VIDEO: ‘વાયુ’ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર દ્વારા આ તમામ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

|

Jun 11, 2019 | 2:17 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઈ સરકાર સતર્ક છે. વાવાઝોડા બાદ ઉભી થનારી કોઈ પણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અને NDRFની ટીમ સતર્ક છે. રાજ્યના તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. અને માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના […]

VIDEO: વાયુ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર દ્વારા આ તમામ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઈ સરકાર સતર્ક છે. વાવાઝોડા બાદ ઉભી થનારી કોઈ પણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અને NDRFની ટીમ સતર્ક છે. રાજ્યના તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. અને માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે..ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને એલર્ટ કરવામાં આવ્યા છે. દેવભુમિદ્વારકા જીલ્લાની વાત કરીએ તો તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. દરિયામાં ગયેલા તમામ માછીમારોને કિનારે બોલાવી લેવામાં આવ્યા છે. તો સુરક્ષા માટે ફરજ બજાવતી નેવી, કોસ્ટગાર્ડ સહિતની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને માઈક મારફતે જાગ્રત કરવામાં આવી રહ્યા છે. કુલ 23 જેટલાં ગામોમાં તંત્રની ટુકડીઓ તપાસ કરી રહી છે. અને ગ્રામજનોને નજીકની શાળાઓમાં ખસેડવાની વ્યવસ્થા કરી રહી છે. આ ઉપરાંત જે ગામોમાં કાચા મકાનો છે. ત્યાના લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કવાયત પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:13 pm, Tue, 11 June 19

Next Article