભા
    • CMની હાજરીમાં ભાજપમાં જોડાશે કૉંગ્રેસના પૂર્વ નેતા અને આગેવાન
    • ડી.ડી. રાજપૂત સહિતના કૉંગ્રેસના આગેવાનો કરશે કેસરિયા
    • થરાદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • 08 Apr 2024 09:09 AM (IST)

    સવારે 11.30 વાગ્યે સંજય નિરુપમ કરશે મોટો ખુલાસો

    કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સંજય નિરુપમ આજે સવારે 11.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તેણે એક મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો હતો. તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટીને પોતાનું રાજીનામું મોકલી ચૂક્યા છે.

  • 08 Apr 2024 08:40 AM (IST)

    કે કવિતાની જામીન અરજી પર આજે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે

    રાઉઝ એવન્યુ કોર્ટ આજે BRS નેતા કવિતાની વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. EDએ 15 માર્ચે કવિતાની દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.

  • 08 Apr 2024 08:39 AM (IST)

    PM મોદીની આજે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં રેલી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી બસ્તરના છોટે અમાબાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

  • 08 Apr 2024 07:54 AM (IST)

    છોટાઉદેપુરના ઘણા ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લાગ્યા

    પરશોત્તમ રૂપાલાના નિવેદનને ઉભો થયેલો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના નેતાઓને તથા કાર્યકરોને ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં ન પ્રવેશવા જણાવાયું છે.

  • 08 Apr 2024 07:39 AM (IST)

    કર્ણાટક પોલીસે રૂપિયા 5.60 કરોડ રોકડા, 3 કિલો સોનું અને 103 કિલો ચાંદીના દાગીના જપ્ત કર્યા

    બલ્લારી, કર્ણાટક: પોલીસે 5.60 કરોડ રૂપિયા રોકડા, 3 કિલો સોનું અને 103 કિલો ચાંદીના ઘરેણાં અને 68 ચાંદીના બાર જપ્ત કર્યા છે. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે: પોલીસ

    (Credit Source : @ANI)

  • 08 Apr 2024 07:02 AM (IST)

    લગભગ 4 કરોડ 40 લાખ લોકો કુલ સૂર્યગ્રહણના સાક્ષી બનશે

    અમેરિકામાં બપોરે 1.27 થી 4.35 સુધી સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે, લગભગ 4 કરોડ 40 લાખ લોકો કુલ સૂર્યગ્રહણના સાક્ષી બનશે. આ કારણે પ્લેનની ટિકિટની માંગમાં 1500 ટકાનો વધારો થયો છે.

    દક્ષિણ પશ્ચિમ અને ડેલ્ટા જેવી એરલાઇન્સ 185 કિમીના રૂટ પર ઘણી ફ્લાઇટ્સ ચલાવશે. ઘણી એરલાઇન કંપનીઓ સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં વ્યસ્ત છે, જેથી જમણી અને ડાબી બંને બાજુની વિન્ડો સીટ પર બેઠેલા લોકો આરામથી આ નયનરમ્ય દૃશ્ય જોઈ શકશે.

  • 08 Apr 2024 06:59 AM (IST)

    વર્ષ 2024ના સૌથી લાંબા સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ

    વર્ષ 2024ના સૌથી લાંબા સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ ઘટના માનવામાં આવે છે, પરંતુ આ સૂર્યગ્રહણ અમેરિકા માટે શુભ સંકેત લઈને આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં લાખો લોકો સૂર્યગ્રહણના દિવસે કરોડો ડોલરનો ખર્ચ કરશે.

    હવે થોડાં કલાકો પછી, પૃથ્વી પર એક ખૂબ જ રહસ્યમય ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. હવેથી થોડા કલાકો બાદ પૃથ્વીથી 15 કરોડ કિલોમીટરના અંતરે હાજર સૂર્યના તરંગો ગ્રહણ થવા જઈ રહ્યા છે. હવેથી થોડા કલાકો પછી, ચંદ્ર સૂર્યના કિરણોને શોષી લેશે. દિવસ દરમિયાન અંધકાર રહેશે. લગભગ સાડા ચાર મિનિટના આ કુલ સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વી પર એક વિચિત્ર હલચલ જોવા મળશે. જ્યાં ભારતમાં સૂર્યગ્રહણને સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. સાત સમંદર પાર અમેરિકામાં આને લઈને વિચિત્ર સ્થિતિ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સૂર્યગ્રહણ અમેરિકાના લોકો માટે શુભ સંયોગ લઈને આવ્યું છે.

  • 08 Apr 2024 06:57 AM (IST)

    સંત શ્રી શિવશંકર ચૈતન્ય ભારતીનું અવસાન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી (વારાણસી)ના સંત શ્રી શિવશંકર ચૈતન્ય ભારતીજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શોક વ્યક્ત કરતાં તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું છે કે, કાશીથી ભગવાન વિશ્વનાથના મહાન ભક્ત સંત શ્રી શિવશંકર ચૈતન્ય ભારતીજીના મહાપ્રયાણના દુઃખદ સમાચાર મળ્યા છે.

    (Credit Source : @narendramodi)

     

  • 08 Apr 2024 06:51 AM (IST)

    નાગપુર : કન્ટેનરે 9 કાર, એક એમ્બ્યુલન્સ અને બે ટુ-વ્હીલરને ટક્કર મારી

    નાગપુર, મહારાષ્ટ્ર: નાગપુરના માનકાપુર વિસ્તારમાં એક ઝડપી કન્ટેનરે 9 કાર, એક એમ્બ્યુલન્સ અને બે ટુ-વ્હીલરને અથડાતા 12 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 04 લોકો ઈજાગ્રસ્ત થયા છેઃ નાગપુર પોલીસ

    (Credit Source : @ANI)

  • 08 Apr 2024 06:28 AM (IST)

    ભાગલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં આગ લાગી

    ભાગલપુર, બિહાર: ભાગલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં આગ લાગી હતી.

    (Credit Source : @ANI)

  • 08 Apr 2024 06:27 AM (IST)

    રાજસ્થાન અને દેશના લોકોમાં ઉત્સાહઃ સીએમ ભજનલાલ

    રાજસ્થાનઃ સીએમ ભજનલાલ શર્માનું કહેવું છે કે, રાજસ્થાન અને દેશના લોકોમાં ઉત્સાહ છે. કોંગ્રેસ પાસે કહેવા માટે કંઈ નથી અને તે જુઠ્ઠાણા અને ભ્રષ્ટાચાર પર કામ કરી રહી છે.

    (Credit Source : @ANI)

  • 08 Apr 2024 06:26 AM (IST)

    PM મોદી આજે છત્તીસગઢના બસ્તર પહોંચશે, છોટે અમાબાલમાં કરશે રેલી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી બસ્તરના છોટે અમાબાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ પર 19 એપ્રિલે મતદાન થવાનું છે.

Published On - 6:20 am, Mon, 8 April 24