Gujarat: 6 મહાનગરપાલિકામાં વર્ષ 2015 કરતાં ઓછું મતદાન નોંધાયું

|

Feb 21, 2021 | 9:37 PM

6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 42 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું.

Gujarat: 6 મહાનગરપાલિકામાં વર્ષ 2015 કરતાં ઓછું મતદાન નોંધાયું

Follow us on

Gujarat: 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 42 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું. જે વર્ષ 2015માં યોજાયેલા 45.76 ટકા મતદાન કરતાં ઓછું છે.

 

Gujaratની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં યોજાયેલી મતદારની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં  37.81 ટકા, સુરત મહાનગરપાલિકામાં 42.11 ટકા,  વડોદરા મહાનગરપાલિકામાં 42.82 ટકા, રાજકોટ મહાનગરપાલિકામાં 45.74 ટકા, જામનગર મહાનગરપાલિકામાં 49.64 ટકા અને ભાવનગર મહાનગરપાલિકામાં 43.66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

જ્યારે ગુજરાતની છ મહાનગરપાલિકામાં વર્ષ 2015માં યોજાયેલા મતદાનની ટકાવારી પર નજર કરીએ તો વર્ષ 2015માં છ મહાનગરપાલિકામાં સરેરાશ 45.67 ટકા મતદાન થયું હતું. જેમાં જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 46.51 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સુરત મહાનગરપાલિકામાં 39.67 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં 48.71 ટકા મતદાન થયું હતું. તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં 49.72 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં 56. 76 ટકા મતદાન નોંધાયું હતું.

 

આ પણ વાંચો: રાજ્યમાં CORONAના નવા 283 કેસ નોંધાયા, હાલમાં 1,690 એક્ટીવ કેસ

Next Article