દબાણ અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો, કહ્યું 7 વર્ષથી માત્ર ચર્ચા જ કરાય છે, અમે મોનીટરીંગ એજન્સી નથી
ગુજરાત હાઈકોર્ટે, દબાણ અને ટ્રાફિક સમસ્યા અંગેના કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારને કહ્યું કે, છેલ્લા સાત વર્ષથી દબાણ અને ટ્રાફિક મુદ્દે કામ કરવાને બદલે વાતો જ કરવામાં આવી છે. અમે કોઈ મોનીટરીંગ એજન્સી નથી, ઈનફ ઈઝ ઈનફ તેવુ હાઈકોર્ટે કહ્યું હતુું.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે. કોઈ એક્શન પ્લાન કે પોલિસી જ નથી. જે જગ્યા અથવા વિસ્તારની ચર્ચા સુનાવણી દરમિયાન થાય છે, ત્યાં પહોંચીને કામ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી માત્ર ચર્ચા જ કરવામાં આવે છે. શું હજુ ફ્રેમ વર્ક ચાલે છે તેવો પ્રશ્ન પણ હાઈકોર્ટે કર્યો હતો.
રાજ્યમાં બેરોજગારી છે, તેમને કમાવવા જોઈએ છે. રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરી રહ્યા છે. “તમારી પાસે પ્લોટ છે, જગ્યા છે તેમને નહીં ફાળવો તો પર દબાણ રોડ પર જ કરશે”. અનેક બેરોજગાર વાહન ચાલકો છે કે જે કામ કરવા ઈચ્છે છે. રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે વધુ એક વખત સમય માંગ્યો હતો. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી 27 એપ્રિલના રોજ વધુ રાખી છે.
(With Input Ronak Verma-Ahmedabad)