Gujarat : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી, કયાં કેટલો વરસાદ પડયો ?

|

Aug 23, 2021 | 10:38 AM

રાજયમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 55 તાલુકામાં ધીમી ધારે વરસાદ પડ્યો, જેમાં સુરતના ચોર્યાસીમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડ્યો,

Gujarat : રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેમ હવામાન વિભાગનું કહેવું છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 55 તાલુકામાં ધીમી ધારે વરસાદ પડ્યો, જેમાં સુરતના ચોર્યાસીમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડ્યો, તો સાગબારા, ઓલપાડ, ડેડિયાપાડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.63 ટકા વરસાદ પડ્યો છે,

કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે, કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો, પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે, જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં બનાસકાંઠાના કાંકરેજમાં 7 ટકા, થરાદમાં 10 ટકા, અમીરગઢમાં 24 ટકા જ વરસાદ પડ્યો છે, પાટણના સાંતલપુરમાં 14 ટકા, સતલાસણા 20 ટકા જ વરસાદ હજુ સુધી પડ્યો છે, ગાંધીનગર, દહેગામની સાથે જ સાબરકાંઠાના ભિલોડામાં 15 અને ઈડરમાં 25 ટકા વરસાદ પડ્યો છે,

મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હજી કોરાધાકોર જ છે, અમદાવાદના ધોલેરા અને માંડલમાં સિઝનનો 20 થી 21 ટકા વરસાદ પડ્યો છે, તો ખેડાના ગળતેશ્વર અને ઠાસરામાં 12 ટકા જ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, પંચમહાલના કાલોલ, બાલાસિનોર અને દાહોદના ઝાલોદમાં પણ સરેરાશ 22થી 25 ટકા જ વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે મેઘમહેર થઈ રહી છે, પરંતુ સુરેન્દ્રનગરના દસાડામાં 17 ટકા, ધ્રાંગધ્રામાં 16 ટકા અને લિંબડીમાં 19 ટકા જ વરસાદ પડ્યો છે, જામનગરમાં 18 ટકા, દ્વારકામાં 30 અને પોરબંદરમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે, તો જંગલ વિસ્તાર ગીર-ગઢડા 22 ટકા, શિહોરમાં 22 ટકા, રાણપુરમાં પણ 26 ટકા જ વરસાદ પડ્યો છે.

Next Video